અજ્ઞાત સંબંધ - ૨૦ Shabda Sangath Group દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજ્ઞાત સંબંધ - ૨૦

પ્રકરણ-૨૦

ભંડારી ગયો...

(સવારે વનરાજ અને રિયા સરપંચની હવેલી જોવા જાય છે ત્યારે રિયાને એ હવેલી જોઈને વર્ષો જૂનો ભૂતકાળ હોય એમ એની આંખ સામે એક સ્ત્રી દેખા દે છે. રિયાને એ ગૂઢ દિવાસ્વપ્ન સમજાતું નથી. બીજી તરફ દિવાનગઢ જતા રસ્તે ઈશાનને કવિતાનો ભેટો થઈ જાય છે. તે કવિતા જ છે કે કેમ તેની પરિક્ષા કરવા ઈશાન તેને જંગલમાં અંબાની ઝૂંપડીએ લઈ જાય છે. એ કવિતા જ છે એ સાબિત થઈ જાય છે, પરંતુ ત્યાં વિચિત્ર ભયાનક પ્રાણીઓ બંને પર હુમલો કરે છે. હવે આગળ...)

પોતાની ઝૂંપડીમાં સુતેલા ભંડારીબાબા એકદમ ભડકીને ઠી ગયા. તેમની શક્તિઓ હંમેશા તેમને બધી વાતની સૂચનાઓ આપી દેતી હતી. અને આમ પણ અંબાની ઝૂંપડી સાથે તો તેમના તંત્ર વિદ્યાના તાર જોડાયેલા હતા. તેમણે માથુરને ઠાડ્યો અને બંને બાઈક ઉપર નીકળી પડ્યા અંબાની ઝૂંપડી તરફ...

આ તરફ વનરાજ અને રિયા જમીને પોતાને ફાળવાયેલા ઓરડામાં ગયા. રિયાને હજુ પણ બપોરવાળું દ્રશ્ય દેખાતું હતું.

વનરાજ ! કોણ હશે એ સ્ત્રી ? કેમ ફક્ત મને જ દેખાઈ ? ખબર નહીં મને કેમ એ સ્ત્રી સાથે મારો કોઈ અજ્ઞાત સંબંધ હોય તેવું લાગે છે !

બહુ બોલી તું. અત્યારે આવું બધું વિચારવાની રાતો છે ?” કહેતા વનરાજે રિયાના હોઠ ઉપર પોતાના હોઠ ચાંપી દીધાં.

રિયાને બિલકુલ બોલવા કે દૂર થવાનો મોકો આપ્યા વગર વનરાજ એને ચુંબનોથી મદહોશ કરવા લાગ્યો. રિયા પણ એનામાં ગૂંથાવા લાગી. એક પછી એક કપડાંના આવરણો હટાવી આજે ફરી બંને એક બીજાને માણવામાં એટલા ખોવાઈ ગયા હતા કે જાણે એ લોકોની છેલ્લી રાત હોય. રિયા એકપણ મિનિટ માટે વનરાજને અળગો નહોતી કરતી. જાણે એને પોતાના આવનાર જીવનનો અંદેશો આવી ગયો હોય. બંનેના શરીરને અલગ કરવા એ અત્યારે તો વિધાતાથી પણ શક્ય નહોતું. આજે રિયા આક્રમક બની હતી, વનરાજને જગ્યાએ જગ્યાએ નહોર ભરાવતી હતી તો ક્યાંક ક્યાંક બચકાં પણ ભરી લેતી હતી. વનરાજ ખુશ હતો કે રિયા તેના ઉપર વીતેલી વાતો ભૂલી રહી છે. જ્યાં સુધી બંને ઉપર ઊંઘે કબજો ન જમાવી લીધો ત્યાં સુધી તેમના ઊંહકારાઓથી આખો ઓરડો ગુંજતો હતો. એ પછી બંને નિર્વસ્ત્ર જ ઊંઘી ગયાં. ફરી બારીની બહાર બેઠેલાં ઘુવડની આંખો વધારે લાલ થઈ અને તે ખબરી બની ત્યાંથી ઊડી ગયું.

***

રતનસિંહને રિયાની સુરક્ષા માટે ભંડારીબાબા ઉપર ભરોસો હતો. તે અત્યારે પોતાના એકમાત્ર ચેલા અને સાથીદારની અંતિમવિધિ કરવા ગયો હતો. ભડભડ સળગતી ચિતા જોઈ રતનસિંહની આંખોમાં પાણી ભરાઈ ગયાં. ત્યાં અચાનક ચિતાની જ્વાળા ઊંચી ઠી અને સહસા રતનસિંહને કોઈ પડદા ઉપર જોતો હોય તેમ ચિત્ર દેખાવા લાગ્યું. બપોરે રતનસિંહનો મગાવેલો સામાન લેવા જતો મંકોડી દેખાયો...

કચ્છના નાના રણની દૂર દૂર ફેલાયેલી રેતી ખૂંદતો મંકોડી પોતાની કાયમી ટેવ પ્રમાણે ઝડપથી અને ડરતો ડરતો જતો હતો ત્યાં અચાનક એક ખૂબ મોટું પક્ષી આવ્યું અને જેમ કોઈ બાજ ઉંદરને ઊંચકી જાય તેમ મંકોડીને ઉપાડી ગયું. તે પક્ષી ગીધ, બાજ અને ઘુવડનું મિશ્રણ હતું. તેના શિકારી પંજામાં મંકોડી તડપી રહ્યો હતો. અચાનક એ પક્ષીએ તેને ઉપરથી નીચે છોડી દીધો. મંકોડી હવામાં વલખાં મારતો હતો. નીચે પડવાથી બચવા તે પક્ષીના પંજા પકડવા ગયો પણ પક્ષી તેના હાથમાં ન આવ્યું. હ્યદયદ્રાવક ચીસો પાડતો મંકોડી પડતો હતો.

- રતનસિંહ ભૂલી ગયો કે આ તો ફક્ત દ્રશ્ય છે. એ કૂદીને મંકોડીને પકડવા ગયો અને તેના હાથ ચિતાની જ્વાળાને અડી ગયા. રતનસિંહ પાછો ખસી ગયો. - મંકોડી નીચે પડ્યો અને એક કદાવર શરીરે એને ઝીલી લીધો. મંકોડી રાહતનો શ્વાસ લે તે પહેલાં તેની નજર એ વ્યક્તિના ચહેરા પર પડી. જોતાંવેંત જ સામાન્ય માણસ તો બીકથી છળી મરે તેવો દેખાવ હતો. અડધો બળેલો ચહેરો, બાકીના ચહેરા ઉપર પણ ઠેક ઠેકાણે ઘા, સફેદ બરછટ વાળવાળી દાઢી, લાંબા પાંખા કાબરચીતરા વાળ, ઉપરથી લોહી નિંગળતી આંખો, કાળો લાંબો સડેલો ડગલો હા... દિવાનસિંહ હતો. તેણે મંકોડીનું શરીર પોતાના નહોરથી ભું ચીરી નાખ્યું. મંકોડી તરફડતો હતો, ચીસો પાડતો હતો, પણ દીવાનસિંહ એનું શરીર ફાડી તેનું કાળજું ખાવામાં વ્યસ્ત હતો. મંકોડી તરફડિયાં મારી મારીને મૃત્યુ પામ્યો. દિવાનસિંહ હજુ તેના શરીરના અંદરના અંગો ખાવામાં વ્યસ્ત હતો. સાથે સાથે તેણે ખોબા ભરીને મંકોડીનું લોહી પણ પીધું. પોતાની વિકૃતિ સંતોષી તેણે મૃત મંકોડીના શરીરને એમ જ ફેંકી દીધું. રણની રેતીમાં એનું શરીર ધફ કરતું પડ્યું. હવે દિવાનસિંહે ખેલ ખેલ્યો. એક પણ નાનોસૂનો પુરાવો ન બચે એટલા માટે એણે મોંમાંથી ડ્રાઈવર મકોડા ભરેલો હવાનો જોરદાર સૂસવાટો મંકોડીના નિશ્ચેતન દેહ તરફ ફેંક્યો. એ સૂસવાટાને કારણે એ જગ્યાએ છીછરો ખાડો બની ગયો. જોતજોતાંમાં આ આફ્રિકન મકોડા એના શરીર પર ફરી વળ્યા અને છેવટે માંસનો એક લોચો પણ ન રહેવા દીધો. હવે તે સ્થળે શરીર નહીં, માત્ર લુખ્ખું હાડપિંજર હતું. પાંચેક મિનિટમાં જ એ હાડપિંજર રેતીના ઉડતા ઢુવાને કારણે જમીનમાં દટાઈ ગયું. દિવાનસિંહ ક્રૂર હસ્યો. બરાબર એ જ વખતે દૂરથી પવનનું એક મોજું આવ્યું અને હાડપિંજર પરથી રેતીનું આવરણ દૂર થતાં તે ફરી ઉજાગર થયું. અચાનક જ દિવાનસિંહ આકાશી રોશનીમાં પરિવર્તિત થઈને ઊંચે ચડ્યો અને ફરી તેજ લિસોટા જેવા પ્રકાશપૂંજ રૂપે હાડપિંજરમાં પ્રવેશી ગયો. હાડપિંજર ફરી પાછું મંકોડીના શરીરમાં તબદીલ થયું અને મંકોડીના વેશમાં દિવાનસિંહ લગ્નમાં પહોંચ્યો...

આ બધું જોઈ રતનસિંહનું હ્યદય ક્રોધ અને અફસોસથી ભરાઈ ગયું. તેને એ ન સમજાયું કે આ આખું દ્રશ્ય જ એને માનસિક રીતે ભાંગવા માટે દેખાડવામાં આવ્યું છે. અત્યારે શોકમગ્ન રતનસિંહનું હ્યદય એના દિમાગ અને વિદ્યા ઉપર હાવી થઈ ગયું હતું. એ જ સમયે બે કાળા પડછાયાએ તેને ઘેરી લીધો.

***

ભંડારીબાબા અને માથુર અંબાની ઝૂંપડી પાસે પહોંચ્યા. એમના વ્હાલા ઈશાનને લોહીવાળા શરીર સાથે શેતાની પશુઓથી ઘેરયેલો જોઈને તેમને બહુ દુઃખ થયું. આમ તો ચાર પથ્થર વચ્ચે ઈશાન અને તેની સાથીદાર સલામત હતાં, પણ બંનેને જગ્યાએ જગ્યાએ બચકાંઓ ભરાયેલાં હતાં. બંનેને રાહત મળે તેવી સારવાર આપવાની ત્વરિત જરૂરત હતી.

ચિંતા ન કરીશ, બચ્ચા ! મૈ આ ગયા હું.ભંડારીબાબાએ જોરથી અવાજ દીધો.

ઈશાનની સાથે સાથે શેતાની પ્રાણીઓનું પણ ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું અને અમુક પ્રાણીઓ ભંડારીબાબા અને માથુર સામે લપક્યાં. ભંડારીબાબા સાવચેત જ હતા. તમણે એ ઝુંડ ઉપર પોતાની પહેરેલી માળા કંઈક મંત્રોચ્ચાર કરીને ફેંકી અને જેટલાં શેતાની પ્રાણીઓને માળા અડી તે બધાં ભસ્મીભૂત થઈ ગયાં, પણ તે ઝુંડના અમુક પ્રાણીઓ બચી ગયા હતાં. તેમણે બાઈક ઉપર પાછળ બેઠેલા માથુરને ખેંચી લીધો અને તેના ઉપર ખરાબ રીતે તુટી પડ્યાં. માથુરની દર્દનાક ચીસોથી જંગલ ગુંજવા લાગ્યું અને ભંડારીબાબાને તૈયારી કર્યા વગર આવવાની ભૂલ સમજાઈ. તમણે પોતાના હાથની વીંટીઓમાંથી એક વીંટી માથુર તરફ ફેંકી, પણ માથુરનો હાથ ત્યાં સુધી પહોંચે એ પહેલાં તો સડેલાં માંસના લોચા જેવા પ્રાણીઓએ માથુરને પણ એક માંસનો લોચો બનાવી દીધો હતો. ભંડારીબાબા પાસે એના મોત વિશે વિચારવાનો સમય નહોતો. હવે તેમનું એક જ લક્ષ હતું ઈશાનને બચાવવો !

ભંડારીબાબાએ પોતાના હાથમાં બચેલી બે વીંટી સાથે અંબાની ઝૂંપડી પાસેના ચાર પથ્થર પાસે પહોંચવા પૂરપાટ વેગે બાઈક દોડાવી. અમુક શેતાની પ્રાણીઓ કચડાયા તો અમુક બાબાને બચકાં ભરવાની કોશિશ કરતાં હતાં, પણ ભંડારીબાબાને અડતાં જ તેઓ ભસ્મીભૂત થઈ જતાં. શેતાની પ્રાણીઓને ચીરી બાબા ઈશાન પાસે પહોચ્યા. લોહી અને માંસથી ખરડાઈ ગયેલું બાઈક બંધ પડી ગયું. તે બાકને ફેંકી બાબા ઈશાન પાસે પહોંચ્યા. શેતાની પ્રાણીઓએ પોતાના સાથીદારોનો જીવ લેનાર બાઈકના ટાયર ફાડી નાખ્યાં. એક ઝુંડનું ધ્યાન ફક્ત બાઇકને બરબાદ કરવામાં હતું. બાબાએ ત્યાં જઈને ઈશાન અને કવિતાને એક-એક વીંટી પહેરાવી દીધી.

ઈશાન બેટા ! જબ તક યે અંગુઠી તુમ્હારે હાથ મેં હૈ તબ તક યે પિશાચી તાકત તુમ્હે છૂ નહીં સકેગી. જાઓ, નિકલો યહાં સે ! જલ્દી સે ડોક્ટર કે પાસ પહુંચકર અપના ઈલાજ કરવાઓ...”

પણ બાબા...!

પણ બણ કાંઈ નહીં. કહા ના, નિકલો !

પછી તમે ? અમને વીંટી આપી દેશો તો તમે કેવી રીતે બહાર નિકળશો ?”

તુ મેરી ચિંતા મત કર. હું બધાને પહોંચી વળીશ. વૈસે ભી, દિવાનસિંહને મારામાં કોઈ રસ નથી. તારી પાસેની અમાનતમાં રસ છે. તો વહ મુસીબત કો અપને સે દૂર રખના.”

ભંડારીબાબાએ કહ્યું, પણ તે જાણતા હતા કે હવે પછીની એક એક પળ કપરી છે. ઈશાને કવિતાને ખેંચી અને બંને ગાડી તરફ ભાગ્યા એ સમયે કવિતાનો વીંટળાયેલો સ્કાર્ફ લસરી ગયો અને તેના ગળા નીચે એક મોટો કાપો પડેલો હતો, લગભગ આઠ ઇંચનો. ઈશાનનું ધ્યાન તો નહોતું, પણ કવિતા એ સ્કાર્ફ ઉપાડવા પાછી વળી એ વખતે ભંડારીબાબાનું ધ્યાન તે ઘા ઉપર પડ્યું. ઈશાન ગાડીમાં બેસી ગયો હતો અને હોર્ન મારીને કવિતાને બોલાવતો હતો. કવિતા ફરી સ્કાર્ફ વીંટાળી ગાડીમાં બેઠી અને ભંડારીબાબાને ઈશાનને કંઈક કહેવાનું યાદ આવ્યું તે કહેવા તેઓ દોડ્યા અને ચાર પથ્થરની સીમા વટાવી ગયા. ઈશાનનું ધ્યાન નહોતું અને હોત તો પણ એ શું કરી શકત ?

જુગુપ્સાપ્રેરક શેતાની કૂતરાઓ પોતાના ગંધતા શરીર સાથે ભંડારીબાબા ઉપર તુટી પડ્યા. બાબાએ પોતાના મંત્રોથી પગના હાડપિંજરની અસ્થિઓ છૂટી પાડી દીધી, પરંતુ પગ વગર હવામાં તરતા માંસના લોચા જેવા શરીર અને મોઢા પુરી તાકતથી ભંડારીબાબાને ફાડી ખાવા તત્પર હતાં. કોઈએ હાથ ઉપર હુમલો કર્યો અને કોઈએ પગ ઉપર. સતત પોતાના આરાધ્ય દેવનું સ્મરણ કરતા ભંડારીબાબા એ જાનવરોને લડત આપી રહ્યા હતા અને અચાનક એક વિકરાળ જાનવર આવ્યું. તે ધીરે ધીરે માનવ આકાર ધારણ કરી રહ્યું...

તારી ગુરુણી અંબાએ મને ખતમ કર્યો અને તું પણ એ જ ઇચ્છતો હતો ને ? જા, તારી ગુરુમૈયા પાસે અને કહેજે દિવાનસિંહને ખતમ કરવો સહેલો નથી. હા... હા... હા...” ભયાનક અટ્ટહાસ્ય વાતાવરણને હજુ ભયંકર બનાવતું હતું. દિવાનસિંહે પોતાના નહોરથી ભંડારીબાબાને ચીરી નાંખ્યા અને તેનું ભાવતું કાળજું ખાવા લાગ્યો.

***

પોતાના રક્ષકો - ભંડારીબાબા-માથુર-મંકોડી બધા ખતમ થઈ ચૂક્યા છે, રતનસિંહ ગાયબ થઈ ગયો છે, ઈશાન પાસે લોકેટ અને કવિતા છે એ બધી વાતોથી તદ્દન બેખબર રિયા અને વનરાજ એકબીજાને વીંટળાઈ રજાઈમાં મીઠી નિદ્રા માણી રહ્યા હતા અને અચાનક રિયા હવામાં ઊંચકાઈ. રિયા અને વનરાજ બંનેની આંખો ખુલી ગઈ. વનરાજે રિયાને પકડવાની કોશિશ કરી, પણ રિયા તો હવામાં ઊડતી જતી હતી. નિર્વસ્ત્ર ઉરોજો પર ફક્ત એના પોતાના બે હાથોનું આવરણ હતું. કોઈ અજાણ્યું પરિબળ તેને હલવા ચલવા નહોતું દેતું. નિઃસહાય, લાચાર રિયા હવામાં હતી. તે વિચારતી હતી કાશ ! આ પણ પહેલા માફક આવતાં સ્વપ્ન જેવું એક સ્વપ્ન જ હોય. તે પોતાને ચૂંટી ખણવા લાગી, પણ કોઈ ફાયદો નહોતો. વનરાજે બને તેટલા ઝડપથી ફક્ત પોતાનો નાઈટ ડ્રેસનો પાયજામો ચડાવ્યો અને ફટાફટ ભાગ્યો. કારની ચાવી શોધવા જેટલો સમય નહોતો. તેને પોતાની ચીજો આડી અવળી મૂકી દેવાની આદતનો પહેલીવાર અફસોસ થયો. તે બહાર નીકળ્યો ત્યાં જોરાવરસિંહના ઘોડાગારમાં એક ઘોડો થનગનતો હતો. કુશળ ઘોડેસવાર એવા વનરાજને એ ઘોડાનું હિર પરખાઈ ગયું અને તેણે એને છોડ્યો. ઘોડાગારનો રખેવાળ દોડતો આવ્યો:

સાહેબ, રહેવા દો ! આ ઘોડો બહુ અડીયલ છે. હજુ સુધી આને કોઈ કાબુ નથી કરી શક્યું.

વનરાજને એ વાત સાંભળવાની ફુરસત નહોતી. કદાચ સાંભળ્યું પણ હોત તો પણ વનરાજ એ ઘોડાને જ પસંદ કરત. અડીયલ ઘોડાને વશમાં કરવો એ વનરાજના ડાબા હાથનો ખેલ હતો. એવી શરતો તે અનેકવાર જીતી ચુક્યો હતો.

વનરાજે ઘોડા ઉપર ચડી તેને દૂર દેખાતી રિયાની દિશામાં પૂરપાટ વેગે ભગાવ્યો. એ જગ્યાના રસ્તાઓથી બેખબર વનરાજ ફક્ત આકાશ તરફ નજર નાખી ઘોડો ભગાવ્યે રાખતો હતો. ઘોડો ઘણો વધારે તોફાની હતો. તે વારંવાર વનરાજને ઉથલાવી પાડવાની મહેનત કરતો હતો. વનરાજ પણ એને મચક નહોતો આપતો અને વધારે મજબૂતીથી ઘોડાને વળગી રહેતો હતો. આખરે સવાલ રિયાનો હતો જે તેની પ્રેયસી અને હવે તો પત્ની હતી, જેના માટે તેણે દિવનગઢની મુલાકત લેવાનું સાહસ ખેડયું હતું. રિયા હવે બહુ દૂર નહોતી રહી એ જ સમયે ઘોડાએ પોતાની છેલ્લી તાકાત વાપરી અને ઊંધો ફરી બે પગે ઊંચો થઈ ગયો અને વનરાજ એક ઊંડી ખીણમાં ફેંકાઈ ગયો.

ઉપર આકાશમાં ઊડતી રિયા અને નીચે ખીણમાં ગબડતો વનરાજ. હવે તો ઘોડાને પણ જાણે પોતાના કુશળ સવારને ફેંકવાનો અફસોસ થયો હોય તેમ ત્યાં ઉભો રહી ગયો. બે મિનિટ, પાંચ મિનિટ, સાત મિનિટ અને દસમી મિનિટે વનરાજ કોઈ લડાયક યોદ્ધાની જેમ ઉપર આવ્યો. જગ્યાએ જગ્યાએ વાગેલા પથ્થરોના નિશાન તેની બહાદુરીની સાક્ષી પૂરતાં હતાં. તેણે ઘોડાને થપથપાવ્યો અને આ વખતે ઘોડો તેની વાત સમજી ગયો. ફરી ઘોડા ઉપર આરૂઢ થઈ વનરાજ રિયાની દિશામાં ભાગ્યો.

(ક્રમશઃ)

આ પ્રકરણનાં લેખિકા: એકતા નીરવ દોશી