પ્રમાણીકતા- અપ્રમાણીકતા Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રમાણીકતા- અપ્રમાણીકતા

પ્રમાણીકતાનું પ્રમાણ જીવનમાં જેટલું વધારે હોય જીવન એટલું જ સરળ રીતે જીવી શકાય. પ્રમાણીકતા આચાર, વિચાર બંને માં હોવી જોઇયે. આચાર માં દેખાડીએ પણ વિચારમાં ન હોય તો એ નો કોઈ મતલબ હોતો જ નથી , વિચારમાં હશે તો જ તેની અસર લોકોનાં હ્રદય પર પડે છે. પ્રમાણીકતાથી જીવવા વાળા હંમેશા સ્વસ્થ રહે છે કારણ દગો કરવો હોય, ખોટુ કરવુ હોય તો તેના પ્રયાસ માટે મહેનત કરવી પડે છે.

અને પાછું જો એ કરતા પકડાઇ જઇયે તો એનાથી બચવા શું કરશું એનો વિચાર કરવામાં

પણ કેટ્લો સમય અને શક્તિ લગાવવી પડે છે. જ્યારે પ્રમાણીકતાથી શરીરની આંતરીક

પ્રક્રિયાઓ પર કોઇ વિપરીત અસર નથી પડતી . પ્રમાણીકતાથી જીવતા વાળા વ્યક્તિ માથું

ઉચું કરીને જીવી શકાશે , અજવાળામાં જીવી શકાશે . જ્યારે અપ્રમાણીકતા રાતના અંધારા માં જ થાય એના વિચારો પણ સુરજ ડુંબતાની સાથે શુરુ થતા હોય છે .

જિંદગીમાં જીવવું કેટલું , સવાર જોશું કે નહિ સાંજ જોશું કે નહિ એ તો દુર ની વાત છે

આગલી ક્ષણ જોશું કે નહિ જ્યારે એ પ્રશ્ન નો જવાબ ન હોય ત્યાં શા માટે ખોટું કરવાનું ? શું કામ કોઈના દિલ દુભવવાના ? શું કામ પોતાના જ કહેવાતા લોકો સાથે ખોટું કરવાનું . ભાઈ ભાઈ સાથે અપ્રમાણીક્તા કરીને બધું છીનવી લે છે . પૈસો ઘણો મળી જશે પણ શું એને સુખ મળશે ? શું એના આત્મા એને ડંખશે નહિ . કદાચ જીવતા જીવ ન પણ ન ડંખે . પણ જ્યારે માનવીનાં જીવનનો છેવાડો આવે છે ત્યારે એને પોતાના કર્મ યાદ આવે છે ત્યારે એ મૃત્યુ પણ પામી

નથી શકતો . ભગવાન ને આપણે જોયા નથી આપણે મળ્યા નથી એટલે એ સજા આપશે એ વિષે મારે કઈ નથી કહેવું પણ હા આપણા કરેલા કર્મ આપણને કોઈ દિવસ છોડશે નહિ। બધો હિસાબ અહિયાં જ ચૂકતે કરીને જવાનું છે , બધા સુઈ જાય પછી આપણું કરેલું ખોટું

કર્મ આપણને એમ થાય છે કે ક્યા કોઈએ જોયું છે પણ હે માનવ તારી આત્મા સાક્ષી રૂપે ત્યાં જ હાજર છે , કે જે તને નહિ માફ કરે અને આત્મા ની યાદ શક્તિ પણ ખુબ જ સારી છે એ

બધી વાતો અંત કાલે યાદ કરાવીને રહેશે

પ્રમાણીકતાનું એક જ સ્વરૂપ છે જ્યારે અપ્રમાણિકતનાં અનેક સ્વરૂપ છે. કહેવાય છે કે મન એ બધા સંબંધોનો પારદર્શક અરીસો છે તેનાથી કોઇ વાત છુપાતી નથી. આપણા કરેલા કર્મ નું પ્રતિબિંબ આપણા મન પર પડતું જ હોય છે. અને જો આપણી છબી દુનિયા સમક્ષ સારી

ઉભી કરવી હોય કે પછી પોતાના આત્મા ને દગો ન દેવો હોય તો આપણું મન કોરી પાટી જેવું હોઇયે એમાં કપટનો કાદવ લાગેલો હશે તો કદાચ એ કાદવ સફળતાનાં નશા માં આપણને નહિં દેખાય પણ આ દુનિયા બહુ જ હોશિંયાર છે એને

બધું તરત દેખાય જાય છે.

સંબંધ એક એવો બંધ છે કે જે બે વ્યકતિઓને જોડે છે. અને જો એમાં પ્રમાણિકરતા હશે તો એ દુનિયા સમક્ષ સારી છાપ ઉભી કરે છે. એ સંબંધ સારી રીતે ટકી રહેશે મા-દીકરા, બાપ-દીકરા, પતિ પત્ની, બે મિત્રો આ બધા સંબંધ જો પ્રમાણિકતા પર ટકેલા હશે તો જ એ આપણને નુકશાન નથી પહોચાડતા . કારણ કોઇને દગો કરવાથી આપણું મન આપણને સૌથી પહેલા ડંખે છે . આપણને ચેન પડતું નથી . રાતની નીંદર ચાલી જાય છે કારણ મન આપણને આપણાં એકાંતમાં આપણી ભૂલો બતાવે છે અને આપણને ત્યારે જ એ વધારે ડંખે છે .

ક્યાય પણ સત્સંગ ચાલતો હોય લોકો એ સ્થળ પર આંધળી દોટ મુકે છે , ભીડ ની ભીડ ભેગી કરે છે એનાથી સત્સંગ માં જવા વાળા અને પ્રવચન કરવા વાળા બંને ને પોતાના નામ થવાની લાલચ હોય છે . પણ સત્સંગ માં જવા વાળો માણસ શું ક્યાય કઈ ખોટું નહિ કરતો હોય ? એ શક્ય નથી , એ પત્ની સાથે પણ દગો કરતો હશે , સાસુ વહુ ને કે વહુ સાસુ ને હેરાન કરતી હશે તો સત્સંગ માં થી મળ્યું શું ? કરવું જો એ જ હતું કે જે તમને ગમતું હોય. તો સત્સંગ માં જવાનો મતલબ શું ? તો લોકો

કહે છે કે જેમ પેટ ને ખોરાક ની જરૂરત હોય એમ આપની આત્મા ને સત્સંગ ની જરૂરત હોય છે એ આત્મા નો ખોરાક હોય છે . નાં બધું આડંબર છે કારણ માણસ એ જ કરે છે કે જે એને ગમે છે એને ફાવે છે એ કદી સામે વાળાનો વિચાર નથી કરતો . પ્રમાણિકતા અને

અપ્રમાણિકતા ને આપણે જ કેળવી શકીએ છે આપણે જ એને કાબુ માં કે કાબુ બહાર જવા

દઈ શકીએ છે. કોઈ બીજા વ્યક્તિ નાં હાથ માં એ છે જ નહિ કે જે તમારો સ્વભાવ બદલી શકે .

વ્રુદ્ધ્ માતા પિતા સાથે બાળકો દગો કરે છે , પતિ- પત્ની એક બીજા સાથે દગો કરે છે . અને સાચી મિત્રતા જેવુ તો કાંઇ રહ્યુ જ નથી . બધા જ

હવે સંબંધોને સાચવતા નથી પણ સંબંધો નો ઉપયોગ કરે છે . અપ્રમાણિકતા કરીને જે બાહ્ય સુખ મળે છે , ધન , નામના અને લોકોમાં સન્માન એ જ બધાને મીઠુ લાગે છે. પણ એક

સમય એવો આવે છે કે પોતાની કરેલી ભુલો કારણે જ પોતે પોતા સાથે નજર મળાવી નથી શકતા અને ત્યારે જેની સાથે દગો કર્યો હોય એમની માફી માંગવી હોય તો પણ એ મોકો નથી

મળતો. કારણ કદાચ એ વ્યક્તિ આપણી દુનિયાથી એટલો દૂર ચાલ્યો જાય છે કે એને શોધવો મુશ્કેલ થાય છે અથવા તો કદાચ એ મ્રુત્યુ પામ્યો હોય છે અને પછી રહી જાય છે ફક્ત અફસોસ ગ્લાની અને હ્રદયમાં

કાંઇક ખોટુ કર્યાની પીડા. પ્રમાણીકતા પોતા સાથે કરવાની છે બીજા કોઈ સાથે નહિ. કારણ જે સ્વભાવ આપણો હશે એમ જ આપણે બીજા સાથે વર્તશું એ પણ નક્કી છે

જે લોકો પ્રભુ છે એવી દ્રઢ માન્યતા સાથે જીવે છે એમને એટલું જ માનવું કે પરમેશ્વર ત્યાં જ વસે છે જ્યાં પ્રમાણિકતા વસે છે , પ્રમાણિકતાથી જીવશું તો પ્રભૂનાં પ્યારા બનીને રહેશું..અને જે પ્રભુ છે એ શંકા માં અથવા સવાલ માં જીવે છે એમણે એટલું માનવું કે જેવા કર્મ એવા ફળ , પ્રમાણીક્તા થી કરેલા બધા કાર્ય નાં ફળ મીઠા જ મળશે એમાં કોઈ બે મત નથી . કેટલું જીવવું એ આપણા હાથ માંબિલકુલ નથી પણ કેવું જીવવું એ જરૂર આપણા હાથ માં છે , કારણ જિંદગી 25 વર્ષ થી કરીને 95 વર્ષ કે એનાથી થોડી વધારે , એટલી જ છે. આ શરીર નાશવંત છે અને એનો નાશ થવાનો જ છે તો મૃત્યુ એવું થવું જોઈએ કે લોકોને આપણા જવાનો અફસોસ થાય , કોઈને એમ ન થાય કે હાશ જગ્યા થઇ . મૃત્યુ પછી આપના કરેલા સુકર્મ યાદ રહેવા જોઈએ, ન તો કુકર્મ .

નીતા કોટેચા "નિત્યા"