NO WELL: Chapter-12 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-12

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ -૧૨)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામે પોતાના દિલની વાત ઝરીન સામે રજુ કરી અને હવે આગળ...

પ્રકરણ- ૧૨

જી.એસ.ની ચુંટણીના યાદગાર દિવસે વિર્ધાથીઓની પૂરેપૂરી હાજરીથી પાર્કિગની રોનક અલગ આવતી હતી.

વર્ષમાં બે દિવસે જોવા મળતી એક એન્યુઅલ ફંકશન અને બીજું જી.એસ.ની ચૂંટણી સમયે... જે દિવસની અત્યંત આતુરતાથી રાહ જોવાતી હતી, એ જી.એસ.ના ઈલેકશનનો દિવસ આવી ગયો હતો.

સવારમાં દસ વાગ્યે બધા વિધાર્થીઓ હાજર થઈ ગયા. જી.એસ.ના ઇલેકશન માટેનું વાતાવરણ કોઈ લોકશાહીની ચૂંટણી જેવું હતું.

વિદ્યાર્થીઓ તેમને આપેલી ચિઠ્ઠીમાં ચાર નામમાંથી એક નામ પર ખરું કરીને પેટીમા નાખી મત આપવાના હતા. એ મતદાન પેટી ચાર ઉમેદવારની વચ્ચે ખોલીને એના એજ દિવસે મતગણતરી કરવાની હતી.

શરૂઆતના બે કલાકમાં વિદ્યાર્થીઓ દ્વારા મતપેટીમાં ચિઠ્ઠી સરકાવીને તેઓએ જેને મત આપ્યો છે એ જ વ્યક્તિ ચુંટાઈ આવશે તેવી આશા સાથે મોટાભાગનું મતદાન થઈ ગયું.

મત આપીને નીલે રાકેશની પાસે આવીને કાનમા કહયું, ’તને મત આપ્યો છે અને આપણા બધા વિર્ધાથીઓનો સપોર્ટ મળી ગયો છે. ખાસ કરીને આપણા બધા વ્યકતીઓનો.’

‘ઠીક છે. બીજું કઈ?’ નીલ રાકેશની ઈલેકશન સમયની બધી હિલચાલથી વાકેફ હતો. પોતાની સલામતી માટે તેણે રઝીયા સાથે થયેલા બ્રેકઅપ વખતે શું વાત કરવી અને કઈ રીતે કોમી વાતાવરણ ઉભું થશે એ વાતોને રેકોર્ડ કરી લીધી હતી. જે વાતથી રાકેશ પણ અજાણ હતો.

‘ના, તારો પ્લાન સફળ ગયો. સંદીપ મત આપવા આવ્યો છે?’ નીલે રાકેશની પાસે આવીને કહ્યું.

તેણે નીલને નાક પાસે આંગળી રાખી, આંખોના ઈશારા વડે ઘર્મના નામે રમાયેલા રાજરમતના ખેલ વિશે કઈ પણ ન બોલવા કહયું.

બઘાના ચહેરા પરના હાવભાવ પરથી રાકેશની જીતની અણસાર આવતી હતી. આનંદીએ ગર્લ્સના ગ્રુપમાંથી અલગ પડીને રોકી પાસે ખુશ થતા આવીને તેને સમાચાર આપીને ખુશ કરી દીધો.

‘ખરેખર?’ સમાચાર સાંભળી આનંદનો પાર ના રહેતા પૂંછ્યુ.

‘હા, હમણા પપ્પાનો કોલ આવ્યો હતો તેમણે કીધું છે કે તે આવે છે,’ આનંદીએ જણાવ્યું.

પ્રિન્સીપાલ હિમ્મતલાલની સાથે તેના હાથમા એક લીસ્ટ લઈને બધાની વચ્ચે સ્ટેજ પર આવીને બોલ્યા. ‘આ વખતનું જી.એસ.ચુંટણીનું પરિણામ વિદ્યાનગરના પ્રમુખ શ્રી હિમ્મતલાલ પટેલ જાહેર કરશે.’

સફેદ કપડા, હાથમા સોનાની લક્કી, ગળામા ચેન આજે તેમને એક રાજકારણી તરીકે ઉપસાવતા હતા. ‘સુપ્રભાત, વિર્ધાથીમિત્રો, આજે મને તમારી વચ્ચે આવીને આંનદ થયો છે. આજથી વર્ષો પહેલા મેં અહીંથી જ રાજકારણ તરફ પ્રયાણ કરેલું અને આજે આ સ્થાન પર પહોચ્યો છું. જી.એસ. એવું સ્થાન છે જેનો ઉપયોગ કરીને તે લોકોની વચ્ચે પોતાનું આગવું સ્થાન ઉભું કરી શકે છે. વધુ સમય ન લેતા જાહેર કરું છું કે આ વખતનો જી.એસ. રાકેશને નીમવામાં આવે છે. રાકેશ પાસે આશા રાખું કે એ કોલેજમાં વિદ્યાર્થીઓને શકય એટલા મદદના પ્રયત્નો કરશે,’ તેમણે રાકેશ તરફ ફરીને જોયું.

રાકેશનું નામ સંભાળતા થોડા કેટલાક લોકોના ચહેરા પર એક પ્રશ્નાર્થ દેખાયો કે તે કઈ રીતે જીત્યો? હિમ્મતલાલે તેને સ્ટેજ પર હાર પહેરાવી, કપાળ પર કંકુનો ચાંદલો કરી જી.એસ.નું સ્થાન સોપ્યું. રાકેશે વિર્ધાથીઓ તરફ ખુશી વ્યક્ત કરતાની સાથે હવે તેમની બધી જવાબદારીઓ તેના પર છે એવું આશ્વાસન આપ્યું.

રાકેશ સ્ટેજ પરથી નીચે ઉતર્યો.

‘કોન્ગ્રેચ્યુલેશન’ સૌથી પહેલી જીતના અભિનંદન આપતા ફૈઝલે રાકેશને હાથ મિલાવીને તેના ખભા ઉપર બેસાડી દીધો.

ફૈઝલના ચહેરા પર પોતાની જીતની ખુશી જોઇને રાકેશ થોડો સમય તો આશ્ચર્યમા પડી ગયો કે જે વ્યક્તિ આપણને હરાવી દે એની જીતને પણ વધાવી લે એ તેના કરતા બધાની ફૈઝલ પ્રત્યે ચાહના વધારે કેમ હોવાનું કારણ ખબર પડી.

આંનદી દુરથી રાકેશ સામે જોઇને હળવું હસવા લાગી. બધી તરફ જી.એસ.ના ઈલેકશન વિશે ચર્ચા થતી હતી. નીલ-સંદીપને નજીક લાવ્યો. સંદીપને હાથમાં ફેકચરનું પ્લાસ્ટર હતું, જે નીકાળવામાં હજુ પંદરેક દિવસ જેટલો સમય લાગવાનો હતો. રાકેશ અને સંદીપ વાતે વળગ્યા.

‘નીલ. રજિયા હવે કેમ છે?’ ફૈઝલ નીલની તરફ આવીને પૂછયું.

‘સારું જ હશે ને!’

‘કેમ હવે વાતચીત નથી થતી?’ ફૈઝલ બોલ્યો.

‘આ ઝગડા પછી તેની કઈ ખબર નથી. ચાર દિવસમાં એકપણ વખત એનો કોલ કે મેસેજ નથી આવ્યો.’ નીલે જણાવ્યું.

‘તમારા બંને વચ્ચેનો ઝઘડો કયા કારણથી થયો હતો?’ કદાચ ફૈઝલની લોકોના હદયમાં સ્થાન લેવા માટેની રીતમાની એક હતી. તેના સપનાને પૂરા થતા તે જોઈ ના શક્યો પણ ફ્રેન્ડની જીતને પોતાની બનાવનાર માટે એક ઘડી તો નીલને થઇ ગયું કે તેણે રાકેશની રણનીતીમાં મદદ કરીને ખોટું કર્યું છે.

‘એ ઝઘડો પહેલેથી જ...’

‘નીલ, અહી આવ.’ નીલ ફૈઝલ સાથે કોમવાદવાળી વાત કરીને ભૂલમાં કઇ ભાંડો ફોડે તે પહેલા તેમની વચ્ચે વાતચીત અટકાવવા રાકેશે બૂમ પાડી.

નીલે રાકેશ તરફ ઝડપથી જઈને પૂછ્યું, ‘બોલો, કઈ કામ હતું?’

કોલેજના જી.એસ. તરીકે ચુંટાઈ આવતા રાકેશને માનપાન વધવા લાગ્યા.

‘ફૈઝલને તું શું કહે છે? આ વાત આપણા ત્રણ વચ્ચેથી ચોથા કોઈને ખબર પણ નથી પડવા દેવાની. મેં ફૈઝલને તારા બ્રેકઅપને પર્સનલ રિલેશનના પ્રોબ્લેમ બતાવીને અજાણ રાખ્યો છે.’

‘સોરી, રોકીભાઈ,’ નીલે હળવા અવાજે કહ્યું.

‘હવે ધ્યાન રાખજે ભાઈ. નહીતર પાછું કઈક નવું થઈ જશે.’ રાકેશે નીલના ખભા પર હાથ રાખતા કહ્યું.

‘શ્યોર.’ કોલેજમાંથી ઘણા બધા તરફથી કોન્ગ્રેચ્યુલેશન આવી ચૂકયા હતા.

કોલેજમા ઈલેક્શન પૂરું થતા કોલેજનો ટાઇમ પૂરો થઈ ગયો. જી.એસ. પદ મળી જતા ઘણા બધા નવા ચહેરાઓ સાથે મુલાકાતો થઈ.

રાકેશ જેવો પાર્કિગ પાસે બાઈક લઈને બહાર નીકળ્યો કે હિમ્મતલાલની કાર નજીક આવીને ઉભી રહી. બારીના પારદર્શક કાચમાંથી ઝાંખો આનંદીનો ચહેરો કાચની નીચે તરફ થતી ગતિના કારણે સંપૂર્ણ દેખાવા લાગ્યો. તેઓએ રાકેશને પોતાની પાસે બોલાવીને ફરીવાર અભિનંદન પાઠવ્યા.

‘આખરે જંગ જીતી લીધો,’ હિમતલાલ બોલ્યા.

‘હમમમ... તમારી મદદથી બધું પર પડ્યું છે.’

‘આજે તારી પાર્ટી પૂરી થયા બાદ સમય મળે તો રાતે ઘરે આવજે.’

‘ઓકે, તમને મળવા માટે તો પાર્ટીને તો પાછળ ધકેલવાનું પણ મંજુર છે,’ રાકેશે કહ્યું.

‘ના, મને મળવા માટે તું દોસ્તોને છોડીને આવે એટલું પણ ખાસ કઈ કામ નથી.’

‘ઠીક છે અંકલ, રાતે મળીએ.’ આનંદી તરફ નજર ફેરવતા તેણે કહયું.

‘બાય.’ આનંદીએ સ્માઈલ આપી અને રાજકારણી હિમતલાલે રાજરમતમા સફળતા મળી તે દર્શાવવા હસ્યા. ગાડી કોલેજના ગેટ પાસે ડાબી બાજુએ ઝડપથી ઘૂમી પણ તે ત્યાં ઉભો રહીને ભવિષ્ય ઘુમવા લાગ્યો કે જે વ્યક્તિ જી.એસ. જેવી સામાન્ય વાતમાં મદદરૂપ થાય તે પોતાની પાર્ટીના ભવિષ્ય માટે ગમે તે કરી શકે.

આવી પરિસ્થિતિમાં ફૈઝલના શું પ્રતિભાવ હશે, જયારે રાકેશે તેની પીઠ પાછળ પોલીટીક્સ રમ્યુ હોય અને શ્યામ તેની ઝરીનને પ્રેમ કરવા લાગ્યો હોય?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com