પરછાઈ
-ઃ લેખક :-
Aniruddh Trivedi
myaniruddh@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
આનંદના હાથ લોહી-લોહાણ હતા, એ હાંફળો ફાંફળો થઈ આમ તેમ બઘવાયેલો ફરી રહ્યો હતો. આંખ માંથી આંસૂઓની ધારા વહી રહી હતી. એ કઈક શોધી રહ્યો હતો, બેડ રૂમ તરફ ગયો, દરવાજો ચેક કરે છે, આખરે એનાથી એવું શું થઈ ગયું હતું, લોહી કોનુ હતું?
૧૨ વર્ષ પહેલા..
આનંદ સ્મ્છના છેલ્લા વર્ષમાં હતો, તેના મિત્રો સાથે કોલેજના ગેઈટ પાસે ઉભા હતા. ગેઈટ પર જે પહેલી છોકરી આવે તેને આનંદે કોઈ વાત કર્યા વગર કીસ કરવાની શરત મિત્રો સાથે લગાવી હતી. થોડી વાર પછી એક ખુબસુંદર છોકરી ત્યાંઆવે છે. જેવી એ છોકરી ગેઈટથી અંદર આજ્ઞળ વધે છે, આ બાજુ આનંદ ચાલવાનુ શરૂ કરે છે. બન્ને ધીમે ધીમે નજીક આવતા જાય છે, તમામ મિત્રોની નજર આનંદ તરફ છે, કઈ રીતે આનંદ પેલી છોકરીને કીસ કરશે? બન્ને એક બીજાની ખૂબ નજીક પહોંચી ગયા, આનંદ તેની તરફ આગળ વધે છે. પણ આનંદ કઈ કરવા જાય એ પહેલાં પેલી છોકરી આનંદને પકડી કીસ કરી લે છે. આનંદના હાવભાવ જોવા લાયક હોય છે, જાણે રાહૂલ ગાંધીની પાર્ટી ઈલેક્શનમાં બધી સીટ જીતી જાયને રાહૂલને જેવી શોક્ સાથે ખૂશી જોવા મળે તેવા હાવભાવ આનંદના હતા. આનંદને કીસ કરીને પેલી છોકરીએ ગેઈટ બાહર વિક્ટરીનો ઈશારો કરી ડાન્સ કરવા લાગી. આ શું થઈ ગયું બોસ આવતોરે તારે તો જેકપોટ લાગ્યો , આનંદના મિત્રોએ કહ્યું.
એકચૂલી એ છોકરીનું નામ નિહારીકા હતુ, અને તેને તેની બહેનપણીઓ સાથે શરત લગાવી હતીકે તેના કોલેજના પહેલા દિવસે જે પણ છોકરો સૌથી પહેલો તેની સામે આવશે નિહારીકા તેમને કીસ કરશે.
આનંદ નિહારીકાથી ભયંકર રીતે મોહાય ગયો. આખરે તેને તેના જેવી વિચારવાવાળી છોકરી મળી જ ગઈ. નીડર, બેબાક, પક્ષી જેવી,
આનંદ એક દ્ગઇૈં હતો જે તેના ભણતર માટે ભારત આવ્યો હતો. સખત સ્ટાઈલીસ્ટ અને દેખાવડો કોલેજની લગભગ છોકરીઓ તેના પ્રેમમાં પડવા તૈયાર હતી. પણ આનંદને એવી છોકરી જોઈતી હતી જે તેના જેવુજ વિચારતી હોય. જેને જીવન જીવવું હોય, કહેવાયને ખતરો કે ખીલાડી હોય. નિહારીકામાં આનંદને એ છોકરી દેખાણી. આનંદે ધીમે ધીમે નિહારીકા સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. બન્નેને એકબીજાની કમ્પની ખૂબ ગમવા લાગી. થોડા જ સમયમાં સારા મિત્રો બની ગયા.
એક વાત કે નિહારિકા, તે વિચાર્યું હતું કે તું તારી લાઈફની પહેલી કિસ આવી રીતે કરીશ? આનંદે પૂછ્યું, સાલા, વિચારે છે કોણ??? - નિહારિકા,,,
આનંદ - એમ નહિ એ તો તારા નસીબ સારા કે હું ત્યાં આવી ગયો, કોઈ બીજું હોત તો તું કિસ કરેત?
નિહારિકા - તું મને લાઈન મારે છે?
આનંદ - ના હું તને કાઈ મારી ના શકું, તને વાગી જાય તો.
દરમ્યાન એક ચોકલેટ કમ્પની દ્વારા એક ર્ષ્ઠદ્બીૈંર્ૈંહ રાખવામાં આવી, ‘મેડ ફોર ઈચ અધર’ આ એક ઓનલાઈન ર્ષ્ઠદ્બીૈંર્ૈંહમાં એક ફોર્મ ભરવાનુ હતું. જે બે વ્યક્તિનાં ફોર્મ મેચ થાય, વિજેતા જાહેર થવાના હતા, આખા ભારતમાંથી ૫ લાખ છોકરા છોકરીઓએ આમા ભાગ લીધો જેમાં આનંદ અને નિહારીકા વિનર રહ્યા. બન્ને એક વીકનું વેકેશન જીત્યા.
જીતની ખુશી મનાવા આનંદ અને નિહારિકા મળ્યા, આનંદને થયું કે આજ સાચો સમય છે, દિલ ની વાત કરવાનો, એટલે આનંદે સમય જોઈને નિહારીકાને પોતાના દિલની વાત કહી, આપણાં વચ્ચે લવ પોસીબલ નથી, હું તો તને સારો મિત્ર માનુ છું, નિહારીકાએ કહ્યુ.
આપણે બન્ને એકબીજા માટે બન્યા છીએ, એક સરખા વિચાર ધરાવીએ છીએ, શોખ એક સરખા છે, તું જ વિચાર કર ૫ લાખ લોકોમાંથી આપણા બેજ વિજેતા બન્યા, આપણે એક બીજાની પરછાઈ છીએ. આનંદ પોતાની દલીલ રજૂ કરે છે. ત્નેજં ષ્ઠરૈઙ્મઙ્મ અટ્ઠટ્ઠિ, હું આવુ બધું નથી માનતી, મને બદ્ધી ખબર છે,
આનંદ - શું ખબર છે?
નિહારિકા - આ તમારા બધા છોકરાવની ટ્રીક,
આનંદ - કઈ ટ્રીક
નિહારિકા - હમમમ પેલા લવી-ડવી વાતો કરે અને ફાઈનલી લઈ જાય બેડ પર,
આનંદ - વોટ? તે મને એવો સમજ્યો છે?
નિહારિકા - જો આનંદ આપણે સેક્સ માટે પ્રેમમાં પડવાની જરૂર નથી, અને જો આપણા વચ્ચે કંઈ હશે તો મને પણ ફિલ થશે, રિલેક્ષ ચલ બીયર પિવડાવ. આપણે વેકેશન જીત્યા છીએ. લેટ અસ સેલીબ્રેટ.
આનંદને નિહારિકાની અધુરી મુકેલી વાતે પૂરો પરેશાન કરી દીધો, પ્રેમની ના પાડે છે અને સેક્સનો વાંધો નથી, આજકાલની છોકરીઓને અડવા જાવ તો તરત બોલે હજુ હું તારી હાફ-ગર્લફ્રેન્ડ છું આ બધું લગ્ન પછી? આ વિચારથી આનંદના દિલ સાથે ઘણું બધું ડોલી ગયું..
બન્ને ટ્ઠઙ્ઘદૃીહેંર્િેજ િંૈ પરથી પાછા ફર્યા, આનંદે નિહાને ટાઈમ આપવાનું નક્કી કર્યુ, એ દરમ્યાન તેણે નિહા ને મળવાનું ટાળ્યુ, બીજી બાજૂ નિહારીકા આનંદ ને મીસ કરવા લાગી, બન્ને એક જેવાજ હતા એટલે કોઈએ વાત કરવાની પહેલ ન કરી. વાતાવરણ ટીપીકલ હિન્દી ફિલ્મ જેવું થવા લાગ્યું..
કોલેજમાં ફેરવેલ ફંક્શનની તૈયારી થઈ રહી હતી હવે આ છેલ્લો મોકો હતો આનંદને મળવાનો વાત કરવાનો નિહારિકાના સવાલોના જવાબ મેળવવા નો.
તો અચાનક તને તારા હ્વીજં દ્બટ્ઠંષ્ઠર સાથે શું વાંધો પડયો? કે પછી તને કોઈ બીજુ ીકિીષ્ઠં દ્બટ્ઠંષ્ઠર મળી ગયુ? નિહારીકાએ આનંદને પૂછ્યું,
આનંદ - હા, મારા વિચાર થોડા ક્રાંતિકારી છે પણ હું એવોભી નથી કે એક છોકરીની આખુ જીવન રાહ જોયા કરૂં?
બસ બોવ થયું એમ કહી ચાલૂ પાર્ટીએ બધા લોકો સામે નિહારીકાએ આનંદને પોતાની તરફ ખેંચી એના હોંઠ પર તસતસતુ ચુંબન કર્યુ. આ ઘટના લગભગ ૩મિનીટ ચાલી. નિહારિકા એ આનંદની આંખમાં આંખ નાખી કહ્યું, પેલા દિવસે મળેલા ત્યારે જે કિસ કરી હતી અને આજની કિસમાં તને કઈ ફરક લાગ્યો, આનંદે કઈ જવાબ આપ્યા વગર રીટર્ન કિસ કરી જાણે ત્યાં કોઈ છેજ નહી તેમ બન્ને પ્રેમ રસમાં ડૂબી ગયા. ત્યાં ઉપસ્થિત રહેલા બધા મિત્રોએ જૉરદાર તાલીઓ દ્વારા બન્નેને વધાવી લીધા.
આ રીતે નિહારીકા અને આનંદના પ્રેમની શરૂઆત થઈ. બધું બોવ સરળ જી રહ્યું છે નહિ? અપેક્ષા મુજબ, તો ચાલો કહાનીમાં ટ્વિસ્ટ લાવીએ..
બે વર્ષ પછી નિહારીકાનું ઘર.
છિી ર્એ ખ્તેઅજ જીર્િૈેજ??? પાગલછો તમે લોકો, લગ્ન કરવા માગો છો? શું સમજવાનું મારે, હું તારો બાપ છું, સમજૂ છૂ તને, તું અને આનંદ લગ્ન માટે નથી બન્યા. બન્ને એકબીજા જેવાજ છો એક સરખુ વિચારો છો, મને તો એમ થયું તમે માત્ર મિત્રો છો. નહી આ લગ્ન પોસીબલ નથી. ૈં ર્ઙ્ઘહ’ં ટ્ઠખ્તિીી.
જૈિ, હું તમારી ડોટરને ખૂબ ચાહું છું. તમને ફરીયાદનો મોકો નહી આપુ. આનંદે દલીલ કરી.
એ તો મને ખબર છે, છેલ્લા બે વર્ષમાં તમે લોકો ૫૦ વાર જગડયા છો, છુટા મેં પડયા છે, અને નૂકસાન તો મારૂજ થયુ છે, વસ્તુઓ મારા ઘરની ટૂટી છે, જો ભાઈ પરમાનંદ, સર આનંદ, હા જે હોઈ તે, જો મારી દિકરી ભયંકર એશો આરામમા ઉછરી છે. જયારે એની કોઈ જરૂરીયાત પૂરી નથી થતી ત્યારે એ આખુ ઘર માથે લે છે. એ મોટી થઈ ત્યાં સુધીમાં એ ૨૫ તો ટી.વી તોડી ચૂકી છે. અને એવુ તો ઘણું બધુ છે. એ કોઈથી હારવા નથી માગતી જેવી રીતે તુ કોઈથી હારવા નથી માંગતો, અરે તમારૂ આખુ જીવન એક એકબીજાને હરાવામાંજ જતુ રહેશે. આવા નખરા એનો બાપ જ ઉપાડી શકે છે, વર નહી. ર્જી ૈંજ હ્વીંીંિ ર્એ જંટ્ઠઅ ટ્ઠુટ્ઠઅ કર્િદ્બ દ્બઅ ઙ્ઘટ્ઠેખ્તરીંિ.
નિહારીકાના પપ્પાના મેરેથન ડાઈલોગ પછી થોડી શાંતી છવાઈ ગઈ.
પાપા તમારી બધીજ વાત સાચી છે, અને બિજી વાત પણ એટલીજ સાચી છેકે હું અને આનંદ એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ. અને પાપા જો મને આટલુ જાણવા છતા આનંદ મારી સાથે લગ્ન કરવા માગે છે, એ પ્રેમ નથીતો શું છે? અને કોઈ અજાણ્યો છોકરો મારી સાથે કેવી રીતે રહેશે. નિહારીકાએ પોતાનુ મૌન તોડયૂ.
જનરલી નિહારીકા આટલા પ્રેમથી વાત નથી કરતી. કોઈ તોડફોડ વગર વાતની શરૂઆત કરે એ બિઝનસ ટાઈકૂન નરેન વિરાણીની છોકરી કેવી રીતે હોઈ શકે?
જો દિકરી, આ બધા જીેૈષ્ઠૈઙ્ઘટ્ઠઙ્મ જઅદ્બર્ંદ્બજ છે, અને આ બધૂ નવૂ નવૂ હોઈ ત્યાં સુધી સારૂ લાગે. જ્યારે વાસ્તવીક જીવનમાં તમે પગ માંડો છો ત્યારે આ બધા સમીકરણો યાદ પણ નથી રહેતા. આ પ્રેમ એક ચાઈનીસ મટીરીયલ છે, જેમા કોઈ એક્ષપાયરી ડેઈટ નથી હોતી પણ ટકીજ રહેશે તેની કોઈ ગેરંટી પણ નથી હોતી. ટકી જાય તો ચાંદ સુધી નહીતો સાંજ સુધી,,,,નિહારીકાના પાપા એ સમજાવાની કોષીશ કરી.
તો શું પાપા તમારી આ બીકને કારણે તમે મારા લગ્ન કોઈની સાથે નહી થવાદો. પાપા અમે બદલાઈશુ અને અમારે તમારી વિરૂધ્ધ જીને કશું નથી કરવુ. તમે નાનપણથી આજ સુધી મારી બધીજ જીદ પૂરી કરી છે, પણ આજે હું તમારી પાસે મારી જીદ પૂરી કરાવા નથી માગતી, ઈચ્છુ છુ કે તમે મને સમજો.
મારી દિકરી આજે ખરેખર મોટી થઈ ગઈ છે. એટલું બોલીને નિહારીકાને ભેટી પડયા. લગ્ન માટે હામી ભરી પરંતુ તેમનું મન હજુ પણ માનવા તૈયાર ન હતું.
સર, તમારા આ ટીમ સેલેબ્રેશનમાં હું પણ જોડાઈ શકૂં? આનંદે રમૂજ કરતા પુછ્યૂ, અને તમે ચિંતા નહી કરો આ ગાંડીનું હું ધ્યાન રાખીશ, ‘પરછાઈ’ બનીને હંમેશા એની સાથે રહીશ.
લગ્ન થયા થોડા સમય માટે એવુ લાગ્યુ કે બધુ બદલાય રહ્યુ છે, પરંતુ જ્યારે તમે બદલાવના પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે એક બીજા એકમેકને સમજે અને વર્તનમાં સહાનુભૂતીની અપેક્ષાઓ ખૂબ વધી જતી હોય છે.
દોઢ વર્ષ પછી.
બસ બોવ થયું હવે મારાથી આ સતી સાવીત્રીનું નાટક નથી થતુ. મારે મારા મિત્રો સાથે પાર્ટી કરવી છે. ઘણા દિવસો થયા અમે પાર્ટી નથી કરી. નાટકતો મારાથી પણ નહી થાય હવે, પૂરા પંદર દિવસ નથી થયા તે પાર્ટી કરી એને, તારી પાર્ટીના કારણે આપણે બે અપાર્ટમેન્ટ પહેલેથી બદલાવી ચૂક્યા છીએ અને હું નથી ઈચ્છતો કે, તારા લીધે હું આ શહેરમાં ઘર શોધતો ફરૂ. મારે નોકરી કરવી કે ઘર શોધતો ફરૂ?
એ બન્ને ઘર મારા લીધે બદવાવા પડયા તું કહેવા શું માંગે છે? આઈ કાન્ટ ર્ંઙ્મીટ્ઠિીં ર્એ ટ્ઠહઅર્દ્બિી. મારાથી આ નહિ થાય.હું જાવ છું મારા પાપાને ઘરે,
આનંદ - હા જતી રે તારા બાપના ઘર અને સાબીત થવાદે કે એ સાચા હતા, બોવ તો બોવ શું કરશે એ બીઝનેસ ટાઈકૂન મિસ્ટર વિરાણી, એની મોટી ફાંદ પર હાથ મૂકીને કહેશે, જોયું હું તમને કહેતોજ હતો કે તમારા લગ્ન નહિ ટકે.
નિહારિકા - જો સાલા તું મારા પાપાને કાઈ ના કહેતો એટલું બોલી ફ્લાવર વાસ આનંદ તરફ ફેંકે છે, આનંદ જેમતેમ કરીને બચી જાય છે પણ તેનું ટી.વી. બચી નથી શકતું.
આનંદ નિહારિકા ને મારવા હાથ ઉગામે છે, નિહારિકા - માર માર મને આટલા વર્ષોમાં જે મારા પાપાએ પણ નથી કર્યું એ તું કર. મારા પાપા જ મારૂં ધ્યાન રાખતા તા, તું શું મારૂં ધ્યાન રાખવાનો, અને બીજા ફ્લાવર વાસ સાથે આ વખતે બારી નો કાંચ તુટ્યો,
ઝઘડો ઉગ્ર થતો ગયો આનંદ લગભગ નિહારિકા પર હાથ ઉઠાવાની તૈયારીમાં હતો ત્યાં, નિહારિકા ઢળી પડી, આનંદ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો.
જો નિહારિકા બધું સરખું થઈ જશે ૈં દ્ભર્હુ કે હું તારા પાપા જેવો નથી પણ હું બનવાનો પ્રયત્ન કરીશ જો જો તું ગઈ કાલની વાત મનમાં નહિ લેતી, આખરે આપણાં બાળકનો સવાલ છે, હા આપણે માતા-પિતા બનવાના છીએ,
આનંદ અને નિહારિકા ને ત્યાં બાળકનો જન્મ થયો, થોડો સમય બધું શાંત રહ્યું પણ પ્રકૃતિ તો પ્રાણ સાથેજ જાય. હાલાત પહેલા કરતા વધારે બગાડવા માંડી.
૮ આંઠ વર્ષ પછી.
નિહારિકા - આનંદ તે પેલી હોસ્ટેલ માં વાત કરી?
આનંદ - જો નિહારિકા, આ વાત પતિ ગઈ છે, તું ફરીથી શરૂ નહિ કરીશ?
નિહારિકા - પણ આજે નહિ તો કાલે આ કરવાનુજ છે, તો હમણાં કેમ નહિ??
આનંદ - નિહારિકા, પ્રથમ સાત વર્ષનો છે, એ કઈ રીતે હોસ્ટેલમાં રહી શકે,
નિહારિકા - એ હું નથી જાણતી, પણ તું જો હું સાવ આંટી થતી જાવ છું આના પાછળ, મારાથી આ બંનેનો ઉછેર નથી થતો, પ્રથમ અથવા રાજવી બંને માંથી એક ને તો હોસ્ટેલમાં જવુજ પડશે, નહીતર હું મારા પાપાને ત્યાં ચાલી જીશ,
આનંદ - તું દુનિયાની પહેલી એવી માં હોઈશ જે આવી વાતો કરે છે, તને સેહ્જેય શરમ નથી આવતી? પ્રથમ અને રાજવી સ્કૂલથી આવતા હશે મારે બાળકો સામે આવી કોઈ માથાકૂટ નથી જોઈતી..
નિહારિકા - આજેતો ભલે બાળકો પણ જુવે, પણ આ વાતનો નિર્ણય આજે આવીનેજ રહેશે. તારે તો આખો દિવસ ઓફીસના નામે ઐયાશી કરવી છે,
આનંદ - હું અઈયાશી કરવા જાવ છું, આ રાત દિવસ ગધેડાની જેમ કામ કરૂં છું ત્યારે આ તારા શોખ બધા પૂરા થાય છે,
નિહારિકા - હા તો મારા પાપા એ તો કહ્યુંજ તું કે તેની સાથે બીઝનેસમાં જોડાય જા, ત્યારે તો આદર્શની પીપુડી વગાડી,
આનંદ - ર્એ ાર્હુ ુરટ્ઠં નિહારિકા, હું તારા સાથે વધારે નહિ રહેવા માગતો, જો પ્રથમ અને રાજવીના ભવિષ્યનો ખયાલના હોત તો તને ક્યારનીયે છોડી દીધી હોત,
નિહારિકા થોડું વિચારીને - હવે, હવે મને સમજાણું તારૂં ક્યાંક બીજે ચક્કર છે, એટલે તું મારી સાથ ઝઘડા કરે છે, તે મારા બાપની દોલત માટે મારી સાથે લગ્ન કર્યા છે.
આનંદ - રટ્ઠદૃી ર્એ ર્ખ્તહી દ્બટ્ઠઙ્ઘ, ગુસ્સા માં નિહારિકા તરફ ઘસી આવે છે, હા છે છે ચક્કર, તારા કરતા સાત દર્જે સારી છોકરી છે, મારૂં અને મારા બાળકો બંને નું ધ્યાન રાખશે,
ઝઘડો બેકાબૂ બનતો જાય છે, એક બીજાને રોકવાને બદલે, બંને એક બીજાના આરોપોને વેગ આપે છે, નિહારિકા ર્દૃૈઙ્મીહં બની જાય છે, આનંદ પણ તેના પર હાથ ઉપાડે છે, ઝઘડામાં ને ઝઘડામાં આનંદ નિહારિકાને ધક્કો મારે છે, નિહારિકાનો પગ સરકી જાય છે અને તે બીજા માળેથી પટકાય છે, અને તેનું મૃત્યુ નીપજે છે,
આનંદના હાથ લોહી-લોહાણ હતા, એ હાંફળો ફાંફળો થઈ આમ તેમ બઘવાયેલો ફરી રહ્યો હતો. આંખ માંથી આંસૂઓની ધારા વહી રહી હતી. એ કઈક શોધી રહ્યો હતો, બેડ રૂમ તરફ ગયો, દરવાજો ચેક કરે છે, આ શું થઈ ગયું? નિહારિકા.........
પોલીસને બોલવું કે નહિ, ના ના આ માત્ર એક બનાવ છે એવું પોલીસ નહિ મને, મારા અને નિહારિકા વચ્ચે હાથ ચાલાકી થઈ હતી, એ મને સજા કરશે તો, મારા મારા બાળકોનું શું થશે? એને કોણ ઉછેરશે, અને તેના નાના ને ત્યાં ઉછરશે તો એ બંને પણ નિહારિકા જેવાજ બની જશે,
નિહારિકા મને માફ કરજે પણ મારે તને ઠેકાણે પડવી પડશે,
બાળકોને બાળકો ને શું કહીશ??? એ લોકો પૂછશે ત્યારે જોઈલશ,,,,
મારાથી આ શું થઈ ગયું, રડતા રડતા એને ઘરના ગાર્ડનમાં નિહારિકાની લાશને દાંટી દીધી,
પ્રથમ અને રાજવી સ્કૂલએ થી ઘરે આવે છે, રાત પડી જાય છે પણ કોઈ નિહારિકા વિષે પૂછતું નથી, બે દિવસ વીતી જાય છે, ૪ દિવસ વીતી જાય છે, ૬દિવસ વીતી જાય છે, બંને બાળકોમાંથી એક પણ નિહારિકા વિષે પુછાતા નથી પણ બંને સૂનમૂન થઈ ગયા છે, પોતાની જાતને રૂમમાં બંધ રાખે છે, આનંદને આ વાત ખટકવા માંડી, તે પણ સાવ તૂટી ગયો છે, અને આનંદ આ વાત ને લઈને ખુબ ચિંતીત હતો કે પ્રથમ અને રાજવી કોઈપણ નિહારિકા વિષે પુંછતા કેમ નથી અને તેમના આવા વર્તન પાછળ શું કારણ હોઈ શકે??
તે બાળકોના રૂમમાં ગયો, તે બંનેની બાજુમાં બેઠો, બાળકો ત્યાંથી દોર ભાગી ગયા, આનંદે પ્રેમથી પૂછ્યું શું થયું બેટા ૬ દિવસ થઈ ગયા તમે તમારી મમ્મીને મળ્યા નથી, તમે બેય મમ્મી વિષે પૂછતાં કેમ નથી???
મમ્મા છે તો ખરા,
શું બોલો છો તમે? - આનંદ, ખુબ આશ્ચર્ય સાથે,
અમે તો એજ જોયા કરીએ છીએ કે ૬ દિવસ થી મમ્મા તમારા પાછળ પાછળ કેમ ફર્યા કરે છે?????
મમ્મા અમારી સાથે વાત કેમ નથી કરતા?
આનંદ તરત પાછળ જુવે છે, ત્યાં કોઈ નથી હોતું. પરંતુ તેને કોઈ હોવા નો ભાસ થઈ છે, તે એકદમ ડરી જાય છે અને નીચે જમીન પર પટકાઈ જાય છે. તેનો મગજ ભમવા લાગે છે, આ શું થઈ રહ્યું છે? તેની પાછલી આખી જીંદગીનું ફ્લેશ-બેક દેખાવા માંડે છે, નિહારિકા સાથેની પહેલી મુલાકાતથી લઈને તેના મૃત્યુ સુધીની આખી સફર તેની નઝર સામે એક ફિલ્મની રીલની જેમ દોડી જાય છે, ત્યાં અચાનક તેને નિહારિકા ને કહેલી વાત યાદ આવે છે,
‘જીવનમાં કોઈ પણ દૂખ આવે હું તારી પરછાઈ બની ને રહીશ’.
એ બાળકો ને ભેટીને જોરજોરથી રડવા લાગે છે, નિહારિકાના પાપાને ફોન કરે છે, અને પોલીસ સ્ટેશન પહોચી બધી વાત કરે છે, નિહારિકાના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
ખોટા સપનાઓથી ભરેલી ભ્રામિક જીંદગીને જયારે જીવનની સચ્ચાઈ પર પરીક્ષા આપવાની થાય છે ત્યારે અમુક લોકોજ એમાં ઉતીર્ર્ણ થતા હોઈ છે. પ્રેમની બાબતજ એવી છે, ઉતાવળે નિર્ણય લઈને જીવન બરબાદ કરવા કરતા, થોડો સમય એકમેકને આપી છુટા પડવું સારૂં, મૂવ-ઓનનો કોન્સેપ્ટ ક્યારે લોકો સમજાશે?