NO WELL: Chapter-19 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-19

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૧૯)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમાં આપણે જોયું કે ફૈઝલ શ્યામને પોલીટીક્સમાં પ્રવેશ કરાવે છે, નીલ પાસેથી મદદ લઈને લોકો સમક્ષ રાકેશ દ્વારા રમાયેલા રાજકારણ અંગે પ્રજાને જાણ કરે છે અને હવે આગળ...

પ્રજાના દિલમાંથી નીકળેલા પડધાનો શ્યામને સારો એવો પ્રતિસાદ મળ્યો જેના કારણે મતપેટીમાં રાકેશના મત કરતા શ્યામના મતો વધારે હતા. શહેરના ઈતિહાસમાં પહેલીવાર સૌથી વધુ મતદાન થયું (જેમાં ચૂંટણી બે સગાભાઈઓ સામસામે રાજકારણ લડ્યા હતા) અને વિજેતા તરીકે શ્યામનું નામ ચોતરફ ગુંજવા લાગ્યું.

શ્યામની જીતવાની ખુશીની ચહેરા પરની રેખાઓ જોઇને રાકેશનું ચુંટણી પ્રચાર વખતે ફુગ્ગાની માફક ફુલાતુ મો નાનાભાઈની સામે હારવાથી હવા નીકળીને મૂળ અવસ્થા પામીને સંકોચાઈ ગયું. શ્યામની ચૂંટણી જીત્યાની ખુશીની પાર્ટીમાં તે પરાણે પરાણે આવ્યો હતો. બે મોટા હોલ ધરાવતા સભાહોલમાં યોજેલી એકની અંદર જીતની પાર્ટી શરૂ હતી અને બીજા ખાલી પડેલા હોલમાં બીજી તરફના દરવાજાથી રાકેશ થોડીવાર પહેલા ગયો હતો. શ્યામે તેમની નજીક જઈને કોન્ગ્રેચ્યુલેશનની આશા પણ ના રાખી જ નહિ. રાકેશની પાસે જઈને તે સલાહ આપતો હોય તેમ કહ્યું.

‘જો તમે તમારી નજરને સૂર્ય તરફ રાખશો તો ક્યારેય પડછાયો જોવાનો વારો નહિ આવે.’

‘પ્રેમ અને પોલીટીક્સમાં સૌ પહેલા કુટુંબ વિષે વિચારવું પડે પણ કુટુંબ તો દુર રહ્યું તે તો ધર્મનું પણ...’

‘થેન્ક્સ, મોટાભાઈની ફરજ નિભાવવા કઇક સાચું-ખોટું માર્ગદર્શન તો કર્યું.’ શ્યામ બોલ્યો.

‘એક વખત મળેલી સફળતાને તું હમેશા માટેની સમજવાની ભૂલ ના કરતો.’

‘હમમમ...’

‘એટલું ખુશ થવાની પણ જરૂર નથી. કોઈ એકવાર પદ મળવાથી રાજરમત આવડી ન જાય. તારી લોકોમાં એકતા લાવવાની ઈચ્છા કઇ રીતે પૂરી કરીશ હવે જોઈએ.’

‘આઈ એમ સોરી.’ શ્યામે કહ્યું.

‘શેના માટે?’

‘તમારી નજર સામે હું હવે સપના પર પાણી ફેરવીશ અને તમે કઇ નહિ કરી શકો.’

‘એ તો આવનારો સમય જ બતાવશે. અને બીજી એક વાત યાદ રાખજે આઈ વિલ બી બેક.’

‘પોલીટીક્સની અંદર પ્રેમ હોય પરંતુ એક વાત યાદ રાખવી કે ક્યારેય પ્રેમમાં રાજકારણને વચ્ચે ના લાવવું.’ પાર્ટીવાળા હોલ છોડીને ફૈઝલ પ્રેમ અને પોલીટીક્સ પર શબ્દે બે ડગલા ભરતો નજીક આવ્યો.

‘તારી મદદથી જ આ બધું થયું છે. હું જાણું છું કે તારા હ્રદયમાં પણ દુશ્મની દાબીદાબીને ભરી છે.’ રાકેશે થોડા રોષથી કહ્યું.

‘દુશ્મની છે ભેદભાવ કરનાર માટે... તું જી.એસ.ની ચૂંટણીમાં જીત્યો ત્યારે મારા મનમાં થોડી પણ ખરાબ ભાવના ના હતી. જો તે કીધું હોત તો હું દોસ્તી ખાતર નામ રદ કરાવી નાખ્યું હોત પણ તે કર્યું શું? લોકોમાં કાન ભંભેરણી કરવાની સાથે મારો પણ વિશ્વાસ તોડ્યો. મેં શ્યામ અને ઝરીનને ભગાડીને લગ્ન કરાવ્યા કદાચ તને કઈ અસર થાય પણ નહી. તારે તો લોકોની વચ્ચે ભેદરેખા જ જોવી હતીને, એ પણ સાચા પ્રેમીએ પુરવાર કરી દીધી.’

‘પણ પ્રેમિકા તો ગુમાવીને?’ રાકેશના મગજમાં કોઈ સુધારાને બદલે વિકૃત વિચારો જ પ્રગટતા હતા.

‘આવ નીલ તું અહી ક્યાંથી?’ રાકેશ ડૂબતો માણસ તણખલું પકડે એ રીતે દુશ્મનની વચ્ચે કોલેજના સમયનો દોસ્ત જેને પોતે પાછળથી ક્યારેય મળ્યો નહોતો તે દેખાઈ આવતા બોલ્યો.

‘હું એમ નથી કહેતો કે જાતી કે ધર્મ ના હોવા જોઈએ. ધર્મ અને જાતી પોતપોતાની અનુકુળતા અને ગુણો અનુસાર બનાવવામાં આવ્યા છે. જેથી વ્યક્તિ સરળતાથી સંપૂર્ણ જીવન જીવી શકે પણ એ વ્યવસ્થાનો તે દુરુપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો. જેની સજા આજે હું પ્રેમથી દૂર રહીને ભોગવી રહ્યો છું.’ શ્યામે ભ્રમ ભરેલું અનોખુ હુંફાળું વાતાવરણ અનુભવ્યું. ભ્રમણાઓને એક બાજુએ મૂકીને ફરી નીલની વાત સાંભળવા લાગ્યો.

‘તું રઝીયાના પ્રેમમાં હતો?’

‘હા, મિત્રતા માટે મેં તેને છોડી અને તે બદલામાં મને શું આપ્યું?’

‘કઈ સજા? મારો કયો સ્વાર્થ? તું શું બોલે છે?’ રાકેશને નીલ પાસેથી સપોર્ટ ન મળતા, તેને ત્યાંથી ચાલ્યા જવું સલામતીભર્યું વિચારી દરવાજા તરફ ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. દરવાજાના ઉંબરાથી એકાદ મીટરને અંતરે તે થોભી ગયો. ચહેરા પરથી પરસેવો છૂટવા લાગ્યો. તે પાછળ તરફ ફર્યો. ખબર પડતી ના હતી કે રાકેશને અચાનક શું થયું?

‘રાજકારણમાં પ્રેમ હોય પણ એક વાત હમેશા યાદ રાખવી કે ક્યારેય બે પ્રેમીઓની વચ્ચે રાજકારણ નહી રમવાનું...’ ફૈઝલ દ્વારા બોલાયેલું વાક્ય તીણા અવાજમાં ફરીવાર ઉદબોધાયું. શ્યામ તીણા અવાજને ઓળખી ચુક્યો હતો. પણ એ શક્ય જ નથી. તે હવે આ દુનીયામાં છે જ નહિ તો અવાજ ક્યાંથી સંભળાય? અવાજની તીવ્રતા વધવા લાગી. દરવાજા પાસે એક સ્ત્રી પ્રતિકૃતિ બની ગઈ.

હવાની સાથે નૃત્ય કરતા વાળ, કામણગારી કાતિલ આંખો અને ગુલાબની પાંખડીઓ વડે તૈયાર કરેલા હોય તેવા હોઠ જેમાંથી બહાર આવતા દરેક શબ્દનું શ્યામ આચમન કરવા હંમેશા તૈયાર હતો. શ્યામે ફૈઝલ તરફ જોયું અને ઇશારાથી પૂછયું, ’આ ઝરીન છે?’

‘હમમમ... તારી ઝરીન, જીવતી છે.’ તેનાથી દુર થયા ત્યારથી બંધ થયેલા ધબકારા ફરી શરૂ થયા. શ્યામના હોઠ પર સ્મિત ફરી વળ્યું. બંને એકબીજાની નજીક આવ્યા. શ્યામને હજુ વિશ્વાસ નહોતો આવતો કે આવું કેમ થયું? ઝરીનનો હાથ પકડીને જોવા લાગ્યો આંગળીમાં હંમેશા પહેરતી ડાયમંડવાળી વીંટી ગેરહાજર હતી. રાકેશને તો કાપો તોયે લોહી ના નીકળે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ.

‘ઝરીન તો સળગી ગઈ હતી ને?’

‘ક્યારે?’ ફૈઝલને રાકેશ પાસેથી ઝરીનના મૃત્યુના સમાચાર પહેલીવાર સંભાળતો હોય તેવા હાવભાવ બતાવતા પૂછ્યું.

‘રાકેશનો ફોન આવ્યો ત્યારે હું મનોમન સળગતી હતી. ફૈઝલભાઈને ફોન કર્યો ત્યારે તેનો સ્વીચ ઓફ આવતો હતો અને શ્યામમાં જવાબ નથી આપતો એવી કેસેટ વાગતી હતી. બે ઘડીભર હું કન્ફયુઝનમાં પડી ગઈ. શું કરવું? ઘરેથી ચાલી જાવ? પ્રશ્નો વચ્ચે ઘેરાય ગઈ. દરવાજે ફૈઝલભાઈને ઉભેલા જોઇને એકવાર થયું કે આવું કરવા માટેનું કારણ પૂછું.’

‘એટલે કે ફૈઝલ અને તે સાથે મળીને બધાને રમાડ્યા...’

‘વાત સાંભળ, વચ્ચે ના બોલ. અત્યાર સુધી મેં બધું સહન કર્યુ પણ કશું બોલી નહી. ધર્મના ભેદભાવ વિષે સાંભળ્યા જ કર્યું. ફૈઝલભાઈએ જણાવ્યું કે આજ સાચો સમય છે સમાજને સાચા માર્ગે દોરી શકે તે માટે શ્યામને તૈયાર કરવાનો.’

‘એક કામ કર. તું સળગી જા. તારા પ્રેમમાં ડૂબેલા શ્યામને હું રાજકારણમાં લઇ આવીશ અને પછી રાકેશની સામે ઉભો કરી દઈશ.’ ફૈઝલે કહ્યું.

‘આ બધું તે કર્યું કઈ રીતે?’ રાકેશને કઈ ગતાગમ ના પડી.

‘ઝરીનને મારે સળગી ગયેલી સાબિત કરવાની હતી. મેં હોસ્પીટલમાંથી એક સ્ત્રીના મૃતશરીરનું આયોજન કર્યું. ઘરે શબ પહોચી ગયું. આ ઝરીન જ છે એ સાબિત કરવા માટે ઝરીનના હાથમાં રહેલી વીટીએ સરળતા કરી આપી. મારા તરફથી પહેલેથી ગોઠવણ ઉભી કરેલી હતી. કોણ સળગ્યું છે એ ખબર ના પડે તે માટે તેનું મો પહેલેથી ઓળખાણ ના પડે એટલું સળગાવી દેવાયું. ઝરીને પોતે સળગતી હોય તેમ અવાજ કર્યો. બધી બાજુ થોડું સળગાવીને મેં એક સાચી ઘટના ઘટી હોય તેવું વાતાવરણ ઉભું કર્યું. બરાબર તે જ સમયે ઝરીને સ્યુસાઇડ નોટ લખી. અમે બંને આગ લગાવીને ગાડીમાં નીકળી ગયા. તને કાકાના ઘરે જતો જોયો ત્યારે મેં ઝરીનને સલામત જગ્યાએ પહોચાડી દીધી અને હું ઘરે આવ્યો. બસ પછીની વાત તું સારી રીતે જાણે જ છે.’ ફૈઝલે ખરી હકીકતથી બધાને વાકેફ કર્યા.

‘પણ મારાથી આ છૂપું રાખવાનું કારણ?’

‘બસ એક જ. અમે બંને ભાઈબહેન તારી પાસેથી અંદરનો પ્રેમને ખોવાના ગુસ્સા સાથેનો જુસ્સો બહાર લાવવા માંગતા હતા. ઝરીને મને કહ્યું હતું કે તું એના વગર જીવી નહી શકે ત્યારે મેં કહ્યું એવું લાગશે તો હું બધું ખુલ્લું પાડી દઈશ.’ ફૈઝલની આટલી વાત સાંભળીને અત્યાર સુધી ઝરીનને બ્યુટી વિથ બ્રેઈન ધારતો તે તેણે પુરવાર પણ કર્યું.

‘ખરી મજા તો હવે આવશે. ટક્કર આપે તેવો દુશ્મન બમણો નહી ત્રણ ગણો થયો છે. જામશે, બરાબરની જામશે. તમે ત્રણ અને અમે બે.’ રાકેશ બોલ્યો.

‘તમે બે?’

હા, હિમતલાલ પણ પાર્ટીની હારનો બદલો લેશે. તમારા માટે શાંતિ શબ્દને અશાંતિમાં ફેરવવા મારી સાથે પૂરતી લડત આપશે.’

‘હજુ પણ બધું સરખું થાય તેમ છે.’ નીલે બે વર્ષ પહેલાના બે મિત્રોને એક કરવા પ્રયત્ન કર્યો જે ખરેખર વ્યર્થ હતો.

‘થઇ શકે જો શ્યામ ઝરીનને છોડે તો...’

‘પ્રેમમાં રાજકારણ રમવાની મારી ઈચ્છા નથી. આટલા દિવસ ઝરીનથી દૂર રહ્યો ત્યારે ખબર પડી મારા જીવનમાં ઝરીનની કેટલી જરૂર છે?’

‘બસ, થઇ શકે એટલી મહેનત કરો તમારા સપના પૂરા કરવા માટે અને હું કરીશ એ પૂરા ના થાય એ માટે...’ રાકેશ ઉતાવળા પગલે ચાલ્યો ગયો. ઝરીન અને શ્યામની આંખો એક બની.

‘રાકેશને ઉભો રાખીને સમજાવ.’ ઝરીન બોલી.

‘આ સમયે તે કોઈનું નહી માને, હારવાથી તેનો ઘમંડ ઘવાયો છે. હવે શ્યામ, તું જ આ જખમ પર મલમ લગાવિશ. તેની સાથેના ત્રણ વર્ષનો મારો અનુભવ કહે છે કે થોડા દિવસોમાં તે પાછો ફરશે. મોટી બાજી લઈને.’ ફૈઝલે પરિસ્થિતિ સંભાળતા કહ્યું.

‘જો હું સમાજને એક થતો જોવાના સપના ધરાવતો હોય તો પછી બે ભાઈઓને એક બનીએ એવા બધા પ્રયત્નો કરીશ. સાથ આપીશ ને ઝરીન?’ શ્યામે ઝરીન સામે સ્માઈલ આપતા કહ્યું.

‘નીલ, તારી મદદથી આપણી જીત થઈ. હવે બધા પ્રયત્નો હશે વિવિધ ધર્મ કે સમ્પ્રદાયના લોકોના ભારતના બદલે ભારતીયોનું ભારત બનાવવા તરફના.’

‘પણ કરીશું કઈ રીતે?’ ફૈઝલની વાત ન સમજતા નીલે પૂછયું.

‘આ માટે બહારથી જાતિવાદ કરતા વ્યક્તિ પ્રત્યે પગલા લેવા સિવાય આપણે બીજું કઈ ના કરી શકીએ. આ ઝાડ માટે મૂળિયાં બાળક છે. જેનો ઉછેર એના માટે ખાતર અને પાણી સમાન છે. આવો સમાજ બનાવવા માટે એક પેઢીનો સમય લેશે. પહેલેથી વિદ્યાર્થીઓને ભણવા માટે એક વિષય આપી દેવાનો જેમાં ધર્મ અને જ્ઞાતી જેવું કઈ નથી તેવું સૂચવતા પ્રકરણો હશે.’

‘તેનાથી શું ફેરફાર આવશે? વિષય વધશે !’ નીલે કહ્યું.

‘જયારે સતત આવા વિષયો ભણવામાં આવે ત્યારે તેને વિષય શું કામ હોય તેનું મહત્વ સમજાશે. ત્યારથી આપોઆપ સુધારો આવશે અને માતાપિતાને પ્રશ્ન કરશે ત્યારે તેઓ પણ વિચારશે.’

‘આપણા બધા પ્રયત્નો માનસિક છે, શારીરિક નહિ. એમ?’

‘હા, હવે નીલના ‘હેલ્પ ટુ ઇન્ટરકાસ્ટ’ને પણ સારી એવી મદદ કરીને ધ્યેય તરફ આગળ વધવા પગથીયું ચડી શકાય તેમ છે.’

‘હમમમ..’

‘સૌ પાર્ટીમાં રાહ જુએ છે. આ બાબતે આપને શાંતિથી આયોજન કરીશું. રમેશભાઈ બોલાવે છે.’ શ્યામને ફોન આવતા તેણે કહ્યું.

‘તું કેમ સાથે આવે છે? તું બહારના લોકો માટે ક્યાં જીવે છે?’ શ્યામે મજાક કરતા કહ્યું.

‘શું આપણી જીતની પાર્ટીમાં મને નહિ રાખો એમ?’

‘આ ભૂતને સાથે લેવું તો પડશે જ ને?’

‘બહાર બધાને ખરી હકીકત કહી દેવી પડશે. નહીતર તો બધા આ ખૂબસૂરતીને ભૂતના રૂપમાં જોશે.’

‘હમમમ...’ શ્યામ અને ઝરીને એકબીજાની નજીક આવીને હાથ કેટલાય દિવસો સુધી વિખુટા રહેલા હાથને પકડ્યા.

તેમને છોડીને ગયેલો રાકેશ કેટલી હદ સુધી વિફરશે? એનાથી અજાણ બધા જીતની ખુશી ઉજવવા બધા પાર્ટીના હોલ તરફ ચાલવા લાગ્યા.

શું હશે રાકેશની નવી ચાલ ? રેમ અને રાજકારણની આ સ્પર્ધામાં અંતે કોની જીત થશે ?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com