Doshini-case pahelo Aniruddhbhai Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Doshini-case pahelo

દોષિણી – કેસ પહેલો

પ્રસ્તાવના

જીવનમાં આપણે જે વિચારીએ છીએ એ થતું નથી હોતું. ના દરેક કિસ્સામાં એવું જરૂરી પણ નથી. તમે ના વિચાર્યું હોઈ એવું થાય. કદાચ એટલું સારું થાય કે તમે વિચારીજ ના શક્ય હોત, ત્યારે તમે એમ વિચારો કે નસીબ સારા. અને ખરાબ થાય તો નસીબ ખરાબ. પણ દર વખતે નસીબ માથે પોટલું ઢોળી દેવું કેટલું વ્યજ્બી છે? મતલબ તમે જે વસ્તુ કે સંજોગ સામે લાચારી અનુભવોતો બધું નસીબ માથે છોડી દેવાનું. તમે ક્યાં જન્મો છો ક્યાં ઉછેર થાય છે. શું ધારો છો અને શું થાય છે? સારા જીવનની તો દરેક લોકો અપેક્ષા કરતા હોઈ છે અને મહદ અંશે થતું પણ હોઈ છે પણ તમે ધારો એના કરતા સાવ વિપરીત થાય તો શું કરવાનું? આ કહાનીમાં પણ એનીજ વાત છે. એક સ્ત્રીની કથા છે. જ્યાં સુધી પોતાના પર હતું ત્યાં સુધી સહન કરે છે. પરંતુ વાત એમના સંતાનો પર આવે છે ત્યારે એક મા કોઈ પણ પગલા લેતા અચકાતી નથી. આજના સમાજમાં સ્ત્રીઓ પર અત્યાચારની ઘણી બધી કહાની આપણે જોતા હોઈએ છે. આ આજના હાઈ પ્રોફાઈલ યુગની સત્ય કહાની સમજી શકો છો. પહેલી વાર વાંચશો તો કદાચ મારા પર રોષ પણ આવશે, પરંતુ વાંચક મિત્રો માનો મારી વાત દુનિયાના કોઈક ખૂણે આના કરતા પણ વધારે ખરાબ બનાવો બનતા હશે, જે બહાર નથી આવતા. બંધ બારણે આજે સ્ત્રી ઘણું સહન કરે છે જે વાતો ક્યારેય બહાર નથી આવતી. અહિયા એવીજ એક વાત બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.

--------------------------------------------------------------------------------------------------

દોષિણીના કાર્યાલયમાં આજે ખુશીનો માહોલ હતો. મિનરવાબેનના પ્રયાસથી આજે આ સંસ્થાની શરૂઆત થઇ રહી હતી. સ્ત્રીઓ સામે થતા અત્યાચારને બંધ કરવાના આશયથી નહિ પણ સ્ત્રીઓને ખુદ આ પ્રકારના અત્યાચાર સામે લડવા શક્ષમ બનાવા. મિનરવાબેનનું માનવું હતું કે અત્યાચાર કરવાવાળા ત્યાં સુધીજ અત્યાચાર કરી શકે છે જ્યાં સુધી સ્ત્રીઓ સહન કરે છે. મતલબકે સ્ત્રીઓ ખુદ અત્યાચારને પ્રોત્સાહન આપે છે લડત આપતી નથી. પુરુષોને બદલવા માટે સ્ત્રીઓની માનસિકતા બદલવી ખુબ જરૂરી હતી. તે બીજી પણ માન્યતા દૂર કરવા માંગતા હતા કે સ્ત્રીઓ પર અત્યાચાર માત્ર ગરીબ ઘરોમાં થાય છે? અભણ લોકોજ કરે છે? ભણેલા ગણેલા પૈસાદાર લોકો પણ આનો શિકાર થાય છે એ વાતો ક્યારેય બહાર નથી આવતી, ગરીબ રોડ વચ્ચે જગડે આખો સમાજ જુવે અને અમીર બંધ બારણે. આ બંધ બારણું ખોલવું એટલે દોષિણી. એમને ખબર હતી કે આ લડ્ડાઈ લાંબી ચાલવાની હતી. તે એકલા હાથે આ દુષણને ખતમ કરી શકવાના ન હતા. માટે દોષિણી સંસ્થાની સ્થાપના કરી. ફેસબૂક પર ગ્રુપ બનાવામાં આવ્યું. એક હેલ્પ લાઈન ન્મ્બર લેવામાં આવ્યો અને બસ હવે રાહ હતી આ ફોનને રણકવાની.

કલાકના ઇન્તેઝાર બાદ ટેલીફોન રણકે છે. એડવોકેટ મિનરવા ફોન ઉપડે છે અને સહજતાથી પૂછે છે. નમસ્કાર દોષિણી હેલ્પ સેન્ટરમાં આપનું સ્વાગત છે. હું આપની શું મદદ કરી શકું છું? સામે છેડેથી એક આધેડ ઉમરની મહિલાનો અવાજ આવે છે, ”હેલ્લો, હું રીના બોલું છું, તમે મને ઓળખતા જ હશો, હું રીના દલાલ બોલું છું”. યુ મીન ડોક્ટર રીના દલાલ? “હા, હું મારા પતિનું ખુન કરવા માંગું છું, હવે મારાથી સહન નથી થઇ રહ્યું, ઇનફ ઇસ ઇનફ”

મિનરવા – હું જાણી શકું પ્રોબ્લેમ શું છે? ઇફ યુ ડોન્ટ માઈન્ડ તમે મને પહેલેથી વાત કરશો આ મદદ માટેનોજ નમ્બર છે, હું એક એડવોકેટ છું આપની વાત સમજીને આપની મદદ કરવા માંગું છુ.

રીના – હું ખુબ સાધારણ ઘરમાં ઉછરી, ભણવામાં તેજસ્વી હતી, ધોરણ-૧૨માં સ્ટેટ ફર્સ્ટ આવી. મારે ડોક્ટર બનવું હતું પણ પપ્પા પાસે એટલા પૈસા ન હતા. પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ મનસુખ દલાલને આ વાતની ખબર પડી, તે ડાયમંડ કિંગ હતા, અબજો રૂપિયાના માલિક મુંબઈના ટોપ-ટેન પૌસદારમાના એક. તેમણે મારી ફીસ ભરી મને ડોક્ટર બનાવી. પણ કોઈ પારકું વ્યક્તિ આટલી મદદ કોઈ સ્વાર્થ વગર કઈ રીતે કરી શકે?. શરત માત્ર એટલી હતી કે મારે ડોક્ટર બનીને દલાલ ખાનદાનની વહુ બનવાનું હતું. પપ્પાએ આપેલું વચન પાળવા માટે મારે મારાથી દસ વર્ષ મોટા પ્લ્કીન દલાલ સાથે લગ્ન કરવા પડ્યા. લગ્નના ત્રીજાજ દિવસે પલ્કીનની હકીકત સામે આવી. પલ્કીન તેની ગર્લ-ફ્રેન્ડને ઘરે લઇ આવ્યો અને મારી નજર સામેજ.... અમારા વચ્ચે જગડા મારકૂટ થવા લાગી. મને સમજમાં આવ્યું અમને ફસાવામાં આવ્યા હતા. પલ્કીન દલાલ એના જમાનાનો મોસ્ટ વોન્ટેડ નબીરો હતો જેના સાથે સંસાર માંડવા કોઈ તૈયાર ન હતું તેથી તેના પપ્પાએ મારે પપ્પા સાથે શરત મૂકી હતી. એક્ચુલ્લી આ તેમની ચાલ હતી, મનસુખ દલાલે પોતાની ની જાયદાદ પલ્કીનના સંતાનના નામે કરી હતી, જેથી પલ્કીન મારા સાથે લગ્ન કરવા તૈયાર થયો. આ બધી વાતમાં હું માત્ર એક સાધન હતી, સ્ત્રી હોવાની સજા ભોગવી રહી હતી.

[રીના બોલતા બોલતા રડી પડી]

મિનરવા – મને ખુબ આઘાત લાગ્યો આ વાત જાણી ને.

રીના – ના મિનરવાબેન થાકશો નહિ, આતો માત્ર શરૂઆત હતી. દિવસના ૨૩ કલાક ૫૫ મીનીટ અમારે જગડવામાં જતા, માત્ર ૫ મીનીટએ મને પ્રેમ કરતો, પ્રેમથી મારી સાથે વાત કરતો માત્ર મારી સાથે સહશયન કરવા માટે, ૨૦ વર્ષથી રોજ મારા પર બળાત્કાર થાય છે. અને તે દિવસેજે થયું એ મારી કલ્પના શક્તિની બહાર હતું. પલ્કીન મને તૈયાર થવા કહ્યું. અમે એક પ્રાઇવેટ રિસોર્ટ પાર્ટીમાં જવાના હતા. એ એકદમ હાઈ-પ્રોફાઈલ પાર્ટી હતી. થોડીવારમાં મને સમજાય ગયુંએ પાર્ટી નહતી એ ક્લબ હતો અમીર લોકોની હવસ સંતોષવાનો ક્લબ. તમે સમજોછોને હુ શું વાત કરી રહી છું?

મિનરવા – હું સમજી રહી છું આગળ?

રીના – શરૂઆતમાં મેં આનો સખત વિરોધ કર્યો, પણ નશાની આડમાં હું ક્યારે આમાં સપડાય ગયી મને ખબર પણ ના રહી. એક દિવસ હું ગઈ હતી પલ્કીન સાથે પણ ઉઠી ત્યારે તેના કોઈ મિત્ર સાથે હતી. સ્ત્રી એટલે શું હવસ સંતોષવાનું સાધનજ ને. આ ક્લબમાં નવા નવા લોકો જોડાયા કરતા અને પાર્ટનર બદલાયા કરતા. હું મારી નજરોમાંથી ઉતરી ગઈ. મેં આત્મ-હત્યાનો પ્રયાસ કર્યો, નસ કાપી, પરંતુ કુદરતને હજુ વધારે દર્દ આપવાનું બાકી હશે, હું બચી ગઈ. અને સાથે એ પણ ખબર પડી કે હું માં બનવાની છું. મારા ઘરે દીકરી આવી. મારા સસરાનો થોડો ઘણો સ્વાર્થ હતો મારા સાથે એ દીકરીના જન્મવાની સાથે પુરો થયો. એ સાઉથ-આફ્રિકા જતા રહ્યા, તેના જાનવરજેવા દીકરા સાથે મને એકલી મૂકીને કારણકે હું દીકરાને જન્મ ના આપી શકી.

મિનરવા – તો તમે પોલીસ ફરીયાદ કેમ ના કરી?

રીના – કરી હતી, એક દિવસ મેં પોલીસ ફરિયાદ કરી ક્લબ પર રેડ પડાવી. પણ આપતો જાણો છો અફલાતૂન દોલતે પોલીસને ખરીદી લીધી. હાઈ-સોસાયટીના ફ્રી-સેક્સના આડંબર વચ્ચે એ લોકો પોતાની હવસ સંતોષી રહ્યા હતા. આમાંની ઘણી સ્ત્રીઓએ રાજીખુશીથી આ લાઈફ-સ્ટાઈલ અપનાવી હતી, અને ઘણી મારા જેમ ફસાઈ હતી. મેં ઘણીવાર આ બધું બંધ કરવાની કોશિશ કરી પણ દરેક વખતે નિષ્ફળ રહ્યું. આમાં મોટા બિઝનેસમેનથી લઈને પોલીટીકલ લીડર્સ પણ ઇન્વોલ્વ છે, કઈપણ થવું અશક્ય જેવું હતું. પણ હવે હદ થઇ ગઈ. ગઈકાલેમેં પલ્કીનને એમના મિત્ર સાથે વાત કરતા સાંભળ્યા, એ હવે ....[રીના પોતાના પરથી કાબુ ગુમાવે છે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે]

મિનરવા – હવે ??? હવે શું ???

રીના – વીસ વર્ષથી આ યાતના હું ભોગવી રહી હતી, રોજ રોજ અગ્નિ પરીક્ષા આપી રહી હતી, મારી દીકરી શ્રેયા માટે. પણ હવે... [રીનાના અવાજમાં વધારે ભારે થવા લાગ્યો થોડા સ્વસ્થ થઇ તેમણે વાત આગળ વધારી] પણ હવે તેમના આ ઘીનૌના ક્લબમાં દીકરીઓને શામેલ કરવા માગે છે.

મિનરવા – ઓહ્હ નો શું વાત કરો છો? આઈ મીન તમારી સમજવામાં કોઈ ભૂલ તો નથી થઇ ને? કોઈ બાપ એમની દીકરી સાથે આવું વર્તન કઈ રીતે કરી શકે?

રીના – નહિ... તમે સાચું સાંભળ્યું છે, ગઈ કાલે મેં પન્કીલને એમના મિત્ર સાથે વાત કરતા સાંભળ્યા કે હવે સમય આવી ગયો છે, કે આપને શ્રેયા અને એમની ફ્રેન્ડ્સને ક્લબમાં ઇન્ટ્રો કરીએ.

રીના ની વાત સાંભળી મિનરવા પણ ઢીલી પડી ગઈ, કોઈ બાપ એમની દીકરી માટે આ પ્રકારનું કઈ રીતે વિચારી શકે, આવા બાપને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ, રસ્તા પર લટકાવી પથ્થર મારી મારી ને મારી નાખવા જોઈએ....

રીના – પલ્કીનએ શ્રેયાને ક્યારેય પોતાની દીકરી નથી માની. અને સાચું કહું તો મને પણ ખબર નથી એનો અસલી બાપ કોણ છે, હા પણ એ મારી દીકરી છે, એટલા માટેજ પલ્કીનને સજા હું આપીશ, પછી ભલે મારે જેઈલમાં જવું પડે.

મિનરવા – નહિ તમે એવું કશું નહિ કરો, જુઓ તમે જાણીતા ડોક્ટર છો, તમારા ગયા પછી તમારી દીકરીની હાલત શું થશે? પતિના મર્યા પછી મેં જે યાતના પીડા, સહન કરી એ હુજ જાણું છું. મારા પતિના અકાળે મૃત્યુ બાદ, મારા સગા જીજાજીએ મારી એકલતા લાચારીનો ફાયદો ઉપાડ્યો હમદર્દી ના બહાને મારા પર બળાત્કાર કર્યો. શરૂઆતમાં મારી સગી બહેને આ વાત માનવાનો ઇનકાર કર્યો, અને ઉપરથી મારા ચરિત્ર પર શંકા કરી. મને કહ્યું કે પતિના ગયા પછી મારે કોઈ પુરુષની જરૂર હોઈ એટલે હું એના પતિ પર..... આખી વાત જાણવા છતાં મારી બહેને પોતાના પતિનો સાથ આપ્યો, પોતાના પતિને જો જેઈલ થઇ જશે તો એમના બાળકોનું શું થશે?. આ સમાજમાં સ્ત્રીને એકલું રહેવું એ પાપ છે. દોષતો માત્ર સ્ત્રીનોજ હોઈ છે ને? અને સ્ત્રીઓએ આવા અત્યાચાર સહન ના કરવા પડે માટેજ દોષિણીની શરૂઆતજ કરી છે. તમે મારી વાત સંભાળો, તમારા પતિ અને તેના ક્લબની માહિતી અમને આપો, શ્રેયાને થોડા દિવસ નાના-નાની પાસે મોકલીદો, દોષિણી સંસ્થાની બે બહેનો તેમના નકલી પતિ સાથે આ ક્લબમાં જોડાશે, એમને આ ક્લબમાં ઘુસાડવામાં તમે મદદ કરશો, જે પણ કઈ વાર્તાલાપ થશે એ એક વિડીયોમાં કૈદ થશે. અને આ વખતે પોલીસ નહિ ન્યુઝ ચેનલ્સ તમારી સાથે હશે. પોલીસને એક્શન લેવા પડશે. અને પછી સમાજની ચિંતા કર્યા વગર તમારા પતિને છૂટાછેડા આપી શકો છો એ માટે દોષિણી સંસ્થા આપની મદદ કરશે. તમે મારો પર્સનલ નમ્બર રાખો. આપણે કોન્ટેક્ટમાં રહીશું. શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે.

મિનરવા અને રીનાએ પ્લાન મુજબ બધી વસ્તુ ચાલી, મીડિયાના રીપોર્ટને કારણે પોલીસએ એક્શન લેવા પડ્યા. રીના જેવી બીજી ઘણી મહિલાઓ સામે આવી જેમણે પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી.પોલીટીકલ પ્રેશર વધવા લાગ્યું. શ્રેયા જેવી માસૂમ છોકરીઓને આમાં ફસાવાના ઈરાદા બદલ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવામાં આવ્યો. પલ્કીન અને તેના મિત્રોને ૧૦ વર્ષની આકરી સજા ફટકારવામાં આવી.

દોષિણીનો પહેલો કેસ સફળ રહ્યો. પરંતુ આતો માત્ર શરૂઆત હતી. હજુ ઘણું કામ કરવાનું બાકી હતું. દોષિણી હેલ્પ લાઈન તમામ પુરુષ પીડિત મહિલાઓ માટે છે, અહિયા મહિલામાટે ટ્રેઈનીંગ કોર્ષ ચલાવવામાં આવે છે, યુ.પી.એસ.સી. જી.પી.એસ.સી.ના ફ્રીમાં ક્લાસ ચલાવવામાં આવે છે. સ્વ-રક્ષણ માટે જુડો-કરાટેનો અભ્યાસ કરવામાં આવે છે. દોષિણીના સ્થાપક મિનરવા બેન એક ખાસ મુહિમ ચલાવે છે. જેનું નામ છે “નો-સેક્સ વિધાઉટ રીસ્પેક્ટ” મિનરવાબેન વકીલ હતા, પીડિત મહિલાઓ માટે એ ફ્રીમાં કેસ લડતા, વર્ષોના અનુભવ પછી એ એક વાતના નિષ્કર્ષ પર આવ્યા કે દરેક બંધ બારના પાછળ મહિલાની હાલત કફોડી છે, કોઈ દારુ પીને અત્યાચાર કરે છે, તો કોઈ માનસિક યાતના આપી. દરેક વાતમાં એક વાત સામાન્ય હતી કે પતિથી પરેશાન છે પણ પતિ વિરુદ્ધ ફરિયાદ નથી કરવી. ચુપચાપ રહી દરેક અત્યાચાર સહન કરવા છે, પણ અવાજ ઉપાડી સન્માનનું જીવન નથી જીવવું. મિનરવાબેને મહિલાઓને એક વાત સમજાવી કે તમારું એક માન છે સન્માન છે. પતિઓને એમની જરૂર છે. રોજ રાત્રે બધા જગડા ભુલાવીને આવે છે ને એમની પાસે પોતાની જરૂરોયાત પૂરી કરવા. બસ ત્યારે એજ સમયે સેક્સનો બહિષ્કાર કરો. એમને એમની ઔકાદ યાદ અપાવો. જીવનમાં બધું આરામથી નહિ મળે સમજાશે એમને. સ્ત્રીઓ માત્ર સેક્સનું મશીન નથી. છોકરા પૈદા કરવાની ફેક્ટરી નથી. એમના સમયે ઉઠવાનું આખો દિવસ એમની ચાકરી કરવાની, એ મારે તો માર ખાવાનો, એમના મૂડ પ્રમાણે રહેવાનું, એ હસે તો હસવાનું, એ કહે તો દિવસ તો દિવસ અને એ કહે રાત તો રાત, છતાં અમાનવી અત્યાચાર સહન કરવાનો. દિવસ આખો ગમે તેવો પસાર થાય રાત્રે એ ઈચ્છે એટલે એમની ઈચ્છા પૂરી કરવાની? માટે એમને એમનું સ્થાન બતાવો, જતાવો એમના જીવનમાં તમારું શું મહત્વ છે? એટલે દોષિણી બની બધા દોષ તમારે માથે લેવાનું બંધ કરો. આ સમસ્યાનો સામનો કરો સહકારની નાં પાડો. બિન્દાસ કહો “નો-સેક્સ વિધાઉટ રીસ્પેક્ટ”. આ અભિયાનનો પ્રતિભાવ પડ્યો. ઘણા પુરુષોમાં ફરક આવ્યો. ઘણા હજુ બાકી છે. સફર ઘણો લાંબો છે. દોષિણીમાં આજે ૨૦,૦૦૦ મહિલાઓ છે. દેશભરમાં એમની સંસ્થા છે. રોજ હજારોની સંખ્યામાં હેલ્પ લાઈન પર ફોન આવે છે. પણ દોષિણીનો ઉદ્દેશ્ય અલગ છે, સંસ્થામાં ઓછા વ્યક્તિ હોઈ અને ફોનકોલ્સની સંખ્યા ઝીરો થઇ જાય. એક એવા સમાજનું ઘડતર જ્યાં કોઈ સ્ત્રીને દોષિણી માનવામાં ના આવે. જ્યાં પુરુષો અને સ્ત્રીઓનું મહત્વ એક સમાન હોઈ.

લેખક – અનિરુદ્ધ ત્રિવેદી...

આમતો હું રેડિયો જોકી છું, આંઠ વર્ષોથી રેડિયો સાથે જોડાયો છું. સમાજમાં બનતી ઘણી ઘટનાઓનો સામનો થાય છે. શબ્દો સાથે અનોખો સંબંધ બંધાય ગયો છે. હવે આ સંબંધનો સાથ આજીવન રહે તેવી ઈચ્છા છે. સંસારમાં બનતા અઘટિત બનાવો પર વાર્તા લખવાનો શોખ છે આ વિષય પસંદ આવી ગયો. આશા છે કે આપ સહુને આ નાનકડી વાર્તા પસંદ આવશે. સ્ત્રીઓ સાથે થતા અત્યાચારનો હું ભારે વિરોધી છું. મોટાભાગે ઘરેલું હિંસાના કિસ્સામાં સ્ત્રીઓ પોતાના પતિને પરમેશ્વરમાની ખુદ્જ રક્ષા કરવા આદિ ઉભી રહે છે. આપણા વડવાઓ પણ સ્ત્રીઓને સહન કરતાજ શીખવે છે. કોઈ અવાજ ઉપાડતા શીખવતું નથી. આ માનસિકતા ક્યારે બદલાશે? હજુ કેટલું સહન કરવાનું છે? શું અવાજ ઉપાડવાથી સ્ત્રીઓના ચરિત્ર પર શંકાઓ થશે? આ પુરુષ પ્રધાન સમાજમાં અમુક વસ્તુઓ ક્યારેય નહિ બદલાય. તો ચાલો સાથે મળીને એક નવા સમાજનું ઘડતર કરીએ. આશા છે આ કથા આપણે પસંદ આવી હશે, આ મારા માટે તો કાલ્પનિક કથા હતી પણ લખતી વખતે મને અંદરથી ડર લાગતો હતો અને હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે ભગવાન આ ઘટના દુનિયાના કોઈ પણ ખુનામાં ક્યારેય સાચી ના પડે...

આભાર.....