Kamuk Kutara books and stories free download online pdf in Gujarati

કામુક કૂતરાં..

એક પ્રશ્ન છે.. બસ માં ટ્રાવેલિંગ કેટલા એ કર્યું છે..? પ્રાઇવેટ નહીં હોં.. હું એ.એમ.ટી.એસ બસ ની વાત કરું છું. લગભગ મોટાભાગ ના બધા એ તેનો લ્હાવો લીધો જ હશે. મેં પણ લીધો છે. ઓહ સોરી, લીધો છે નહીં પરન્તુ અત્યારે પણ લઇ રહી છું. કોલેજ એમાં જ જાઉં છું. એક સ્ટોરી પતે નહી ત્યાં બીજી.. ત્રીજી.. ચોથી.. લોટ્સ ઓફ સ્ટોરી નું જીવન્ત ઉદાહરણ બનતા-બનતા ક્યારે એક કલાક નીકળી જાય ખબર જ ના પડે.

મારે આજે એમાંની જ એક સ્ટોરી કહેવી છે. હા, જે મારી આંખે અટકેલી છે અને મારા હૃદયે ખૂંચેલી છે.

એક દીવસ હું કોલેજ થી ઘરે આવતી હતી. બસ માં હમ્મેશ ની જેમ શ્વાસ લેવા માટે પણ જગ્યા શોધવી પડે એટલી જ ભીડ હતી. પાછળ થી આવેલ એક ધક્કા એ હું બસ માં ચઢી ગઈ. ભીંસાયેલું બેગ સરખું કરતા જ મેં સહેજ પાછળ ફરી ને જોયું કૃતિ ચઢી કે નહી..? કૃતિ મારી બેસ્ટ ફ્રેન્ડ. અમે બન્ને હાથોહાથ હોઈએ ઘરે થી નીકળીએ અને ફરીવાર ઘરે ના પહોંચીએ ત્યાં સુધી.. મેં ઉધરસ પણ ખાધી હોય તો એને ખબર હોય.. અમે બન્ને એ મોઢા પર ચૂન્ની બાંધેલ હોય પણ અંદર શું વિચારો ચાલતા હશે ત્યાં સુધી ની અમને એકબીજા ની ખબર હોય..એવું ક્યારેય નથી બન્યું કે મારુ મન રડતું હોય અને કૃતિ ને અવાજ ના સંભળાયો હોય..!!!! એ પણ મારી પાછળ જ એ ધક્કા થી ધકેલાઈ ને ચઢી ગઈ એ જોઈ ને મને એમ હાશ થઇ કે બસ પકડી લીધી પણ આજુબાજુ જોયું તો ખબર પડી અમે બન્ને છોકરાઓ થી જ ઘેરાયેલા હતા.

મેં થોડું આગળ નીકળવાનો પ્રયાસ કર્યો. એમ પણ અમે હમ્મેશાં ડ્રાઈવર ની પાછળ જઈ ને ઉભા રહીએ કન્ડક્ટર બાજુ અમને ઓછું ફાવે.. કૃતિ એ પાછળ થી મારી બેગ પકડી જેથી એ પણ મારી સાથે આગળ આવી શકે. ગમે તેટલી ટ્રાફીક કેમ ના હોય તેને ચિરવામાં અમે માસ્ટર હતા પણ આજે ખબર નહીં કેટ કેટલી કોશિશ કર્યા છતાં પણ એક ડગલું આગળ ના ભરી શકાયું. ત્યાં જ મારી બાજુ માં નીચે થોડો સળવળાટ થયો એટલે મેં ત્યાં નજર કરી મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયો "નફ્ફટ.." મારુ મગજ એટલું બધું હલી ગયું કે બે ઘડી તો એમ થયું સાલા ને એ ઉખાડી ને એના હાથ માં આપી દઉં એ શરમ વગર નો લગભગ પિસ્તાલીસ નો જન્ગલી જાનવર પેન્ટ ઉતારીને ઉભો હતો..બધું જ ખુલ્લું કરી ને..

"સાલા હરામી.." મેં મારી પાછળ રીતસર નો ઝટકો લગાવી ને ગોઠણ એના માં ઘુસાડી દીધો. એ વાંકો વળી ને ચીસ પાડી ઉઠ્યો. બધા જ મારી આસપાસ ના લોકો 'શું થયું..? શું થયું..?' કરવા લાગ્યા. મને હજુ પણ સઁતોષ નહોતો મેં જોર લગાવી ને મારી પાછળ ધક્કો લગાવ્યો જગ્યા થઇ એટલે મારા પગ ના ટ્રેક શૂઝ એને ઘુસાડી દીધા. એ હવે ચિલ્લાઈ ઉઠ્યો. બધા જ પરીસ્થિતિ પામી ગયાં. એનું ખુલ્લું ઉતરેલું પેન્ટ જોઈ ને બધા જ એને ગાળો આપવા લાગ્યા. બે-ત્રણ છોકરાઓ એ મારી તરફ નજર કરતા કહ્યું પણ ખરું,"એકદમ બરાબર કર્યું" હવે હું ભીડ ચીરી ને આગળ નીકળી ગઈ કૃતિ પણ મારી પાછળ જ આવી. મારુ મગજ એને કેટ કેટલાય હલકા શબ્દો ભાંડી રહ્યું હતું. ગુસ્સો ચરમસીમા પર હતો. "સાલા ઓ એ ખબર નહી અહીંયા તો શું સમજી રાખ્યા હશે.." પણ હવે મારા મને શાંતિ ની ઝન્ડી ફરકાવી. બધા આજુ બાજુ માં અમને પૂછી રહ્યા હતા ''શું થયું પાછળ..?''

હું કંઈ જ ના બોલી. મેં કૃતિ ની સામે જોયું. એ હસી હું સમજી ગઈ કે એણે બધુજ જોયું હતું નહીતર બધા કરતા પેહલા એણે જ મારા પર પ્રશ્નો થોપી દીધા હોય.

થોડીવાર માં જ પાછળ બધુજ શાંત થઇ ગયું. કન્ડક્ટરે એ નફ્ફટ ને ત્યાં જ ઉતારી દીધો હતો.પરન્તું હજુ પણ એ નફ્ફટ ની હરકતો મારા મગજ ને હેરાન કરી રહી હતી. પાછળ ના છોકરાઓ વાતો કરતા-કરતા એક નજર મારા પર નાખી દેતાં હતા. થોડી બસ માં જગ્યા થઇ એટલે મેં મારી બેગ માંથી હેડફોન કાઢી કાને લગાવી દીધા. મ્યુઝીક થી મારી અંદર હળવાશ આવી ગઈ હું બધુજ ભૂલી ગઈ અને થોડીક જ ક્ષણો માં એમાં ઉતરી ગઈ.

અચાનક મારી નજર બાજુ માં ઉભેલા પર પડી. પહેરવેશ થી તો એક નજરે કોઈપણ એને મુસ્લિમ જ કહે. પણ એની હરકત જોઈ ને ફરીવાર હું ઊકળી ઉઠી. મેં તર્ક લગાવી દીધો કેમ એણે સ્પેશીયલી ઝભ્ભો-લેન્ઘો પહેર્યા હશે. એ એનો નીચેનો ભાગ બેઠેલી સ્ત્રીના ખભ્ભા સાથે રમાડી રહ્યો હતો. એ સ્ત્રી નું ધ્યાન તેની બાજુ માં બેસેલા તેના નાનકડાં છોકરા માં હતું. મેં હેડફોન ઉતાર્યા. એ સ્ત્રી ને હાથથી બોલાવી ને કહ્યું

"આ જુઓ.." મેં રીતસર ઈશારો કર્યો. પેલો હરામી બાઘા ની જેમ મારી સામે જ જોઈ રહ્યો. પેલી સ્ત્રી તાડૂકી,

"વંઠેલા.. નીચ ના_____ તારી માં ને _____" સાંભળ્યું ના સાંભળ્યું એ આગળ જ ભાગી ગયો. મેં ફરીવાર હેડફોન લગાવી દીધાં પણ હવે મ્યુઝીક મને નહોતું અડી રહ્યું. મારુ મગજ ચકરાવે ચઢી ચૂક્યું હતું, આ લોકો માં એવા તો કેવા હોર્મોન્સ કામ કરતા હશે કે પબ્લિક પ્લેસ ની પણ ભાન નથી રેહતી લોકો ને.. થોડી જ વાર માં લૉ ગાર્ડન આવ્યું. અમે બન્ને એક જરૂરી કામ થી ઉતરી ગયાં. કામ પતાવી ને સ્ટોપ પર આવી ને બેઠાં ત્યાં જ એક રીક્ષાવાળો ત્યાં આવી ને ઉભો રહ્યો. હું અને કૃતિ અમારી વાતો માં રચ્યાં-પચ્યાં હતાં. એમાં વાત વાત માં અચાનક જ મારુ ધ્યાન રીક્ષાવાળા પર ગયું. એમ પણ જો કોઈ એકધારી નજરે આપણી સામે જોતું હોય તો હું એવું માનું છું કે એની નજર માં એટલી તાકાત છે કે એ વ્યક્તિ તરફ જોવા આપણી આંખો મજબુર થાય પછી ભલે આપણને ખબર પણ ના હોય..! ત્યારે પણ આ જ નિયમ કામ કરી ગયો હોય એવું મને લાગ્યું,

"દુપટ્ટા બાંધ્યા હોય તોય હરામીઓ ઘૂરવાનું નઇ મૂકતાં" મારા શબ્દો સાંભળી ને કૃતિ એ મારી નજરો જેના પર અંગાર વરસાવી રહી હતી એના નરફ જોયું,

"એમ નમ નથી ઘૂરતો ઈ પેન્ટ ખોલી ને બેઠો છે હાલ ઉભી થા અહીંયા થી.." અને એના તરફ હું નજર કરું ના કરું ત્યાં જ કૃતિ મને ખેંચી ને ત્યાંથી દૂર લઇ ગઈ. સામે પકોડી ની લારી જોઈ ને એ બોલી ઉઠી,

"યાર, બવ્જ ભૂખ લાગી છે" હું સમજી ગઈ. એ મને પેલા નફફટ નું ભૂલવા માટે બીજી વાતો એ લગાવી રહી હતી. ત્યાંજ મેં સામે થી બસ આવતા જોઈ,

"ચલ કુકડા, બસ આવી ગઈ" હું કૃતિ નો હાથ પકડી ને સ્ટોપ તરફ દોડી. અમે ચઢી ગયાં. ભગવાનની દયાથી સીટ મળી ગઈ. હું ફરીવાર હેડફોન લગાવી ને મારી દુનિયા માં ખોવાઈ ગઈ. કૃતિએ એના ફોન નું ડેટા કનેક્શન ઓન કર્યું અને એ એમાં ગૂંચવાઈ ગઈ. મેં થોડી વાર માટે આંખો જ બઁધ કરી દીધી. ત્યાં મને મારી બાજુ માં બેઠેલી છોકરી એ જગાડી,

"જવા દો ને.." મેં પગ સઁકોડી ને તેને બહાર નીકળવા ની જગ્યા કરી આપી અને હું બારી તરફ ની સીટ પર ગોઠવાઈ ગઈ. હું બેસેલી હતી ત્યાં મારી બાજુ માં બીજી છોકરી આવીને બેઠી. મારી બાજુ માં જો કોઈ છોકરી આવી ને બેસે તો એકન્દરે શાંતિ મન શાંત થઈ જાય કેમકે એકદમ કમ્ફર્ટેબલ હું બેસી શકું. શરીર ને સઁકેલવું ના પડે. પણ થોડી જ વાર માં એ છોકરી મારા તરફ ધકેલાવા લાગી. એના હાથ એનો ખભ્ભો મારી પર ઢળવા લાગ્યો. મેં આંખો ખોલી ને એના તરફ જોયું. એક પુરુષ એ રીતે ઉભો હતો કે એના શરીર નો અડધો ભાગ એ છોકરી ની જગ્યા એ હતો. એ છોકરી માટે સરખું બેસવું જ મુશ્કેલ હતું. એ અડધી મારી સીટ પર ઢળેલી હતી. મારા થી ના રહેવાયું,

"ઓ અંકલ, સરખા ઉભા રો ને..!! આમ જુઓ આ છોકરી કેમ બેઠી છે." એ થોડો ઝન્ખવાણો પડી ગયો અને આગળ જતો રહ્યો. એ છોકરી મારા તરફ પ્રેમ થી હસી,

"દીદી, થેન્ક યુ.."

"ગમ્યું ને તને..?"

"હાસ્તો.."

"તે જાતે જ એનો વિરોધ કર્યો હોત તો તને કેટલું ગમત..?" એ થોડી નવાઈ થી હસી ને બોલી,

"દીદી, હું નથી બોલી શકતી.. બીક લાગે છે.. ક્યારની બોલવા માટે હીંમત ભેગી કરતી'તી પણ.."

"ખોટું કામ એ કરતો'તો ને..?" તેણે હકાર માં માથું હલાવ્યું, "તો પછી બીક તને શેની લાગે..?" એ સહેજ શરમાતા હસી. મેં તેને તેનું નામ પૂછ્યું.

"જીવા.."

"એફ.વાય માં લાગે છે.."

"હા દીદી, તમને કેમ ખબર..?"

"તો જ હજુ આટલી કાચી હોય.. કંઈ નહીં જો, કોઈ શું વિચારશે..? ડજન્ટ મેટર.. તને નથી ગમતું તો તારે બોલી દેવાનું.. પછી સામે મોટો ડોન જ કેમ ના ઉભો હોય.. ઘર ની બહાર નીકળીએ અને બીજા પ્લેસ પર ના પોંચીએ ત્યાં સુધી બધું આપણાં બાપ નું જ છે.. આ બસ.. રોડ.. બસસ્ટોપ.. બધુજ.."

"દીદી, હવે સ્યોર હું બોલીશ.. કંઈ પણ આવું જોઇશ તો નઈ જ ચલાવી લઉં.."

"ગ્રેટ ડીયર.. ચલ મારુ સ્ટોપ આવ્યું. બાય.." તેણે મને જગ્યા કરી આપી હું બહાર નીકળી.

"બાય દીદી, રીયલી થેન્ક્સ.."

"નો થેન્ક્સ, બસ હવે તારા માટે કોઈ બીજા એ બોલવું પડે એવું ના થવા દેતી." કહેતા હું આગળ પહોંચી ગઈ.

"સ્યોર.." એના શબ્દો સંભળાયા. હું અને કૃતિ ઉતરી ગયાં.

"કુકી, આજે યાર ખરેખર એવી પબ્લિક ભટકાઈ છે ને કે યાદ રહી જશે લાઈફ ટાઈમ.."

"તું તો સ્ટોરી લખી નાખીશ એટલે યાદ શું અમર થઇ જશે.." એ હસી પડી.

"શું સ્ટોરી યાર, મને એ નઈ સમજાતું આ લોકો ના માં એવા તો કેવા હોર્મોન્સ કામ કરે છે તે યાર પબ્લિક પ્લેસ ની પણ ભાન નથી રેહતી..?" એ ખડખડાટ હસી પડી, "આપણે રીસર્ચ કરશું હોં.." કહી ને એણે મારી સામે આંખ મારી અને અમે બન્ને હસી પડયાં.

અત્યારે ઘણીવાર સવારે કે સાંજે અમે બહાર નીકળીએ અને મોઢે બાંધ્યું હોય તો એ જોઈને લોકો કેહતા હોય, ' અત્યારે ક્યાં તડકો છે તો બાંધ્યું છે..?' અથવા તો 'નઈ કાળી પડી જા તું છોડ મોઢે થી.' ઘણા લોકો ને મેં એવા પ્રશ્નો કરતા પણ સાંભળ્યા છે કે, ' છોકરીઓ મોઢે શું કામ બાંધતી હશે..?' એના જવાબ માં ઘણા ને એમ કહેતા પણ સાંભળ્યા છે કે, ' કોઈ ઓળખી ના જાય ને એટલે..' પણ આવા સમજયા વગર ના ખોટાં તર્ક લગાવતાં માણસો ને હું આ પ્રશ્ન નો આજે સચોટ જવાબ આપવા માંગીશ કે શાં માટે અમારે અમારા શ્વાસ ને રૂંધવા પડે છે..? કેમ અમારે બાંધ્યા વગર ઘર ની બહાર નથી નીકળી શકાતું..? કેમ સુંદર છોકરીઓ ખુલ્લી હવા કરતા પદડાં ની આડશ વધુ પસન્દ કરે છે..?

એક જ જવાબ છે એનો.. લોકો ની વધી રહેલી ઝાંખવાની વૃત્તિ. મોં પર બાંધ્યા વગર જો દૂધ લેવા માટે પણ છોકરી ને બહાર જવું હોય ને તો હજાર વાર વિચારવું પડે છે. એ પાંચ મિનિટ ના રસ્તા માં દસથી પણ વધુ નજર એના અંગે અંગ ને નીરખી લે છે. મોં પર બાંધ્યા વગર બસ માં એક પળ માટે પણ ઉભું રેહવું નર્કયોની જેટલું ભયાનક લાગે છે. આજુબાજુ માં ઉભેલા લોકો ની નજર ને તો કોઈ પણ જાત ની બઁધી નથી હોતી કે નથી હોતી કોઈ શરમ.. આધુનિક શિક્ષણ ની આડશે પગથિયાં ચઢી રહેલા આપણાં લોકો ભલે એમ કહેતા હોય કે છોકરીઓ અત્યારે છોકરાંઓ થી પણ આગળ છે એના હક માટે અત્યારે જાગૃતતા ફેલાઈ ચુકી છે. બલા.. બલા.. બલા.. પણ જ્યાં સુધી આ ભૂખ્યાં કામુક કુતરાઓ ની કામુકતા પર કોઈ ઍક્સન નહી લેવાય ત્યાં સુધી અહીં ભારત માં સ્ત્રી ઓ આમ જ પડદા માં ફરતી રહેશે એની પાસે ઘણાં વિકલ્પ છે એ તો શોધી લેશે એને આગળ વધવાનો રસ્તો અને વધતી રહેશે આગળ ને આગળ.. પણ તકલીફ ત્યાં છે કે એમ છતાંય છેવટે પ્રશ્ન સ્ત્રીઓ ના ચરીત્ર પર કરવામાં આવે છે એક પુરુષ સાવ નિર્વસ્ત્ર થઈ ને ફરે તો પણ એના માટે કોઈ જ સવાલ નહીં પણ જો આ જ વસ્તુ એક સ્ત્રી કરે તો..??

એવું પણ સાવ નથી જ કે ભગવાને પુરુષ ને છુપાવવા જેવું કંઈ આપ્યું જ નથી. મને તો એમ લાગે છે કે ચરીત્ર શબ્દ એ માત્ર ને માત્ર સ્ત્રી માટે જ બન્યો છે. કેમકે મેં તો આજ સુધી માં ક્યારેય કોઈ છોકરા ની સાથે ચરીત્ર શબ્દ જોડાયો હોય એવું નથી સાંભળ્યું.

તમારો પ્રતિભાવ આવકાર્ય છે મને આપના મન્તવ્યો લખી મોકલશો.. manasvidobariya@gmail.com પર.

બીજા રસપ્રદ વિકલ્પો