કોફી વિથ બૂક્સ Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી વિથ બૂક્સ

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

કોફી વિથ બૂક્સ....

"અભણ કરતા પુસ્તકો વાંચનાર શ્રેષ્ઠ છે
ગ્રંથ ધારણ કરનાર વધુ શ્રેષ્ઠ છે
તેમના જ્ઞાનને ધારણ કરનાર પ્રશ્યય છે
જ્ઞાનને વ્યવહારમાં મુકનાર સૌથી શ્રેષ્ઠ છે" -
મનુસ્મૃતિ

મનુસ્મૃતિની આ વાણી પુસ્તકોની ઉપયોગીતાની ચરમસીમા કહે છે. સાથી,દોસ્ત સગા સંબંધીઓનો સંગાથ કરતા પણ બંને પૂઠાં વચ્ચેના જ્ઞાનનો સંગાથ વધુ બહેતર છે. જ્ઞાન સામે દુનિયા ઝૂકે છે અને આ સંગાથ કર્યા પછી ક્યારેય પણ દગો મળતો નથી. જ્ઞાન હશે તો કોઇ જ્ઞાતિ નહી જોવાય અને કોઈની પાછળ ફરી ફરી બુટના તળિયા ઘસવા નહીં પડે એ તો નક્કી છે આવું જ બહુ જ ઓછું જાણીતું ઉદાહરણ અત્યંત પ્રેરણાદાયી છે જેને પૂઠાં વચ્ચેનું પામી લીધેલું અને દુનિયા જીતી બતાવી હતી.
એ દિવસો હતા 19મી સદીના જયારે અમેરિકા મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરતું હતું ત્યારે તેના પાયામાં અમુક લોકો રહેલા હતા આજે તેના વિશે અને તેના વિઝન વિસે વાત કરવી છે.
પુસ્તક સાથેની તેની સફરએ અમેરિકાના પાયા બદલવા માટે મોટો ભાગ ભજવ્યો હતો. નામ છે એન્ડ્રયુ કાર્લેન સ્ટીલ અને પોલાદનો મોટો વેપારી અને અત્યારના ધનપતિઓ કરતા વધારે નકદ રૂપિયા.એક સામાન્ય ગુલામ 'સેલ્વ' જેને એ જમાનામાં માત્ર તિરસ્કાર સિવાય બીજું કાંઈ નસીબ ન હતું અને જે દિવસે અપમાન ન થાય એ દિવસ એમના માટે સારો ગણાતો એ સ્થિતિમાંથી પસાર થઈ નંબર 1ઉદ્યોગપતિ બનનાર એન્ડ્રયુની સફર વાયા પુસ્તકથી જાય છે.....
રાતે કોલોસો વીણવાનું સામાન્ય કામ કરતો નાનો બાળક એન્ડ્રયુ નવરાશમાં સ્ટ્રીટ લાઈટ નીચે બેસતો આ જોઇને ત્યાં રહેતા એક કર્નલ તેને પુસ્તકો વાંચવા આપે છે અને પછી તો પુસ્તકોનું વ્યસન લાગી જાય છે. પુસ્તકો જોડે જેમ કોફી પીતો ગયો તેમ વિઝન દેખાતું ગયું અને ધીમે ધીમે લાગ્યું સાલું આમ કોલસા વીણીને થોડું જીવાશે? આથી થોડા થોડા રૂપિયા ભેગા કરી એક દિવસ સૌથી મોટો સ્ટીલનો વેપાર કરી ધનપતિ બની બતાવે છે સ્લેવ ગુલામ કરતો બાળક મહાસત્તાના પાયામાં મહત્વનું યોગદાન આપે છે કારણ કે એને 'કોફી'નો નશો હતો.....
આવા તો કેટલા ઉદાહરણ આપવા? દરેક ફિલ્ડમાં આવતો સિતારો વાયા પુસ્તક દ્વારા આવતો હોય છે એ તો આપણે ખ્યાલ જ છે છતાં આપણે બૂક્સ તરફ એક પ્રકારની સુગ કેળવી બેઠા છીયે અને આપણી જોડે તેને વાંચવાનો સમય નથી બોલો.
નવા વર્ષના શરૂઆતના દિવસોમાં ફેસબુકના c.e.o પોતાની ટાઈમલાઈન પર પુસ્તકના ખડકલા વચ્ચે પોતાનો ફોટો પોસ્ટ કરેલો અને લખેલું કે challenge to my self ફેસબુકના યુઝર્સને મોજ કરાવતો 'માર્ક' પણ આ 'કોફી'નો નશો કરવામાં માને છે ને આપણે સાલો સમય જ નથી વાંચનનો....
કોઈ પુસ્તક ન વાંચીએ તો કાંઈ નહીં પણ દર બુધવારે અને રવિવારે આવતી પૂર્તિ વાંચીએ તો પણ ઘણું બધુ મળી શકે એમ હોય છે. નવું સાહિત્ય ફેસબુક પર પણ બહુ મુકાતું હોય છે જેનું રસપાન પણ રસપ્રદ હોય છે.
કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય એ લેખક કે કવિની અભિવ્યક્તિ હોય છે પોતે જીવેલું જોયેલું અને અનુભવના એરણ પર ટીપાઈને જગત સમક્ષ આવતું હોય છે. પોતાની કલ્પનાની રંગ પુરી અને એક સરસ રંગોળી તૈયાર કરે છે જે આપણી સમક્ષ મુકાતી હોય છે. આ રંગોળીમાં જૂનાં લેખકોની શૈલી હોય તો કયારેક સમાજ સામેનો બળવો હોય તો કોઈ વખત પોતાની આસપાસની પ્રકૃતિની વાત હોય છે આથી દરેક દેશ પાસે સાહીત્ય જુદા પ્રકારનું છે.
ઇંગ્લેન્ડ પાસે હેરી પોટર છે તો અમેરિકા પાસે ટવાઈલાઈટ છે તો ભારત પાસે iit ની વાતો છે તો શિવ રામ અને કૃષ્ણ પર અધધ વાતો છે સાંસ્કૃતિક સાહિત્ય પણ આધુનિક સમાજ સમક્ષ આવી રહ્યું છે જેનો સ્વીકાર પણ થઈ રહ્યો છે જેનાથી નવી પેઢીને નવી દ્રષ્ટિ મળી રહી છે.
ક્યાંક વાંચેલું કે "books reading એટલે શું? B bold
O observations
O out to other
K knowledge
S sober
R recall
E empowerment
A Action
D development
I
inspiration N network
G guide


આ દુનિયામાં એટલું સાહીત્ય છે કે જેનો પાર નથી. સાગર પાર થાય મહાસાગર પર ફતેહ મળી શકે પણ કોઈ એક જ ભાષાના સાહિત્ય પણ વિજય નથી મળી શકતો. જન્મો ઓછા પડે એટલું સાહિત્ય પ્રગટ છે અને બનતું જ જાય છે આથી જ કદાચ પંડિતોએ 16 જેટલા રસોમાં રસિકો માટે અલગ પાડી દીધા છે જેને જેવું જોઈએ તેવું સાહિત્ય મળી રહે.
કોફી વિથ બૂક્સથી દુનિયાને ખુબ જ ફાયદામાં રહી છે. ટ્રેનના એક સ્ટેશન પરથી મોહન ચડે છે અને ઉતરનાર મહાત્મા હોય છે આ ચમત્કાર છે આ કોફીના કે રસ્કિનને વાંચ્યા બાદ દુનિયા માટે મસીહા બની ગયા તો એ એ જ ગાંધી છે કે જેને આખી ગીતાને 'અનાશકિત યોગ' કહી દીધી જેમાંથી જરૂર પડતા માર્ગદર્શન લેતા અને ક્રિષ્નને સત્યના નવા જ સ્વરૂપમાં જોયા. ભારતની આઝાદી માટે યોગ્ય દોરવણી મળી તો આ જ શબ્દો જે પાનાની અંદર ધરબાયેલા પડ્યા હોય છે.
જ્યાં પુસ્તકોનું વાંચન મનન અને ચિંતન થતું હોય ત્યાં જ્ઞાનનો દરિયો છલકતો હોય છે અને ઓબામા કહે છે knowledge is the currency of 21st century આ દરિયો ખારો નથી હોતો પણ તે તો સમગ્ર સમાજને મીઠાશ આપતો હોય છે. જ્ઞાન પોતાની જોડે જોડે સમજણ લાવે છે માણસની માનસિક સ્થિતિ બળવાન કરે છે તેમાં નિર્ણયશક્તિ નેતૃત્વશક્તિના પ્રાણ ફૂંકી એક નવી ઉંચાઈ આપે છે.
સમજણ એટલે કે understanding જ શાંતિની શીતળતા આપે છે જેના માટે આખી જિંદગી વલખા મારીએ છીયે તે શાંતિ રૂપિયાથી વધુ આ પુસ્તકોમાં છે જેનાથી મળતી સમૃદ્ધિ લીલી પત્તી વળે મળતી સમૃદ્ધિ કરતા કઈ ગણી વધુ હોય છે અને સાસ્વત સુખ મળે છે

એક મહાપુરુષએ કહેલું છે કે "હું યુનિવર્સિટીમાં નથી માનતો હું લાયબ્રેરીમાં માનું છું" લાયબ્રેરીમાંથી મળતું જ્ઞાનએ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી કરતા વધુ સમૃદ્ધ હોવાનું. સફેદ કાગળ પર અમર થઈ ગયેલા કવિ અને લેખકોના વિચારો એ એક કલાકના ક્લાસ કરતા વધુ બહેતર રહેવાના એ તો નક્કી જ છે.
જિંદગીની સાચી સોડમ મહેક આ પુસ્તકોમાં જ છે અને એ પણ જો જુના ઝીર્ણ થઈ ગયેલા પેજની ખુશ્બુ નસીબ વાળાને જ નસીબ થાય છે.
જીવનથી થાક્યા હાર્યા હોઈએ અને જયારે કોઈ આપણી વાત સાંભળવા માટે નવરા ન હોય ત્યારે આ 'કોફી' પીવા જેવી બની રહે છે જીવનને એક નવી જ દિશા અને નવા વળાંક પર મૂકી દે છે જ્યાંથી આગળ શું કરવું અને ક્યાં જવું એના દ્વાર ખોલી જશે. વળી આ 'કોફી' ક્યારેક બળજબરી નથી કરાવતી શું ધારણ કરવું અને શું છોડી દેવું એ આપણાં પર હોય છે.
જીવનથી થાક્યા હાર્યા હોઈએ અને જયારે કોઈ આપણી વાત સાંભળવા માટે નવરા ન હોય ત્યારે આ 'કોફી' પીવા જેવી બની રહે છે જીવનને એક નવી જ દિશા અને નવા વળાંક પર મૂકી દે છે જ્યાંથી આગળ શું કરવું અને ક્યાં જવું એના દ્વાર ખોલી જશે. વળી આ 'કોફી' ક્યારેક બળજબરી નથી કરાવતી શું ધારણ કરવું અને શું છોડી દેવું એ આપણાં પર હોય છે કેમ કે રોજ હજારો પુસ્તક બહાર માર્કેટમાં આવે છે લવ સ્ટોરી હોય કે સક્સેક સ્ટોરી તો ક્યારેક બીભત્સ સાહિત્ય પણ બહાર આવતું હોય છે પણ એના પર કોઈ સરસ આવરણ મૂકી દિધું હોય છે જેથી આપણે ક્યાંક લપસી પડીએ.

"અમને બુકે નહીં બૂક્સ આપો
પેપ્સી નહીં પુસ્તક આપો
ગ્રંથિ છોડી ગ્રંથ અપનાવો
ગ્રંથ બતાવે પથ"

  • Poojan N. Jani