નશા હે યે પહેલે પ્યાર કા પણ Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નશા હે યે પહેલે પ્યાર કા પણ

નશા હે યે પહેલે પ્યાર કાં, પણ?....

"લાગણીને ક્યાં પાળ હોય છે,

એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય."

આવી ગયો પ્રેમ.... હાં,14મી ફેબ્રુઆરી ફરી આવી ગઈ છે રેડી છો ને પ્રેમના આ દિવસને માંણી લેવા તેનો ભરપુર આનંદ લેવા. 364 દહાડા જેની રાહ જોઈ હોય એ દિવસનો સુર્ય આકાશમાં આવી ગયો છે. કહી દે ને એ વાત એને જેની માટે તે જીવન જીવવાનાં સપના જીવ્યા હતા. તારા દિલના દસ્તાવેજ ખોલી અને વંચાવી દે અને રાહ જો એના ઓટોગ્રાફની...

I love you કહેવા માટે પેલી શરત એ છે કે આપણે પ્રેમ થયો છે કે નહિ એની ખબર હોવી જોઈએ. આમ તો પ્રેમ અને પ્રજનન કોઈને શીખવવા નથી પડતા એ તો આપોઆપ થઇ જાય છે કેમ કે કુદરતી વસ્તુ છે આ બંને છતાં પણ 'પ્રેમ-રોગ' થાય નિદાન કરવા વાળા કોઈ ડોક્ટર હજી સુધી યુનિવર્સીટી બહાર નથી પડ્યા. આ રોગ થયા પછી જોવા મળતું ગાંડપણ વિશે શેખાદમ આબુવાલા આમ કહે છે.

તું એક ગુલાબી સપનું છે.

હું એક મજાની નીંદર છું.

ના વીતે રાત જવાનીની,

તે માટે હું પણ તત્પર છું.

છું શાંત ને ગંભીર ભલે,

શરમાળ છે મારા નીર ભલે.

ઓ પૂનમ ઘુંઘટ ખોલ જરા,

હું એ જ છલકાતો સાગર છું.

તું પ્રશ્ન છે મારી પ્રીતિનો,

હું તારા રુપનો ઉતર છું.

આવું કાઈ જોવા મળે તો સમજી લેવું તમને પ્રેમ થયો હશે અને તમે કોઈને I love you કહી શકશો.

...............

સંત વેલેન્ટાઈન ને અપાયેલી ફાંસી એટલે 'વેલેન્ટાઈન ડે'. એક વાત મુજબ તેમણે પોતાના છેલ્લા પત્ર માં લખ્યું હતું 'ફ્રોમ યોર વેલેન્ટાઈન'અને ત્યારથી ૨૦૧૬ સુધી આ પ્રિય પાત્ર ને આ નામ વડે સંબોધાય છે. એક રીતે વિચારીએ તો પ્રેમ માટે કઈ એક દિવસ ન હોય એ તો કચ્છડા ની જેમ બારે માસ હોય. પ્રેમ માટેના એ જ ૨૪ કલાક સાચવવાના નથી હોતા પ્રેમ તો જીવન પર્યત હોય છે પણ એટલું તો હું યુવાનો તરફી રહી કહી શકુ કે એ દિવસને એક પ્રતિક તરીકે ઉજવી શકાય જેમ આપણે દિવાળી સહીત દરેક તહેવાર ઉજવીએ છીએ.

જમાનો તો એટલો ફાસ્ટ છે કે આજના યુવક અને યુવતીઓ દરેક ૧૪ મી ફેબ્રુઆરી નવા પાત્ર જોડે હોય છે દર વખતે 'વેલેન્ટાઈન' બદલી જાય અને આવી 5 થી 6 ૧૪ ફેબ્રુઆરી આવે પછી (લગભગ તે પછી મેરેજ થઇ જાય છે) આવો અનુભવ જો તમારો હોય તો આ માત્ર ટાઈમપાસ છે સોરી ટુ સે કેમ કે સાચો પ્રેમ ફક્ત એક જ વખત થાય છે અને એમાં પણ ક્યાંક દગો મળે તો આ શબ્દ ની ફિલોસોફી પર ભરોશો રહેતો નથી. પેલું અંગ્રેજી ગીત ની બે લાઈન છે ને

Love can touch us one time and last for lifetime

બાકી કાં તો તમે હવસના ભૂખ્યા છો કાં તો તમારી જોડે રૂપિયા બહુ છે કાં તો તમારા માં કોઈ લાગણી નથી.

Science ની નજરે જોઈએ તો પ્રેમ એક અચળ પદ છે. સર્જનહારે જ્યારે સર્જન કર્યું ત્યારથી પ્રેમ નામનું રસાયણ ઉમેરી દીધું છે અને હજુ સુધી એમાં જરા પણ ફર્ક પડ્યો નથી. ૫૦૦૦ સાલ પહેલા કાનની રાસલીલા હોય કે દ્રૌપદી અને પાંડવો હોય તો રામ અને સીતા હોય દરેકે પ્રેમ કર્યો હતો. દરેક ઈશ્વરે પ્રેમ કરી બતાવ્યો હતો અને તેને નિભાવી પણ દીધો હતો પણ એના અનુયાયીઓ એટલે કે આપણે બધા પ્રેમ ને આછકલાઈ સાથે જોડી દીધો. આજે સમાજને 'પ્રેમ' નામના શબ્દથી જ સુગ છે એટલે જ આપણી સામે સેક્સ સબંધિત અનેક વણઉકેલ્યા પ્રશ્નો છે

ઉર્વીશ વસાવડા પ્રેમ ને માત્ર સ્પર્શથી સરખાવે છે અને કહે છે કે

"સ્પર્શ થી કહેવું હતું કહેવાઈ ગયું,

ના થયો બીજો કશો સંવાદ કૈ"

આ પ્રેમ છે જ્યાં માત્ર સ્પર્શ જ બધું છે બાકી બધું બાજુ પર. આજે યુવાન છોકરા કે છોકરી ને m.b.b.s. કે b.e. ના પેપર એટલા અઘરા નહી લાગે જેટલું અઘરું પ્રેમ નો ઈઝહાર કરતાં લાગતું હશે. સાચી લાગણી દર્શાવવામાં ક્યાંક તેને સમાજની માતા પિતા ની શરમ નડતી હોય છે તો એક બીજી વાત એવી પણ ઉડીને આંખે વળગે છે કે પ્રોફેશનલ સ્ટડી કરતાં યુવાનો લગભગ ૩૦ ની ઉંમર સુધી તો ચોપડી ને જપ્રેમ કરતાં હોય છે આથી કુદરતે આપેલી મુગ્ધા અવસ્થા ક્યાંક ખોવાઈ જાય છે.

...............

આજે એક વાત તો અમે સમજી ગયા છીએ કે અમારે કેમ રહેવું પડશે સાવ દેવદાસ જેમ પણ નહિ અને સાવ કોઈ સાધુ જેમ પણ નહિ અમારે મિત્રતાથી એક ડગલું અને પ્રણય થી એક કદમ પાછળ કેમ કે દરેક ને ઉજળું કેરિયર બનાવવું છે. એટલે ધડામ દઈને Will you marry me? ન કહેવાય. કેરીયર બનાવવાની લત ન તો યુવાનીમાં પ્રેમ કરવાની છૂટ આપે ન તો પછી પ્રેમ કરવાનો સમય, કાઈ ઉપાય નથી આ બાબતોનો આથી સ્વીકારે જ છુટકોપ.

જોન સિયાર્ડ પહેલા પ્યારને વધુ આગળ લઈ આગળ જતા કહે છે કે ''
પ્રેમ યુવાનો માટે શારીરિક આવેગ
પ્રેમ પ્રૌઢો માટે એ આદત છે,
પ્રેમ યુવાનો માટે જરૂરિયાત છે"
કોઈ પણ જાતની વધારે વ્યાખ્યા અપનાવા કરતા આ ત્રણ લીટી યાદ રાખવાથી જીવનમાં પહેલા પ્રેમનો નશો જળવાઈ રહેશે અને પેલી વાઈનની માફક વધતો રહેશે જે જેમ જૂની થાય તેમ વધુ નશો કરે એમ પ્રેમ વધુ નશો આપશે જેની માદક અસર જીવનને વધુ જીવવા લાયક બનાવશે એ નક્કી છે....
એક વાત તો નક્કી છે પહેલો પ્રેમ પૂછીને ન થાય. પૂછી પૂછીને પંડિત થવાય પ્રેમી નહીં. માશૂમ નજરે બંધ હોઠ, ખુલ્લી આંખો, નમણું નાક, કૂણી દાઢી, ભરાવદાર સ્તન અને ખુલ્લી છાતીની રૂંવાટી જોઈને પ્રેમ થઈ જતો હોય છે અને આ પ્રેમને નિભાવવા માટે મગજની સમજદારી જોઈએ તો જ કાંઈ આગળ વધી શકાય બાકી ગાડી ફેસબૂક વ્હોટ્સ એપ્પથી આગળ નહીં વધે એ નક્કી છે....

પ્રેમ ના નામે તરવા કરતા પ્રેમ વડે તરવામાં વધુ મજા અને રોમાંચ લાગે એટલે જ કદાચ સમાજ વ્યવસ્થામાં થોડા ગાબળા પડ્યા હોય એવું અમુક લોકોને લાગે છે અને આ એવા જ લોકો છે જે બધું ભોગવી મજા માણી અને પછી કહેશે યાર દ્રાક્ષ ખાટી છે.......... અરે અમને તો દ્રાક્ષ સુધી પહોચવા દયો.

"કોઈ કિસી કો ચાહે તો કયું ગુનાહ સમજતે હૈ લોગ,

કોઈ કિસી કી ખાતર તરસે અગર તો હસતે હૈ લોગ."

પ્રેમના નામ પર વર્ષોથી આઝાદ રહેતો યુવાન જે હવે પુરુષ બનતા પોતાની આઝાદી ખોઈ બેસે છે અને એક જવાબદાર વ્યક્તિ બનતો હોય છે તો બીજી તરફ યુવતી કે જે પ્રેમ કરવાની પાછળ પોતાનું સુખ દાવ પર લગાવે છે જે કઈ કરે એમાં પોતાનો વિચાર પછી કરે પેલા ગમતા પાત્રને ધ્યાનમાં રાખે છે એ વાત પણ બંધન છે છતાં પ્રેમનું બંધન કોને ન ગમે?

Winning shot '
એક છોકરાએ સિટ્ટીનો હીંચકો બનાવી,
એક છોકરીને કીધું લે ઝૂલ
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે.....
રમેશ પારેખ

  • Poojan N. jani