અને અચાનક.. Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને અચાનક..

વિષય:- અને અચાનક..!!

"કોઈ આટલું સુંદર પણ હોઈ શકે..?

હું માની જ ન્હોતો શકતો.

એની મોર ની કલગી જેવી રન્ગીલી આંખો,

બતક ની ચાંચ જેવું નમણું નાક

કોઈ પણ ને ભીંજવી દે

એવું

ખળખળતું એ હાસ્ય

ને તસુ એ તસુ માપેલ

સુંદરતા માં જીવતું એ શરીર

ઘડીભર આંખ નો પલકારો પણ થમ્ભી ગયો

એણે જાણે

મારા શ્વાસ ને શણગારી દીધો હોય

એમ હું લહેરાવા લાગ્યો..

આટલી હદે આંખો ને તૃપ્તિ નો ઓડકાર આપનારી

છોકરી

મેં આજે પહેલીવાર જોઈ

ઓહ..!

આઈ એમ સોરી રીયલી સોરી

તારી છાતી પર લખી ને તેના પર જ ઘા કરી રહ્યો છું

શું ના રે..?

તને કંઈ ફર્ક ના પડયો?

ઇટ્સ ગુડ યાર..

પણ ડાયરી..,

મને લાગે છે કે તારે એનાથી ડરવું જ જોઈએ

શું કેમ?

એ તારો અધિકાર છીનવવા જઈ રહી છે

તને મઁજુર છે??" શ્રીનલ ની પેન અચાનક અટકી ગઈ. તેણે બારી ની બહાર તરફ નજર કરી. કોઈ હોવા નો એહસાસ થયો, પણ કંઈ જ ન દેખાયું. પોતાનાં મન નો વ્હેમ સમજી ને તેણે ફરીવાર ડાયરી સાથે વાત ચાલુ કરી,

"કેમ,

હવે કેમ કાંઈ બોલતી નથી?

ઓહ.. હમ્મ.. જેલસ.." અને અચાનક જ ફરીવાર બારી ની બહાર થી અવાજ સંભળાયો, પેન અટકી ગઈ. તે ઉભો થયો અને બારી તરફ ધીરે પગલે આગળ વધ્યો. બારી ની બહાર નજર કરી, સામે જ વૉચમેન આંટા મારી રહ્યો હતો. શ્રીનલ ને થોડી હાશ થઇ. તે પાછો પોતાના ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો ડાયરી ને પ્રેમ કરતા ચિતર્યું,

"અરે યાર..!

જો ને અમથો આપણને હેરાન કરે છે

આ ડર..!!!!

પણ શું કરું હું?

તને ખબર જ છે ને

એક વાર

હું કેટલો હેરાન થઈ ચુક્યો છું

એ રાત મને આજે પણ હચમચાવી જાય છે

ત્યારે પણ આમ જ,

આપણે બન્ને એક બીજા ના

શ્વાસ ની આપ-લે કરી રહ્યા હતાં

અને અચાનક.." શ્રીનલ ની પેન ધ્રુજી ગઈ.

'હવે તો નક્કી કોઈ હતું જ બારી ની બહાર' તે મનમાં જ બોલતાં ઉભો થયો. ટેબલ ની બાજુમાં જ ટેકવેલું પોતાનું બેટ લઇ ને તે બારી તરફ દોરવાયો. વૉચમેન ને ત્રણ-ચાર વ્યક્તિ બળજબરી પૂર્વક ગાડી માં બેસાડવાની કોશિશ કરી રહ્યાં હતાં. શ્રીનલે જોર થી બૂમ પાડી અને તે બાજુ ના દરવાજે થી ઘર ની બહાર નીકળી તેમની પાછળ બેટ લઇ ને ભાગ્યો. તે લોકો વોચમેન ને લઇ ને નીકળી ગયાં. શ્રીનલ હામ્ફતો હામ્ફતો ગેટ પર આવી ને અટક્યો. પોતાની ખુલ્લી પડેલી બાઇક જોઇ ને તેમની પાછળ હાંકારી મૂકી. રાત ના સાડા બાર વાગે અમુક ઘર ની લાઈટ બળતી હતી પરન્તુ રોડ પર તો નીરવ શાંતિ સાવ આળસ ખાઈ ને પડી હતી. શ્રીનલ નું મગજ સફેદ ઇકકો પાછળ જોડાઈ ગયું હતું. આજુ બાજુ ના ખુલ્લાં ખેતરો ની સુસવાતી ઠન્ડી તેના મન ને ચીરી રહી હતી.

થોડે દુર સાવ નિર્જન જગ્યાએ જમણી બાજુ ગાડી વળી. તે તેમની પાછળ દોરવાયો. એક વિશાળ ડરામણાં વડલાં આગળ તે થોભાઈ. તે લોકો એ વૉચમેન ને ધક્કો મારી ને વડલાં તરફ ઝીંકયો અને તે સાથે જ વડલાં ના થડ માં જાણે રીતસર નો દરવાજો હોય એમ થડ નું મોં ખૂલ્યું. પેલાં ત્રણેય વોચમેન ને પકડી ને અંદર લઇ ગયાં. શ્રીનલ બાઘા ની જેમ જોતો જ રહ્યોં.. તે પણ બાઇક ને પડતી મૂકી ને તે તરફ દોડયો પરન્તુ થડ નો દરવાજો બઁધ થઈ ગયો. શ્રીનલે પોતાના માં હતી એટલી તાકાત થી તેને લાત મારી ને ખોલવાનો પ્રયત્ન કર્યો પરન્તુ તે ન ખૂલ્યું. તેણે પોતાના ખિસ્સાં ફમ્ફોળ્યાં ફોન પણ ન હતો.

આસપાસ માં કોઈ જ મદદ મળી શકે એમ નહોતી. આખરે હારી ને તેણે બાઇક ઉઠાવી અને પોતાની જાત ને કોસતા-કોસતા ઘર તરફ તેને દોડાવી મૂકી.

અને આ શું..?????????

વૉચમેન ગેટ પર આંટા મારી રહ્યો હતો. શ્રીનલ ને જોઈ ને તે તુરંત બોલ્યો,

'શું સોહેબ, તમે ચ્યાંરે જ્યોં? હું ચ્યાંરું નો તમોરી બાઇક શોધું સુ.. મુને તો થ્યું જોગતાં જોગતાં'ય હું મુઓ ધ્યોન ના રોખી શકયોં'

'શ્યા..મ, તારી પાછળ જ તો હું..' શ્રીનલ અવાક હતો તેની જીભ જાણે શબ્દો ભૂલી ગઈ.

'શું વોત કરો સો સોહેબ, હું તો ચ્યોંર નો ઓહીં જ સુ'

'તું મારી પાછળ બેસી જા, તો એ બધું શું હતું?' શ્રીનલે પોતાને જ પ્રશ્ન કરતાં પૂછ્યું. શ્યામ તેની પાછળ ગોઠવાઈ ગયો. તેણે બાઇક દોડાવી મૂકી. અધ્ધવચ્ચે જ શ્યામ ના માથા પર જોર થી ધડામ કરી ને કંઈક ઝીંકાયું અને અચાનક તેણે ચિલ્લાઈ ને ગાડી ને બ્રેક મારી

'શ્રી... શ્રી.. શું થયું તને અચાનક..??' રેટ્સે પરસેવા થી લથબથ શ્રીનલ નો હાથ ઝાલી લીધો.

શ્રીનલ ભાન માં આવ્યો. તેણે પોતાના શ્વાસ ને ધીરે ધીરે પ્રેમ આપ્યો. રેટ્સ ને ચિંતા થી ખરડાયેલી જોઈ ને શ્રીનલ બોલ્યો,

'કંઈ નઈ, ખરાબ સપનું'

'દીવસે..???? એ પણ ગાડી ચલાવતાં ચલાવતાં????? અને તું ઊંઘ્યો જ ક્યાં છે શ્રી.. ઇવન આપણે તો વાત ચાલી રહી હતી આ વેકેશન માં ગોવા જવાની..'

'વોટટ..????'

'હા શ્રી.. તું જ બોલ્યો હજુ કે આપણે આ વેકેશન માં જઈએ અને અચાનક પાછી ચીસ પણ.. શું છે યાર આ..??'

'મને ખુદ ને જ નથી ખબર યાર શું થયું એ'

'ઓકે ચલ છોડ, જો ઘર આવી ગયું છે ફ્રેશ થઇ જા એટલે રેડ્ડી..'શ્રીનલે હકાર માં માથું હલાવ્યું.

કાર પાર્ક કરી તે પોતાની રૂમમાં જઈ ને બેડ પર એમ જ શૂઝ સાથે પટકાઈ પડયો. કેટલીય વાર સુધી તે વિચારતો રહ્યો અને અચાનક ઉભો થઈ ને ટેબલ પર પડેલી ડાયરી પાસે આવ્યો તે જોઈ ને શ્રીનલ ના શરીર માં ઝણઝણાટી પ્રસરી ગઈ. એ જ લખાણ, એ જ અધૂરો શબ્દ..

"અને અચાનક.."