Stri books and stories free download online pdf in Gujarati

Stri

“સ્ત્રી”

મારી આ વાત દરેક પુરુષ ને લાગુ નથી પડતી તેથી દરેક ભાઈઓ (પુરુષો એ ) મગજ માં ના લેવું અને તેમ છતાયે જો કોઈ ભાઈઓ ને ખોટું લાગે તો માફ કરજો મને જે મગજ માં આવ્યું એ મેં લખ્યું છે આ વાત દરેક સ્ત્રી ની વાત નથી પણ કદાચ ઘણી બધી સ્ત્રીઓની વાત હોઈ શકે એટલે દરેક બહેનોને લાગુ પડે જ છે એવું માની ના લેશો અને જો કોઈ ભાઈ બહેનો નું દિલ દુભાઈ તો હું પહેલે થી જ ક્ષમા માગું છું ..................

સ્ત્રી અને પુરુષ આમ તો સમાજ ના બે અભિન્ન અંગ છે પણ હકીકત માં એવું નથી સમાજ માં અમુક વર્ગ ને બાદ કરતા હજુ પણ એવા લોકો છે જેની માનસિકતા બદલાઈ નથી એવા લોકો માટે સ્ત્રી આજે પણ નિમ્ન કક્ષા એ જ આવે છે જ્યાં એનું કામ માત્ર ઘર સંભાળવું ને બાળકો પેદા કરવાથી વિશેષ કંઈ જ નથી હોતું.

આજના જમાના માં પણ એવી માનસિકતા વાળા લોકો ની કમી નથી કે જેઓ એવું માને છે કે,"છોકરીને ભણાવીને શું કરવું છે? કાલે સાસરે જતી રહેશે, તેના ભણતર પર વધુ ખર્ચ ના કરાય, પણ એ નાણા તેના દહેજ માટે કામ લાગશે." પણ લોકો એ સમજવા તૈયાર નથી કે જો છોકરીને ભણાવશું તો એને દહેજ આપવાની જરૂર જ નહિ રહે દહેજ કરતા દસ ગણા રૂપિયા જાતે જ કમાઈ શકશે અને સાથે સાથે સમાજ માં પોતાનું નામ પણ કમાઈ શકશે. પણ આ વાત હજુ પણ લોકો સમજતા નથી.અને માત્ર સ્ત્રી ભણેલ ગણેલ હોઈ એટલું જ પુરતું નથી જ્યાં સુધી પુરુષ ની માનસિકતા ના બદલે.. કારણ કે ……………

આજે પણ મોટા ભાગ ના પુરુષ માટે સ્ત્રી એક રમકડું છે. જેની સાથે તે પોતાની ઈચ્છા પડે એમ રમે છે. "એક જીવતું જાગતું રમકડું" એનાથી વિશેષ કઈ જ નહિ, પોતાની ઈચ્છા પ્રમાણે અને પોતાની ઈચ્છા થાય એટલી ચાવી ભર્યે રાખે અને સ્ત્રી એ એ ચાવી ભરેલા રમકડાની જેમ નાચ્યે રાખવાનું ............

અફસોસ તો ત્યારે થાય કે જયારે એ ચાવી ભરનાર પુરુષ બીજો કોઈ નહી પણ એજ સ્ત્રી નો ભાઈ, એના પિતા, એનો પતિ કે પછી એનો પ્રેમી હોઈ છે.એની ઈચ્છા પ્રમાણે હસવાનું, એની ઈચ્છા પ્રમાણે રડવાનું, એ કહે એ પ્રમાણે રહેવાનું એ કહે એવા કપડાં પહેરવાના, એ કહે ત્યારે બહાર નીકળવાનું, એ કહે એની સાથે બોલવાનું અને હદ તો ત્યારે થાય કે એના કહ્યા વગર જ સમજી પણ જવાનું કે એના મન માં શું છે? કે એ શું કહેવા માંગે છે?

"હું તારું ખરાબ થોડીના વિચારીશ? તારા સારા માટે જ કહું છું "

આવી વાત કહેનાર પુરુષ એમ જ સમજે છે જાણે છોકરી કે સ્ત્રી માં તો અક્કલ જ ના હોઈ એવી વાતો કરે. જાણે પુરુષે જ દુનિયા જોઈ હોઈ સ્ત્રીએ નહિ પણ એ વખતે એ (પુરુષ ) કેમ ભૂલી જાય છે કે પુરુષ ને પેદા પણ સ્ત્રીએ જ કર્યો છે .........

એના જેટલી ના હોઈ તો ના સહી પણ થોડી ઘણી દુનિયા એને (સ્ત્રીએ)પણ જોઈ હોઈ છે, થોડી ઘણી દુનિયાદારી ની સમજ એને પણ હોઈ જ છે. એની પોતાની પણ કંઈક ઈચ્છા હોઈ છે, એ પણ વિચારી શકે છે, એને પણ કંઈક કરવું હોઈ છે, એને પણ કંઈક કહેવું હોઈ છે, એના પોતાના પણ સ્વતંત્ર વિચારો હોઈ શકે છે

તારે Android મોબાઈલ ને શું કરવો છે?

તમારે ઘરમાં રહીને નેટ નું શું કામ હોઈ?

તારે ફેસબુક માં અજાણ્યા લોકો ને એડ ના કરવા, તારે FB પર તારા ફોટો upload ના કરવા, તે પેલા છોકરા ની પોસ્ટ પર like શું કામ કર્યું? પેલા ના ફોટો પર કેમ like કર્યું? પેલા એ તને thank u શું કામ કહ્યું? તારે whats app શું કામ use કરવું છે? એમાં ફોટો ના રખાય. એમાં કોઈ ગ્રુપ માં એડ ના થવાય........ વગેરે વગેર અને આવી તો કેટલીએ શિખામણો ના ઢગલા આવી જતા હોઈ જે બિલકુલ બિન જરૂરી હોઈ છે. કારણ કે જે છોકરી FB ને whats app use કરતી હોઈ એને શીખવવાની જરૂર નાં હોઈ કે એને કોના ફોટો ને કે કોની પોસ્ટ પર like કરવું. કે પછી like કરવું કે નાં કરવું ને comment કરવી કે નહિ અને કરવી તો કેવી કરવી? દેશ તો આઝાદ થતા થઇ ગયો પણ સ્ત્રી હજુ પણ પુરુષ નામના અંગ્રેજ ની ગુલામ જ છે.

કોને ખબર આવી અદ્રશ્ય જેલ માંથી એક સ્ત્રી ક્યારે બહાર નીકળી શકશે? કોઈ ગુનેગાર પણ પેરોલ પર છૂટી શકે છે ને થોડા દિવસ જેલ ની બહાર ની હવા ની મોજ માણી શકે છે પણ કંઈ પણ ગુના કર્યા વગર સ્ત્રી આ અદ્રશ્ય જેલ માંથી નથી તો કોઈ દી છૂટી શક્તી કે નથી તો કોઈ દિવસ બહાર નીકળી શક્તી અને આવી જેલ ની સજા ભોગવવાનો એક માત્ર ગુનો એ હોઈ છે કે એને સ્ત્રી તરીકે જન્મ લીધો હોઈ છે, એજ એનો મોટો ગુનો ................

આજ ના આ ટેકનોલોજી ના યુગ માં પણ ૧૮ મી સદી ની વિચાર સરણી વાળા માણસો ની કમી નથી, સતી પ્રથા ભલે બંધ થઇ પણ સ્ત્રી આજે પણ રોજે રોજ મરીને જીવે છે, પોતાની કંઈ કેટલીએ અદમ્ય ઇચ્છાઓ ને દબાવીને બેસી રહે છે.

બધા જ રિત-રીવાજ સ્ત્રીઓ માટે , બધા જ વ્રત, તપ, જપ સ્ત્રીઓ માટે, ઘર ની આબરૂ સાચવવાની જવાબદારી સ્ત્રીઓ માટે પણ પુરુષો માટે શું???

સેંથો પુરવો ,ચાંલ્લો કરવો , વગેરે સ્ત્રીના સુહાગની કે પરણેલ ની નિશાની છે પુરુષે પોતે વિવાહિત છે એ દેખાડવા કયો શ્રીંગાર કરવાનો?? આજે પણ જે સ્ત્રી નો પતિ ગુજરી ગયો હોઈ તેના માટે "વિધવા" શબ્દ ની બધા ને ખબર હશે પણ જે પુરુષ ની પત્ની ગુજરી ગઈ હોઈ એ પુરુષ ને "વિધુર" કહેવાઈ એની કેટલા લોકો ને ખબર હશે?

વિધવા સ્ત્રી એ સફેદ કપડાં પહેરવાથી માંડી ને કંઈ કેટલાએ નિયમોનું પાલન કરવું પડે છે પણ શું વિધુર પુરુષ માટે કોઈ નિયમો છે ખરા? કે એને કેવા કપડાં પહેરવા કે ક્યાં રંગ ના પહેરવાના? આવા નિયમો સ્ત્રીઓ માટે જ કેમ છે? પુરુષો માટે કેમ નહિ?

જે સ્ત્રી ને બાળકો ના થાય એને "વાંજણી" કહે છે પણ એ સ્ત્રી ના પતિ ને શું કહે છે?

જે છોકરી ને ભાઈ ના હોઈ એને "નભાઈ" કહી ને મેણાં મારે છે પણ જે ભાઈ ને બહેન ના હોઈ એ છોકરા (ભાઈ)ને શું કહે છે?

કોઈ પુરુષ સ્ત્રી ને કાઢી મુકે કે છૂટાછેડા આપે એને "ત્યકતા" કહે છે પણ એ પુરુષ ને શું કહે છે જેને તેની પત્ની ને કાઢી મૂકી હોઈ કે છુટા છેડા આપ્યા હોઈ ?

અને હજી તો એવા ઘણા મેણાં ટોણા ને શબ્દો હશે કે જે સ્ત્રી માટે બનાવાયેલા હશે પણ પુરુષ માટે નહિ..........

કહેવતો રક્ષક પુરુષ સ્ત્રીઓને પોતાના બંધન માંથી ક્યારે મુક્ત કરશે?

કોઈ પુરુષ એમ કેમ નથી સમજતો કે સ્ત્રી ને શારીરિક જ નહિ માનસિક પણ થાક લાગે છે, શરીર પર થયેલા માર ના નિશાન તો સ્ત્રી ખોટું બોલીને પાડોશી થી છુપાવી લે છે પણ એના મન પર, એના દિલ પર એની આત્મા પર થયેલા શબ્દો ના ઘા આ પુરુષ પ્રધાન સમાજ ને કે પુરુષ ને કેમ નથી દેખાતા?

"હું તારા આસું નથી જોઈ શકતો", "મારી સામે તારે કોઈ દિવસ રડવું નહિ ", "I Hate tears "

કહેવા વાળો પુરુષ એમ કેમ નથી સમજતો કે એ આસું લાવનાર વ્યક્તિ કોણ છે, એનું કારણ શું છે?

ના, એવું વિચારવાનો, એવું સમજવાનો આ પુરુષો પાસે ટાઇમ જ ક્યાં છે?

તારે ઘર માં કામ શું હોઈ? આવું કહેનાર પુરુષો પુરા ૨૪ કલાક પણ (માત્ર ૧ દિવસ પણ ) સ્ત્રી નું કામ નથી સાંભળી શકતા. જો સ્ત્રી ૩-૪ દિવસ માટે પિયર ગઈ હોઈ તો ઘર ની હાલત કોઈ કબાડખાના થી કમ નથી હોતી પણ તેમ છતાયે પુરુષે અચૂક કહ્યું હોઈ કે, "ઘરનું કામ કરતા વાર કેટલી લાગે"? અને ઘર સાંભળવાનું કામ તો સ્ત્રીઓ નું છે અમારું નહિ. આવા પુરુષો એમ કેમ નથી સમજતા કે સ્ત્રી ઘર નું કામ સંભાળે, બાળકો ને પણ સંભાળે અને તેમ છતાયે જો જોબ કરી શકતી હોઈ તો પુરુષ કેમ નાં કરી શકે???

અને તોયે પુરુષ માટે સ્ત્રી "અબળા" જ હોઈ છે. હા, અબળા જ હોઈ છે. મારા માટે અબળા એટલે બળ વગર ની નહિ પણ જેના બળ ને માપી ના શકાઈ એવી અમાપ બળ વાળી. પણ તોયે સ્ત્રી કોઈ દિવસ તેના બળ કે શકતી નો દેખાવ પુરુષ સામે નથી કરતી.

એનું એક સામાન્ય ઉદાહરણ કે જયારે કોઈ પણ પુરુષ સ્ત્રી ઉપર હાથ ઉપાડે અને સ્ત્રી ને દસ જાપટ મારે ત્યારે સામી દસ નહિ પણ એક જાપટ તો સ્ત્રી પણ મારી જ શકે છે પણ તોયે એ એવું કરવાને બદલે ચુપચાપ માર સહન કરે છે, અને પુરુષ એવું સમજે છે કે એતો તારી ભૂલ હતી એટલે તે સહન કર્યું .....................

ત્યારે ખરેખર એમ થાય કે શું કહેવું આવા...............પુરુષો ને?

(ખાલી રહેલી જગ્યા પર ઈચ્છા પડે એ શબ્દ મુકીને વાંચવું )

"ધંધાની વાત માં તને શું ખબર પડે?" પણ એજ સ્ત્રી જયારે પુરુષ કરતા સારો બિજનેસ સાંભળી બતાવે ત્યારે, "એતો ત્યારે બજાર માંજ મંદી હતી નહિ તો આમ થાત ને તેમ થાત " ની ડંફાસ માંથી જ ઊંચા નાં આવે............

કોને ખબર સ્ત્રી આ કહેવાતા સમાજ ના રીતરીવાજો માંથી ક્યારે મુક્તિ મેળવી શકશે? ક્યારે પોતાની મરજી થી જીંદગી જીવી શકશે? ક્યારે પોતાની મરજી થી શ્વાસ લઇ શકશે? ક્યાં સુધી આ પુરુષો ના રહેમો કરમ ને એની મહેરબાની માંથી બહાર નીકળી શકશે?

આવા તો અનેક પ્રશ્નો છે જે માત્ર એક પ્રશ્ન બનીને જ રહી ગયા છે, જેના પર ચર્ચા કરવા બેસીએ તો ક્યારેય અંત જ નાં આવે જ્યાં સુધી માણસ ની માનસિકતા નાં સુધરે ત્યાં સુધી.

જયારે કોઈ દીકરી સાસરે થી હસતા હસતા ચહેરે ઘરે આવે ત્યારે ખરેખર ખુશી મળે છે. લગ્ન પછી થોડુક Adjustment કરવું પડે છે અને કરવું પણ જોઈએ એ વાત થી હું પણ સહેમત છું પણ એ બંને બાજુ થી હોવું જોઈએ દીકરી એ સાસરે જઈને કોઈ ગુનો નથી કર્યો.

સમાજ માં ઘણા લોકો સારા પણ છે કે જેઓ દીકરી માટે વિચારે છે પારકી દીકરી ને પોતાના ઘર ની લક્ષ્મી માને છે ત્યારે થાય છે કે માનવતા મરી નથી ગઈ કે ભગવાને મનુષ્ય નું સર્જન કરીને કંઈ ખોટું નથી કર્યું પણ જયારે કારણ વગર કોઈ દીકરી ને તકલીફ પડે ત્યારે એમ થાય કે જે થાય એ જોયું જશે પણ એક વાર આ વ્યક્તિ ને નારી શકતી નો પરચો તો બતાવવો જ રહ્યો.........

આશા રાઠોડ

બીજા રસપ્રદ વિકલ્પો