તૃષ્ણા , ભાગ-૧૭ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૃષ્ણા , ભાગ-૧૭

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

Email – brgokani@gmail.com

તૃષ્ણા

પ્રકરણ – ૧૭

રાજેશ્વરી દેવીના મમ્મીના મૃત્યુના દુઃખદ સમાચારથી સચિન ભાર્ગવ અને પ્રશાંત પણ દુઃખી થઇ ગયા.તેઓએ તાત્કાલિક નિકિતા અને વિકાસને ફોન કરી આ દુઃખદ સમાચાર આપ્યા.નિકિતા અને વિકાસ બન્ને દ્વારકા આવવા નીકળી ગયા.સચિને રાજેશ્વરીને હોટેલ આવવા કહ્યુ પણ તે હોટેલ જવા રાજી ન થઇ.ભાર્ગવ રાજેશ્વરીને લઇને બેઠો અને સચિન અને પ્રશાંત જરૂરી કાર્યવાહી અર્થે ડૉક્ટર સાથે ગયા. રાજેશ્વરીએ તેની માતાના મૃતદેહને એ જ ઝુપડપટ્ટી વિસ્તારમાં લઇ ગઇ જ્યાં તે તેની માતાને મળી હતી.ત્યાંથી જ તેની સ્મશાનયાત્રા નીકળી.એવુ હોય છે કે સ્ત્રીઓ સ્મશાનમાં ન જાય પણ રાજેશ્વરી તેની માતાની સ્મશાનયાત્રામા જોડાઇ અને તેની માતાને અગ્નિસંસ્કાર પણ તેણે જ આપ્યો.આંખમા દુઃખ અને તેની માતાને ખોવાના નિઃસાસા સાથે તે છેલ્લે સુધી સ્મશાનમાં રોકાઇ.બધા જતા રહ્યા ત્યારે છેલ્લે સચિન ભાર્ગવ અને પ્રશાંત તેને હોટેલ પરત ચાલવા કહ્યુ. “ના બેટા,તમે લોકો જાઓ હોટેલ,હું પછી આવુ છુ.તમે જાઓ અને આરામ કરો,આખા દિવસની દોડધામ બાદ થાકી ગયા હશો તમે.” રાજેશ્વરીએ કહ્યુ. “મામી,આમ સ્મશાનમાં તમે એકલા રહો એ યોગ્ય નથી.જીદ ન કરો તમે પ્લીઝ ચાલો અમારી સાથે.” સચિન બોલ્યો. “અરે સચિન,હું ક્યાં એકલી છું??? મારી મા છે ને મારી સાથે.મારી જનેતા અહી જ છે.તને ખબર છે ને કે આપણે તેને અહી જ લાવ્યા હતા.તે મારી સાથે જ છે.તમે નાહક મારી ચિંતા કરો છો.તમે જાઓ હુ હમણા જ આવુ છુ.” રાજેશ્વરીએ કહ્યુ એટલે ત્રણેય ભાઇઓ જવા નીકળ્યા તો ખરા પણ બહાર રાહ જોતા ઊભા રહ્યા.તેઓને પણ રાજેશ્વરીને એકલા મુકી જવાનુ યોગ્ય ન લાગ્યુ. “મા,આપણે મળ્યા તેને તો હજુ થોડો જ સમય થયો હતો અને તુ આમ મને મુકીને ચાલી ગઇ??? એક તો આટ-આટલા વર્ષોથી હું અને તુ વિખુટા હતા.ભગવાનની દયાથી તુ મને મળી અને આમ હાથતાળી આપીને અને મને દગો દઇને તુ ચાલી ગઇ??? અરે મા......તારા ખોળામા તો મારે માથુ રાખીને હજુ સુવુ હતુ અને આજે એ ખોળો મારાથી દૂર ચાલ્યો ગયો.હજુ તો માંડ હુ દેવના મૃત્યુના દુઃખને સહન કરતા શીખી હતી ત્યાં તે પણ મારી સાથે છલ કર્યુ ને??? મા.............એ..................મા...............તુ આવને મારી પાસે,એ..........મા..........ક્યાં ચાલી ગઇ તુ??? એમ કહી રાજેશ્વરી આક્રંદ કરતી રડતી રહી. દૂર ઉભેલા ત્રણેય ભાઇઓમાંથી ભાર્ગવ દોડીને તેના તરફ જવા ગયો પણ સચિને તેને અટકાવ્યો અને કહ્યુ , “ભાર્ગવ મામીને રડવા દે.રડીને તેના દુઃખને આંસુ સ્વરૂપે વહી જવા દે.” રાજેશ્વરી થોડી વાર આમ રડતી રહી અને ત્યાર બાદ તેની માતાને આખરી પ્રણામ કરી બહાર નીકળી ત્યાં તેણે ત્રણેય ભાઇઓને જોયા. “ચાલો મામી,અમે તમારી જ રાહ જોતા હતા.ચલો હોટેલ જઇએ.” સચિન બોલ્યો અને બધા હોટેલ તરફ રવાના થયા. સવારે ૯:૦૦ વાગ્યા છતા રાજેશ્વરી આજે રૂમની બહાર ન આવી એટલે સચિન મામીને જગાડવા ગયો પણ રાજેશ્વરીને ગાઢ નિંદ્રામા જોઇ તે પાછો જતો રહ્યો.તેઓ ત્રણેય પોતપોતાના કામે લાગી ગયા. “રાજેશ્વરી ની ઊંઘ ઊડી અને તેણે જોયુ કે સવારના ૧૦:૩૦ વાગી ચુક્યા હતા.તે ફટાફટ તેની માતા પાસે જવા પગ ઉપાડ્યા પણ તેની માતા તો આ દુનિયામા નથી એ વાત ફીલ થતા જ તેના પગ થંભી ગયા અને તે થોડીવાર ત્યાં જ બેસી ગઇ.

પછી મનને સ્થિર કરી તેણે પણ પોતાના કામે લાગી જવાનો વિચાર કર્યો અને તે પણ પોતાના સ્વપ્ન સમાન આકાર લઇ રહેલા “અપના ઘર” ની મુલાકાતે ગઇ.શાળા અને વૃધ્ધાશ્રમ બન્ને હવે પુર્ણ થવાના આરે હતા.આ જોઇ રાજેશ્વરી આનંદિત હતી.તેણે દેવાંશની નજરે જોયેલુ સ્વપ્ન આજે સાકાર થવાની તૈયારીમા હતુ તેવા આનંદ સાથે આજે તે ઝુમી ઉઠી હતી. “અપના ઘર” મા સાથે સાથે તેણે એક મોટી ગૌશાળા પણ તૈયાર કરાવી હતી.જ્યાં મુંગા અને અબોલ પશુઓને યોગ્ય દેખરેખ અને સારવાર મળી રહે.આ બાજુ હવે હસ્તકળા ઉદ્યોગ પણ ધીરે ધીરે એક વિશાળ સ્વરૂપે આકાર લઇ રહ્યો હતો.આજુબાજુના ગામડાના લોકો કે જેઓને રોજીરોટીની જરૂર હતી તેઓ પણ આ કેન્દ્રમા જોડાઇ અવનવા કામો શીખી રહ્યા હતા.હવે તો પ્રશાંતે અમદાવાદ અને મુંબઇથી નિષ્ણાંતોને તેની માંગી રકમ આપી બોલાવી લીધા હતા અને લોકોને તેઓનો ભરપૂર લાભ અપાવી રહ્યો હતો. “વાહ,વાહ,અતિ સુંદર,આજે આપણા લક્ષ્યની તરફ આપણે એક કદમ આગળ વધ્યા આપણે.આજે આ શાળા અને સાથે સાથે “અપના ઘર” નું બાંધકામ પુરુ થયુ છે.બસ હવે શાળા અને વૃધ્ધાશ્રમ બન્ને સાથે જ શરૂ કરશું.” રાજેશ્વરી આનંદથી બોલી ઉઠી. “હા મામી,આજે અમે બધા પણ ખુબ ખુશ છીએ.આજે દેવાંશ મામા ખુબ ખુશ થતા હશે,મામી” સચિન બોલી ગયો. “દેવાંશનુ નામ સાંભળતા જ રાજેશ્વરી થોડી ઉદાસ તો થઇ પણ પોતાના મન પર કાબુ મેળવી બોલી. “હા દીકરા આજે તેની આત્માને થોડી શાંતિ થશે કે આપણે તેણે કહેલા કાર્યમા તેની સંપતિનો ઉપયોગ કરવાનુ શરૂ કરી દીધુ છે.” બધા ત્યાર બાદ સાથે મળી ભગવાનના દર્શને ગયા.આજે શાળા અને વૃધ્ધાશ્રમના મકાનના કામ પૂરા થતા રાજેશ્વરીએ શ્રી દ્વારકાધીશજીના મંદિરમા ધજા ચડાવી હતી,તેમા બધા હર્ષોલ્લાસ સાથે જોડાયા.ત્યાર બાદ બધા ડિનર કરી હોટેલ ગયા.બધા થાકી ગયા હતા તો જઇને તરત જ સ્વપ્નશૃષ્ટીમા ખોવાઇ ગયા. રાત્રે ૧૧.૩૦ વાગ્યે સચિનના ફોનની રીંગ વાગી.સચિન પણ થોડો ગભરાયો કે હાલ કોણ છે જે ફોન કરતુ હશે?જોયુ તો સ્નેહાનો કૉલ હતો. “તુ પણ યાર,,,,હુ તો ગભરાઇ ગયો હતો કે અત્યારે રાત્રે કોણ હશે? સચિને મીઠા ઠપકા સાથે સ્નેહાને કહ્યુ. “અરે જાનુ,રોજ રોજ રેગ્યુલર વાત કરીએ છીએ,પણ આજે એમ થયુ કે તને થોડો હેરાન કરુ.એટલો તો મારો હક બને કે નહી તારા ઉપર??? સ્નેહા હસતા હસતા બોલી. “હા ડીઅર તારો પુરો હક બને છે મારા ઉપર.યુ આર માઇ લાઇફ.” સચિને કહ્યુ. સ્નેહા , “તારા માટે એક સરપ્રાઇઝ છે.જરા નીચે જાઓ અને તમારી સરપ્રાઇઝ ગિફ્ટ મેળવી લો જનાબ.” સચિન , “વાઉ,ગિફ્ટ!!! શું છે ગિફ્ટમાં?જલ્દી બોલ ને જાનુ.” સ્નેહા , “અરે પણ આમ ઉતાવળો કેમ બને છે?જરા જઇ આવ નીચે મેનેજર પાસે અને મેળવી લે તારી ગિફ્ટ.” સચિન , “સ્યોર જાનુ , હમણા જ જાઉ છુ અને તને ફરી કૉલ કરુ ગિફ્ટ જોઇને.ચલ બાય.લવ યુ.” સચિન ફોન કટ કરી ઉતાવળા પગલે નીચે ગયો.અને ત્યાં જોયુ તો નીચે સ્નેહા ખુદ આવી હતી તેને મળવા.આ રીતે સ્નેહાને આવેલી જોઇ સચિન આનંદથી ઝુમી ઉઠ્યો. “હેય જાનુ,તુ ક્યારે આવી દ્વારકા?મને કહેવુ તો હતુ તારે,તો હુ તને રીસીવ કરવા આવત.” સચિન ખુશીથી બોલી ઉઠ્યો. “જાનુ હુ તો બપોરે જ આવી ગઇ હતી.ધજામા પણ સામેલ થઇ હતી.આ તો તને અત્યારે સરપ્રાઇઝ આપવી હતી એટલે તારાથી દૂર રહી અત્યાર સુધી.” સ્નેહા બોલી. સચિન , “બદમાશ થઇ ગઇ છે તુ .બપોરથી આવી ગઇ છે ને અત્યાર સુધી મારાથી દૂર રહી??? નૉટી ગર્લ!!!ચલ ઘરના બધા સભ્યો સાથે તારી મુલાકાત કરાઉ.” સ્નેહા , “મેરે ભોલે જાનુ.મે બધાને મળી લીધુ છે.રાજેશ્વરી મામીજી,ભાર્ગવ અને પ્રશાંત.સાથે સાથે શાળા અને વૃધ્ધાશ્રમની પણ મુલાકાત લઇ આવી છું.” સચિન , “તો હું એક જ અંજાન હતો કેમ??? બધાને ખબર છે અને મને આ રીતે બેખબર રાખ્યો? બહુત નાઇન્સાફી હે યે તો.બદમાશ , નોટી ગર્લ.ચલ હવે .તને પણ બહુ થાક લાગ્યો હશે.થોડો આરામ કર.” સચિને વાત કરતા તેની પાસેનો જ રૂમ સ્નેહા માટે બુક કરાવ્યો. “અરે હમણા આરામ નહી,હજુ તો એક સરપ્રાઇઝ આપવાની બાકી છે તને જાનુ.ચલ તારી કાર લઇ લે.” સ્નેહાએ કહ્યુ. “ઓહ સરપ્રાઇઝ પે સરપ્રાઇઝ?? આઇ લાઇક ધેટ.” બોલતો બોલતો સચિન તેના રૂમમા જઇ કારની ચાવી લઇ આવી ગયો.

સચિન , “બોલો મેડમ ,અબ કહાઁ લે ચલુ આપકો?” કાર સ્ટાર્ટ કરતા તે બોલ્યો. મસ્ત રોમેન્ટીક વાતવરણ છે તો ચલ આપણે બન્ને થોડીવાર દરિયાકિનારે જઇએ.” સ્નેહાએ કહ્યુ. દરિયાકિનારે બન્ને એક બીજાના હાથ પકડી ચાલતા હતા.અને પુનમના ચન્દ્રની ચાંદનીને માણી રહ્યા હતા. “જાનુ તારા વિના મને એક પલ પણ ચેન ન હતુ.ગમતુ જ ન હતુ.દરરોજ તારી સાથે વાત કરતી પણ રૂબરૂ મળ્યા જેવી મજા જ આવતી ન હતી.એટલે જ પપ્પાને બધી વાત કરીને આવી ગઇ તારી પાસે.” સ્નેહાએ કહ્યુ. “યા જાનુ આપણે ડેઇલી વાત કરતા પણ રૂબરૂ મળવાની મજા જ કાંઇક અલગ છે,અને એ પણ આ રીતે પુનમની ચાંદનીમા દરિયાકિનારે.” સચિને કહ્યુ.

“એ બધુ ઓ ઠીક, પણ જનાબ કામની દોડધામમાં ભુલકણા થતા જાય છે,સાચુ ને???” સ્નેહાએ સચિનને બોલતો અટકાવ્યો અને વચ્ચે બોલી ઉઠી. “કેમ? શું ભુલી ગયો હું? કાંઇ ભુલ્યો નહી હું તો.હવે તુ જ કહી દે કે હું શું ભુલી રહ્યો છું???” સચિને કહ્યુ. “એમ એ પણ મારે જ કહેવાનુ કે તુ શું ભુલી રહ્યો છે???” સ્નેહા બોલી. “હા મેડમ તમે જ કહો.” સચિને તેને હળવેકથી ટપલી મારતા કહ્યુ. “ઓ.કે. તો ચલ એ પણ હું જ કહી દઉ.જરા પાછળ નજર તો કર.” “હેપ્પી બર્થડે ટુ યુ, હેપ્પી બર્થડે ટુ યુ, હેપ્પી બર્થડે ડીઅર સચિન” સચિને જોયુ તો પાછળ તેના માતા-પિતા,રાજેશ્વરી,પ્રશાંત અને ભાર્ગવ બધા પાછળ ઉભા રહી તેને બર્થ ડે વીશ કરી રહ્યા હતા. “ઓહ માય ગોડ,હું તો ભુલી જ ગયો કે આજે મારો બર્થ ડે છે.” થેન્ક્સ અ લોટ થેન્ક્સ અ લોટ ટુ ઑલ ઓફ યુ.આ ભાગ દોડમા હુ તો ભુલી જ ગયો હતો કે આજે મારો જન્મદિવસ હતો. સચિને તેના માતા-પિતા અને રાજેશ્વરીને પગે લાગ્યો અને આશિર્વાદ મેળવ્યા.નિકિતા-વિકાસે તેને મીઠુ મોઢુ કરાવ્યુ.ભાર્ગવ અને પ્રશાંતે પણ તેને બર્થ ડે વીશ કર્યુ.બધાએ સાથે મળીને ત્યાં દરિયા કિનારે બેસીને જ સચિનનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો.સચિન આજે ખુબ ખુશ દેખાતો હતો.

સચિન , “મારી ગિફ્ટ???” “આવડો મોટો થયો અને હજુ નાના છોકરાની જેમ ગિફ્ટ માંગે છે? શરમ કરો ભાઇ શરમ..” ભાર્ગવે કોમેન્ટ કરી અને બધા હસી પડ્યા. “ગિફ્ટ તો માંગીશ જ.એ તો મારો હક છે અને વડીલોના આશિર્વાદ પણ રહેલા હોય છે ગિફ્ટમા એટલે ગિફ્ટ માંગુ છુ,સમજ્યો ભુરા.” સચિને જવાબ આપ્યો. “ઠિક છે,ગિફ્ટમા વડિલોના આશિર્વાદ હોય છે તો વડિલો પાસેથી ગિફ્ટ લઇ લે.હુ,પ્રશાંત તને ગિફ્ટ નહી આપીએ.અને હા,સ્નેહાની ગિફ્ટ પણ તને નહી મળે,બરાબરને સ્નેહાજીજીજીજીજીજી.........હા....હા.....હા.....” ભાર્ગવે કહ્યુ. “અરે તારી ભલી થાય,આજે બહુ જીભ ચાલે છે તારી? બહુ મોટો થઇ ગયો લાગે તુ કેમ?” સચિને તેને ટપલી મારતા કહ્યુ. બધા હસી પડ્યા અને રાજેશ્વરી અને તેના માતા-પિતાએ તથા ભાર્ગવ,પ્રશાંતે તેને ગિફ્ટ આપી.

“સ્નેહા,ચલ આપી દે તુ પણ ગિફ્ટ.સચિન તારી જ ગિફ્ટની રાહ જુવે છે,બાકી આ અમારી ગિફ્ટ તો સમજ્યા.” વળી ભાર્ગવે મસ્તી કરતા કહ્ય. “હું અહી આવી તે જ સચિન માટે મોટી ગિફ્ટ છે,બાકી હુ તો કોઇ ગિફ્ટ લાવી જ નથી સચિન માટે.” સ્નેહાએ કહ્યુ. “મમ્મી પપ્પા ચલો આપણે બધા જઇએ અહીથી અને આ બન્ને લવ બર્ડને થોડી સ્પેશ આપીએ,નહી તો સ્નેહાજીનો અહી આવવાનો ધક્કો માથે પડશે.” ભાર્ગવ બોલતા બોલતા જ હસી પડ્યો. “અરે પણ આજે તો આ ભાર્ગવ મારી પાછળ પડ્યો છે.ચલો આપણે બધા હોટેલ જઇએ.” સચિને કહ્યુ તો રાજેશ્વરીએ કહ્યુ , “બેટા તમે બન્ને થોડો સમય વિતાવો સાથે,અમે જઇએ છીએ હોટેલ.વહેલા પાછા આવી જજો.”

“ઓ.કે. મામી.થેન્ક્સ” સચિને હસતા કહ્યુ. ‘આ...હા....હા... જુઓ તો કેવી ક્યુટ સ્માઇલ આપે છે ભાઇ સાહેબ.મનગમતી ગિફ્ટ તો ભાઇને રાજેશ્વરી મામીએ આપી દીધી છે.” ભાર્ગવ બોલ્યો.

“ચલ ને હવે,મજાક ન કર બન્નેની.” નિકિતાએ ભાર્ગવને ટોક્યો અને બધા ફરી એક વખત સચિનને બર્થ ડે વીશ કરી હોટેલ જવા નીકળ્યા. “હેપ્પી બર્થ ડે માય જાન.લવ યુ સો મચ.” સ્નેહાએ સચિનને વીશ કરતા કહ્યુ. “થેન્ક્સ અ લોટ ડીઅર.આજનો મારો આ બર્થ ડે મને જીવનભર યાદ રહેશે.તે અહી આવીને અને આ રીતે મને સરપ્રાઇઝ આપીને મને તો આશ્ચર્ય ચકિત કરી દીધો.આઇ એમ સો હેપ્પી ટુડે.અને હા,બધાએ મને ગિફ્ટ આપી,તારી ગિફ્ટ ક્યાં છે? તુ મને કાંઇ ગિફ્ટ નહી આપે.” સચિને સ્નેહાને કહ્યુ. “અરે,હું ક્યાં વડિલ છું??? ગિફ્ટ તો વડિલોના આશિર્વાદ હોય છે અને હું ક્યાં વડિલ છું??? સ્નેહાએ સચિનની મસ્તી કરતા કહ્યુ. “તારી તો ભલી થાય...” આમ કહી તે સ્નેહા પાછળ દોડ્યો,સ્નેહા આગળ ભાગી અને સચિન તેની પાછળ દોડ્યો અને તેને પકડી લીધી. “બોલ હવે શું કરીશ? ક્યાં જઇશ હવે?” હસતા હસતા સચિને કહ્યુ. “જાનુ, હુ તો આજીવન તારી બાહોમા રહેવા માંગુ છુ.ક્યાંય જવુ નથી તારી બાહોમાંથી છુટીને મારે.” સ્નેહા તેને ભેટી પડતા બોલી. “જરા આંખો બંધ કર પ્લીઝ.તને તારી ગિફ્ટ તો આપી દઉ.” સ્નેહાએ સચિનની આંખો પર હાથ રાખી તેને કહ્યુ. સચિને આંખો બંધ કરી અને સ્નેહાએ સચિનના હોઠ પર કીસ કરી.બન્ને ખુલ્લા આસમાન નીચે લીપ લોક કરી એક બીજાને કીસ કરી.થોડી વાર બાદ તેઓને સમય અને સ્થળનો એહસાસ થતા તેઓ વિખુટા પડ્યા.સ્નેહા શરમાઇ ગઇ અને તેણે પોતાની આંખો બંધ કરી દીધી. “કેમ શરમાઇ છે ડાર્લીંગ? હવે આપણે જન્મો-જન્મના બંધનમા જોડાવાનુ છે.તો મારાથી હવે કેવી શરમ? ચલ હવે આપણે હોટેલ જઇએ.બધા લોકો રાહ જોતા હશે.” બન્ને વાતો કરતા કરતા હોટેલ તરફ નીકળ્યા. હોટેલ પહોંચી સ્નેહા રાજેશ્વરીના રૂમમા ગઇ અને સચિન પોતાના રૂમમા ગયો અને જોયુ કે પ્રશાંત અને ભાર્ગવ બન્ને સુઇ ગયા હતા.

“હાશ......સારુ આ ભાર્ગવ સુઇ ગયો છે નહી તો હમણા મારી મસ્તી કરવા લાગી જાત.ચલો હું પણ હવે સુઇ જાઉ.” સચિન મનોમન વિચારીને બાથરૂમમા હજુ ચેન્જ કરવા જઇ જ રહ્યો હતો ત્યાં પથારીમાંથી ભાર્ગવ બોલ્યો. “આવી ગયા ભાઇ તમે? કેવી રહી તમારી અને સ્નેહાજીની મુલાકાત? ગિફ્ટ આપી કે નહી તમને સ્નેહાજીએ???” “ઓહ....હજુ જાગે છે તુ? હા આવી ગયો હો દોઢ-ડાહ્યા ભાઇ.મુલાકાત સારી જ રહેને અમારી.” સચિને કહ્યુ. પ્રશાંત , “ભાઇ હું પણ જાગુ છું.અમને એ તો કહો સ્નેહાએ ગિફ્ટ ન આપી તમને કાંઇ?” સચિન , “ના કાંઇ ગિફ્ટ ન આપી તેણે મને.અને તુ ક્યાં આ ભાર્ગવની સાથે સાથે મારી મજાક ઉડાવવા લાગ્યો.”

ભાર્ગવ , “અરે કંજુસ સ્નેહાએ તમને કોઇ ગિફ્ટ ન આપી???બહુ કહેવાય હો....”

સચિન , “તે કંજુસ નથી પણ મે જ તેને ના કહી કે મારે કોઇ ગિફ્ટ નહી જોતી.તે અહી મારા બર્થ ડે પર આવી તે જ મારા માટે એક મોટી ગિફ્ટ છે.”

“ભાઇ તેણે તમને કોઇ ગિફ્ટ નથી આપી તો પછી આ તમારા હોંઠ પર લીપ સ્ટીકના નિશાન કોણે કર્યા????” ભાર્ગવ બોલતા બોલતા લગભગ હસી જ પડ્યો. સચિને તરત જ અરિસામા જોયુ તો તેના હોંઠ પર સ્નેહાની લીપ સ્ટીકનુ નિશાન રહી ગયુ હતુ.તે તરત જ વોશ કરવા દોડી ગયો અને આ બાજુ પ્રશાંત અને ભાર્ગવ બન્ને ખડખડાટ હસતા રહ્યા. “હવે સુઇ જાઓ બન્ને ભાઇઓ.આજે તો તમે મારી ક્લાસ લેવાનુ બીડુ ઝડપ્યુ હોય તેમ લાગે છે.” સચિન બાથરૂમની બહાર નીકળતા બોલ્યો છતા બન્ને ભાઇઓ તો હજુ હસતા જ હતા,તે જોઇ સચિન પણ શરમાઇ ગયો અને હસી પડ્યો અને બધા ખુબ આનંદ સાથે મીઠી નિંદ્રામા ખોવાઇ ગયા.

વધુ આવતા અંકે................