નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર
email –
તૃષ્ણાપ્રકરણ – ૧૫
રાજીના જીવનમાં આવી એક ખુબ અનમોલ ગિફ્ટ
નિકિતાના ગયા બાદ રાજેશ્વરી જરા દુઃખી તો થઇ પણ વિકાસની હેલ્થનો પ્રશ્ન હતો તેથી કોઇ ચાન્સ લેવા તે માંગતી ન હતી.કેમ કે તેને ખબર જ હતી કે દેવાંશ તેની હેલ્થ બાબતે થોડો કેરલેસ રહ્યો હતો અને તેનુ પરિણામ બહુ ખરાબ આવ્યુ હતુ.તેણે હવે એકલા હાથે હિમ્મત હાર્યા વિના લોકોને સવારથી સાંજ સુધી સમજાવવા જવાનુ ચાલુ કરી દીધુ. એક દિવસે ભર તડકામાં તે દ્વારકા ગામથી બહાર ઝુપડપટ્ટી વિસ્તારમાં લોકોને સમજાવવા ગઇ હતી.ખુબ તડકો હોવાના કારણે તે બહુ થાકી ગઇ હતી.ત્યાં તેણે કોઇ જગ્યાએ થોડી વાર બેસી આરામ કરવાનુ વિચાર્યુ.એક ઘરમાં જઇ તેણે કોઇને અંદરથી બોલાવવા માટે બુમ પાડી પણ કોઇએ જવાબ આપ્યો નહી.રાજેશ્વરીને થયુ કે કોઇ છે નહી તો આ મકાનનો દરવાજો ખુલ્લો કેમ છે? તે વિચારે તે અંદર ગઇ. ત્યાં તેણે જોયુ કે એક વયોવૃધ્ધ માજી તૂટેલા ફૂટેલા ખાટલામાં સુતા હતા અને દર્દ્થી કણસતા હતા.રાજેશ્વરીને તેની હાલત જોઇ ખુબ દયા આવી ગઇ.તેણે માજીને પૂછ્યુ , “માજી ઓ માજી,જાગો છો કે?” માજી બિચારા કણસતા અવાજે બોલ્યા , “કોણ છે?” રાજેશ્વરી , “મા, હુ રાજેશ્વરી છું.અહી દ્વારકામા સમાજસેવા માટે આવી છું.તમને શું થયુ છે? તમે ક્યાંય તમારો ઇલાજ કરાવ્યો છે કે નહી?”
માજી બોલ્યા, “દીકરી,અમારા જેવા લોકોને બે ટંક ખાવાનુ મળી રહે એ પણ બસ છે ત્યાં મારા જેવી ડોશીનો ઇલાજ કોણ કરવા લઇ જાય? હવે આમ પણ મારા મરવાના દિવસો છે તો કોણ મારી સાર સંભાળ માટે ખર્ચા.......આટલુ બોલતા માજીને એકદમ શ્વાસ ચડી આવ્યો અને બીચારા ખાટલામાંથી ઉભા થવા ગયા,ત્યાં દૂર ઉભેલી રાજેશ્વરી તેને ટેકો આપવા નજીક ગઇ.નજીક જઇને માજીનો ચહેરો જોતા જ જાણે તે હ્રદયનો એક ધબકારો ચુકી ગઇ હોય તેમ તેને લાગ્યુ. એ માજી બીજુ કોઇ નહી પણ તેની જ માતા કડવીબેન હતા.તેને જોઇને રાજેશ્વરી ખુબ ખુશ થઇ પણ તેણે પોતાની ખુશીને મનમાં જ દબાવી રાખી. માજીને ખાટલા પર વ્યવસ્થિત બેસાડી તેને પાણી આપ્યુ.પછી રાજેશ્વરી બોલી,”મા,અહી તમે એકલા જ રહો છો? તમારુ કોઇ સગુ વહાલુ નહી તમારી સાથે?” માજી બોલ્યા, “દીકરી મારી સાથે બસ મારો ભગવાન રહે છે.મારો પરિવાર તો બહુ મોટો હતો પણ અત્યારે હુ એકલી જ વધી છું?” રાજેશ્વરીને બધુ જાણી લેવાની અને તે પોતે જ તેની મોટી દીકરી રાજી છે એ કહી દેવાની તીવ્ર ઇચ્છા થઇ આવી પણ તે ચુપ રહી. વળી પાણી પી માજી બોલ્યા , “મારો ઘરવાળો તો બહુ સમય પહેલા જ મને મૂકીને ભગવાન પાસે જતો રહ્યો.દીકરીઓ તો પરણાવી દીધી.દીકરા પરણી જતા પારકા બની ગયા અને મને મૂકીને જતા રહ્યા. રાજેશ્વરી , “મા,તમારે કેટલી દીકરીઓ હતી?” માજી , “દીકરી મારે ત્રણ દીકરીઓ અને બે દીકરા હતા.બધી દીકરીઓને પરણાવી અને દીકરાઓને પરણાવ્યા બસ હવે એકલી રહુ છુ અને જીંદગીના છેલ્લા દિવસો પસાર કરુ છું.” રાજેશ્વરીએ વળી પૂછ્યુ , “મા,તમારી મોટી દીકરી ક્યાં છે અત્યારે? તેનુ નામ શું છે?” માજી બહુ યાદ કરતા બોલ્યા , “મારી મોટી દીકરી તો ધનલક્ષ્મી હતી મારા ઘરની.તેનુ નામ રાજી હતુ.બહુ યાતનાઓ અને જુલ્મો તેણે સહન કર્યા હતા નાની ઉમરે.નાની ઉમરે તેના પર બળાત્કાર થયો.ત્યાર બાદ તેનાથી આધેડ ઉમરના વિધુર સાથે તેના લગ્ન થયા.પણ બીચારીના નશીબમાં એ પણ સુખ ન હતુ.તે પણ ગુજરી ગયો અને પાછી એ મારી પાસે આવી. રાજેશ્વરી પોતાની માતાના મોઢે આ બધુ સાંભળતી હતી અને તેની આંખમાંથી દળ દળ શ્રાવણ-ભાદરવા સમાન આંસુઓ વહે જતા હતા પણ તેણે એ આંસુઓને અંદર જ દબાવી દેવા પ્રયત્ન કર્યો. વળી માજી બોલ્યા , “દીકરી તેણે અમને બધાને સારી જીંદગી મળે માટે પોતાની જાતને વેચી દીધી અને મોટા શહેરમાં નોકરાણી બની ચાલી ગઇ.પછી તેના કોઇ સમાચાર જ નથી.તેનુ શું થયુ તે અત્યારે ક્યાં છે તે કાંઇ ખબર નથી મને.અને તેને મોકલવા બદલ જે પૈસા મળ્યા હતા તે પૈસાથી તેના બાપે નશો જુગાર દારુની મહેફિલો માણી અને બધુ વેડફી નાખ્યુ.પણ દીકરી તુ કેમ તેને ઓળખે છે? કેમ તેનું પૂછે છે?”
રાજેશ્વરી આ સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને તેની માને વળગી પડતા બોલી , “માળી હું જ તારી રાજી છું.માળી તારી મોટી દીકરી રાજી.તુ મને ના ઓળખી?અરે મા હું તો તને જોતા જ ઓળખી ગઇ અને તુ તારા કાળજાના કટકાને ન ઓળખી શકી? આ સાંભળતા જ તેની મા કડવીબેનની આંખો પણ ચમકી ઉઠી , “રાજી તુ રાજી છે દીકરી?તેણે બાજુમા પડેલા તૂટેલા ચશ્મા પકડી ધ્રુજતા ધ્રુજતા પહેરવાની કોશિષ કરી.રાજીએ તેને ચશ્મા પહેરાવ્યા.તેની મા એ તેને જોઇ અને બોલ્યા , “દીકરી તું તો સાવ બદલાઇ ગઇ.ઓળખાતી જ નથી.તું તો મોટા ઘરની નોકરાણી બની ગઇ લાગે છે?તને આટલા વર્ષોમાં મારી યાદ ન આવી?ક્યાં હતી તુ મારી બાપલી?”આટલુ બોલતા જ તેઓ પણ રડી પડ્યા અને રાજીને વળગી બન્ને મા-દીકરીઓ ખુબ જ રડી. રાજેશ્વરીએ સ્વસ્થ થઇ તેની માં ના આંસુ પોછ્યા અને તેને કહ્યુ “મા નાથાના સંતાનોને લઇને હું આવી હતી એ બધા ક્યાં છે?એ કોઇ પણ તારી સાથે નથી રહેતા?” “ના દીકરી,એ બધાને તો તારા બાપે તુ ગઇ પછી થોડા જ વખતમાં કાઢી મૂક્યા.બીચારા એ અનાથ મા*બાપ વિનાના નોંધારા રખડતા રખડતા થોડા સમય તો અહી રહ્યા પણ પછી ક્યાં ગયા તેની મને કે આજુ બાજુના કોઇને ખબર જ નથી.” કડવીબેન બોલ્યા. “અને મા મારા ભાઇ-બેન?એ બધા ક્યાં છે? રાજેશ્વરીએ પૂછ્યુ.
તારા ગયા પછી થોડા જ સમયમાં તારા બીજા ભાઇના લગન પણ લેવાયા અને તેના લગન બાદ થોડા સમય બાદ બેય ભાઇઓ તેની ઘરવાળીઓ સાથે બીજે ગામ મજુરીએ જાવાનુ કહીને ગયા એ ગયા પછી કોઇ અહી આવ્યુ નથી.તારી બહેનો તો લગન બાદ તેના સાસરે છે.અહી મને મળવા કોઇ હવે આવતુ નથી.આ તો આ બધા બાજુના ઝુપડાવાળા મને બે ટંક ખાવાનુ દઇ જાય છે અને જીવતી હતી હું.” કડવીબેને કહ્યુ. “પણ દીકરી તું આમ કેમ અહી દ્વારકા ઝુપડપટ્ટીમા આવી પહોંચી એ પણ આટલા વર્ષો બાદ?” કડવીબેને પૂછ્યુ. રાજેશ્વરીએ કહ્યુ , “મા એ બધુ હું તને પછી કહીશ પહેલા તુ ચાલ મારી સાથે.હુ અહી દ્વારકા હોટેલમાં જ ઉતરી છું.હવે તારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી.તારી રાજી આવી ગઇ છે તારી પાસે.અને મા હવે હું રાજી નહી રાજેશ્વરી બની ગઇ છું અને નોકરાણી પણ નથી હવે હું મા.” “અરે ના દીકરી,મારા જેવી ભીખારણને ક્યાં હોટેલમા લઇ જાય છે તું?હુ તો અહી જ ઠીક છું.તુ તારે ત્યાં હોટેલમા રેજે અને આવતી રહેજે અહી મને મળવા.” કડવીબેન બોલ્યા. “ના મા, હવે હું તારી કોઇ વાત સાંભળવાની નથી.તારે આવવાનુ જ છે મારી સાથે.એમ કહી તેણે પ્રશાંતને ફોન કરી કાર લઇ ત્યાં બોલાવ્યો. પ્રશાંતના આવ્યા બાદ રાજેશ્વરીએ તેને કહ્યુ , “પ્રશાંત આ માજી છે તેને આપણે હોટેલ લઇ જવાના છે.તે હવે આપણી સાથે રહેશે. પ્રશાંતને પેલા માજીની હાલત જોઇ જરા પણ ન ગમ્યુ પણ તે કાંઇ બોલ્યો નહી અને પેલા માજીને રાજેશ્વરી અને પ્રશાંતે ટેકો આપી કારમાં બેસાડ્યા અને બધા હોટેલ પહોચ્યા. રાજેશ્વરી તેની માતાને રૂમમાં લઇ ગઇ અને તેને બેસાડ્યા અને કહ્યુ , “મા તુ અહી આરામ કરજે,હુ હમણા જ આવુ છું .” એમ કહી તેણે પ્રશાંતને બોલાવ્યો અને બન્ને તેની માતા માટે થોડા ઢંગના કપડા ખરીદવા માટે ગામમાં આવ્યા. રસ્તામા પ્રશાંત બોલી ઉઠ્યો , “મામી,પેલા માજી કોણ છે?તેને કેમ તમે હોટેલમાં લઇ આવ્યા?સોરી,તમને આમ પૂછુ છુ પણ હુ તો જસ્ટ જિજ્ઞાશાને કારણે જ પૂછી રહ્યો છું.બાકી તમારો જે નિર્ણય હશે તે અમને શિરોમાન્ય રહેશે.” “પ્રશાંત , અત્યારે હું કંઇ નહી કહું.રાત્રે સચિન અને ભાર્ગવ આવે ત્યાર બાદ તમને બધાને સાથે જ બધી વાત કરીશ.મારી વાત સાંભળ્યા બાદ તમને ત્રણેય ભાઇઓને એમ લાગે કે મે એ માજીને અહી લાવીને ખોટુ કર્યુ છે તો તમે જેમ કહેશો એ મને બંધનકર્તા રહેશે. “અરે ના મામી, તમે આમ ન બોલો.હું તો જસ્ટ તમને પૂછતો હતો.તમે સંકોચ ન કરો.”પ્રશાંત બોલ્યો. ત્યાં માર્કેટમાં તેઓ આવી પહોચ્યા.ત્યાંથી રાજેશ્વરીએ તેની માતા માટે સારા એવા કપડા સાડી ખરિદ્યા.પછી બન્ને પરત હોટેલ આવ્યા.હોટેલ આવી રાજેશ્વરીએ રૂમમાં જતા પહેલા જ મેનેજર પાસેથી દ્વારકાના ખ્યાતનામ ડોક્ટરની માહિતી મેળવી ત્યાર બાદ તેની માતાને રૂમમાં જઇ નવડાવ્યા અને સારા કપડા પહેરાવી દીધા.આ બધુ જોઇ કડવીબેન તો અચંબામાં જ પડી ગયા હતા.તે તો બસ એ જ વિચારે જતા હતા કે આ બધુ સ્વપ્ન તો નથી ને?તેના મુખમાંથી કોઇ શબ્દ નીકળતા ન હતા.બસ તે રાજેશ્વરીને જોયા જ કરતા હતા. રાજેશ્વરીએ તેની માતાને તૈયાર કરી દીધા બાદ તે અને પ્રશાંત તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની માતાની ટ્રીટમેન્ટ કરવા કહ્યુ.ડોકટરે બધી તપાસ કરી થોડી દવા લખી આપી અને બોલ્યા , “મેડમ બીજુ તો કાંઇ ચિંતા જેવુ નહી બસ શરીરમાં વિકનેશ છે અને બાકી તો તેની ઉંમર જ લગભગ ૭૫ આસપાસ છે તો ઉંમરને કારણે આ બધુ બને.” ત્યાર બાદ રાજેશ્વરીએ તેની માતાની આંખોની તપાસ કરાવી તેના ચશ્મા બનાવડાવ્યા અને પછી ત્રણેય પાછા હોટેલ આવ્યા.હોટેલ આવી તેણે પ્રશાંતને લંચ હોટેલમાં જ લઇ આવવા કહ્યુ. પ્રશાંત જમવાનુ લઇ આવ્યો ત્યાર બાદ તે આરામ કરવા તેના રૂમમાં ગયો.રાજેશ્વરી તેની માતાને પોતાના હાથેથી ખવડાવતી હતી અને તેની મા રાજેશ્વરીને ધ્રુજતા હાથે ખવડાવતી હતી.બન્ને એકબીજાના મોઢામાં કોળીયા આપે જતા હતા અને બન્નેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.બે માંથી કોઇ કાંઇ બોલતુ ન હતુ.માત્ર તેમની આંખો બોલતી હતી. જમી લીધા બાદ રાજેશ્વરીએ તેની માતાની ગોદમાં માથુ રાખી સુતી અને બોલી , “મા,આ ખોળો આજે પણ મને એવો જ વહાલો છે જેવો મને નાનપણમાં હતો.મા તારી બહુ યાદ આવતી હતી મને.તારા વિના એ મહેલો જેવો બંગલો પણ મને વિરાન લાગતો હતો.મારી રાજી માથી રાજેશ્વરી સુધીની સફરમાં એક દિવસ પણ એવો નહી હોય કે જ્યારે મે તને યાદ ન કરી હોય.પછી રાજેશ્વરીએ તેની માતાને તેની બધી વાત કરી કે કેમ તે અમદાવાદથી લંડન ગઇ અને ત્યાર બાદ તેના અને દેવાંશના લગ્ન,પછી દેવાંશનું મૃત્યુ અને ત્યાર બાદ તેનુ દ્વારકા પરત આવવા સુધીની બધી વાત કરી.તેની માતા તો આ બધુ જાણી નવાઇથી રાજી સામે જોઇ જ રહી. “બેટા,ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે.તે જોયુ કે ભગવાને તારા પર કેટલી મહેરબાની કરી?તે અમને બધાને ખુશી મળે તે માટે તારી જાતને વેચી નાખી.અમને ખુશી આપવા માટે તે તારી જાતની પણ પરવા ન કરી તેના બદલામાં ભગવાને તને દેવાંશ સાહેબ જેવો જીવનસાથી આપ્યો અને આટલી સુખ સંપતિ આપી.” કડવીબેન બોલ્યા. બન્ને મા-દીકરી વાતો કરતા કરતા ક્યારે સુઇ ગઇ તેનો ખ્યાલ બે માંથી એક પણને ન રહ્યો.રાજેશ્વરીને આજે તેની માતાની બાજુમા ચેનની ઉંઘ આવી.સાંજે પ્રશાંત તો હસ્તકળાના નિષ્ણાંતો સાથે બહાર ગયો હતો.રાજેશ્વરી આજે કયાંય જવાના મૂડમાં ન હતી.તે અને તેની માતા બન્ને તૈયાર થઇ દ્વારકાધીશના દર્શને ગયા અને ત્યાર બાદ દરિયાકિનારે એકાંતમાં બેઠા અને આટલા વર્ષોની સુખ-દુઃખની વાતો કરી.તેની માતાના જીવમાં તો જાણે એકાએક નવજીવન મળી ગયુ હોય એવો તેને એહસાસ થતો હતો.રાજેશ્વરી પણ તેની માતાને મળીને આનંદવિભોર હતી. બન્નેની વાતો ખૂટે તેમ તો હતી જ નહી ત્યાં નિકિતાનો ફોન આવ્યો અને રાજેશ્વરીએ તેને આ બધી વાત કહી અને ખુશ ખબર આપી.નિકિતા પણ ખુબ ખુશ થઇ.ત્યાં નિકિતા સાથે વાત પુરી કરી ત્યાં ભાર્ગવનો ફોન આવ્યો.તે રાજેશ્વરીને ડીનર માટે બોલાવતો હતો.એટલે બન્ને મા-દીકરીઓ હોટેલ પરત આવ્યા.હોટેલના રૂમમાં જ તેઓ બધા સાથે જમ્યા. જમ્યા બાદ જરૂરી દવાઓ આપી રાજેશ્વરીએ તેની માતાને સુવા માટે કહ્યુ અને પોતે સચિન ભાર્ગવના રૂમમાં ગઇ.ત્યાં ત્રણેય ભાઇઓ સાથે મળી શાળાના પ્રોજેક્ટ અને જમીન વિષે ચર્ચા કરી રહ્યા હતા.રાજેશ્વરીએ રૂમનો ડૉર નોક કરતા કહ્યુ, “બેટા,અંદર આવી શકું જરા?” બધાનુ ધ્યાન રાજેશ્વરી પર ગયુ અને સચિન બોલ્યો , “અરે મામી,આવોને,અમે જરા આ શાળાના પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરી રહ્યા હતા તો ખ્યાલ જ ન રહ્યો કે તમે આવ્યા છો.બેસો મામી.” રાજેશ્વરી એ સ્થાન લીધુ અને પછી બોલી ,”તમે લોકો થોડો વખત તમારુ કામ છોડી દેશો પ્લીઝ?મારે તમારી સાથે એક વાત શેર કરવાની છે.” “ઓ.કે. મામી,આ કામ તો અમે પછી પણ કરી લેશુ.બોલો બોલો તમારે શું કહેવાનુ છે?” ભાર્ગવ બોલ્યો. “વાત જાણે એમ છે કે તમે આજે એક વાત માર્ક કરી હશે કે આજે પેલા માજી જે મારા રૂમમાં રહે છે તેની સાથે જ હુ બીઝી હતી.પ્રશાંતે મને બપોરે જ પૂછ્યુ હતુ કે એ કોણ છે?તેને શા માટે હોટેલમા લાવવમાં આવે છે? ત્યારે મે તેને બધી વાત રાત્રે કહીશ તેમ કહ્યુ હતુ એટલે અત્યારે એ વાત કહેવા આવી છું” રાજેશ્વરી એ કહ્યુ. “મામી તમને યોગ્ય લાગે તો જ એ માજી વિષે વાત કહેજો નહી તો અમે તમને દબાણ નહી કરીએ.હું તો જસ્ટ એમ જ તમને પૂછી બેઠો હતો તે માજી વિષે.” પ્રશાંતે કહ્યુ. “બેટા,એ મારી જન્મદાત્રી મા છે.મે તેના કુખેથી જન્મ લીધો છે અને એ પણ આ જ શહેર દ્વારકામાં અને એ પણ કોઇ આલિશાન હોસ્પિટલમાં નહી પરંતુ દ્વારકા રેલ્વે સ્ટેશનના રસ્તા પર મારો જન્મ થયો હતો.જન્મજાત હુ પણ એક ભીખારણ જ છું.એમ કહેતા કહેતા તેણે પોતાની બધી ભૂતકાળની કહાની ત્રણેય ભાઇઓને કહી સંભળાવી. રાજેશ્વરીની આપવિતી સાંભળતા ત્રણેય ભાઇઓના રૂંવાડા ઊભા થઇ ગયા.તેઓને રાજેશ્વરી પર ખરેખર ગર્વ થયો કે એક ગરીબ ઘરમાં જન્મ થયો અને કોઇ પણ જાતના શિક્ષણ વિના આજે તે ખ્યાતનામ લેખિકા બન્યા છે અને સાથે સાથે તે સમાજસેવિકા બની દુઃખીયાઓની સેવા કરવા ઇચ્છે છે.રાજેશ્વરી વાત કરતા કરતા જરા ભાવુક બની ગઇ ત્યારે રાજેશ્વરીને પાણી આપીને સચિને કહ્યુ , “મામી કોઇ માણસ તેણે ક્યાં અને કોની કુખેથી જન્મ લીધો છે તેનાથી મહાન બનતો નથી,બલ્કે તેણે પોતે કરેલા કાર્યોને કારણે જ તે મહાન બને છે,તમે નિઃસ્વાર્થ પણે તમારા કુટુંબની ખુશી માટે તમારી જાતને વેચી દીધી ત્યાર બાદ એક કામવાળા તરીકે રહ્યા,પછી મામાની લાઇફમા તમે આવ્યા અને આજે તેની અધુરી ઇચ્છાને પૂરી કરવા દિવસ-રાત એક કરી રહ્યા છો તેમા જ તમારી મોટાઇ છે.અમને કોઇને તમે ક્યાં જન્મ લીધો અને તમારા મમ્મીને સાથે અહી લાવ્યા તે બાબતે કોઇ પ્રોબ્લેમ નથી.કેમ ભાર્ગવ,પ્રશાંત???હુ બરોબર બોલ્યો ને?” “હા ભાઇ,તમે બરોબર જ કહો છો.મામી મનમાં જરા પણ દુઃખ કે શરમ ન ફીલ કરજો.તમે તો અમારા જીવનના આદર્શ છો અને તમારી ભૂતકાળની બધી વાત જાણી અમને બધાને તમારા પર વધુ ગર્વ થાય છે મામી.સો જસ્ટ ચીલ એન્ડ એન્જોય વીથ અવર ગ્રાન્ડ મોમ મીન્સ યોર મોમ.” પ્રશાંતે ખુશ થઇ કહ્યુ. રાજેશ્વરીને તેના ત્રણેય ભાણેજ પૂત્રો પર ગર્વ થયો.તેણે ત્રણેયનો આભાર વ્યક્ત કર્યો અને ગુડ નાઇટ વીશ કરી પોતાના રૂમમાં આરામ કરવા ચાલી ગઇ..
વધુ આવતા અંકે.........