Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

શિલ્પકારોનો શિલ્પી ધ્રાંગધ્રાનો સ્ટોન આર્ટીસન પા

શિલ્પકારોનો શિલ્પી ધ્રાંગધ્રાનો સ્ટોન આર્ટીસન પાર્ક...

વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંિદર, ભગવાન દ્વારકાધીશના મંિદરનું નવનિર્માણ અને પ્રાચીન મોઢેરાનું સુર્યમંંિદર જે અમુલ્ય પથ્થરોથી કંડારાયેલુ છે તેવો ધ્રાંગધ્રાનો સેન્ડસ્ટોન આજે પણ લોકોના આકર્ષણરૂપ છે. ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોનમાંથી નિર્મીત મંિદર વર્ષો સુધી ટકી રહે છે અને અહીંના પથ્થરની આવરદા પણ 1000 વર્ષ સુધીની છે આવી અપ્રતિમ ખ્યાતિ ધરાવતા ધ્રાંગધ્રામાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટોન આર્ટીસન પાર્ક કાર્યરત છે જયા શિલ્પકારોનું ઘડતર કરવામાં આવે છે અને તેમને રોજગારી પણ પુરી પાડવામાં આવે છે. સેન્ડસ્ટોન પર અદભુત કલાકારીગરીનું જયાં નિર્માણ થાય છે તે સ્ટોન આર્ટીસન પાર્કમાં પહોંચ્યુ ત્યારે અનુભુતિ થઈ કે શિલ્પકારોના સુપેરે ઘડતરની સાથે અલભ્ય વારસો અહીં સચવાયેલો છે.

સુરેદ્રનગરથી 30 કીમી દૂર આવેલુ ધ્રાંગધ્રા સેન્ડસ્ટોનને લીધે વર્ષોથી પ્રખ્યાત છે અહીંની ખાણમાંથી નીકળતા પથ્થરો મંિદરોના નિર્માણમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. અડાલજની વાવ, હેરીટેજમાં સ્થાન પામેલી રાણકી વાવ, સિધ્ધપુરનો રૂદ્રમાળ, અમદાવાદમાં અહેમદશાહ બાદશાહે 6પ0 વર્ષ પહેલા બંધાવેલી સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, કોટ, ભદ્ર વિસ્તારનો કિલ્લો, ત્રણ દરવાજા, સાંળંગપુરનો દરવાજો અને વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના પ્રખ્યાત બાંધકામો ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોનમાંથી નિર્માણ પામ્યા છે તે જ એ બાબતની પ્રતિતિ કરાવે છે કે અહી વિશ્વ વિખ્યાતિનો વારસો ધરબાયેલો છે. અને આ સ્થળ પર જયારે શિલ્પકારોનું નિર્માણ થતુ હોય તે બાબત ખરેખર સર્જનાત્મક છે.

ગુજરાત સરકારના સહયોગથી સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેઈનીંગ ઈન્સ્ટીટયુટ (સાપ્તી) ધ્રાંગધ્રા અને અંબાજીમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. ભારતની આ પ્રથમ બે સંસ્થાઓ છે જયા શિલ્પકળાની વ્યવસાયિક તાલિમ આપવામાં આવે છે. અંબાજીમાં મારબલના પથ્થર પર જયારે ધ્રાંગધ્રામાં સેન્ડસ્ટોન પર શિલ્પકામ થાય છે. સ્ટોન ટેકનોલોજી સેન્ટરનાં ટ્રેઈનીંગ ડિવીઝનના હેડ વિક્રાંત રસ્તોગી કહે છે કે ધ્રાંગધ્રાના સ્ટોન આર્ટીસન પાર્કમાં વિદ્યાર્થીઓને હસ્ત શિલ્પકલા અને યંત્રો દ્વારા પથ્થરોને કંડારવાની કલાકારીગરી શીખવવામાં આવે છે. તેના માટે એક વર્ષનો અને ચાર માસના બે કોર્ષ છે. જેનો ઉદેશ નિપુણ શિલ્પીઓનું નિર્માણ કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને વિનામુલ્યે શિલ્પકામ માટેની તાલીમ મળે છે જયા વિદ્યાર્થીઓને રહેવા – જમવાની સુવિધા ઉપરાંત દરરોજનું રૂપીયા 100 સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે જેથી શિલ્પકળામાં ઉત્કૃષ્ટ કૌશલ્યનું સર્જન થઈ શકે.

છેલ્લા 40 વર્ષથી મંિદર નિર્માણ માટે જાણીતા અને સ્ટોન આર્ટીસન પાર્કના પાયાના પથ્થર સમાન ઘનશ્યામભાઈ સોમપુરા કહે છે કે શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ મંિદર નિર્માણ કરવામાં આવે છે. જેમાં પથ્થરની ગુણવતા અને જમીનનું નિરીક્ષણ કરવામાં આવે છે. સ્ટોન પાર્કમાં મંિદરના શિલ્પકામની સાથે ગોડ સ્ટેચ્યુ અને રોમન આર્ટ શીખવવામાં આવે છે. અમદાવાદમાં માનવ મંિદર તરીકે પ્રખ્યાત કમળ મંિદર ઉપરાંત નાના – મોટા 70 જેટલા મંિદરોનું નિર્માણ કર્યુ છે. અમદાવાદના મેમનગરમા મા અંબાની પ્રતિકૃતિવાળુ કમળમંિદર 6 ફૂટના એક પિલર પર બનાવવામાં આવ્યુ છે જે મંિદરના નિર્માણ માટે ગોલ્ડ મેડલ એનાયત થયો હતો.

વિદ્યાર્થીઓને મંિદર નિર્માણ અને મૂર્તિઓને કંડારવાની તાલીમ આપતા પ્રશિક્ષક વિજયભાઈ સોમપુરા ઉત્સુકતા સાથે કહે છે કે સ્ટોન આર્ટીસન પાર્કમાં ખરા અર્થમાં શિલ્પીઓનું નિર્માણ થાય છે. જેમાં વિદ્યાર્થીઓને મંિદર નિર્માણમાં ખડસલ, કુંભી, થાંભલો, કાંઠાસરુ, ઠેકી, ભેટાસરુ, પાટ, કોઠલો, છજુ, ઘુમ્મટ અને શિખરના બારીકાઈ સાથેના શિલ્પીકામની તાલીમ આપવામાં આવે છે.

સ્ટોન પાર્કમાં તાલિમ લેતો વિદ્યાર્થી સંિદપ મેવાળા કહે છે કે છેલ્લા ત્રણ માસથી મંિદરનું શિલ્પકામ શીખુ છુ. સેન્ડસ્ટોનમાંથી બતક અને હાથીની પ્રતિકૃતિ બનાવી છે અને જાણે કોઈ નવી જ વસ્તુનુ સર્જન કર્યુ તેવી અનુભૂતિ થાય છે. રૂપકામમાં રૂચી ધરાવતો સંિદપ કહે છે કે અહીં શિલ્પકામની તાલિમની સાથે સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે તે ખુબ જ આવકાર્ય બાબત છે જેનાથી શિલ્પકામ શીખવા માગતા યુવાનોને પ્રેરણા મળી રહે છે. અન્ય વિદ્યાર્થી વિષ્ણુ ગોલતર ભગવાનની પ્રતિકૃતિ અને રોમન સ્ટેચ્યુને કંડારવામાં રસ ધરાવે છે. તે કહે છે કે સ્ટોન પાર્કમાં સવારે 8.30 થી સાંજે પ.30 દરમ્યાન શિલ્પકામ માટેની વ્યવસાયિક તાલિમ આપવામાં આવે છે જેમાં સૌપ્રથમ કમ્પ્યુટરમાં ડિઝાઈન બનાવ્યા બાદ તેને પથ્થર પર કંડારવામાં આવે છે વિષ્ણુએ ભગવાન બુધ્ધનું આકર્ષક સ્ટેચ્યુ બનાવ્યુ છે. સ્ટોન પાર્કમાં તાલિમ લેવા મળી તેને વિષ્ણુ એક લ્હાવો માને છે.

વિદ્યાર્થી સુરેશ રાઠોડે ત્રણ વર્ષ પહેલા સ્ટોન આર્ટીસન પાર્કમાં યંત્ર દ્વારા પથ્થર પર શિલ્પકામની તાલિમ લીધી હતી અને હાલ તે મંિદર નિર્માણનો કારીગર બન્યો છે. મંંિદર પરના કળશ, થાંભલી ઉપરાંત ફલાવર પોટ અને ફાઉન્ટેન સહિતના સ્ટેચ્યુ તે બખુબી બનાવી શકે છે. અન્ય એક વિદ્યાર્થી શબીર જામ શિલ્પ હસ્તકળા શીખે છે તે મંિદરના મથાળા બનાવવાની તાલિમ લઈ રહયો છે. આજે જયારે શિલ્પકળાનું ધીમે ધીમે ઘટતુ જાય છે તેવા સમયે ધ્રાંગધ્રાનો સ્ટોન આર્ટીસન પાર્કમાં મંિદરના શિલ્પીઓને તૈયાર કરવાનું અલાયદુ કામ થઈ રહયુ છે.

શિક્ષક નિરાકાર ઓઝા વિદ્યાર્થીઓને હસ્ત નકશીકામ શીખવે છે જેમાં પથ્થરને સમથળ કરવો, કાગળ પર ડિઝાઈન તૈયાર કરવી અને ત્યારબાદ તે ડિઝાઈનને કાર્બાઈડ ટુલ્સની મદદથી પથ્થર પર આબેહુબ કંડારવામાં આવે છે. લેથ મશીન ઈન્સ્ટ્રકટર જગદીશ ગઢવી વિદ્યાર્થીઓને અલગ અલગ પથ્થરોની માહિતી આપે છે જેઓ ટુલ્સની મદદથી પથ્થરમાં સ્ટેપ કઈ રીતે બેસાડવા તેની તાલિમ આપે છે. તેઓ કહે છે કે લેથ મશીનમાં ફલાવર પોટ અને ફાઉન્ટેન સહિતના સ્ટેચ્યુની ચોકકસ ડિઝાઈન બનાવી શકાય છે જયારે હસ્ત શિલ્પકલામાં તે શકય નથી. દિવ્યરાજસીંહ વાઘેલા સ્ટોન પાર્કમાં શિલ્પકામ શીખવા આવતા હાલ તેઓ શિક્ષક છે અને વિદ્યાર્થીઓને મૂર્તિઓની અલગ – અલગ ડિઝાઈન શીખવે છે. ધ્રાંગધ્રાના રાજગઢ ગામની ખાણમાંથી નીકળતો ઉબળી, જીણા અને પોગર પથ્થર સૌથી સારી ગુણવતાનો માનવામાં આવે છે. રાજગઢનો દાણાવાળો પથ્થર બારીક નકશીકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

3પ0 શિલ્પીઓ અત્યારસુધીમાં તૈયાર થયા

ધ્રાંગધ્રા સ્ટોન આર્ટીસન પાર્કે અત્યારસુધીમાં 3પ0 જેટલા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે અને મંિદર નિર્માણના કાબેલ કારીગરો આખા ગુજરાતને આપ્યા છે. મંિદરોએ ભારતની ઓળખ સમાન છે ત્યારે ભવિષ્યમાં અવનવી બારીક ડિઝાઈન સાથેના મંિદરનું નિર્માણ થાય તે માટે નિપુણ શિલ્પકારોને સ્ટોન આર્ટીસન પાર્ક તૈયાર કરી રહયુ છે. શિલ્પકામનો કોર્ષ કરે તે વિદ્યાર્થીઓને રાજય સરકાર માન્ય ગુજરાત કમિશન ફોર વોકેશનલ ટ્રેનીંગ સંસ્થા (જીસીવીટી) નું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ઉપરાંત સ્ટોન પાર્કમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા શિલ્પોને જયપુર, બેંગ્લોર અને અમદાવાદ સહિતના શહેરોમાં પ્રદર્શન માટે મુકવામાં આવે છે. પ્રદર્શનમાં મુકવામાં આવેલા સેન્ડસ્ટોન નિર્મિત ગોડ અને રોમન આર્ટ સ્ટેચ્યુ લોકો ખરીદે અને તેમાંથી જે આવક થાય તેની સંપુર્ણ રકમ રાજય સરકારમાં જમા થાય છે.

પથ્થરની પરખનો નવો કોર્ષ શરૂ થશે

જયોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબનું શિલ્પકામ મહામુલુ છે. આગામી વર્ષથી બેઝીકથી સ્ટોન આર્ટની તાલિમ માટે નવા કોર્સ શરૂ થશે જેમાં વિદ્યાર્થીઓને પથ્થરની પરખ શીખવવામાં આવશે જેમકે ઝીણા પોગરના પથ્થરથી મંિદરની ઝીણવટભરી કારીગરી થઈ શકે છે. આ ઉપરાંત ન્યુમેટીક હેમરથી પથ્થર પર રૂપકામની તાલિમ આપવામાં આવશે અને સીએનસી મશીન પણ વસાવવામાં આવશે જેને લીધે વિદ્યાર્થીઓu ચીવટભર્યુ શિલ્પકામ શીખી શકશે. સ્ટોન આર્ટીસન પાર્કમાં ભણાવતા શિક્ષકોનું માનવુ છે કે સરકારના પુરાતત્વ ખાતા દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપી વિરાસતરૂપ મિલ્કતોનું રીનોવેશન કરાવવામાં આવે છે તેને બદલે ધ્રાંગધ્રાના સ્ટોન પાર્કમાંથી શીખીને બહાર નિકળતા શિલ્પીઓને કામ સોંપવામાં આવે તો તેમને રોજગારી મળી શકે. આ ઉપરાંત પ્રાચીન મંિદરોનું જે નવનિર્માણ થાય છે તેમાં પણ નિપુણ શિલ્પીઓનો લાભ સરકાર લઈ શકે છે.