Social Networking - Savdhan books and stories free download online pdf in Gujarati

સોશિયલ નેટવર્કીંગ - સાવધાન

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સોશિયલ નેટવર્કીંગ - સાવધાન
શબ્દો : 1136

સજેસ્ટેડ શ્રેણી : સામાજિક / જનરલ

સોશિયલ નેટવર્કીંગ - સાવધાન

અત્યારે જ્યાં જુઓ ત્યાં સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સનો ક્રેઝ દિવસે દિવસે વધતો ચાલ્યો છે, પરંતુ તેનાં કેટલાંક એવાં પાસાં પણ છે જે આપણે વિચારવા જ જોઈએ જેથી ક્યાંક આપણાં જ હાથે આપણે આપણું ભવિષ્ય જોખમમાં ન મૂકીએ, તો આવો એવી કેટલીક વાતોને તપાસીએ કે જે જાણવી અત્યંત જરૂરી છે કહો કે અનિવાર્ય બની ગઈ છે.


સોશિયલ નેટવકિગ ને કારણે એવી કેટલીય બાબતો જાહેર થઇ જાય છે, જેને અંગત રાખવાની હોય છે. અન્ય વિશે જાણવાની અને સરપ્રાઇઝ અનુભવવું એ ખોટી વૃત્તિ નથી, પણ આ વૃત્તિ ક્યારેક વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દઇ શકે છે.ગુજરાતના છાપાંઓએ જેની ભાગ્યે જ નોંધ લીધી છે એવો ન્યૂજર્સીનો રવિ ધરુનનો કેસ અમેરિકાનાં છાપાંઓમાં ખૂબ ચર્ચાયો છે. ૧૮ વર્ષનો યુનિવર્સિ‌ટીમાં ભણતો છોકરો એના રૂમમેટ ટાઇટલ ક્લેમન્ટીની વીડિયો ઊતારે છે. રમત રમતમાં કરવામાં આવેલો આ પ્રયાસ ટાઇલર હોમોસેક્સ્યુઅલ છે એ વાત જાહેર કરી નાખે છે. ટાઇલર જ્ર્યોજ વોશિંગ્ટન બ્રિજ પરથી કૂદીને આપઘાત કરે છે... રવિ ધરુન જેલમાં છે. ૩૦ દિવસની જેલ ૩૦૦ કલાક કોમ્યુનિટી સર્વિ‌સ અને ૧૦,૦૦૦ ડોલરના દંડ સાથે હજી એ મુક્ત નથી થયોવકીલની દલીલ છે કે રવિએ ટાઇલરની પ્રાઇવસીમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો... પ્રિન્સ હેરી અને એની પત્ની વેકેશન પર હતાં, ત્યાં નગ્ન ફોટાઓ છાપીને એક ફ્રેન્ચ મેગેઝિને તરખાટ મચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રિન્સેસ ડાયેના અને ડોડી અલ ફયાદનો પીછો કરતા પાપારાઝીએ એનો જીવ લીધો એમ કહીએ તો ખોટું નથી. સોશિયલ નેટવક્ર્સ હવે આપણા ચોરાની પંચાત જેવા થઇ ગયા છે. જેને જે ફાવે - જેમ ફાવે તેમ લખી શકે છે, બ્રોડકાસ્ટ કરી શકે છે.બીબીએમ, વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક, લિન્કડીન જેવી સોશિયલ નેટવકિગ સાઇટ્સ વ્યક્તિના અંગત જીવનને ગૂંચવી નાખે છે. અમેરિકાના એક સર્વે મુજબ બેન્જામિન રિટર નામના લેખકે લખ્યું છે કે, 'અમેરિકામાં દરેક ત્રીજો ડિવોર્સ ફેસબુકને કારણે થાય છે. ૮૦ ટકા કરતાં વધારે ડિવોર્સ એટર્ની (વકીલ) કહે છે કે ડિવોર્સના કેસીસનું મુખ્ય કારણ આ સોશિયલ નેટવકિગ સાઇટ્સ પુરવાર થયા છે.’ ભારતમાં પણ આ બહુ નવાઇ પમાડે એવી વાત નથી એની આપણને સૌને ખબર છે. એસએમએસ અને ફેસબુક જેવા સોશિયલ નેટવકિગને કારણે ઘણાં ઘરોમાં ઝઘડા થાય છે.પ્રાઇવસી અથવા અંગતતા સારી વસ્તુ છે. દરેક માણસને પોતાના અંગત જીવનનો અધિકાર કોઇ પણ લોકશાહી દેશ આપે છે, પરંતુ સોશિયલ નેટવકિગ સાઇટ્સ અથવા એનાં સાધનો માણસને ઉશ્કેરે છે, ગુમરાહ કરે છે અને ઇષ્ર્યા કરવા પ્રેરે છે. માણસમાત્રનો સ્વભાવ ક્યુરિયોસિટી અથવા કુતૂહલનો છે. બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે ફેસમબુક કે બીબીએમ જેવા સાધનોનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. કોણ કોના ફ્રેન્ડલિસ્ટમાં છે અથવા કોણ 'વોલ’ પર શું લખે છે એ વાંચવામાં પોતાના દિવસના કલાકો બગાડનારા લોકો સામાન્ય રીતે એક એવી પ્રવૃત્તિમાં સંડોવાય છે, જે ધીમે ધીમે એમને માટે એક વ્યસન બની જાય છે.જૂના મિત્રોને શોધી શકાય ત્યાં સુધી ફેસબુક આર્શીવાદ છે, પરંતુ ચેટિંગ અને બીજી બાબતોમાં આ જ ફેસબુક એક ઘાતક શસ્ત્ર છે. અજાણ્યા લોકો સાથેનું ચેટિંગ શરૂઆતમાં રસપ્રદ હોઇ શકે... નવી વ્યક્તિઓ વિશે જાણવું અને સરપ્રાઇઝ મેળવતા રહેવાની વૃત્તિ ખોટી નથી, પરંતુ એ વૃત્તિ માણસને એવી સ્થિતિમાં મૂકી દઇ શકે છે, જે એના અને એના પરિવાર માટે ભયાનક પુરવાર થઇ શકે. એક પરણેલી બે બાળકોની મા એક એવા ચુંગાલમાં ફસાઇ, જેમાં એના ચેટિંગની કોપી એના પતિને પેસ્ટ કરવાની ધમકી આપીને એની પાસેથી લગભગ દોઢ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાઇ, તો બીજી તરફ પોતાના પ્રેમી સાથે ગાળેલી ક્ષણોનો વીડિયો ફેસબુક ઉપર અપલોડ કરીને એને આપઘાતના પ્રયત્ન સુધી ધકેલનાર એક ટીનએજરને જુવેનાઇલ ર્કોટે છ મહિ‌નાની સજા કરવી પડી.આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બે-ત્રણ બાબતોમાં પોતાનું કામ કરે છે. એક તો એ ખૂબ બધી માહિ‌તી પ્રસારિત કરી નાખે છે. ઇચ્છા હોય કે ન હોય, ગર્લફ્રેન્ડની પોસ્ટ, ફોટો, એના હાલના મિત્રો અને ભૂતકાળના મિત્રો સામેની વ્યક્તિના મનમાં વધુ માહિ‌તી મેળવવાની ઇચ્છા જગાડે છે. જાણે-અજાણે વ્યક્તિ રિસર્ચમાં ઊતરી જાય છે. આ રિસર્ચમાંથી એવી વિગતો બહાર આવે છે, જે સંબંધને નુકસાનકર્તા જ પુરવાર થાય છે. ફેન હોય કે ફ્રેન્ડ હોય, કોઇ પણ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ વિશે વધુ પડતી માહિ‌તી હંમેશાં નુકસાનકારક જ પુરવાર થાય છે.આ વધુ પડતી માહિ‌તી કે અપડેટ્સ અથવા પોતાને વિશે લખાયેલી કેટલીક બાબતો કદાચ એ ક્ષણના ઉન્માદમાં લખાઇ જાય એવું બને... પોતાની લાગણીઓ કે જે-તે સમયના ઇમોશન્સ અપડેટમાં મારી દેવાથી માણસ પોતાને વિશે કે પોતાના મનમાં ચાલતી વાત વિશે સૌને જણાવી દે છે... આ માહિ‌તી ક્યારેક એની જ વિરુદ્ધમાં વાપરી શકાય એવો વિચાર એ ક્ષણે ભાગ્યે જ આવતો હોય છે. બીજી બાબત એ છે કે આ સોશિયલ નેટવકિગ સાઇટ્સ અંગત બાબતોને જાહેર કરીને સંબંધોમાં પ્રેશર ઊભું કરે છે. લાઇક કરનારાઓ કે અભિપ્રાય આપનારાઓ એક પ્રકારનું પ્રેશર આપતાં હોય છે.પોતે જે કંઇ લખ્યું છે તે વિશે બીજા લોકો શું કહે છે તે જાણવાના પ્રયત્નમાં ધીમે ધીમે માણસ પોતાની અંગત વાતોને પબ્લિસાઇઝ કરતો થઇ જાય છે. એના સંબંધોની વાત ફેસબુકની વોલ પર કે પોતાના અપડેટમાં લખીને ઘણી વખત સામેની વ્યક્તિ વિશે પણ મુશ્કેલી ઊભી થઇ શકે એનો ખ્યાલ ઘણાબધા લોકોને રહેતો નથી. હજી થોડા સમય પહેલાં જ રિયા સેને પોતાના બોયફ્રેન્ડ સાથેના ફોટા ફેસબુક પર મૂકીને બીજે દિવસે એની માફી માગી હતી... તો એના થોડાક વર્ષો પહેલાં કરીના કપૂર અને શાહિ‌દના ચુંબન કરતા ફોટાની વીડિયો એમએમએસ તરીકે ફરતી થઇ ગઇ હતી.આજે પણ આપણે નેટ પર લોગઇન કરીને યુ-ટયૂબ પર કે બીજી સોશિયલ સાઇટ્સ પર એવી ઘણી વિગતો જોઇ શકીએ છીએ, જેને જાહેર કરવાની ખરેખર કોઇ જરૂર હોતી નથી... બેધ્યાનપણે ખેંચાયેલા સેલિબ્રિટીના અપસ્કર્ટ ફોટોસ કે એમની અંગત ક્ષણોની તસવીરો ક્યારે સોશિયલ નેટવર્કમાં ફરતી થઇ જાય એની એમને પોતાને પણ ખબર નથી રહેતી. આ માહિ‌તીને કારણે ઊભું થતું પ્રેશર બે વ્યક્તિઓના સંબંધોમાં ભયાનક ટેન્શન ઊભું કરી શકે છે. જૂની ગર્લફ્રેન્ડે પોસ્ટ કરેલા ફોટા કે જૂના બોયફ્રેન્ડે મોકલેલી વિગતો લગ્નજીવનમાં ભંગાણ સર્જી શકે છે. પત્ની દ્વારા મુકાયેલા ફેમિલી ફોટોને કારણે ગર્લફ્રેન્ડને કહેલાં બધાં જુઠ્ઠાણાં અચાનક જ બહાર આવી જાય છે.આવું તો કંઇકેટલુંયે બને છે અને ત્રીજો, સૌથી અગત્યનો મુદ્દો છે ઇષ્ર્યા-જેલેસી. આ સોશિયલ મીડિયા શેરિંગ અને સ્નૂપિંગની વચ્ચેનો ફરક ભૂલવા લાગ્યું છે. શેરિંગ એટલે કે ઇચ્છાથી કોઇને માહિ‌તી આપવી અને સ્નૂપિંગ એટલે ઇચ્છા વિરુદ્ધ ઘૂસીને માહિ‌તી જાહેર કરી દેવી. આ સોશિયલ મીડિયા માહિ‌તી જાહેર કર્યા પછી બીજી વ્યક્તિઓના મગજમાં ઇષ્ર્યા જગાડે છે. કોઇની અંગત વાત જાહેર થવાથી એક તો પોતાના જીવનમાં આવી સનસનાટી નથી એ વાતની ઇષ્ર્યા ઊભી થઇ શકે છે, તો બીજી તરફ પોતાની અંગત વ્યક્તિ વિશેની વાત જાહેર થવાથી અંગત સંબંધોમાં ઇષ્ર્યા પ્રવેશે છે. ફેસબુકને કારણે કે સોશિયલ નેટવકિગને કારણે ફક્ત છૂટાછેડા જ નહીં, ખૂન અને આપઘાત સુધી કેટલાક સંબંધોને ધકેલાવું પડે છે.ગામનો ચોરો બની ગયેલી આ ફેસબુક... અને પંચાતો ધીમે ધીમે આપણા જીવનનો અગત્યનો ભાગ બનવા લાગી છે. એક તરફથી આપણે 'પ્રાઇવસી’ને મહત્ત્વ આપતાં શીખી રહ્યા છીએ. કોઇને અંગત પ્રશ્નો ન પૂછવા કે અંગત જીવનમાં દખલ ન દેવી જેવી બાબતોને આપણે 'મેનર્સ’ ગણીએ છીએ, તો બીજી તરફ આ સોશિયલ નેટવકિગ સાઇટ્સ આપણા જીવનમાં સુનામી અને ધરતીકંપની અસર ઊભી કરી રહી છે.ટેક્નોલોજી આપણા સૌના ફાયદા માટે છે. પેપરલેસ ઓફિસ સરસ બાબત છે.. 'ગો ગ્રીન’ સરસ વિચાર છે. દુનિયા નાની થઇ ગઇ છે અને કમ્યુનિકેશન વધારે સરળ બન્યું છે, પરંતુ જ્યાં સુધી ટેક્નોલોજીને સમજીને એનો ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી એ વરદાન છે... જે ક્ષણે એ જ ટેક્નોલોજી તમારો ઉપયોગ કરવા માંડે એ ક્ષણે એ મોન્સ્ટર બની જાય છે... એક એવો રાક્ષસ, જે આપણા હાથમાંથી છટકી જાય છે અને આપણને કાબૂમાં કરી લે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED