અશ્રુભીનુ ગુલાલ Sachin Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્રુભીનુ ગુલાલ

આજે ધૂળેટી ની સવારથી માધવ ના મો પર અલગ જ લાલી ઝાઝ્રમાન જણાય છે. ખાટલા માં પડ્યો પડ્યો માધવ જાણે એક મધુર સ્વપ્ન જીવી રહ્યો એમ મંદ મંદ હરખાય છે.માધવ પોતાની લાગણીઓ છુપવામાં હુકુમ નો એક્કો છે પણ એના દરેક હાવભાવ અને એના પાછળ નું કારણ ને મૂળ થી ઓળખી લેવાની શક્તિ એની નાની બહેન વસુંધરા માં હતી. સવારથી જ માધવ ના બદલાયેલા રૂપ ને લઈને વસુંધરા ને ખબર તો પડી જ ગયી હતી કે ભાઈ આજે અલગ ખુશી માં જીવી રહ્યો છે.એ પાછળ નું કારણ શોધવા વસુંધરા એ ઘણા તર્ક વિતર્ક લગાવ્યા પણ સફળતા મળે એના પેલા અચાનક માં એ બૂમ પાડી " વસું બેટા આ ધાણી અને ખજૂર બાજુ માં વલ્લભા માસી ને ત્યાં આપી આવ તો ". આ સાંભળીને ખબર નહિ કેમ ભાઈ એ ખાટલા માં પાસું ફેરવીને મને પૂછ્યું ક વસું ધૂળેટી આજે છે ને?ઘરે રંગ અને ગુલાલ તો લાવ્યા છીએ ને?આ સાંભળી વસુંધરા ચોંકી ગયી કે ભાઈ અને રંગ? ભાઈ છેલા કેટલાક વર્ષો થી ધૂળેટી રમતો નથી.તો એને શું કામ પડ્યું રંગ નું એટલે એને પૂછ્યું ભાઈ તું તો કોઈ દિવસ ધૂળેટી રમતો નથી તારે શુ કામ પડ્યું રંગ નું? વસુંધરા એ પૂછેલા સવાલ નો એક પણ શબ્દ માધવ ના કાને ના પડ્યો કારણ કે માધવ એક અલગ દુનિયા માં રચી રહ્યો હતો.વસુંધરા એ જવાબ ની રાહ જોયા વગર માં પાસે ખુશી ખુશી ગયી કે માં આજે તો ભાઈ પણ રમવાનો છે ધૂળેટી.અને વસુંધરા એ માં ના હાથ માં થી ખજૂર ની વાટકી લઇ વલ્લભા માસી ને આપવા ગયી.વસુંધરા એ માસી ું બારણું ખટખટાવતા સામે એક યુવતી આવી ને ઉભી રહી.દેખાવે સુંદર અને મન મોહક આ છોકરી ને વસુંધરા શરૂઆત માં ના ઓળખી શકી પણ એના મૃદુ હાસ્ય પરથી વસુંધરા ઓળખી ગયી.વસુંધરા એ " કેમ છે ભાવ્યા? એમ કહીને એ છોકરીને ગળે લગાવી.

ભાવ્યા વલ્લભ માસી ની ભાણી છે ધોરણ ૧૨ સુધી વલ્લભ માસી ના ઘરે રહીને ભણી હતી.શહેર માં આગળ નો અભ્યાસ કરવા એને ગામ છોડી દીધું હતું પણ હજુ એનો મૃદુ સ્વભાવ અકબંધ હતો.માધવ અને ભાવ્યા ધોરણ ૧૨ સુધી સાથે ભણ્યા,રમ્યા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ ભણવાની સાથે સાથે જવાબદારીઓ વધતી ગયી.યુવાની માં પ્રવેશતા ની સાથે માધવ ભાવ્યા ને દિલ થી ચાહવા લાગ્યો હતો. ભાવ્યા એ માધવ ના હૃદય પર પોતાનું રાજ ચલાવા માંડ્યું હતું.માધવ ને ભાવ્યા નો સાથ છૂટી જવાની બીકે આજ સુધી પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતો.માધવ ભાવ્યા ની એક ઝલક જોઇને જ પોતાનું આખું જીવન જીવી લેતો હતો. ભલે ભાવ્યા શારીરિક રીતે શહેર માં રેહવા ગયી પણ એ એની યાદો માધવ ના હૃદય ના ખૂણે ખૂણે વસેલી છે.

માધવ ને ભાવ્યા આવી છે એ વાત નો હોળી દહન સુધી ખ્યાલ ન હતો.માધવ અને વસુંધરા બંને સાથે હોલિકા પૂજવા ગયા હતા. માધવ આંખો બંધ કરીને હોલિકા ને નમસ્કાર કરી રહ્યો હતો.હોળીકા ની સામે બાજુ એ માધવ જેની વર્ષો થી રાહ જોઈ રહ્યો હતો એ ભાવ્યા હતી.આંખ ખોલતાની સાથે સામે નતમસ્તક ઉભેલી ભાવ્યા ને જોઇને માધવ દંગ રહી ગયો.હોળીકા ની જ્વાળાઓ જાણે પ્રેમ્ગની બની રહી હોય એમ આજે પ્રગટિ રહી છે. વર્ષો પછી ભાવ્યા ને સામે ઉભેલી જોઈ માધવ ના મુખ પર ખુશી છવાઈ ગયી છે.ભારેલા અગ્નિ માં થી જેમ પાંચાલી જન્મી હતી એમ આજે ભાવ્ય અગ્નિ ની જ્વાળા ઓ માંથી માધવ માટે જન્મી હોય એવો એહસાસ થયી રહ્યો હતો.ધૂળેટી ની સવારે માધવ ના ખાટલા માં પડ્યા પડ્યા હરખાવાનું કારણ માત્ર ને માત્ર આ હતું.

ભાવ્યા ના ગયા પછી માધવ તહેવાર ઉજવવાનું જાણે ભૂલી જ ગયો હતો.કોણ જાણે કેમ માધવ આ ધૂળેટી રમવા જાણે વરસો થી રાહ જોઈ રહ્યો એમ આતુર જાણતો હતો.માધવ ને ખબર હતી શેરી માં બધા ભેગા થયીને જ ધૂળેટી ઉજવે છે એટલે એ ક્યારનો વસુંધરા ને કહી રહ્યો હતો ચાલ વસું બધા ધૂળેટી રમવા આવી ગયા હશે.શેરી માં બધા ભેગા થતી ની સાથે ચિચિયારીઓ પડી પડી ને લોકો એક બીજા ને રંગવામાં વ્યસ્ત થયી ગયા. માધવ ને આટલા વર્ષો પછી ધૂળેટી ઉજવતા જોઈ ભાઈબંધો એ પેહલા એને જ રંગી દીધો. માધવ પણ બધાને રંગી રહ્યો હતો પણ એની આંખો કોઈક ને શોધી રહી હતી એવું સ્પષ્ટ જણાતું હતું.અચાનક જ માધવ ને વસુંધરા ની બૂમ સંભળાઈ " ભાવ્યા તું આજે મારા હાથ થી નહિ બચી સકે" આ સાંભળી માધવ એ પાછળ વળી ને જોયું તો સફેદ ઽેૃસ માં ખુલ્લા વાળ સાથે મસ્ત લહેરાતી ,દોડતી ભાવ્યા ને જોઈ માધવ નું વિશ્વ તો જાણે એ ક્ષણ માટે થંભી ગયું હતું.માધવ ના મુખ પર રંગ, ગુલાલ ને પણ ઝાંખા પડી દે એવા કુદરતી રંગો સર્જાવા લાગ્યા હતા.માધવ જાણે મૂર્તિ બની ગયો એમ ભાવ્યા ને જોઈ રહ્યો હતો.માધવ એની અલગ દુનિયા માં હતો કે તરત જ વસુંધરા એ ખભા પર ધબ્બો મારતા કહ્યું કે ભાઈ ચલ ભાવ્યા ને રંગીએ.વસુંધરા અને માધવ ભાવ્યા પાસે ગયા અને વસુંધરા એ ભાવ્યા ને બોલાવી" ભાવ્યા આને ઓળખે છે? માધવ તો ભાવ્ય ને એટલા નજીક થી જોઇને જાણે મંત્રમુગ્ધ થયી ગયો હોય એમ ઉભો રહી ગયો હતો. ભાવ્યએને તરત ઓળખી ગયી અને કહ્યું " કેમ છે માધવ?વરસો પછી ભાવ્યા ના મુખે માધવ સાંભળી માધવ નો આ જન્મ સફળ થયી ગયો એમ એની આંખો માં સંતુસ્તી નો ભાવ જાણતો હતો.માધવ ભાવ્યા ની આંખો માં ખોવાઈ ગયો હતો. વસુંધરા એ એને ખભો મારતા કહ્યું ભાઈ ભાવ્યા પૂછે છે મજામાં?બેભાન અવસ્થા માંથી અચાનક ભાન આવ્યું હોય એમ માધવ બોખ્લાતા બોખ્લાતા બોલ્યો હા મજામાં. અને ઘણા પ્રયત્ને પૂછ્યું " તું મજામાં ભાવ્યા? " ભાવ્યા એના વાળ ની આગળ આવેલી લટ ને રંગેલા હાથ થી કાન ની પાછળ લઇ જતા કહ્યું હું પણ મજામાં છું..એમ કહી એને માધવ ને રંગી લીધો. માધવ જાણે એક સ્વપ્ન માણી રહ્યો હોય એમ ગુલાલ ના દરેક કણ કણ ને અને ભાવ્યા ના સુવાળા હાથ ને મેહસૂસ કરી રહ્યો હતો.માધવ જેની વર્ષો થી રાહ જોઈ રહ્યો તો એ ક્ષણ એના સામે હતી માધવ ભાવ્ય ને રંગ લગાવા વસુંધરા પાસે રંગ માગવા પાછળ ફર્યો અને રંગ લઈને ભાવ્યા સામે ગયો તો ભાવ્યા ત્યાં નહોતી.માધવ એ આજુ બાજુ નઝર કરી તો પણ ભાવ્ય દેખાયી નહિ. માધવ બેબાકળો બની ગયો એમ આમ તેમ શોધવા માંડ્યો ભાવ્યા ને , કે તરત એની નઝર વલ્લભ માસી ના આંગણે પડી એને જોયું ભાવ્યા કોઈ યુવાન નો હાથ પકડીને બહાર આવી રહી છે.એ બંને ને માધવ પાસે આવતા જોઇને માધવ ના મગજ માં ઘણા બધા સમીકરણો રચવા લાગ્યા જેનો ઉકેલ ભાવ્યા પાસે જ હતો. ભાવ્યા જેમ જેમ નજીક આવી રહી હતી એમ એમ માધવ ના ધબકારા વધી રહ્યા હતા.ભાવ્યા માધવ ની સામે આવીને પેલા યુવક નો પરિચય આપતા કહ્યું " માધવ આ રીશીકેષ છે મારી સગાઇ થયી એ છોકરો ". આ સાંભળી માધવ એક ધબકારો ચુકી ગયો હોય એમ મૃત બની ને ઉભો હતો.ઘણા વર્ષો ના દુકાળ પછી એક વાદળું જાણે હાથ તાલી આપીને જતું રહે એમ માધવ ના બધા સ્વપ્ન રોળાઈ ગયા હતા. માધવ લાગણીઓ છુપાવામાં માહેર હતો પણ કોણ જાણે કેમ આજે એની લાગણીઓ પર એનો કાબુ ન હતો. માધવ ની લાગણીઓ એની આંખો માંથી અશ્રુધારા બની ને વહી રહી હતી. કોણ કહે છે પાણી રંગ હીન હોય છે ? માધવ ની આંખ માં થી નીકળતું એક એક ટીપું એના ચહેરા પર લાગેલા ગુલાલ સાથે ભળી પ્રેમ નો રંગ છલકાવતું હતું. અચાનક વસુંધરા ની નઝર એના ભાઈ ના ચેહરા પર ગયી મનોમન બધું ક સમજી ગયેલી વસુંધરા એ એના ભાઈ ના ચેહરા પર ગુલાલ લગાડી એની લાગણીઓ છુપાવી દીધી. જે બહેન એની લાગણીઓ ને ઓળખી જતી હતી આજે એ જ એની લાગણીઓ ને છુપાઈ શકી. વસુંધરા એ માધવ ને ગળે લગાવી એના કાન માં કહ્યું ભાઈ " પ્રેમ માં પામવા કરતા ગુમાવાનો આનંદ અલગ છે પ્રેમ પામવા માટે નથી પ્રેમ જીવવા માટે છે. "

- સચિન મોદી