સમય મંથન Dhruv Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય મંથન

સમય

સ્વીકાર કરવું કે ના કરવું એ માનવીનાં હાથમાં છે જ્યારે સમયની ગતિ તો એકધારી પરિવર્તિત થનાર અને નાવિન્યસભર હોય છે, "Flavours of Life Are Born by Time". જીવનનાં અનેક રંગો સમયને આધિન હોય છે, એકરીતે તો સમયને સાચો સાથી માનવો જ રહ્યો કારણકે સમય જ હંમેશા માનવી સાથે જોડાયેલો રહે છે, સુખ કે દુઃખ ક્યારેય કાયમી હોતાં નથી.

દુનિયાનાં રંગમંચ પર માન​વી અને જિંદગી કરતાં પણ વધુ મોટો કિરદાર સમય નિભાવે છે, સમય જ જિંદગી નો કર્તાહર્તા છે, "This Time Will Never Come Again" માનવી એ હાલ તો આમ જ વિચાર​વું રહ્યું. કારણ કે સરી ગયેલી પ્રત્યેક ક્ષણ ભૂતકાળ રહી જાય છે. અને એ ક્ષણો ને ફરીથી જીવી કે માણી શકાતી નથી. જેવી રીતે ટ્રેનમાં જુદાં જુદાં ડબ્બાઓ હોય છે એવી જ રીતે સમય નાં જુદાં જુદાં તબક્કાઓ હોય છે. આ બધાં જ તબક્કાઓ માં માનવી મુસાફરી કરતો હોય છે. ક્યારેક તબક્કાઓ સુખદાયક હોય તો ક્યારેક દુખદાયક પરંતું આવાં તબક્કાઓ ને માણ​વાની મજા અલગ હોય છે.

દરેક માણસે જીવનમાં ઘણાં બધાં કિરદારો નિભાવ​વાંનાં હોય છે. કિરદારો ગમે તે હોઇ શકે, લાગણીઓનાં માપ અલગ હોઇ શકે, ક્યાંક ઘણી બધી તો ક્યાંક સાવ ઓછી, પરંતુ એ માન​વી તો એક જ રહેવાનો છે, માટે જ માન​વી એ પરિપક્વ બન​વું જોઇએ ઓછામાં ઓછું માન​વી એ સમય સાથે મળીને સામાન્ય જીવન તો જીવ​વું જોઇએ( નિમ્ન કક્ષામાં હું માનતો નથી) માન​વી ઘણું ઇચ્છ​વાં છતાં સમય ને જાકારો આપી શકે નહીં. બધાં ને ખબર છે કે સમય સમય નું કામ કરે જ છે, છતાં બધાં સમય ને દોષ આપે છે, માન​વીનાં જીવન માં કષું જ નિશ્ચિત નથી. સમય માન​વી ને હંમેશાં જીવતાં શીખ​વાડે છે, ઘણાં માણસો એમ કહે છે કે જીંદગી યુધ્ધનાં મેદાન જેવી છે, જ્યાં માન​વીએ લડ​વાનું હોય છે. પરંતું શું જીંદગી ને તમે સકારાત્મક દ્રષ્ટિકોણથી ન જોઇ શકો? શું કામ યુધ્ધનું મેદાન માન​વું જોઇએ? જીવનમાં હાર અને જીત જેવાં શબ્દોનો ઓછો ઉપયોગ થાય તો જ સારુ. કારણ કે આવાં શબ્દો માણસ ના. જીવનને ભયાનક્તા સિવાય કશું જ નથી આપતાં. માન​વી તણાવમાં રહે છે, હંમેશાં ડરે છે, ડર​વાનું કાયમી કારણ અનિશ્ચિતતાં છે, આપણને ખબર જ હોય છે કે આનો કોઇ જ ઓપ્શન નથી માત્ર સમય જ સર્વોપરી છે, તો પછી નાહક ની કોઇ જ ચિંતા થી શું ફાયદો મળે? માન​વી પોતાનાં કર્મ માં નિષ્ઠા દર્શાવે અને સારી રીતે જીવે તો સમય સાથ આપે જ. દુનિયામાં કોઇ જ વસ્તુ અંતિમ નથી હોતી, તો તમારાં સુકર્મો આધીન પ્રયાસો પણ અંતિમ ન હોવાં જોઇએ.

યાદ રાખ​વું કે જીત કે હાર માટે આપણે નથી જીવી રહ્યાં, તમને જે કાંઇ મળ્યું છે અથ​વાં જે કાંઇ મળશે એને દુનિયા ગમે તે કહે સહર્ષ સ્વીકારવું જ રહ્યું. જો એમ માનશો કે "જીત"મળી તો વધું લાલચી બનશો, અભિમાન કરશો, અને "હાર" માનશો તો ઇર્ષ્યા આવશે, વધુ તણાવ અનુભ​વશો. જે કાંઇ પણ મળે આનંદ સહ સ્વીકાર કર​વું જોઇએ, પુરાં હાસ્ય સાથે સ્વીકાર કરો, સમય ને માન આપો આ અનિવાર્ય બાબત છે.

સંજોગોવસાત માનવી ઘણીવાર નાસીપાસ થતો હોય છે, પરંતુ તો જો તે એમ વિચારે કે સમય જ મૂલ્યવાન છે અને એના સિવાય આપણી જિંદગીનો પાક્કો નિર્ણય કોઇ નહીં લઇ શકે તો તે મૂંઝાવાની પ્રક્રિયાથી જરાં બહાર નીકળી શક્શે, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે મુશ્કેલીઓ આવે માત્ર આપણાંથી થતાં કર્મો જ આપણાં થી નિસ્બત ધરાવે છે, સમય ચાલકબળની ભૂમિકા નિભાવે છે, જેનાં નક્કી કરેલાં ફોર્મેટમાં જ બધા એ ચાલવાનું હોય છે, જો જરા આગળપાછળ થયાં તો લપસી જવાય છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો છે, ઉલ્લેખનીય છે કે ભૂતકાળ પણ સમય આધારિત હતો, વર્તમાન પણ સમય આધારિત છે અને હવે આવશે એ ભવિષ્ય પણ સમય આધારિત જ રહેશે તો સમયને જ સર્વશક્તિમાન માનવામાં કોઇ છોછ ન હોવો જોઇએ.

ખુલ્લી વાત - સમય ઉપર સંપુર્ણ ભરોશો રાખનાર માણસ શાંતીથી જીવી શક્તો નથી, સમય તો માત્ર રસ્તો છે માન​વી એ ખુદ એના પરથી પસાર થ​વાનું હોય છે, સકારાત્મક્તા સાથે.....