" સ્વપ્ન કે હકીકત "
આજે મારા જીવનના અંત સમયે હું જોય શકુ છું કે તુ તારા બે હાથ લાંબા કરીને મને બોલવી રહ્યો છે. મારી રાહ જોય રહ્યો છે. મારા માટે તડ્પી રહ્યો છે. તારી આંખોમા આવેલા આસું અને મને મળવાની તડપ હું જોય શકું છું. તારા વગરના વિતાવેલા એ વર્ષો પછી આજે આપણે હઁમેશા માટે મળી જઈશું......... આજે આટલા વર્ષો પછી આપણે મળીશુ........... આપણા દુ:ખ,તડપ અને આ ઈંતઝાર હંમેશા - હંમેશા માટે ખત્મ થય જશે હવે અંતર છે આપણા વચ્ચે માત્ર થોડી જ ક્ષણોનું....આ એ ઘડી છે જે હોય છે માણસના મૃત્યુ પછી અને જન્મ પહેલા.............હા, તું તો મને એકલી છોડી ને જતો રહ્યો, જાણે તારા જવાથી બધી જ તકલીફ દૂર થઈ જવાની હોય! પણ તારા ગયા પછી…………….
મને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે આપણે છેલ્લી વાર વાત કરી હતી. એ વાત પણ ન હતી પણ આપણે જગડ્યા હતા. એ પણ નજીવા કારણસર. અને એજ જગડો હતો કે,
" તું મારી સાથે વાત નથી કરતી"
" હું તારા માટે ઈમ્પોટન્ટ નથી બીજું બધું છે"
જ્યારે તને પણ ખબર જ છે કે હું હજાર વાર તારા પાસે દોડી આવી હતી મારું બધું કામ છોડીને. કોઈની પરવા કર્યા વગર ગમે તેવા જોખમ લઈને પણ આવી છું તારી પાસે.
અરે એક વખત તો તે કહ્યું હતું કે, " આવીજા."
અને ત્યારે હું ગાંડા ની જેમ પહોચી ગઈ હતી તારી પાસે અને ત્યારેજ તે કહ્યું હતું કે "હું તો ગમે તે કહું તારે આમ થોડીના આવી જવાઈ?"
એ વખતે તો તું મને આશ્ચર્યથી જોતો જ રહી ગયો હતો પણ એ વખતે એ એકેય વાત તને યાદ ન હતી. અને તે કહી દીધું કે, "તું વર્ષ ના વચલા દિવસે જ મળશ. " આટ-આટ્લી વાર વાત કરીએ, મળીયે અને તે આવીજ કદર કરી કે, "હું વર્ષ ના વચ્લા દિવસે મળુ છું!" તું મારા પર ગુસ્સા થી બોલતો રહ્યો અને હું સાંભળતી રહી.મને કંઈ બોલવનો મોકો જ કયાં આપ્યો હતો તે મને.....? અને અંત માં મે ફોન કાપી નાંખ્યો પણ ત્યારે હું ક્યાં જાણતી હતી કે હું છેલ્લી વખત તારો અવાજ સાંભળી રહી છું.
એ અવાજ ................................................................
જે અવાજ સાંભળ્યા વગર ન તો મારી સવાર થતી કે ન તો રાત અને એ અવાજ હું ફરી ક્યારેય સાંભળી શક્વાની ન હતી.........
કાશ.......................................................
એ કાળો દિવસ આપણી જિંદગી માં ક્યારેય આવ્યો જ ન હોત તો સારું હતું. આપણે મળી સક્વાના ન હતા એ તો હું જાણતી હતી પણ આ રીતે હમેંશા માટે અલગ થઈ જશું એ પણ ક્યારેય ન્હોતુ વિચાર્યું........
કાશ........................................... એક વાર તું આવી જા જિંદગીમા ક્યારેય તને ફરિયાદ નો મોકો ન આપત પણ તે એ મોકો મને ક્યારેય ના આપ્યો..................
તને ના પાડવા છ્તાય તે ગુસ્સા માં બાઇક ફૂલ સ્પીડ મા ચલાવ્યું અને એ ટ્રક કાળ બનીને ત્રાટ્ક્યો તારી સામે. માંડ શ્વાસ જ ચાલતા હતા તારા, પણ કંઈ ભાન ન હતું તને. તું કદાચ ત્યારેજ ચાલ્યો ગયો હતો. જેની કોઈને ખબર પડી ન હતી. અને એક તરફ હું બિલકુલ અજાણ હતી આ બાબતથી કે તને આવું કંઈ થયું પણ હશે. આપણા એ ઝગડા પછી આખા દિવસ્ મા તારા સાથે મેં વાત જ ન કરી અને દરરોજ સવાર્ ની જેમ જ, "ગુડ મૉર્નિંગ" ના મેસેજ નો રીપ્લાય ના આવ્યો તો પણ હું એમજ સમજ્તી રહી કે તું હજી ગુસ્સે છો. પણ જ્યારે તને કોલ કર્યા ત્યારે ખબર પડી કે મેં બવ વાર લગાદી દીધી હતી તને કોલ કરવામાં. મને ખબર ના હતી કે એ કોલ કોણે રિસિવ કર્યો હતો પણ માત્ર એટલી ખબર પડી કે હવે તુ નથી રહ્યો આ દુનિયા મા. હું દોડ્તી-દોડ્તી પહોંચી તારા પાસે અને મે જે જોયું એના ઉપર વિશ્વાસ ન આવ્યો. સમજાતું ના હતું કે શું કરું?..... એ તું હોય એવું હું માની જ નહોતી શકતી. અને તે સાચું જ કહ્યું હતું કે, હું તને હળબળવીને ઉઠાડ્તી હતીકે,
"આવું ના કર",
"આ બધાને ને મને હેરાન ન કર",
"પ્લિઝ, એક્વાર ઉઠી જા",
"હું ક્યારેય જગડૉ નહિ કરું, તું જેમ કહિશ એમ કરીશ." ,
"હું કોઈ બીજા સાથે વાત નહિ કરું",
"હું ક્યારેય જીન્સ નહિ પહેરું",
"હું તને પૂછ્યા વગર ઘર ની બહાર પણ પગ નહિ મુકુ",
"દરરોજ તને ગરમ-ગરમ રોટ્લી બનાવિને જમાડીશ",
"પ્લિઝ,........... એકવાર આવીજા."
પણ મારો અવાજ તારા સુધી ના પહોચ્યો અને ન તો તારો અવાજ મારા સુધી પહોચ્યો. હું જોતી રહી તારા શરીર ને...................................
અને તારી આત્મા જોતિ રહી મને અને મારી તડપ ને……….........................
હું કોઈ પણ રીતે એ હકીકત માનવા જ તૈયાર ન હતી કે, "તું આ દુનિયામાં નથી રહ્યો." મને હમેશા એ અહેસાસ થતો રહેતો કે તું મારી આસપાસ જ છે. સંતાય-સંતાય ને મને જોયા કરે છે. પણ મારી સામે નથી આવતો. હું રોજ ફેસબૂક પર તારા ફોટૉ જોયા કરું છું ને મારું ઈ-મેલ આયડી જોયા રાખુ છું. તે લખેલા પત્રો વાંચ્યા રાખુ છું. અને હા.... દરરોજ ડ્રેસ (સલવાર-કમીઝ અને દુપટ્ટો ) જ પહેરુ છું. કારણકે તને એ પસંદ છે ને.........? હું તને યાદ નથી કરતી. કારણ કે, મારે તને યાદ કરવાની જરૂર જ નથી પડતી. હું તને ભૂલી જ નથી શકતી. કોઈ રસ્તો એવો નથી હોતો કે જ્યાથી આપણે સાથે ન નીકળ્યા હોઈએ. આજે પણ હું દરેક જગ્યા એ ચાલી ને જ જાવ છું. એ જ આશા એ કે, "તું મને તારી બાઈકમાં બેસાડીને લઇ જશે." હું એ દરેક જગ્યાએ જઈને તારી રાહ જોવ છું જ્યાં આપણે મળ્યા હતા. તે આપેલી એક એક વસ્તુ મારી નજર સામે આવે છે અને એ દિવસ ની યાદ અપાવી જાય છે જ્યારે તે મને એ વસ્તુ આપી હતી. એક વખત તને ઓછું આવી ગયું હતું ને કે, "હું મારી હથેળીમા તારું નામ શું કામ નથી લખતી?" એક વખત તો હવે આવીને જો આખા હાથ મા ખાલી તારું જ નામ લખાવ્યુ છે એ પણ પર્મેનન્ટ........
હંમેશાથી તારી ઈચ્છા હતીને કે,
હું તારું ને મારું નામ સાથે લખુ ?
તો જો, હવે મે મારી 'સિગ્નેચર' પણ બદલી નાખી છે. એમા પણ હવે તારું નામ આવી ગયું છે. મારા દરેક પાસવર્ડ માં માત્ર તારું જ નામ છે. કોઈ વાત કે કોઈ ક્ષણ એવી નથી હોતી કે જેમા તારી યાદ ન હોય...... પણ
આ બધું જોવા તું ક્યાં આવવાનો હતો ?
જે હું જાણતી તો હતી પણ સ્વીકારવા તૈયાર ન હતી.
હવે કયાં તું મને કહેવા આવવાનો હતો?
કે ક્યાં જોવા આવવાનો હતો ?
કે હું શું કરું છું?
કોની સાથે બોલુ છું.?
ફેસબૂક કે વોટ્સએપ યુઝ કરું છું કે નહીં ?
પણ તોય એ કંઈ જ મને સ્પર્શતું નથી. મગજ્માં હમેશા એક જ વાત હોય છે કે,
" તું મારી જિંદગી હતો"
તારા ગયા પછી મારા શ્વાસ તો ચાલે છે પણ હું જીવતી નથી. તને જે કંઈ પસંદ ના હતું તો એ બધું યુઝ કરીને મને શું મળશે ? તું જયાં ક્યાંય પણ હોઈશ ત્યાં થી તારી આત્મા બધું જોતી હશે અને તેથી જ હવે હું તને દુઃખી કરવા નથી માગતી. એટલે જ હવે હું એવું કંઈ નથી કરતી જે તને પસંદ ના હોય........ પણ તને ખબર છે ? હું દરરોજ તારા ફોટો જોવ છું તેની સાથે વાતો કરું છું.
"આજે હું કેવી લાગું છું?"
એ સવાલ દરરોજ તારા ફોટૉ ને પુછુ છું. અને તારા માટે તને કહેવાનુ ઘણું બધું હોય છે. ભૂલી ન જાવ એટલે લખીને રાખું છું, એક દિવસ તો તું જરૂર વાંચીશ્ ને એ આશા એ.................
કાશ...........................................................
આ બધું તારી હાજરી મા કર્યું હોત તો આજે તું મારી સાથે હોત.... મન તો ક્યારેક મનાવી લઉ છું કે તારી જિંદગી જ પુરી થઈ ગઈ હશે.. પણ મને પોતને ક્યારેય માફ નથી કરી શકતી કે, "આપણા જગડા ને લીધે જ તે બાઇક મારી મૂકી હતી ને એ ટ્રક કાળ બનીને લઈ ગયો તને". તારા જવાનું કારણ હું જ હતી દોષ પણ કોને આપું ? બસ.................... હર્ હમેંશ મને પોતાને બદદુવા ને શ્રાપ અપાઈ જાય છે કે, મે તને અધુરા સપના છોડીને જવા ઉપર મજબૂર કર્યો.....
મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો કે, તું આમ જતો રહીશ ને મારે તારા વગરના કોન જાણે કેટલા વર્ષો કાઢવાના રહેશે, કોને ખબર આ મૌત પણ મને પસંદ નહિ કરે,તારી પાસે આવવા કોઈ કમી ના રાખી હતી. મારા આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો ને હું બચી ગઈ. કોણ જાણે કેમ?ભગવાન ને પણ મારા જેવી મતલબીની કે સ્વાર્થી ની જરૂર જ નહિ હોય.એટલે જ તો આટલા વર્ષો લગાડી દીધા. કાશ હું ત્યારે દુનિયા ને તારી નજરોથી જોઈ શકી હોત...... કે કેવા નરપિસાચ જેવા લોકો હોય છે દુનિયામાં. બધાને એક જ ઇચ્છા હોય છે,
"સ્ત્રી ની નહિ, તેના પ્રેમ ની નહિ પણ માત્ર ને માત્ર તેના સહવાસ ની......."
આ વાત તું મને સમજાવતો રહ્યો પણ હું ક્યારેય સમજી ના હતી. જેમ જેમ આ વાત સમજ્તી ગઈ તેમ તેમ દુનિયામાથી મન ઉઠતુ ગયું. પણ અફસોસ કે હું જ ના ઉઠી શકી ત્યારે આ દુનિયામાંથી.....
જયારે-જયારે કોઈ મુસીબત જેવું લાગે તો ભગવાન ની પણ પેલા તારી યાદ આવે, તારું સ્મરણ થાય અને મારા બધા દુઃખ દૂર થઈ જાય. તું ભલે મને ક્યારેય દેખાતો ના હતો પણ તારો એહ્સાસ, તારી સુગંધ, તારા અવાજ ના પડઘા, તારો સ્પર્શ........ મે હમેંશા મેહ્સુસ કર્યો છે. મેં જ્યારે જ્યારે તને યાદ કર્યો છે ત્યારે ત્યારે તે મને તારા માં એજ જ રીતે ખોઈ નાખી છે. જેવા આપણે એકબીજાને મળીને પ્રત્યક્ષ ખોવાય જતા. કોઈ 'અજાણી શક્તિ' હમેંશા મારો સાથ આપતી. એ મને ખ્યાલ હતો જ અને એ બીજું કોઈ નહિ, માત્ર ને માત્ર 'તુ' જ હતો. જે રાત દિવસ મારા પડછાયા ની જેમ મારી સાથે રહેતો . મેં મારી અંદર પણ ઘણી વખત તને અનુભવ્યો છે. એનો એહ્સાસ મને ત્યારે થયો કે જ્યારે એક વખત કોઈ એ મારી મજાક કરી અને મે એ છોકરાને મારેલી જાપટ થી એના ગાલ ઉપર ઉપસી આવેલા આંગળી ની છાપ મારી નહિ તારી હતી. અને મે મારેલી લાત થી એ જેટલો દૂર ફંગોળાયો હતો એ યાદ કરીને મને આજે પણ આશ્ચર્ય થાય છે. એ 'તું' જ હતો. ને એ બધું તે જ કર્યું હતું. મારી અંદર રહી ને...........................હું તે દિવસ ખૂબ ખુશ હતી. લોકોને લાગ્યું કે, એ મેં કર્યું છે. પણ હું જાણતી હતી કે એ તું અને 'તુ' જ હતો. અને ત્યાર પછી હું બિંન્દાસ થઈ ગઈ હતી. હું રાતના બારે હોવ કે દિવસના. મારે હવે કોઈ થી ડરવાની જરૂર ના હતી .
" તુ સાથે ન હોવા છ્તાં પણ સાથે જ હતો..... "
કેમ સમજાવું હું લોકો ને કે,
મારે કોઈ ના સાથ ની જરૂર નથી.
હું એકલી નથી અને મારે હવે કોઈ ના સહારા ની પણ જરૂર નથી.
બસ........ મારા આવા જ વ્યવ્હાર ને લીધે હું તારા મા વધુ ને વધુ ખોવાતી ગઈ ને આ દુનિયા થી વધુ ને વધુ દૂર થતી ગઈ.. પણ મને એની પરવા ના હતી . ઘણી વખત ઇચ્છા થતી મમ્મી પપ્પા વિશે જાણવાની. પણ
કોને પુછું?
કયાં હક્ક થી પુછું ?
શું પુછું ?
હું જાણતી હતી કે તારા મમ્મી પાપા એ મારા પણ મમ્મી-પપ્પા છે. પણ એને કયાં ખબર હતી કે, એની એક દિકરી પણ છે. જેને ઘણી વાર એની સાથે વાત કરવાની,એ ઘર માં આવવાની , આપણા રૂમ માં જવાની ઇચ્છા થાય છે. જ્યારે પણ ઇચ્છા થતી ત્યારે ઘરે કોલ કરીને મમ્મી પાપા ના અવાજ સાંભળીને હું કંઈ બોલ્યા વગર જ કોલ કટ કરી નાખતી.....
જ્યારે પણ દિવાળી આવતી ત્યારે યાદ આવતું કે મારે આપણા ઘરે આવવાનું છે. અને હું રાહ જોતી તારા કહેવાની કે, "દીકા.... આ દિવાળી એ ઘરે આવીશ ને?"
કાશ,................ એ દિવાળીએ હું આવી ગઈ હોત.............. કોણ જાણે કેટલી વાતો, કેટલી યાદો, કેટલી ઇચ્છાઓ, કેટલા સ્વપ્નાઓ ઓ માત્ર એક "કાશ" બનીને જ રહી ગયા.....
તારી સાથે વિતાવેલા એ દિવસો 'પાણી' બનીને વહી ગયા, ને હું એક એક ટીપા માટે અત્યારે તરસી રહી છું. આજે એક-એક ક્ષણની કિંમત સમજાય છે. હું વારે-વારે ચિડાઈ જતી જયારે તું કહેતો કે ટાઇમ મળે તો મળજે કારણ કે, " એક વાર વિતેલો સમય બીજી વાર નહિ આવે " ને એ યાદ કરીને પણ કોણ જાણે કયાં સુધી રડ્યા કરતી….. પણ ત્યારે એ કહેવા વાળું કોઈ ના હતું કે, " દિકા, રડ નહિ, તને મારા સમ છે." અને એ ગુસ્સો કરવા વાળું પણ ન હતું કે "હું હજી જીવતો છું. ચાલ્યો નથી ગયો." પણ મને ખબર હતી કે તુ હવે ચાલ્યો ગયો છો નહિ તો એ આસું મારી આંખ માં ક્યારેય ના આવત……… આખરે ........... આ બધી દુ:ખ,તકલીફ નો આજે અંત આવ્યો. મારી જિંદગી પુરી થાય છે.
અને આજે આપણે ફરી મળીશું.........................
હમેશાં માટે..................................
ક્યારેય અલગ ન થવા માટે...........................................
તારા વગર વિતેલા એ વર્ષો હવે પુરા થયા.........
હું ખુશ છું. અને ઉતાવળી પણ છું તને મળવા માટે...........................
તું હતો ત્યારે હું કહેતી રહેતી કે, "મને મારી જિંદગી સાથે ખુબ જ પ્રેમ છે."
એ જિંદગી સાથેનો પ્રેમ તારી સાથે જ પુરો થઈ ગયો. તારા ગયા પછી સમજાણું કે, 'એ પ્રેમ જિંદગી સાથે ન હતો પણ, તારાથી મારી જિંદગી સુંદર હતી એટલે હતો.'
બસ હવે...............
તું મારી નજીક આવતો જાય છે...................................
તુ મને વધુ ને વધુ નજીક દેખાય છે...........................................
.એ પ્રકાશ નો લિસોટો વધુ ને વધુ મોટૉ થતો જાય છે............................
તારા ને મારા બેય ના હાથ લંબાય છે. એક્ બીજાને મળવા માટે. હવે મિનિટ નહિ પણ સેંકંડ જ બાકી હશે........
અને ............
અને ............
મારી આંખો મિચાય ગઈ તને બાહો માં જકડી લેવા માટે......
પણ.............
પણ...........
આ શું ?..................
તું આટલો દૂર તો ન હતો કે હજું હુ તને સ્પર્શી ના સકું.....
મારી આંખાઓ ખુલે છે.............
તું મારી સામે નથી..............
તું મારી પાછળ છે.............
ને વધુ ને વધુ દૂર જઈ રહ્યો છે.........
તને પણ આશ્ચર્ય છે કે આપણે મળ્યા કેમ નહિ?........હું આગળ ને તું વધુ ને વધુ પાછળ કેમ જઈ રહ્યો છે?........
ક્ષણ વારમાં મને કુદરત નો આ ખેલ સમજાય જાય છે. તુ જયાં હતો ત્યાં મારે જવાનું છે . અને હું જયાં હતી ત્યાં તારે જવાનું છે(પૃથ્વી ઉપર ). મારું મૃત્યુ થયું છે અને તારો પૂનૅ:જન્મ...........
બસ હવે..................
મને નથી સમજાતું કે મારો પૂનૅ:જન્મ થશે કે નહિ....?
થશે તો ક્યારે થશે?
આપણે પૃથ્વી પર ફરી પાછા ક્યારેય મળીશું કે નહિ?
તારો પૂનૅ:જન્મ થતા આટલા વર્ષો વિતી ગયા તો હું ક્યારે ફરી પાછી આ પૃથ્વી પર અવતરીશ ?.........
અવતરીશ કે નહિ....?
ક્યાંક ફરી પાછું એવું થશે કે, તારે આવવાનું ને મારે પૃથ્વી પર જવાનું....?
આપણે આમ જ તડપતા રહેવું પડ્શે.....?
આપણે પાછા ફરી ક્યારેય નહિ મળી શકીએ.....?
અને...... મારી આંખો સામે અંધકાર છવાઈ જાય છે. તું દેખાતો બંધ થય જાય છે. મારી ગત્તિ અટકી જાય છે. નથી
હું બોલી શકતી,…………………
નથી હું સાંભળી શકતી ..................
કંઈ જ નહિ...............
મને મારા અસ્તિત્વ નો એહ્સાસ પણ નથી થતો બસ અંધારું જ અંધારું....................
મને ગુંગળામણ થાય છે. ગભરામણ થાય છે. શ્વાસ રૂંધાય છે..... અને.... મારી આંખો ખુલી જાય છે.........
હા, મારા ફોન ની રિંગ વાગી રહી છે.... સ્ક્રીન પર તારું નામ ચમકી જાય છે.
હું ઝડપથી ફોન ઉપાડું છું અને એજ "ગુડ-મૉર્નિંગ દિકા" નો તારો અવાજ સંભળાઈ છે. ત્યારે મારી આ દુસ્વપના ની નિંદર ઉડે છે. અને સવાર-સવાર મા રડાઈ જાય છે. એ હર્ષ ના આસું હતા કે દુ:ખ ના?એ નક્કી કરવા નથી બેસતી પણ હું અને રડતા રડતા જ કહું છું કે,
"I Love you so much Dika & I Need you forever……….Please don‘t leave me alone………. "
બસ આટલું સવાર-સવાર મા બોલાઈ જાય છે અને એ પછી મને શાન્તિ થાય છે કે એ ફક્ત સપનું જ હતું હકીકત નહિ અને મને ખુશી થાય છે કે હજું તું મારી સાથે છે અને એ પણ આજ લાઈફ મા અને મારા આ દુઃસ્વપ્ન નો અહીં અંત આવે છે.