NO WELL: Chapter-3 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-3

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ -૩ એડ્મીસન)

દર્શન નસીત

darshannasit@gmail.com


આભાર

આપ સૌ વાચકમિત્રોનો કે જેમણે મારા માટે સમય કાઢીને માતૃભારતી પર મારા લખાણને સારો એવો પ્રતિભાવ આપીને આવકાર્યું...

વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશ અને શ્યામ તેમના મિત્રનો બર્થડે અલગ રીતે જ સેલીબ્રેટ કરે છે. બધાને રિઝલ્ટ્સ બહાર પડવાના હતા અને હવે આગળ...

પ્રકરણ-૩ : રાજકારણના બીજ

‘વિદ્યાનગરમાં એડમિશન મળી ગયું,’ રાકેશે ફૈઝલને ફોન પર વાત કરતા જણાવ્યું..

‘ક્યારે આવે છે?’

‘આ સોમવારે, કઈ લાવવાનું હોય તો બોલ.’

‘ના, અત્યારે તો કઈ યાદ નથી આવતું. છતાય જયારે આવવા માટે તું નીકળે ત્યારે જાણ કરજે યાદ આવશે તો જણાવીશ, બાય.’

‘બાય’ બોલીને રાકેશે ફોન રાખ્યો. રાકેશ જાણે આખું જગ જીતીને આવ્યો હોય તેવી ખુશી તેના મોં પર વિદ્યાનગરમાં એડમિશન મળી ગયાના ફૈઝલને હોશભેર સમાચાર આપતી વખતે સ્પષ્ટપણે વર્તાતી હતી. લોકો માટે હાલમાં નવા વપરાશમાં આવેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કોઈનો કોલ આવે ત્યારે લીલી અને ફોન કાપવા માટે લાલ ચાપ દબાવવા પુરતો સીમિત હતો.

જ્યારથી ભરતકાકાએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી રાકેશને પોતાનો હેતુ પર પાડવા માટે રાજકારણ સાથે સંબંધના તાણાવાણા બાંધવાની તાલાવેલી જાગી હતી.

ફૈઝલ શૈખ, રાકેશનો સીનીયર જે વિદ્યાનગરની સુપ્રસીદ્ધ કોમર્સ કોલેજમાં પહેલેથી ભણતો હતો. જયારે રાકેશે વિદ્યાનગરમાં કોલેજકાળ ગાળવાનો નિર્ણય કર્યો ત્યારે વિદ્યાનગરમાં ભણતા કોમર્સ કોલેજના ઓળખતો હોય તેવા વિદ્યાર્થીઓમાં ચલાલાનો એકમાત્ર ફૈઝલ હતો. તેની સાથે મુલાકાત કરી પોતાને જેવા પ્રકારનું વાતાવરણ અને કોલેજ લાઈફ જોઈતી હતી તેવું મળી આવતા તેણે પોતાનો નિર્ણય મક્કમ કર્યો.

માંની અંદર તો મમતાની નદીઓ વહેતી હતી જયારે કડક સ્વભાવ, પોતાના ઘરના પ્રશ્નો ઉકેલવાના બદલે લોકો અને સમાજમાં વધુને વધુ માન મેળવવા માનસિક તાણ લેનાર, દરેક તહેવારમાં અને ધાર્મિક વિધિઓમાં મોખરે રહેનાર પપ્પા તરફથી વિદ્યાનગર ભણવા માટેની મંજુરી મળી ગઈ.

રાકેશ પપ્પાની દરેક વાતમાં હામાં હા મેળવી દેતો જયારે શ્યામ પહેલેથી ધાર્યું કરનાર હોવાથી પિતૃવાત્સલ્યનું ઓછુ મેળવી શકતો. બંને ભાઈઓ ફી ભરવા અને રહેવા-જમવાની વ્યવસ્થા માટે રવિવારે સાથે નીકળવાના હતા. પહેલા અમદાવાદ ભરતકાકાને ત્યાં અને ત્યાંથી સોમવારે વિદ્યાનગરની મુલાકાતે.

₪ ₪ ₪

૨૮૩ કિલોમીટરનું લાંબુ અંતર સાત કલાક બાદ કાપીને ધારી-બાપુનગર બસે બંનેને અંતિમ સ્ટોપ બાપુનગરના બસ સ્ટેન્ડ પર ઉતાર્યા. ચારે તરફ વાહનોની ભીડ અને ઘોંઘાટ, ઉચી ઇમારતો અને લોકોની આમતેમ ભાગદોડ અને તેઓએ તેમાંથી ભરતકાકાને શોધવાના હતા.

રાકેશે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ભરતકાકાને ફોન લગાવ્યો.

‘હા, બોલ રાકેશ.’

‘કાકા કેટલી વાર છે? અમે અહીં બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ.’

‘પાંચ મિનીટ, આવું જ છું.’

બંનેએ અમદાવાદનો નજારો નિહાળવાનું શરુ કર્યું. થોડી વારમાં કાકાની વ્હાઈટ એસન્ટ તેઓની નજીક આવીને ઉભી રઈ ગઈ. દરવાજો ખોલીને બંને અંદર બેસી ગયા. કાકાએ ગાડીને સ્ટાર્ટ કરીને આગળ હંકારી.

‘કેવું ચાલે છે?’ ઘણા લાંબા સમયગાળા પછીની મુલાકાતોમાં કુટુંબીક વડીલો તરફથી પૂછવામાં આવતો કોમન સવાલ રજુ થયો અને તેનો જવાબ પણ ‘સારુ’થી જ આપવામાં આવ્યો.

જયારે પણ કોઈ મોટી ઉમરના દાદા સૌથી જટિલ પ્રશ્ન રજુ કરતા કે “મને ઓળખે છે?” ત્યારે જવાબ હા પાડીએ તો તબિયત-પાણીની મુશ્કેલી અને ના પાડીએ તો કેમ નથી ઓળખતા એવી ઓળખાણની મહામુશ્કેલી. કાકા પહેલા ઘરના ખુશી સમાચાર પૂછીને ભણવાની બાબત પર આવી ગયા.

‘રાકેશ તને બારમાં અને શ્યામ તને દસમાં ધોરણમાં સારું રીઝલ્ટ લાવવા બદલ કોન્ગ્રેચ્યુલેશન.’

‘થેન્ક્સ.’ જેટલી ખુશી સારું રીઝલ્ટ લાવનાર વિદ્યાર્થીને નથી હોતી, તેના કરતા વધુ ખુશી તેના સગાઓને હોય છે.

રાકેશને આવી સામાન્ય બાબતો પર ચાલતી વાતચીતને બંધ કરવા માટે પોતાના રસની વાત શરુ કરી. શ્યામને દરેક પ્રકારની વાત સાંભળવાની મજા આવતી કારણકે તેમાંથીં નવાનવા વિચારો મળતા પોતાને પરફેક્ટ બનાવવા માટે સુધારા વધારા કરીને અપનાવતો.

‘ભવિષ્યમાં રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો?’

‘રાજકારણમાં બધાને સુધારો જોઈએ છે પણ તેને સપોર્ટ કરવા માટે કોઈ આગળ નથી આવતું. બધાના મનમાં વિચાર તો છે, પણ કોઈ તેને બહાર લાવીને સુધારો લાવવાના પ્રયત્નો નથી કરતુ અને જો કોઈ કરવા ચાહે તો પોતાના સ્વાર્થનું વિચારનારા તેને દબાવી દેવાના અર્થે આકાશ-પાતાળ એક કરવા તૈયાર થઇ જાય છે. અહીં રાજકારણમાં નવો પ્રવેશનાર વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ અલગ દ્રષ્ટિથી બતાવે તો તે ચુંટાઈ છે, બાકી તો ધોળાવાળવાળા વડીલોની ઉમરને ધ્યાનમાં રાખી, તેમને અનુભવી સમજીને ફરીવાર ખુરશી પર લાવવામાં આવે છે.’

‘એટલે કે અમારે હજુ ધોળા આવે એટલા લાંબા સમય સુધી રાહ જોવી પડશે?’ રાકેશ બોલ્યો.

‘ના, એનો મતલબ એમ નથી થતો કે યુવાવર્ગને રાજરમત રમવા માટે તક આપવામાં નથી આવતી. મોટી ઉમરના લોકો પાસે અનુભવ તો ઘણા છે પણ નવા વિચારો નથી જે યુવાપેઢીમાં દરરોજ ઉમેરાતા હોય છે.’

બંનેની વાતો સાંભળવામાં શ્યામ મશગુલ થઈ ગયો. એવી બાબત પર ચર્ચા શરુ હતી કે જેમાં લોકો રસપ્રદ ગણીને વાતોમાં લાગે તો ખરા, પરંતુ વિચારવા માટે સમય ઓછો આપી શકે. લોકો રાજકારણને નિંદવા સિવાય બીજું કરી પણ શું શકવાના?

‘જો થોડું વધુ ઉચા લેવલ પર વિચારીએ તો નેતાઓ પ્રજા ધર્મ અપનાવવાને બદલે સ્વધર્મને વધુ અગત્યતા આપે છે. ભારતને કેટલાક લોકો ભારતમાતા ગણીને સેવા કરે છે, તો કેટલાક તેને મધમાખીનો પૂડો ગણાવીને બધા એકસમાન છે અને બધા ધર્મના લોકો એકસમાન રીતે હળીમળીને કામ કરે છે તેવું દર્શાવે છે, પણ અંતે તો તે વ્યક્તિ મધપુડાની રાણી મધમાખી હોય તેમ બધાનું શોષણ કરે છે.’

‘મારી પણ ઇચ્છા રાજકારણમાં આવવાની છે.’ રાકેશે પોતાના દિલની વાત રજુ કરી.

રાકેશને રાજકારણી વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ સાથે થોડું વધારે પડતું બનતું. જેમાં ભરતકાકા એવા વ્યક્તિ છે જે બધા પ્રકારના લોકોની સાથે સમાન સંબંધ રાખીને પ્રજાનો પ્રેમ જીતીને સાત વર્ષથી રાજકારણનો ભાગ બનીને સેવા કરે છે. તેમની સેવાથી પ્રજા પણ ખુશ છે.

‘તને પહેલેથી જણાવી દઉં કે તું વિદ્યાનગરમાં જઈને કોલેજમાં પોતાની અલગ છાપ ઊભી કરજે અને શક્ય બને તેમ હોય તો જી.એસ.ની સાથે સારા સંબંધ રાખજે.’

‘કાકા જી.એસ. એટલે?’ શ્યામે આતુરતાથી પૂછયું.

‘જનરલ સેક્રેટરી, જેમ તમારે સ્કુલના ક્લાસમાં મોનીટર હોય તેમ કોલેજમાં બધા સ્ટુડન્ટનો એવો એક જી.એસ. હોય છે. જેનું સ્થાન પ્રિન્સિપાલ પછીનું ગણી શકાય, જે ચુંટણીમાં બધાના મત લઈને બનાવવામાં આવે છે. કોલેજના બધા કાર્યક્ર્મોનું આયોજન તેના અન્ડરમાં થાય છે.’

‘મતલબ કે કોલેજનો નેતા જ ને?’ શ્યામ બોલ્યો.

‘હમમમ...’

ગાડીએ વળાંક લીધો અને સફેદ રંગે રંગાયેલા ત્રણ માળના બંગલાના મુખ્ય દરવાજામાંથી પસાર થઈને પાર્કિંગ તરફ દોડી ગઈ.

સુરજ જયારે ઘોડિયામાં પોઢવા આથમી ગયો ત્યાં સુધી ત્રણેયે મનભરીને વાત કરી. ઘડિયાળમાં સાત વાગ્યાનો ટકોરો પડ્યો. લોલક મિનિટે સાઈઠ દોલનની ગતિથી આંદોલિત થતું હતું. ઘડિયાળ તે ગતિની સાથે તાલ મેળવી શકી, એટલે જ તો તે આજના સમયમાં પણ તે હજુ દીવાલ પર લટકતી હતી અને સમયસર ટકોરાનો ટક-ટક અવાજ સંભળાવતી.

જમ્યા બાદ ફરીવાર જૂનો ટોપિક શરુ થયો અને વાત રાજકારણના અલગ મુવી નાયક તરફ આગળ વધી. ‘અનીલ કપૂર મુવીમાં જે કરી શકે જે બહારની ખરી જિંદગીમાં તો શક્ય નથી.’

‘ના, શક્ય છે રાકેશ, તેના માટે યોગ્ય નેતૃત્વ કરનારાઓની અને સુવિકસિત પ્રજાની જરૂર છે જે થતા હજુ ઘણો સમય નીકળી જશે. આપણા દેશમાં ત્રણ પ્રકારની પ્રજા છે. જેમાંથી કેટલોક હિસ્સો એવો છે જે ગમે તેટલા સારા નિયમો બનાવવામાં આવે તો પણ તેનો ભંગ કરશે અને કેટલાકને ગમે તેટલો દંડ ભરવો પડે તો પણ પાલન કરે છે. બાકી રહેલો મોટા ભાગનો સમુદાય એ માટેના નિયમો ફરજીયાત બને તો અને તો જ નિયમોનું પાલન કરે.’

‘એટલે?’ પ્રજાના અલગ પ્રકારના સમુદાય સમજમાં ન આવતા રાકેશ બોલ્યો.

‘જેમકે હેલ્મેટ પહેરવા માટે નિયમ બનવ્યો છે તો કેટલાક લોકો દંડ ભલે ભરવો પડે પણ હેલ્મેટ તો નથી જ પહેરવું એવી મનોદશા, તો કેટલાક હેલ્મેટ પહેરવા પર પ્રતિબંધ આવે તો પણ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે એવી માન્યતા ધરાવે છે. બાકીના નિયમો હોવાના કારણે હેલ્મેટ યુઝ કરે છે. એવું વિચારે તો નિયમની કઇ જરૂર જ નથી પણ આ પ્રકારના વિચારો વળી પ્રજા બનવા માટે હજુ ઘણો સમય નીકળી જશે’

વાત શરુ કરવા માટે કોઈ ખાસ વાતની જરૂર પડતી નથી, પરંતુ તેને પૂરી કરવા માટે કઇ ખાસ કારણ હોવું જરૂરી છે. એવા કારણોમાં જમવા માટે બૂમ સંભળાવી, અચાનક કઈ યાદ આવી જવું, કોઈ સ્થળે જવા માટેનો સમય હોવો વગેરે...

‘હવે સૂઈ જાઓ. તમે તો હંમેશા નવરા જ હોય પણ છોકરાઓને કાલે સવારે વિદ્યાનગર જવાનું છે,’ કાકીએ બગાસું ખાવાની સાથોસાથ તેની મીઠડી ભાષામાં વણમાગી સલાહ આપી.

રાકેશનો તેનો ધ્યેય પર પાડી શકે તે માટે વિદ્યાનગરમાં તેની કોઈ સાથે મુલાકાત થશે?

વધુ આવતા અંકે...

-દર્શન નસીત

darshannasit@gmail.com