Ae andhari rate books and stories free download online pdf in Gujarati

એ અંધારી રાતે

એ અંધારી રાતે..!!

મને હજુ પણ યાદ છે. એ કાળી ભયાનક રાત..! પ્રેમ કરું છું હું રાત ને, અઢળક પ્રેમ..! પણ એ રાત પછી.. હું આજે પણ રાત ને મારી બાહો માં લેતા અચકાઉં છું.

ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. હું રાત ના સાડા બાર વાગે રીક્ષા શોધી રહ્યો હતો પણ ત્યાં જ ધોધમાર વરસાદ આખાય રસ્તા માં જાણે મારા પર જ ઝીંકાવા લાગ્યો. માસી એ કેટલીય ધડ કરી હોવા છતાંય મેં છત્રી નહોતી લીધી,કદાચ વરસાદ પણ એટલે જ લુચ્ચો કહેવાતો હશે. હું દોડતો સામે ની સ્ટ્રીટ લાઇટ પાસે ના ગલ્લાં એ જઈ ને ઉભો રહ્યો.

"આવો બાપુ, પાન લેહો?" ગલ્લાં વાળા એ પૂછ્યું.

"ના ભાઈ." બોલતા બોલતા મેં મારુ પલળેલું માથું- કપડાં સરખા કર્યાં અને એક નઝર એ આખાય પંચવટી પર ફેરવિ દીધી. મને મારા સિવાય કોઈ જ ના દેખાયું.

"નવા લાગો સો?"

"હા નવો જ છું"

ગલ્લાં વાળો મલકાયો.

"ઇટલે જ અતતારે આ રસ્તા પર સો?" કહેતા એણેે મને પરાણે પાન પકડાઈ દીધું

હું કઈ સમજી ના શક્યો. પણ એનું અટ્ટહાસ્ય મને કુતૂહલવશ કરી ગયું. મેં પાન મો માં મૂકતાં પૂછ્યું,

"કેમ આ રસ્તા પર એટલે? સમજાયું નહી."

"અરે ઈ કણ એક બસ નો અકસ્માત થયો તો, હત્તર બાય બે. તે કેવાય સે કે, એ અડધી પીળી ને વાદળી બસ દરરોજ ઈ કણ આવે સે."

આજ ના જમાના માં પણ આવિ વાતો? મારા થી રીતસર નું હસી પડાયું.એ ગલ્લાં વાળો મને તાકી રહ્યો. મેં ચોખવટ કરી,

"ભાઈ, મારે બસ નહી રીક્ષા પકડવી છે."

"અરે બાપુ, ઈ કણ કોઈ રીક્ષા ની મળે"

"હા તો હું બસ માં જતો રહીશ એમ પણ મારે સંજીવની હોસ્પિટલ જ જવૂ છે."

એ ગલ્લાં વાળો કઈ બોલે એ પહેલા જ બસ આવી ગઈ અને હું ચઢી ગયો.

"ટીકીટ?" કન્ડકટરે પૂછ્યું.

"સંજીવની હોસ્પિટલ" કહેતાં મેં આખી બસ માં નઝર નાખી દીધી હું એક જ હતો.

"5 રૂપિયા" કહેતાં કન્ડક્ટરે મારા હાથ માં ટીકીટ પકડાઈ.

હું પૈસા આપી ને ડ્રાઈવર ની સામેની સીટ પર ગોઠવાયો. 7 જ મિનિટ માં હોસ્પિટલ આવિ ગઈ. હું ગલ્લાં વાળા ની વાત પર મન માં હસ્તો હસ્તો નીચે ઉતર્યો. બસ જતી રહી. મેં તેના પર વળતી નઝર નાખી. 17/2, પીળી અને વાદળી જ બસ. પણ મને કઈ નવાઈ ના લાગી ઉપર થી મને વધુ હસવૂ આવયું, એ ગલ્લાં વાળા ની મૂર્ખતા પર, કે એણે મને ડરાવવા ની કોશિશ કરી હતી. હું હોસ્પિટલમાં લગભગ એક વાગે પોંચી ચુક્યો હતો. માસા ની સાથે એમ તો વેદ હતો એટલે મને શાંતિ જ હતી પણ એનેય ઊંઘવૂ હશે એમ વિચારી મેં મારી ઝડપ વધારી. એ જોલા જ ખાતો હતો મેં જઈ ને તેને નિરાંત ની ઊંઘ પીરસી. સવારે માસી ના આવતાં ની સાથે જ હું અને વેદ નીકળ્યાં. રીક્ષા કરી ને પંચવટી એ ઉતર્યા. ઘર તરફ જતા જતા એક નઝર મેં પેલા ગલ્લાં તરફ પણ ફેંકી. પણ આ શું..??? ત્યાં તો કોઈ ગલ્લો નહોતો. જ્વેલર્સ હતી એ પણ મોટી આલીશાન..!! મેં વેદ ને પૂછ્યું,

"ગલ્લો ક્યાં ગયો યાર?"

"કયો ગલ્લો?"

"અરે કાલે રાતે જ હજું આ સામે ગલ્લો હતો ત્યાં... મેં....પાન......!!" મારી જીભ લોથલાવા લાગી. હું વધુ કંઈ બોલું એ પેહલા વેદ એ મને કહ્યું,

"શું વાત કરે છે મન..!! અરે, એ ગલ્લો તો 3 વર્ષ પેલાં.. એક બસ એમાં ઘુસી ગઈ, ત્યાર નો પૂરો થઇ ગયો છે.

નાં એ ગલ્લાં વાળો બચ્યો કે, ના એ બસ ના લોકો..!!"

હું ક્યારેય ના માની શકું એવિ ઘટના નો સાક્ષી હું બની ચુક્યો હતો.

હું આજે પણ એ 5 રૂપિયા ની ટીકીટ હાથ માં લઇ ને વિચારું છું,

"અકસ્માત મારી સાથે થયો હતો કે એમની સાથે..??"

#બીજી વાર્તા

મિત, ના જાને મને આમ મૂકી ને..'

'હમણાં જ આવૂ છું ડાર્લિંગ, તું અહીં જ અંદર બેસી રે અને આલે આ છરો.. ઇટ્સ હેલ્પ યુ મોર ધેન મી..'

'પણ મિત, મને બહુ જ બીક લાગે છે..'

'દ્વિજા.. મારી સામે જો, તું અહીં એકલી નથી હું તારી સાથે છું.. છું ને..??' દ્વિજા એ માથું હલાવ્યું.

'યુ કેન ડુ ઈટ માય લવ' તેણે દ્વિજા નો હાથ દબાવતા કહ્યું અને તે ચાલવા લાગ્યો દ્વિજા એ હાથ ન છોડવા ઘણી કોશિશ કરી પરન્તુ તે સફળ ન નીવડી.

રાત નો એક વાગ્યો હતો. છેલ્લા એક કલાક થી બન્ને આ નિર્જન રસ્તા પર ચક્કર લગાવી રહ્યા હતાં. પેથાળ થી ચાર કલાક ના અંતરે આવેલું માદલપુર ગામ આજે 5 કલાકે પણ પોતાના હોવા પણા ની અણસાર આપતાં અચકાતું હતું. પહેલી વાર ગાડી લઇ ને ગામ જવા નીકળેલા પતિ- પત્ની ના શ્વાસ હવા ને પૂછી પૂછી ને ચાલતા હતાં. ફોન ના ટાવર ને પણ આ એરીયા થી જ ડર લાગ્યો. આખાય વેરાન રસ્તા પર ક્યાંય એક પણ કેહવા પૂરતી પણ દુકાન કે ઘર નહોતા. આખરે મિતે અચાનક દૂર કોઈ પ્રકાશ જોયો અને ગાડી ઉભી રાખી. ગાડી માં કીંમતી સામાન સાથે હોવાથી મિતે દ્વિજા ને કાર માં જ રેહવા કહ્યું અને પોતે એ અવાવરી જગ્યા તરફ દોરાયો.

હજું એક પળ પણ પસાર થઇ ના થઇ ત્યાંજ ગોળી નો અવાઝ આવ્યો મિત ની ચીસ સાંભળી ને દ્વિજા ના શરીર માંથી કમકમાટી પસાર થઇ ગઈ 'મિમિમિત..' દ્વિજા નો અવાઝ બહાર ના આવી શક્યો. તેના શ્વાસ અટકવા લાગ્યાં. દરવાજો ખોલી ને દોડતી દ્વિજા મિત ના અવાઝ ની દીશા માં ગઈ. મિત ઢળેલો હતો. શ્વાસ અટકી ચુક્યાં હતાં. દ્વિજા ફસડાઈ પડી. બે પળ માટે તો તે જડ બની ગઈ હતી.

'મિત.. મિત' કરતા તેણે મિત ને ઢંઢોળી નાંખ્યો. આજુબાજુ નઝર કરી પરન્તુ એ અંધારા એ દ્વિજા પર દયા ના જ કરી. દ્વિજા આક્રંદ કરવા લાગી. તે સૂમસામ જગ્યા એ દ્વિજા ને પોતાના જ આક્રંદીત અવાઝ થી ડર લાગવા લાગ્યો. ત્યાં જ ગાડી શરૂ થયાં નો અવાઝ આવ્યો. દ્વિજા ના છુટકે ઉભી થઇ ને પાછળ ફરી, તેની જ ગાડી કોઈ લઇ ને જઈ રહ્યું હતું દ્વિજા પાછળ દોડી પરન્તુ ગાડી જતી રહી.દ્વિજા રોડ પર સાવ ભાંગી પડી હોય એમ રાડો પાડતી આવી ને ઉભી રહી પરન્તુ તેની હામ્ફતી છાતી ત્યાં જ થમ્ભી ગઈ. તેના માથા પર ગન મુકાઈ ચુકી હતી.

દ્વિજા ની આંખો અચાનક ખુલી ગઈ. એ થંભેલી પળ ફરી હામ્ફવા લાગી. દ્વિજા એ હામ્ફતા ફામ્ફતા પરસેવો લૂછ્યો. તેણે બાજુ માં જોયું મિત નહોતો તે ડ્રોવિન્ગ રૂમ તરફ દોડી મિત સમાચાર જોઈ રહ્યો હતો દ્વિજા એ રાહત નો શ્વાસ લીધો મિતે તેને જોઈ ને કહ્યું,

'ઓહ! જાગી ગઈ.. ગુડ મોર્નિંગ સ્વીટ હાર્ટ..!!'

'ગુડ મોર્નિંગ..'

'શું થયું કેમ હામ્ફે છે તું?' મિતે તેના તરફ સરખી નઝર કરતા પૂછ્યું

'કંઈ નઈ ખરાબ સપનું..'

'ઓહ..! ફોરગેટ ઈટ આવ બેસ અહીં..' દ્વિજા મિત ના બાજુ માં બેઠી તે તેના વિચારો માં જ હતી

"બ્રેકીંન્ગ ન્યુઝ.. માદલપુર નજીક 2 ની ગોળી મારી ને હત્યા.. વિસ ફુટ ના અંતરે 2 લાશ મળી આવી.."

દ્વિજા એ ટીવી તરફ નઝર કરી, તેની આંખો એ જગ્યા જોઈ ને જડવત બની ગઈ.

#ત્રીજી વાર્તા

'આજે અચાનક આટલા પ્રેમ નું રીઝન..?'

'પ્રેમ નું કોઈ રીઝન ના હોય પ્રેક્ષક..'

'બસ, બસ.. સીધું સીધું બોલ શું કામ પડયું મારુ.?'

'અરે યાર.. આજે રાતે કલબ જવું છે'

'ઓકે સમજી ગ્યો શૈલ ને મોકલું એમ જ ને?'

'સો સ્માર્ટ ડિયર..!!'

'બાઈ બોર્ન.. એનિથિંગ એલ્સ..?'

'નો થેન્ક્સ બસ તું એને ભૂલ્યા વગર મનાઈ ને મોકલજે યાર..!'

'સ્યોર..! ચલ બાય..!'

'યા.. બાય' બન્ને છુટા પડયા.

પ્રેક્ષક તેના બીજા કામ માં પોરવાઈ ગયો પરન્તુ સાક્ષી હજુ પણ એજ વિચારો માં હતી રાતે બધુજ સરખું તો થઈ જશે ને..? હા એમ તો થઇ જ જશે હું શૈલ ને કહી દઇસ મેં જે પણ કીધું એ ભૂલી જા અને મને એઝ અ ફ્રેન્ડ એક્સેપ્ટ કર.. પણ તે નહીં માને તો..? ના એમ તો માની જ જશે મેં ક્યાં તેને હેરાન કર્યો છે જસ્ટ ફીલિંગ જ તો કહી છે.. સાક્ષી ના વિચારો ની આજે બ્રેક ફેઇલ હતી. આમ થી તેમ ફનગોળાઈ ને આખરે શૈલ પર જ બધું ખત્મ થવાનું હતું.

સાડા આઠ વાગવા ને હજુ દોઢ કલાક ની વેઇટ કરવાની હતી. સાક્ષી ને આજ પેહલા ક્યારેય આવો એહસાસ નહોતો થયો. શૈલે ના પાડયા પછી સાક્ષી તો જાણે સાવ વિખેરાઈ ગઈ હતી. ઘડીભર પહેલાં આકાર લઇ રહેલી દુનિયા જાણે પળવાર માં અદ્રશ્ય થઇ ગઈ. શૈલ તો ગુસ્સા સાથે ચાલ્યો ગયો હતો પરન્તુ સાક્ષી પોતાની જાત સાથે પણ આંખ મીલાવા જેટલી સક્ષમ ના રહી.તે બેઠા બેઠા તેની પેહલી મુલાકાત ને યાદ કરી રહી

ક્લબ માં જ શૈલ અને સાક્ષી ની મુલાકાત થઇ હતી. સાક્ષી આમ તો ક્યારેય ક્લબ માં નહોતી જતી પરન્તુ એક સાંજે અચાનક કાર ની વિન્ડો ખોલી ચિંગમ બહાર થૂંકતા તે એક છોકરા ના પેન્ટ પર લાગી ગઈ હતી અને 'સોરી સોરી' કેહતા સાક્ષી એ માફી માંગી તેણે બદલા માં લિફ્ટ માંગી સાક્ષી એ તેને બેસાડયો,

'રીયલી સો સોરી મારુ ધ્યાન જ ના રહ્યું'

'અરે ઇટ્સ ઓકે એ બહાને મને લિફ્ટ મળી ગઈ..'

'હા હા બાઈ ધ વે માઇ સેલ્ફ સાક્ષી..'

'આઈ પ્રેક્ષક..'

'નાઇસ નેમ હા..'

'થેન્ક્સ..'

'હા મને ક્લબ નો ખાસ આઈડિયા નથી સો આગળથી લેફ્ટ ઓર રાઈટ?'

'લેફ્ટ.. ઇટ્સ માય ક્લબ'

'ઓવવ.. નાઇસ'

થોડી જ વાર માં "પ્રેક્ષઇલ ક્લબ" આવી ગયું. સાક્ષી માટે આ રોડ જ નવો હતો.ગાડી ને બ્રેક લાગી.તે બોલી,

'સો.. નાઇસ ટુ મીટ યુ..'

'માખણ નઈ..'

'વૉટટટ..?'

'તો અંદર આવ..'

'ના યાર..'

'જસ્ટ 5 મિનીટ..'

' અહમ્મ.. ઓકે..'

'સાસાક્ષી.. ફોન તો ઉપાડ..' સાક્ષી ના મમ્મી એ તેના વિચારો ને શૈલ સુધી પહોંચતા પહેલાં જ તોડયા.

સાડા આઠ થઇ ચૂક્યાં હતાં. સાક્ષી ફટાફટ ફોન પતાઈ ને ભાગી. કાર લઇ ને નીકળી. મન માં કેટકેટલાય વિચારો ફરતા હતા. ક્લબ આગળ આવી ને સાક્ષી એ કાર પાર્ક કરી પણ આ શું..? ત્યાં કોઈ ક્લબ જ નહોતો વેલ ડેવલોપડ મેક'ડી હતું. સાક્ષી એ આશ્ચર્ય સાથે કાર માંથી બહાર નીકળી પ્રેક્ષક ને કોલ કર્યો.

નમ્બર અનવેલીડ..

શૈલ ને કોલ કર્યો,

નમ્બર અનવેલીડ..

સાક્ષી ટેન્શન માં આવી ગઈ. તેને તેનું ઘર પણ નહોતી ખબર.. સાક્ષી ને આસ-પાસ માં પૂછવાથી એટલી જાણ થઈ આવૂ અહીં કોઈ ક્લબ નથી.. સાક્ષી એ આસ-પાસ બધે જ ગાડી દોડાવી પરન્તુ કોઈ ક્લબ ના મળ્યું. સતત ત્રણ ચાર દીવસ સાક્ષી અહીં આવી પરન્તુ તેને નિરાશા સિવાય એ ક્લબ વિસે કંઇજ ન મળ્યું.

આજે ત્રણ વર્ષ પછી પણ સાક્ષી એજ વિચારે છે એ બધું હતું શું..? કદાચ બધુજ ફેક વિચારી શકાય પરન્તુ એ ફીલિંગ..??

બીજા રસપ્રદ વિકલ્પો