પ્રેમ ની ભિખ Sachin Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની ભિખ

પ્રેમની ભીખ

સચીન પંકજભાઈ મોદી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રેમની ભીખ

ખબર નહિ કેમ આજે પણ એ મનોહર દ્રશ્ય જોવા દિલે મગજ ને ને ટકોરા મારી મારી ને જગાડયું. શરીર પણ મગજ ના ઈશારે આળસ ને તિલાંજલી આપી સીધે સીધુ છેલ્લા ત્રણ દિવસ ની જેમ બાલ્કની માં જઈ એ અદ્‌ભુત ઘટના જોવા ખડાયી ગયુ.આંખો ઘડીક માં ઘડિયાળ તરફ તો ઘડિક માં બહાર રસ્તા પર મંડાયી રહિ હતી. ૭ઃ૩૦ થવામાં થોડીક જ વાર હતી છતાં આજે એ સ્કૂલ બસ કેમ ના આવી? . સામે દેખાતી સ્કૂલ માં લોકોની ચહલપહલ ચાલુ થઈ ગયી હતી મતલબ આજે સ્કૂલ ચાલુ તો છે જ પણ હજુ એ સ્કૂલ બસ કેમ ના આવી? ફ્લેટ ની નીચેના ફૂટપાથ પર નજર કરી ચકાસી લીધું કે એ ભીખારી તો હરરોજ ની જેમ ધાબળો ઓઢી ટૂંટીયુ વાળી ને બેસેલો જ હતો. આ ભિખારી ની વર્તણુક થોડી અજીબ હતી ના તો એ કોઈની પાસે ભીખ માંગવા હાથ લંબાવતો કે ના તો પોતાનો ચહેરો કોઈને દેખવા દેતો. અને બપોર પછી ખબર નહિ આ ભિખારી ક્યાં અદ્રશ્ય થઈ જતો. આ બધા સવાલો ના ચક્રવ્યુહ ને બસ ના હોર્ન એ વિખેરી દિધો. અચાનક મારી નજર એ બસ પર પડી જેની હું આતુરતા થી રાહ જોયી રહ્યો હતો. બસ સ્કૂલ ના દરવાજા આગળ ઊંભી રહેતા ધમાચકડી મસ્તી કરતા નાના ટાબરીયાં ઊંતરી પડયા. મરૂન કલર ના સ્વેટર અને નીચે કથ્થાઈ કલર નુ પેંટ પહેરેલા ભણતર રૂપી ભાર લાગતા મોટા મોટા સ્કૂલ બેગ લઈ ૫-૬ વરસ ના ટબુરાઓ ઊંતર્‌યા. બાળકો ના વજન થી એમની સ્કૂલ બેગ નુ વજન ઘણુ વધારે હતુ, બિચારા ટબુરા ઓ આ વજન ઊંપાડી ઊંપાડી ને કમર માંથી વળી ગયા હોય એવુ જણાતુ હતુ. બધા બાળક ઊંતરી ગયા પણ હજુ સુધી એ બાળક દેખાયુ નહિ. મેં બાલ્કની માં થી નમી ને પણ જોયુ કદાચ એ બસ માં જ બેઠો હોય એટલા માં બધા બાળક ઊંતરી ગયા પછી છેલ્લે એક બાળક ઊંતર્યુ.હું આ જ બાળક ની રાહ જોતો હતો.રોજ ની જેમ એ બાળક સીધુ પેલા ભિખારી તરફ આગળ વધ્યું.એને આવતુ જોતા એ ભિખારી એ પણ પોતે ઓઢેલા ધાબળા માંથી મોઢુ બહાર કાઢયું.બાળક ના મોઢા પર એ ભિખારી નુ મોઢુ જોતા જ ખુશી છવાયી ગયી.પાછળ લટકાવેલી બેગ ઊંતારી એ બાળક એ એ બેગ પોતાના હાથ માં આગળની બાજુ ઘસડતો ઘસડતો એ ભિખારી પાસે ગયો.

જેમ જેમ એ બાળક એની નજીક જઈ રહ્યો હતો એમ એમ એના મોઢા પર માસૂમતા અને ઉલ્લાસ વધુ જળકી રહ્યા હતા. રોજ ની જેમ એ બાળક એ ભિખારી ની સામે સ્નેહ થી ઊંભુ રહ્યુ. ભિખારી એ એ બાળક ના માથે હાથ ફેરવતા જાણે એ આવડા નાનકડા અમથા બાળક ને ઈશ્વર ની અનુભૂતિ થઈ હોય એમ આંખો મીચી ને ઊંભુ રહયુ. બાળકે તરત એ ભિખારી નો હાથ પોતાના નાના હાથ થી પકડી ચૂમી લીધો.આ જ દ્રશ્ય જોવા હું છેલ્લા ત્રણ દિવસ થી આતુર હોવુ છું.હરરોજ ની જેમ એ બાળક પોતાની બેગ ખોલી પોતાનુ લંચ બોક્સ ખોલી એમાં રહેલો નાસ્તો એ ભિખારી ના જોલા માં મૂકી દે છે. હજુસુધી આ બંને વચ્ચે કોઈ જ સંવાદ નથી થતો બસ એકમેક ની આંખો થી વાત કરતા હોય છે. હરરોજ ની જેમ એ ભિખારી નાસ્તો લેવાની ના પાડતો પોતાનુ ડોકુ ધુણાવી ના પાડે છે અને હરરોજ ની જેમ એ બાળક એ ભિખારી ના બન્ને હાથ પોતાના નાના હાથ થી પકડી નાસ્તો સ્વીકારી લેવાનુ કહે છે અને એ ભિખારી આ નાના બાળક ની જીદ આગળ નતમસ્તક થઈ બેસી રહે છે. બસ આટલી જ મૂલાકાત કરી એ બાળક પોતાની સ્કૂલ બેગ વાખી સામે નો રસ્તો ઓળંગી સ્કૂલ સુધી પહોંચે છે. સ્કૂલ ના ગેટ પાસે પહોંચી ફરી બાળક એક વાર એ ભિખારી સામે જોયી દોડીને સ્કૂલ માં જતો રહે છે.ફરી પાછો એ ભિખારી ધાબળો ઓઢી મોં છૂપાવી લે છે.આ ઘટના નો સાક્ષી હું લગભગ ત્રણ દિવસ થી બનુ છુ. અને મારા ફ્લેટ ના નીચે બનતી આ ઘટના મને આશ્વર્ય માં મૂકી દે છે.આ આખી ઘટના પર પડદો ઊંઠાવવા હું આ ઘટના નો રોજ સાક્ષી બનતો અને રોજ મારૂ મન વિસ્મય માં મુકાયી જતુ કે આ બાળક અને આ ભિખારી વચ્ચે સંબંધ શુ છે?

આ આખી ઘટના મેં મારી પત્નિ ને કહિ ,તેણીને પહેલાં તો માનવા માં ના આવ્યુ એટલે એણે પણ નક્કી કર્યુ કે હું પણ આ ઘટના જેઈશ.

હવે રોજ મારી સવાર આ ઘટના જોઈ ને જ પડતી હોય એમ સવારે હુ બાલ્કની માં ખુરશી નાખી ને બેઠો.

મારી પત્નિ પણ કોફી નો મગ લઈ આ ઘટના જોવા મારી બાજુ માં ઊંભી રહી ગઈ.

મારી નજર સામે સ્કૂલ ના ગેટ પર પડતાં મેં વાંચ્યુ કે ત્યા મોટુ હોર્ડિગ લગાવેલુ જેની પર લખેલુ કે "ુી ટ્ઠિી ુીઙ્મર્ષ્ઠદ્બૈહખ્ત ંરી ટ્ઠિીહંજ ર્કિ ટ્ઠહહેટ્ઠઙ્મ ર્િખ્તટ્ઠિદ્બ"

મે મારી પત્નિ એ બતાવતા કહ્યુ આજે તો સ્કૂલ માં એન્યુઅલ ફંક્શન છે એટલે બધા બાળકો એમના વાલી સાથે આવશે. આ બોલી ને તરત હુ બાલ્કની પર ઝૂકી ને જોયુ તો એ ભિખારી રોજ ની જેમ એ જ અવસ્થા માં બેઠેલો. મારી પત્નિ એ મને કાંઈક કહ્યુ પણ મારૂ ધ્યાન ના હોવાથી એ હું સાંભળી શક્યો નહિ. મારા મન માં ઘણા તર્ક વિતર્ક ઉદ્‌ભવા લાગ્યા કે આજે જો એ બાળક એના મા બાપ સાથે આવશે તો શું એ બાળક રોજ ની જેમ એ ભિખારી ને મળશે? શું મારે આ ઘટના ની જાણ એ બાળક ના વાલી ને કરવી જોઈએ?

આ બધા વિચારો ચાલતા હતા એવામાં ગાડી, સ્કૂટર ની ચહલપહલ વધી ગયી.બાળકો ના વાલીઓ નો એન્યુઅલ ફંક્શન માં હાજરી આપવા માટે નો ધસારો વધતો ગયો.મારા ફોન માં અચાનક રિંગ વાગતા, હું ફોન રિસિવ કરવા મારો ફોન બેડરૂમ માં ચાર્જિગ માં મૂક્યો હતો ત્યાં ગયો. જેવો ફોન રિસિવ કરવા ગયો કે ધડામ એવો અવાજ સંભળાતા હું ફોન પડતો મૂકી બાલ્કની માં જઈ જોયુ તો નીચે માણસો નુ ટોળુ ભેગુ થયેલુ.

મારી પત્નિ બાલ્કની માં હતી એટલે મેં પૂછયુ શુ થયુ નીચે?

તેણીને કહ્યુ " ખબર નહિ હું તો મારા મેસેજ ચેક કરતી હતી ને એકદમ કોઈ ગાડી એ જોરથી બ્રેક મારી હોય એવા અવાજ સાથે ફૂટપાથ પર ચડી ગયી અને દિવાલ સાથે અથડાયી હોય એવો અવાજ આવતા હું ઘભરાયી ને અંદર આવી ગયી.

" સારૂ, હું નીચે જાઉ છુ કોઈને જાન હાની ના થયી હોય તો સારૂ"

"ઊંભા રહો હું પણ આવુ છુ એમ કહિ તેણી પણ મારી સાથે નીચે આવવા તૈયાર થઈ."

ઝપાટાભેર નીચે ઊંતરી જોયુ તો ફ્લેટ નો સિક્યારીટી ગાર્ડ પણ એની જગ્યા એ નહોતો કદાચ એ આ ઘટના સ્થળે પહોંચી ગયો હશે.

સોસાયટી ની બહાર જતા જોયુ તો એક કાર દિવાલ સાથે અધમૂયી હાલત મા અથડાયેલી હતી.રોડ પર ચક્કાજામ થયી ગયો હતો. ઘટના સ્થળે માણસો નુ મોટુ ટોળુ ઊંભરાઈ ગયુ હતું.

અમે સીધા ટોળા તરફ ધસી જઈ જોયુ તો અમારી સોસાયટી નો સિક્યોરીટી ગાર્ડ પણ ત્યાં ઊંભો જોઈ એની પાસે જઈ પૂછ્‌યું " બાંકેલાલ ક્યા હુઆ"

" અરે સાબજી એક ગાડી સામને વાલે ડિવાઈડર પે ચડ કે સીધા યે ફૂટપાથ પે આ ગયી ઓર યે દિવાલ સે ટકરા ગઈ" ડિવાઈડર અને પછી ગાડી તરફ આંગળી કરતા એણે કહ્યું

"કિસી કો કુછ હુઆ તો નહિ? ગાડી મેં કોન થા? "

મેં આજુબાજુ અને ગાડી તરફ જોતા પૂછ્‌યુ.

ગાડી ની બાજુ માં જઈ જોયુ કોઈ ગાડી ની અંદર તો નથી ને અચાનક એ રોજ જોયેલી નાની આંખો મને દેખાયી. ગાડી ની બારી માંથી બીજી બાજુ એ ઊંભેલુ કાંપતુ થરથરતુ એ બાળક કોઈ સ્ત્રી નો પાલવ પકડી ને ઊંભેલુ જોયુ. રોજ હસતા મલકાતા એ ચહેરા ને આજે આવો ઘભરાયેલો જોયી બે ઘડી મારૂ મન સુન્ન થઈ ગયુ. અચાનક કોઈ જોર જોર થી ગાળો ભાંડતુ સાંભળ્યુ તો મે ભીડ હટાવી જોવાની કોશીશ કરી તો મારૂ ધ્યાન નીચે લોહીલુહાણ થયેલી હાલત માં પડેલા એક વૃધ્ધ પર પડી બાજુ માં લોહી થી તળબળ થયેલો એ ધાબળો જોતા જ મારો એક ધબકારો ચૂકી ગયો આ એ જ ધાબળો છે જે અહિંયા બેઠેલો ભિખારી ઓઢી ને બેસતો. આજે આ બાળક અને આ ભિખારી બંને ને આવી હાલત માં જોતા મારૂ મન ચકરાવે ચડયુ. ગાડી ચાલક ને લોકો ગાળો ભાંડતા હતા અચાનક કોઈએ એ ચાલક પર હાથ ઊંગામતા મે એને રોક્યો અને સમજાવ્યુ અત્યારે ઝગડવામાં સમય ના બગાડતા આ ઘાયલ વૃધ્ધ ને દવાખાને લઈ જઈએ. બધા એ સંમતિ આપતા અમે એ વૃધ્ધ ને કે જે ગાડી ના અથડાવાથી ગંભીર ઘાયલ હતા અને ઊંંધા પડેલા હતા એમને ઊંંચકવા સીધા કર્યા તો અચાનક "પપ્પા" એવી બૂમ પડી. બધા એ ગાડી ચાલક સામે નજર કરી જે આ વૃધ્ધ ને જોઈ ને પપ્પા એમ ચીસ પાડી.થોડી વાર વાતાવરણ માં ગમગીની છવાયી ગયી. ઢિંચણે પછડાતા એ ગાડી ચાલકે એ વૃધ્ધ ને પોતાના ખોળા માં લઈ આ મારા બાપુજી છે અવો આક્રંદ કરવા માંડયો. અચાનક આ સાંભળી ગાડી ની બાજુ માં ઊંભેલા એ બાળક ને લઈને બહેન ત્યાં આવતા જ એ ગાડી ચાલક ને પૂછવા લાગ્યા " શુ થયુ વિશ્વેષ ના પપ્પા?"

અદિતી આ આપણા થી શુ થઈ ગયુ ? ગાડી ચાલક મોટે થી આક્રંદ કરતા રડે છે. એ બાળક અને એની મા આ વૃધ્ધ ને જોઈને ડઘાયી ગયા.

બાળક અચાનક "દાદા" એમ કહી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડયું.

અમે વૃધ્ધ ને ઊંંચકી એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા.

એમ્બ્યુલન્સ માં હું , બેહોશ વૃધ્ધ, એમનો દિકરો (ગાડી ચાલક), એમની પુત્રવધુ અને એ લાડકુ બાળક હતા જે હંમેશા આ વૃધ્ધ એટલે કે એના દાદા ને મળવા આવતો હતો.

" પપ્પા તો વૃધ્ધાશ્રમ માં રહે છે અહિંયા ફૂટપાથ પર કેમના આવી ગયા" એ બહેન એ સંજોગો ના વિપરીત પ્રશ્ન પૂછી લીધો.

હું આખી વાત મનોમન સમજી ગયો એ ભિખારી નહોતો એ આ બાળક ના વહાલસોયા દાદા હતા.ફક્ત પોતાના પૌત્ર ને મળવા એ ભિખારી બનીને બેસતા.

વૃધ્ધ ના પુત્ર કરતા એમના પૌત્ર પર શું વિતતુ હશે એ હું અનુભવી શકુ છુ.

રસ્તા માં અચાનક વૃધ્ધ નુ શરીર ઠંડુ પડી ગયુ.

એમ્બ્યુલન્સ માં એમનો પુત્ર અને પુત્રવધુ આક્રંદ કરવા લાગ્યા.

પણ એ બાળક પોતાના નાના હાથ માં લંચબોક્સ પકડી ને જાણે એના દાદા ના ઊંઠવાની વાર જોતો હોય એમ એકીટસે એ વૃધ્ધ ને જોઈ રહ્યો હતો.

આ દાદા પૌત્ર ની અનોખી મુલાકાતો એ બંને જ જાણતા હતા અને ભગવાને મને પણ એનો સાક્ષી બનાવ્યો.

આજે પણ જ્યારે સવારે સ્કૂલ બસ નો હોર્ન વાગે છે ત્યારે હું ઝપાટાભેર બાલ્કની માં ઊંભો રહી જાઊં છુ.

એ પ્રેમ ના ભિખારી આ દુનિયામાં નથી રહ્યા પણ એ બાળક આજે પણ સ્કૂલ માં જતા પહેલા એ ફૂટપાથ પર પડેલી ખાલી જગ્યા ને વળી ને જુએ છે તો એ માસૂમ ની આંખો માં એના દાદા પ્રત્યેનો પ્રેમ જોયી મારૂ હૈયુ પણ ઊંભરાયી આવે છે

એ વૃધ્ધ ખરેખર ભિખારી હતા પ્રેમ ની ભીખ માંગતા.

એ બાળક ના પ્રેમ ની ભૂખ હતી એમને...