Mata ne Patra Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mata ne Patra

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : માતાને પત્ર

શબ્દો : 1026
સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

માતાને પત્ર

પ્રિય મા,

મા તને ખબર છે કે તને હું તુકારે કેમ બોલાવું છું ? લગભગ સમજણી થઈ ત્યારથી અત્યારસુધીમાં એક તારો જ ચહેરો એવો છે જે હું આંખ બંધ કરું અને તરત જોઈ શકું છું, અને તેમ છતાંય ક્યારેય મને તારો ભૂતકાળનો ચહેરો યાદ નથી આવતો, પણ છેલ્લે મળ્યા હોય ત્યારે જે કપડાંમાં, જેવી પણ તને જોઈ હોય ને એ જ ચહેરો હું જોઈ શકું છું, ક્યારેય તારી કલ્પના હું નથી કરી શકી કે તું શું પહેરે ઓઢે તો તું કેવી લાગે, પણ હું જ્યારે પણ તને યાદ કરું ત્યારે તું મને મારા જેવી જ લાગે, મારી પોતાની, અને કાયમ એકસરખી જ લાગે, મને યાદ છે ત્યાં સુધી મેં તને ઘણીવાર તેં કંઈક નવું પહેર્યુ હોય ત્યારે કહ્યું હશે કે વાહ આ તો તને ખૂબ સરસ લાગે છે હોં, ક્યારેક એવુંય કહ્યુ હશે કે આ તને સારુ નથી લાગતું, કે તારા પર સ્યૂટ નથી કરતું, પરંતુ તેમ છતાંય જ્યારે તું મારી સામે ન હોય ને ત્યારે ક્યારેય મને એવો વિચાર આવ્યો જ નથી કે તને શું સારુ લાગે અને શું સારું ન લાગે, કારણ ક્યારેય તારો અન્ય કોઈ વિકલ્પ મેં વિચાર્યો જ નથી, તું તો બસ મારી મા, એનાથી વિશેષ મારે તને કઈ વ્યાખ્યામાં બાંધવી બોલ તું જ કહે મને ?


કદાચ ઈશ્વરે મને તારા માટે આટલી બધી કલ્પના શક્તિ એટલે જ નહીં આપી હોય કદાચ દુનિયેમાં લગભગ કોઈને પણ પોતાની મા માટે કલ્પના શક્તિ આપી જ નહીં હોય કે તે કેવી રીતે રહે તો આપણને ગમે, સતત બે દિવસથી મને તારા ધિચાર સતત આવે છે, આપણે સાથે હોઈએ પણ છીએ અને છતાં આપણે દૂર છીએ કારણ, અત્યારે તારા જીવનમાંથી થયેલ તારી ભાભીની બાદબાકી, એમનાં સ્વર્ગવાસે તને ઘણી વ્યથિત કરીશે અને એટલે જ હું તારા વિચારોમાં છું, કે હવે શું ? મનેય મારી મામી ખૂબ જ વહાલી પણ તોય તું મને થોડીક વધુ ગમતી હોઈશ અને એવું પણ મને હમણાં જ ખબર પડી, કારણ મામા અને મામી તને ક્યાં ક્યાં વધુ સાચવી લેતાં, અને જ્યારે પણ મને તારી પાસે પહોંચવાની ઈચ્છા હોય ત્યારે એ લોકો મારી કરતાં થોડાંક જ વધુ વહેલાં પહોંચી જતા ત્યારે મને એમના પર ગુસ્સોય ચડ્યો હશે, પણ એમનાં થકી મારે કેટલી હાંશ હતી તે મને આજે સમજાઈ રહ્યું છે, બાનાં અવસાન પછી સતત તને સધિયારો આપે એવી તારી ભાભી જ હતી ને, કારણ હું તો તને જરીક વધુ પ્રેમ કરું એટલે લડી પણ લેતી તારી સાથે, પણ મામી, મામીએ તો ક્યારેય તને કંઈ જ કહ્યું નથી બા નાં ગયા પછી, સતત બેનને કેમ હશે ની ચિંતા પણ એ જ તો કરતા, મામી વધુ ન જીવી શક્યા અને કદાચ હોત તો પોતાની માંદગીને લઈને વધુ ખરાબ શારિરીક પરિસ્થિતિમાં જીવ્યા હોત તેવું હું મનોમન સ્વીકારી શકી છું, પરંતુ હા, નથી સ્વીકારી શકી એ ખાલીપાને કે જે એમનાં અવસાને મામાને આપ્યો છે, નથી સ્વીકારી શકી એ તારી એકલતા જે એક સખી નાં જવાથી બીજીને હૈયુ ક્યાં ઠાલવવું નો વલોપાત જ પજવી જાય, અને નથી સ્વીરી શકી તારું રડ્યા પણ વગર મામીની જગાએ મા બનીને બંને મારી બહેનો અને નાનાભાઈને પ્રેમથી પાશમાં લઈ લેવું, કારણ હું જાણું જ છું કે દુખી છે, હવે કોની સાથે હૈયું હળવઅં કરીશ નો ભીષ્મ પ્રશ્ન તને શું નહીં પજવતો હોય ? છતાં પણ તું એક કાચબાની જેમ એક કોચલું ઓઢીને જાણે કે બે જ દિવસમાં જીવવા લાગી છે, તારે મને પણ કંઈ જ નથી કહેવું ?


હશે ચાલ જવા દે એ બધી વાતને, તને એક બીજી વાત કરું, તને યાદ છે બા કેવું એમના છેલ્લા સમયમાં આપણને કોફી પીવા માટે કહેતાં અને એકવાર મામીના હાથની કોફી પીધી હોય તોય ફરી બીજીવાર આપણે કોફી પી લેતાં, જો ગમે તેટલી વાત કરવા જાઉં છું ને તોય આ મામી વચ્ચે આવી જ જાય છે, આપણને બધાને જ એમણે ખૂબ પ્રેમ આપ્યો, પણ મારે તને જે કહેવું છે ને તે સીધી નો ચોક્ખી વાત એમ છે કે કદાચ હવે તને ક્યારેય હૈયુ હળવું કરવાનું મન થાય ને તો મને કહેજે હોં, તારે મને એવું કહી દેવું કે તારી મામીના બદલાનો મેં તને ફોન કર્યો છે, હું એમની જેમ જ એમનાં જેવી બનીને તારી બધ્ધી જ વાત સાંભળવા અને સમજવા પ્રયત્ન કરીશ, પણ તું તારી જાતને જરાય એકલી ન સમજતી હોં મા, કારણ.. હું તને ખૂબ પ્રેમ કરું છું, ઓલી મેં તને વાત ન કરી કે ઈશ્વરે લગભગ કોઈને પણ પોતાની મા શું કરે તો કેવી લાગે, અને શું કરે તો આપણને ગમે એવી કલ્પના શક્તિ આપી જ નથી, કારણ કલ્પના તો એની થાય જેનું કોઈ રૂપ વહાલું હોય, સ્થૂળ અને લૌકિક આકર્ષણ હોય, આપણો તો નાળનો સંબંધ, કેવી રીતે આવું જ ગમે એવાં નિયમો આવી શકે, ના આપણાં બે વચ્ચે કોઈ સીમા નહીં ન કોઈ મર્યાદા... આપણી વચ્ચે બસ એક જ વાત, સતત લાગણી અને સતત સાથ, અને બસ પરસ્પર હૂંફની જ વાત, આથી વિશેષ કંઈ જ નહીં, તું એમ ન માનતી કે મામીનાં મૃત્યુનાં સમાચારે મને વિચલીત કરી નાંખી છે, એવું થયું જરૂર છે પરંતુ તારે મારી ચિંતા કરવી પડે એટલું બધું નહીં, ચિંતા તો હવે મારે તારી કરવાની, અત્યાર સુધી તું મારી મા હતી ને આજથી હું તારી મા, કોઈ પણ વાત હોય મને તારે મૂંઝાયા વગર કહી જ દેવાની, આ દરેક વાત તને જો હું સામે રહીને કહેવા બેસતને તો હું ખૂબ રડી પડત, કારણ અંતે તો હું ય તારુ બાળક જ છું ને પરંતુ મારે હવે સમજણાં થવાનો સમય આવી ગયો છે એ મને સમજાય છે, એટલે આજથી આપણાં બહેનપણાં શરૂ.


હવે પાછી મૂળ મુદ્દા પર આવું કે હું તને તુકારે કેમ બોલાવું છું તો એ વાત તને કહું, જ્યારે બે જણ વચ્ચે કોઈ ભેદ ન રહે અને જે ઐક્ય લાગે ને ત્યારે હું અને તું જ બની જવાતું હોય છે, હવે તો મને મોટાભાગે મારા પોતાનાં ચહેરામાં પણ તારો જ ચહેરો દેખાવા લાગ્યો છે, અને આપણે કાંઈ આપણી પોતાની જાતને માનાર્થે બહુવચન થોડી બોલાવાય ? અને તું મારા પોતાનાં સિવાય બીજા શરીરમાં જીવે છે એટલે જ હું નાં બદલે તું એમ પ્રેમાર્થે એકવચન નાં તુકારમાં તું આખી... તારું આખ્ખે આખ્ખું અસ્તિત્વ આવી જાયવછે મા, અને હવે કાંઈ હું તને એમ નહીં કહું કે હું તને બહુ પ્રેમ કરું છું પણ હા, ખૂબ કરું છું અનહદ કરું છું અને એટલે જ હું તને તુ કહું છું મા.
આ તારું નામ આવે ને એટલે મને આ પત્રનો અંત કેવી રીતે લાવવો એ પણ નથી જ સમજાતું અને એટલે જ બસ હવે અહીં વિરામ લઈશ, અને બસ આપણે જલ્દી મળીએ, તુ મારી રાહ જોજે હોં...


તારી બસ તારી જ દિકરી


નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888