Sone se kam nahi books and stories free download online pdf in Gujarati

સોને સે કમ નહી, ખોને સે ગમ નહી ગણાતી અવનવી ઈમીટેશન

સોને સે કમ નહી, ખોને સે ગમ નહી ગણાતી અવનવી ઈમીટેશન જવેલરી

કેવલ દવે –

સોને સે કમ નહી, ખોને સે ગમ નહી ગણાતી અવનવી ઈમીટેશન જવેલરીએ લોકોને ઘેલુ લગાડયુ છે. સોના અને ચાંદીનાઉંચા ભાવ અને ખોવાઈ કે ચોરાઈ જવાની બિકથી સ્ત્રીઓ ઈમીટેશન જવેલરી પહેરવાનું સૌથી વધુ પસંદ કરે છે. કોઈ પણપ્રસંગમાં હાલ સ્ત્રીઓનું મહામુલુ આભુષણ ઈમીટેશન જવેલરી ગણાય છે પરંતુ ઈમીટેશન માર્કેટમાં હાલ મંદીનો માહોલ ચાલીરહયો છે. મંદીની આ પરિસ્થિતિમાં ઈમીટેશનના વેપારીઓ અને કારીગરોની દિવાળી પણ બગડે તેવી ભીતિ દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટ તો ઈમીટેશન જવેલરીનું હબ ગણાય છે આ બિઝનેસ વર્ષે કરોડોનું ટર્નઓવર ધરાવેછે. રાજકોટમાં હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ બિઝનેસના માધ્યમથી રોજગારી મેળવી રહયા છે. રાજકોટનાઉપલાકાંઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં તો ચાંદી અને ઈમીટેશનનો આ ઉદ્યોગ એક ગ્રહઉદ્યોગ તરીકે ધમધમી રહયો છે.રાજકોટથી અન્ય રાજયો અને ગલ્ફ કન્ટ્રીઝમાં પણ ઈમીટેશનના દાગીનાની મોટાપાયે નિકાસ થાય છે.

રાજકોટમાં ઈમીટેશન જવેલરી એસોસીએશન પ્રમુખ નરેદ્ર મહેતા કહે છે કે સોનુ અને ચાંદી મોંઘુ હોવાથી લોકો તે ખરીદીશકતા નથી અને ખરીદે તો પણ ખોવાઈ કે ચોરાઈ જવાની બિકે સોનાના દાગીના લોકરમાં જ રાખે છે તેવા સમયમાં ઈમીટેશનજવેલરીનો ક્રેઝ ખાસ્સો વધ્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય મંદીનો દોર ચાલી રહયો છે તેની અસર ઈમીટેશન બિઝનેસ પર પણ પડીછે. ઈમીટેશનમાં નેકલેસ, પેંડલ સેટ, મંગળસૂત્ર, ઈયર રીંગ, બંગળી અને પાયલની સૌથી વધુ ડીમાન્ડ રહેતી હોય છે.રાજકોટથી ઈમીટેશન જવેલરી રાજયના અન્ય શહેરો ઉપરાંત દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, બેંગ્લોર, આગ્રા અને મથુરાસુધી એકસપોર્ટ થાય છે જયારે વાયા મુંબઈ લંડન, આફ્રીકા અને બાંગ્લાદેશમાં પણ રાજકોટની ઈમીટેશન જવેલરી પહોંચે છે.

ઈમીટેશન જવેલરી પહેરતી માહી ઠકકર કહે છે કે સોના જેવી જ દેખાતી અને અમેરિકન ડાયમંડમાં બનતી ઈમીટેશનનીઈયરરીંગ અને પેન્ડેટ પહેરુ છુ તેમાં અસલ સોના જેવી જ ચમક આવે છે અને તેમા અવનવી વેરાયટી પણ મળી રહે છે. અન્યએક યુવતિ અંજલી જોષી ખુશી સાથે કહે છે કે ગમે તેવા નાના મોટા પ્રસંગમાં હું ઈમીટેશન જવેલરી જ પહેરવાનું પસંદ કરુ છુતેમાં પણ અલગ – અલગ ડીઝાઈનમાં બજારમાં ઉપલબ્ધ ઈમીટેશનના સેટ અને પાયલ સૌથી વધુ આકર્ષક લાગે છે પરિતા પટેલકહે છે કે હું તો સગા સબંધીના લગ્નમાં પણ ઈમીટેશન જવેલરી પહેરીને જાઉ છુ અને ગેરેન્ટેડ પ્લેટેડમાંથી બનતી ઈમીટેશનજવેલરી તો કાળી પણ પડતી નથી તેથી ઘણા લાંબા સમય સુધી જવેલરીને તેવી જ ચમક રહે છે.

ઈમીટેશન જવેલરીના વેંચાણની સાથે બ્યુટીપાર્લર ચલાવતી રીયા પટેલ અને ખુશાલી લહેરુ કહે છે કે નવરાત્રીમાં રામલીલાઈયરરીંગ અને પોલકી સેટ સૌથી વધુ ફેમસ છે રેગ્યુલર ફંકશન હોય ત્યારે તો અમેરીકન ડાયમંડમાંથી બનતી ઈમીટેશન જવેલરીમાર્કેટમાં સૌથી વધુ ચાલે છે તેમાં મંગળસૂત્રની ડીમાન્ડ બારેમાસ રહે છે. આ ઉપરાંત કડલા, બાજુબંધ, કંદોરા અને પોચા પણવેંચાય છે. લગ્નની સિઝનમાં સેટ, મંગળસૂત્રની સાથે દેરાણી – જેઠાણી સાડી પીનનો પણ ક્રેઝ છે. નવરાત્રીમાં ગરબીમાંઆવતી બહેનોને ઈમીટેશનનો બ્રેસલેટ, ચેન અને ડોકીયુ લ્હાણીમાં આપવામાં આવે છે આ રીતે ઈમીટેશન જવેલરી લોકોનીપહેલી પસંદ બની છે. તેઓ કહે છે કે હાલ તહેવારો શરૂ ન થયા હોવાથી ઈમીટેશન જવેલરી ભાડે લેવા કોઈ આવતુ નથી આરીતે મંદી ચાલી રહી છે.

છેલ્લા 22 વર્ષથી ઈમીટેશન બિઝનેસ સાથે સંકળાયેલા નરેદ્રભાઈ કહે છે કે એકતા કપુરની સીરીયલે ઈમીટેશન જવેલરીનેસ્ત્રીઓની પહેલી પસંદ બનાવી છે કારણકે તેની સીરીયલમાં આવતા પાત્રો દરરોજ નવી નવી ડીઝાઈનની જવેલરીમાં નજરે પડેછે અને તેવી જ ડીઝાઈનની ઈમીટેશન જવેલરી બનાવવા માટે સ્ત્રીઓ ઓર્ડર આપે છે. ઈમીટેશનમાં રોજ નવી ડીઝાઈનમાર્કેટમાં આવે છે જયારે સોના કે ચાંદીની જવેલરીમાં તે શકય બનતુ નથી.તેઓ કહે છે કે સીઝન દરમ્યાન રાજકોટનું ઈમીટેશનજવેલરીનું અંદાજીત 1પ લાખ જેટલુ ટર્નઓવર છે

પાંચ વર્ષ ચાંદીનો બિઝનેસ કર્યા બાદ છેલ્લા 1પ વર્ષથી ઈમીટેશનનો વ્યવસાય કરતા ઈમીટેશન એસોસીએશનનામહામંત્રી પંકજ કાપડીયા કહે છે કે ચાંદીના બિઝનેસમાં નફાનું ધોરણ ઓછુ હોવાથી ઈમીટેશન બિઝનેસમાં જોડાયો પરંતુહાલમાં ઈમીટેશનના વેપારમાં મંદી ચાલી રહી છે તેના માટે એકસપોર્ટ પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે અન્ય દેશમાંસૌરાષ્ટ્રની ઈમીટેશન જવેલરી વાયા મુંબઈ એકસપોર્ટ થાય છે આ ઉપરાંત કેટલાક વેપારીઓએ ટીન નંબર અને વેટ નંબર નલીધા હોવાને લીધે છેતરપીંડીનો ભોગ બને છે.

ઈમીટેશન બિઝનેસની સમસ્યા વર્ણવતા નરેદ્રભાઈ કહે છે કે ઈમીટેશન બિઝનેસ સાથે સંકળાયેલા 90 ટકા લોકોઅશિક્ષીત છે જેને લીધે નિકાસ અંગેની જાગૃતતા નથી. ઈમીટેશન બિઝનેસમાં રાજકોટનું વાર્ષીક ટર્નઓવર અંદાજીત રૂપીયા300 કરોડ છે જે તેજીની સીઝનમાં પ00 કરોડ કે તેનાથી પણ વધુ હોય છે. તેઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં ઉધારી પર માલઆપવાની પ્રથા ઈમીટેશન બિઝનેસને નુકશાન પહોંચાડે છે મહિને રૂપીયા 2 લાખ એમ ત્રણ-ત્રણ મહિનાની ઉધારી પર માલઆપવામાં આવે છે અને પૈસા પરત ન મળતા વેપારી ખોટના ખાડામાં ધકેલાય છે. આ ઉપરાંત કારીગરોની વાત કરીએ તોઈમીટેશનનું કામ કરતા કેટલાક કારીગરોને છુટા કરવા પડયા છે જેઓ અન્ય જગ્યાએ મજુરીકામમાં જોડાઈ ગયા છે.

તેઓ ઈમીટેશન જવેલરીના એકસપોર્ટની હાલની ચેઈન વિશે કહે છે કે રાજકોટની ઈમીટેશન જવેલરી વાયા કલકતાબાંગ્લાદેશ, વાયા દિલ્હી પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને વાયા મુંબઈ આફ્રિકા સહિતના ગલ્ફ કન્ટ્રીમાં પહોંચે છે ડાયરેકટએકસપોર્ટ ન હોવાને કારણે રાજકોટના ઈમીટેશનના વેપારીઓને મોટી નુકશાની ભોગવવી પડે છે

ઈમીટેશન જવેલરીની સાથે ચાંદીનાં વ્યવસાયમાં પણ મંદી ચાલી રહી છે આર્થીક મંદીને લીધે ચાંદીના ધંધાર્થીઓ પણ નવાઉજાસની આશા સેવી રહયા છે. રાજકોટમાં સિલ્વર એસોસીએશનના પ્રમુખ મનુભાઈ આડેસરા કહે છે કે ચાંદીના બિઝનેસમાંગુજરાતમાં મંદીનો માહોલ છે ફેન્સી વસ્તુઓ જેવી કે ચાંદીનો સેટ,વીંટીનું વેંચાણ ઓછુ થયુ છે જયારે મીનાવર્ક, ઝુડા, કંદોરા,હાથના પંજા, પગપાન, ડી પાયલ અને વીંછીયાનું ચલણ હજુ છે જયારે જૂડા – કંદોરા લગ્નની સીઝનમાં વધુ વેંચાય છે. તેઓહકીકત વર્ણવતા કહે છે કે રાજકોટમાં 90 ટકા લેબર વર્ક છે જયારે 10 ટકા જ વેંચાણ છે રાજકોટમાંથી દરરોજ 2000 કિલોચાંદીના તૈયાર દાગીનાની નિકાસ થાય છે. જેમાં સૌથી વધુ યુપી ત્યારબાદ દિલ્હી, લખનૌ, આગ્રા, મથુરા અને એમપીમાં પણચાંદીના દાગીના મોકલવામાં આવે છે.

ચાંદીના વેપારી જયેશભાઈ મોરાણીયા કહે છે કે શહેરમાં ચાંદીના અંદાજીત 1000 જેટલા કારખાના છે રણછોડનગરમાંતો ઘરે - ઘરે ચાંદી કામ કરતા કારીગરો નજરે પડે છે હાલ ચાંદીનો બજાર ભાવ રૂપીયા 36000 છે તેથી ચાંદીના સ્થાને ચાંદીજેવુ જ દેખાતુ જર્મન સિલ્વર એટલે કે વ્હાઈટ મેટલ વધુ વેંચાય છે જેનો કિલોનો ભાવ રૂપીયા 400 છે તેથી એવુ કહી શકાય કેજર્મન સિલ્વર ચાંદીના બિઝનેસને તોડી રહયુ છે. આગામી સમયમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સોનુ, ચાંદી અનેઈમીટેશન જવેલરીના એકસપોર્ટ માટે ઈન્ટરનેશનલ શો નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ઈમીટેશન જવેલરી પર સૌથી વધુભાર મુકવામાં આવશે તવુ લાગી રહયુ છે જેથી રાજકોટના ઈમીટેશન બિઝનેસને દુનિયામાં પ્રસિધ્ધી મળી શકશે.

બીજા રસપ્રદ વિકલ્પો