સરપ્રાઈઝ ગિફ્ટ Asha Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ ગિફ્ટ

"સરપ્રાઈઝ ગિફ્ટ "

agrathod12@gmail.com

અકીરા અને માનવ એકબીજાને કોલેજ ના વખત થી ચાહતા હતા. અકીરા ખુબ જ લાગણીશીલ સ્વભાવ ની હતી જયારે માનવ અંતર્મુખી સ્વભાવ નો હતો.

અકીરા ની યાદ શક્તિ તારીખ કે કોઈ યાદો ને યાદ રાખવામાં ખુબ સારી હતી. કોઈ ના જન્મદિવસ, વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે, વગેરે વગરે દિવસો તેને સેલીબ્રેટ કરવા ખુબ જ ગમતા. આવા દિવસો ના હોઈ તો આપને પહેલી વાર મળ્યા હતા એ દિવસ , પેલી વાર કોણે કોને બોલાવ્યા હતા એ દિવસ, વગેરે દિવસો સમયે સમયે એને યાદ હોઈ અને એ દિવસો ને વધુ યાદગાર બનાવવા માટે કાર્ડ , ગીફ્ટસ , ચોકલેટ, રેડ રોઝ તે માનવ ને આપતી રહેતી. અને તેને સરપ્રાઈઝ આપવી તો ખુબ જ ગમતી, ઘણી વખત તો તે માનવ ને કહે નહિ કે આ દિવસ છે કે તે દિવસ છે અને સીધું ગીફ્ટ આપીને જ માનવ ને વિશ કરે કે આજ ના દિવસે આટલા વરસ પહેલા આપને પહેલી વખત મળ્યા હતા તો આજે આપનો ફ્રેન્ડશીપ ડે છે.......હેપી ફ્રેન્ડશીપ ડે

પણ માનવ થોડો અંતર્મુખી સ્વભાવ નો હોવાથી તે ક્યારેય પણ અકીરા ને એક પણ દિવસ સામેથી વિશ ના કરે. અકીરા ને અપેક્ષા હોઈ કે માનવ પણ તેને સરપ્રાઈઝ આપે કોઈ દિવસ સામેથી વિશ કરે પણ માનવ ને આ બધી વાતો "લાગણીવેડા " લાગતી. માનવ પણ અકીરાને ખુબ ચાહતો હતો પણ તે પોતાનો પ્રેમ ક્યારેય વ્યક્ત ના કરતો. ઘણી વખત અકીરા માનવ ને કાર્ડ, ગિફ્ટ કે ચોકલેટ આપે અને વિચારતી હોઈ કે "આજે માનવ ખુબ ખુશ થઇ જશે " પણ સામે માનવ કંઈ પ્રતિભાવ આપતો નાં હતો. અકીરા હંમેશા એવું ઇચ્છતી કે પોતે જે માનવ ને ચોકલેટ આપી છે તે માનવ તેની સાથે શેર કરે પણ માનવ એ ચોકલેટ લઈને ખિસ્સા માં મૂકી દેતો અને અકીરા ક્યારેય કંઈ નાં બોલતી અને તેની ઈચ્છા થઇ ત્યારે માનવ માટે ચોકલેટ લઇ આવતી રહેતી. આમ તો સામાન્ય રીતે માનવ ક્યારેય કંઈ ના લઇ આવતો પણ અકીરા ના જન્મદિવસે તેને તે ચોક્કસ ગિફ્ટ આપતો અને અકીરા એ ગિફ્ટ ને જોઈ જોઈ ને હરખાતી રહેતી.

આમ ને આમ સાડા ત્રણ વર્ષ વિતી ગયા, તેની મિત્રતા કહો કે પ્રેમ કહો કે લાગણી કહો જે કહો તે પણ આ સાડા ત્રણ વર્ષ એક બીજા સાથે હસી ખુશી થી વિતાવ્યા બાદ બંને એ લગ્ન કરી લીધા.

લગ્ન પછી તો અકીરા માટે એક ઔર દિવસ વધી ગયો સેલીબ્રેટ કરવાનો એની મેરેજ એનીવર્સરી .. ....

પણ સરળ સ્વભાવ નો માનવ અકિરાને અનહદ પ્રેમ કરતો હતો, તેની ધ્યાન રાખતો હતો , અકીરા ની દરેક નાની મોટી ઈચ્છા હસતા હસતા પૂરી કરતો હતો તેનો પડ્યો બોલ જીલતો હતો, પણ તેને કાર્ડ માં, કે ગીફ્ટ માં પૈસા બગાડવા વ્યર્થ લગતા હતા ...

એક વાર એની મેરેજ એનીવર્સરી હતી ને અકીરા માનવ માટે કાર્ડ લઇ આવી ને તેને વિશ કર્યું..

"હેપી મેરેજ એનીવર્સરી માનવ." અકીરા એ ખુશ થઈને માનવ ને વિશ કર્યું...

"આ શું? કાર્ડ?" મનાવે અણગમા સાથે કહ્યું

"કેટલા રૂપિયા નું આવ્યું?"મનાવે ફરી પૂછ્યું

"તું રૂપિયા શું કામ જોવે છે?" આજે આપની એનીવર્સરી છે એટલે આપ્યું

પછી જાતે જ કાર્ડ ની પાછળ લખેલી કિંમત વાચી ને.

"45 રૂપિયા કાર્ડ માં નખાઈ?, શું કરવાનું આ કાર્ડ નું?" મનાવે ગુસ્સા થી કહ્યું....

અને અકીરા રડતી રહી ને મનાવે કહેલા શબ્દો સાંભળતી રહી....

આ બનાવ પછી અકીરા માનવ નો સ્વભાવ સમજી ગઈ ને ધીરે ધીરે કાર્ડ ને ચોકલેટ લેવાના ઓછા કરી નાખ્યાં આમ તો જોકે બંધ જ થઇ ગયા...

અને અકીરા પણ ધીમે ધીમે ટેવાઈ ગઈ, તેને ઘણી વાર કાર્ડ લેવાનું મન થતું, માનવ માટે લવ મેસેજ લખવાનું મન થતું પણ તે આવું કઈ ના કરતી, આખરે એક વાર તેનાથી ના રહેવાયું ત્યારે તેને કાર્ડ લીધું અને મેસેજ લખ્યો પણ તેને માનવ ને એ કાર્ડ ના આપ્યું પણ મનાવે બધા કાર્ડ જ્યાં રાખ્યા હતા તેની સાથે સાચવીને મૂકી દીધું, કદાચ માનવ તેની ગેરહાજરી માં ક્યારેક તો આ કાર્ડ જોશે ને? અને ત્યારે એને ગુસ્સો નહિ આવે પણ મારા પ્રેમ સમજી શકશે. એમ વિચારીને તેને કાર્ડ મૂકી દીધું, ચોકલેટ પણ લેવાની બંધ થઇ ગઈ નહિ તો અકીરા દર વખતે માનવ ને ડેરી મિલ્ક લઈને આપતી રહેતી પછી ભલે માનવ અકીરા ને ના આપે પણ અકીરાએ તો ડેરી મિલ્ક લીધી જ હોઈ અને અકીરા ને ડેરીમિલ્ક પસંદ છે એ માનવ પણ જાણતો હતો.

ધીમે ધીમે કરતા સમય વિતતો ગયો અને માનવ અને અકીરાના લગ્ન ને સાત વરસ વિતી ગયા અને હવે તો જોકે અકીરાને પણ ચોકલેટ માંથી મન ઉડી ગયું હતું,ક્યારેક કોઈ બેનપણી કે ઓફીસ માં કોઈ અકીરાને ચોકલેટ આપે તોયે અકીરા ના પાડી દે કે, " ના મન નથી, નથી ખાવી," એક વખતની અતિશય વ્હાલી ડેરીમીલ્ક હવે સામાન્ય બની ગઈ હતી એક વાર તો અકીરાને ઓફીસ માં કોઈએ કહ્યું પણ હતું કે, “અકીરા તું છોકરી થઈને ચોકલેટ ખાવાની નાં પડે છે? છોકરીઓ ને તો ચોકલેટ બહુ ભાવે મેં પહેલી એવી છોકરી જોઈ જે ચોકલેટ ખાવાની નાં પાડે છે.” પણ અકીરા પાસે આનો કોઈ જવાબ ના હતો ખાલી હસીને એટલું જ કહ્યું કે, " ના નથી ભાવતી અને અત્યારે મન પણ નથી ચોકલેટ ખાવાનું"

માનવ કે અકીરા બંને માંથી એકેય ને યાદ ના હતું કે તે બંને એ ક્યારે ચોકલેટ ખાધી હશે, પછી અકીરાને ચોકલેટ પસંદ - નાપસંદ કે ટેસ્ટ નો સવાલ જ ક્યાં હતો?

14th ફેબ્રુઆરી માનવ અને અકીરા ની મેરેજ એનીવર્સરી હતી તેથી તે દિવસે તો રૂટીન કામ ચાલતું રહ્યું પણ રાત્રે બંને એક રેસ્ટોરન્ટ માં ડીનર માટે ગયા, જમતી વખતે આટલા વર્ષો કેમ વિતી ગયા એની ચર્ચા ચાલી અને બીજી થોડી અડી અવળી વાતો કરીને જમીને બંને ઘરે પાછા ફરતા હતા ત્યારે માનવે અકીરાને સામાન્ય રીતે જ ચોકલેટ વિષે પૂછ્યું અને અકીરાએ તરત જ કહ્યું કે,"ના રે ના હવે તો મને ચોકલેટ જરાયે નથી ભાવતી , બીજી બધી ચોકલેટ તો શું પણ મને તો ડેરીમિલ્ક પણ નથી ભાવતી ". હમણાં જ થોડા દિવસો પહેલા ઓફીસ માં એક ભાઈ નો જન્મદિવસ હતો તો એ બધાને ચોકલેટ આપતા હતા પણ મેં મારી ચોકલેટ માંથી પણ મારી ફ્રેન્ડ ને આપી હતી ત્યારે ઓફીસ માં પણ મને પૂછતાં હતા કે,"છોકરીઓ ને તો ચોકલેટ બહુ ભાવે અને જયારે તું ચોકલેટ ની નાં પાડે છે? એ પણ ડેરીમિલ્ક ની?"

માનવ બાઈક ચલાવતા ચલાવતા સાંભળતો રહ્યો. અકીરાનો ચોકલેટ પ્રત્યે નો સાચો અણગમો અને કંઈ જ નાં બોલ્યો જે અકીરાના ધ્યાન માં જ નાં આવ્યું .......

પણ ત્યારે અકીરા ક્યાં જાણતી હતી કે ૭ મી મેરેજ એનીવર્સરી ની ગિફ્ટ આપવા માટે માનવ તેના માટે ચોકલેટ નો આખો ડબ્બો લઇ આવ્યો હતો... જે એની બેગ માં એની સાથે જ હતો અને ઘરે જઈને તરત જ એ અકીરાને "સરપ્રાઈઝ" આપવાનો હતો .

(સત્ય ઘટના)