NO WELL: Chapter-4 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-4

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ-૪ વિદ્યાનગર)

દર્શન નસીત

darshannasit@gmail.com

આભાર

આપ સૌ વાચકમિત્રોનો કે જેમણે મારા માટે સમય કાઢીને માતૃભારતી પર મારા લખાણને સારો એવો પ્રતિભાવ આપીને આવકાર્યું.

વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશ કાકાની સાથે રાજકારણ અંગે જાણકારી મેળવે છે. બીજા દિવસે બંને ભાઈઓને વિદ્યાનગર જવાનું હોઈ છે, અને હવે આગળ...

પ્રકરણ-૪ : વિદ્યાનગર

‘બહાર નીકળવા દો.’ બહારથી આવતા ધક્કામુક્કી કરતા સમુદાયને દૂર કરવા બુમ પાડી, પણ ટ્રેનમાં ચડવા ઉતાવળી થતી પબ્લિક તરફથી કોઈપણ જાતનો સહયોગ ન મળ્યો. બંને ઊતરવા માટે ફક્ત દરવાજાની થોડા બહાર નીકળ્યા કે તરત બધાએ સાથે મળીને વિના મહેનતે પ્લટફોર્મ પર પહોંચાડી દીધા.

વહેલી સવારે ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે આણંદની અલગ મહેક અનુભવતી હતી. સૂરજ આળસ મરડતો મરડતો વાદળની સાલ હટાવી પોતાનો લાલાશ પડતો પ્રકાશ સર્વત્ર આપવા ઘીમેથી ડોકિયું કરવાં લાગ્યો હતો. બંને પ્લેટફોર્મ પરથી બહાર નીકળે તે પહેલા બીજી ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈને પોતપોતાના સ્ટેશન પર રવાના થઈ.

સ્ટેશનમાં લોકોની ભીડ એકઠી થઇને લાઈનમાં બેસીને વાસણો ખખડાવીને મદદ માટે હાથ લંબાવતા, જાતજાતના અને ભાતભાતના ફેરિયાઓ ધંધો કરવા માટે બૂમાબૂમ કરતા હતા, તો કેટલાક તેની નોકરીએ, કોલેજે જવા માટે ઉતાવળા પગે ચાલતા હતા. રેલ્વેના પ્લેટફોર્મ પર રહેલા બૂક સ્ટોલ, ટી સ્ટોલ, નાસ્તા અને અન્ય પ્રકારના સ્ટોલ પર એકઠી થયેલી લોકોની ભીડમાં બંનેએ ફૈઝલને શોધવાનો હતો.

‘ગૂડ મોર્નિંગ,’ વાંસળીના કોમળ સ્વરોને લહેરાવતા અવાજની રીંગ સાંભળતા જ રાકેશે તેનો ફોન કાઢીને વાત શરૂ કરી.

‘અમે આવી પહોચ્યા છીએ.’ પછી વાતમા થોડી સેકંડ માટે ગેપ અને ફરી વાત શરૂ. ‘તું બહાર રહેજે. અમે આવીએ છીએ,’ આટલું બોલીને ફોન કટ થઈ ગયો.

સામેની તરફથી વાકડિયા વાળ, કાળી દાંડીવાળા ચશ્માંમાંથી દેખાતી એકદમ ઘેરા કાળા રંગની આંખ, ગ્રે કલરના ટી-શર્ટમાંથી બહાર નીકળી આવેલું કાળા દોરાની વચ્ચેથી બહાર લટકતું તાવીજ અને સ્વભાવથી શાંત લાગતો હતો, પણ બહારના દેખાવથી, ચાલથી થોડો અલગ મિજાજનો ફૈઝલ હાથ ઊંચો કરીને તેના તરફ આવવા માટે ઈશારો કરતો હતો.

રાકેશ અને ફૈઝલ એકબીજાને બીજી વાર મળી રહ્યા હતા અને શ્યામ પહેલીવાર.

‘ફૈઝલ’ હાથ લંબાવીને શ્યામને પરિચય આપતા કહ્યું. શ્યામે ઊચાહોદાની વ્યક્તિની માફક ઉપરથી હાથ મિલાવી હાથ છોડી દીધો.

‘કેટલુંક દૂર છે?’ વિદ્યાનગરની પહેલી મુલાકાત હોવાના કારણે જોવાની આતુરતા વધુ હતી.

‘પાંચ કિલોમીટર.’

‘આટલું બધું?’

‘હમમમ... કોલેજકાળમાં તો આ અંતર સાવ થોડું જ ગણાય,’ ફૈઝલે કહ્યું.

‘ક્યાં જવાનું છે?’ રીક્ષાવાળાએ નજીક આવીને પૂછ્યું.

‘મોટા બજાર.’ ત્રણે રિક્ષામા ગોઠવાઈ ગયા. સૂર્ય હજૂ આંખ ચોળતો હતો( પુરતો નહોતો પ્રકાશ્યો).

આણંદ-વિદ્યાનગરની કિનારી પર આવેલા ફૂટપાથ પર સવારનું વાતાવરણ વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધી સૌ કોઈને કસરત અને વોકિંગ કરતા જોઇને રમણીય દ્રશ્ય ઉપસી આવતું હતું. સુવિકસિત નગરોમાંનું એક અલ્ટ્રામોર્ડનનગર ચારે તરફ જૂદીજૂદી હોટલો, દુકાનો, હોસ્ટેલો, કોલેજો, થિયેટર અને સ્કૂલો જેવી ઈમારતો વડે રસ્તાઓ ઘેરાયેલુ છે.

કોલેજીયન લોકો પોતાનું અલગ વ્યક્તિત્વ દર્શાવવા માટે અલગ પ્રકારનો પહેરવેશ રોજબરોજની વસ્તુઓમાં પણ દેખાદેખી જ હતી. ચાલીને જઈ શકાય તેટલા ટુકા અંતરોમાં પણ ગાડીને કિક મારીને જવું પસંદ કરનારા લોકો અહી વધુ જોવા મળે છે. રિક્ષાવાળાએ તેઓને શક્ય તેટલી ઝડપે આણંદથી વિદ્યાનગર પહોચાડી દીધા.

‘હું પહેલા છ મહિના હોસ્ટેલમાં રહ્યો પણ ત્યાં મજા ના આવી એટલે રૂમ રાખીને રહું છું. અહીની મજા કઈક અલગ જ છે. તારો શુ વિચાર છે?’ ફૈઝલની વાત પૂરી થાય તે પહેલા રિક્ષાવાળાએ રીક્ષા વાળી અને સડસડાટી કરતી ભગાવી મૂકી.

‘તારો શુ રીવ્યુ છે?’ ત્રણેએ ફૈઝલના ભાડે રાખેલા રૂમ તરફ ચાલવાની સાથે વાતને પણ શરુ રાખી.

‘અત્યારે અમારી સાથે રહી જા, જો રૂમ રાખીને રહેવું માફક ના આવે તો પછી હોસ્ટેલમાં ટ્રાય કરજે,’ રાકેશના ચહેરા પર તેને ફૈઝલની સાથે રહેવામાં થોડો ખચકાટ હોય તેવી રેખાઓ તણાઈ.

‘તારી સાથે રૂમમાં બીજું કોણ છે?’

‘અત્યારે તો હું, આનંદ, વિવેક અને સંજય ચાર વ્યક્તિઓ છીએ.’

તેની સાથે રહેવાવાળા બાકીના ત્રણેય લોકોના નામ સાંભળતા તેના મુખ પર ફરી રેખાઓ બદલાઈ. ફૈઝલનો વર્તમાન અને રાકેશનો ભાવી રૂમ આવી ગયો. બહારથી એક જ ઘર હતુ, પણ અંદર વિદ્યાર્થીઓ અલગ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા હતી.

દરવાજાને ખખડાવતા ફૈઝલે બુમ પાડી. ‘આનંદ દરવાજો ખોલ.’

‘હા’ સામેની તરફથી આનંદ ઊંઘરેટા અવાજમાં આંખ ચોળતા-ચોળતા દરવાજો ખોલતા બોલ્યો.

દરવાજો ખુલતાની સાથે વીસ બાય બાવીસના માપનો રૂમ, જેની છત પર ત્રણ પંખા એક સાથે સમાન વેગથી ઘૂમતા હતા. તેની વચ્ચે બે લાઈટો બંધ હાલતમાં હતી. નાઈટલેમ્પ તરીકે વપરાતો નાનો ઝીરોનો લેમ્પ પ્રકાશતો હતો. અવ્યવસ્થિતપણે ચારે તરફ વસ્તુઓ પડેલી હતી. બાકીના બે વ્યક્તિઓ તેની ગાઢ નિદ્રામાં બેડ પર આડાઅવળા પડ્યા હતા.

‘ગુડ મોર્નિંગ,’ આનંદે રાકેશ તરફ હાથ લંબાવ્યો.

‘સેમ ટુ યુ. રાકેશ અને મારો ભાઈ શ્યામ.’

વિદ્યાનગરમાં મનમોજીલા વિદ્યાર્થીઓની સવાર ક્યારે પાડવીએ તેના પર જ આધાર રાખતી કેમ કે, અહીં ના કોઈ રોકનાર હોય કે ના કોઈ ટોકનાર. તેમણે સાથે લીધેલી બેગને એક તરફ રાખી, ખાલી બેડ તરફ જઈને બેઠા. આનંદ ફરી પથારીમાં પડી રંગીન સ્વપ્નોની દુનિયામાં ચાલ્યો ગયો.

બંનેએ આંખને ચકરાવો મરાવ્યો. દરવાજાની તદન નજીકમાં બ્રાન્ડેડ કંપનીના બુટ-ચંપલનો અને ખુરશી તથા બેડ પર બ્રાન્ડેડ કપડાનો ખડકલો. રૂમની સામે હાઈબજેટની બાઈકો, કોઈને પણ કોઈ વસ્તુની કોઈ પણ ચિંતા ના હોય તેવી રીતે આડેધડ રાખેલી વસ્તુઓ તેમની આળસ અને સારું એવું કોમર્શિયલ બેકગ્રાઉન્ડ દર્શાવતી હતી.

‘આ વખતે સંજયને લાસ્ટ યર હતું તેથી તે રૂમ છોડીને જઈ રહ્યો છે.’

‘ઓ.કે.’ રાકેશે સંજયની ખાલી પડેલી જગ્યા(જે થોડા સમયમાં પોતાની થવાની હતી) તરફ નજર નાખતા કહ્યું.

₪ ₪ ₪

શહેરની મધ્યમાં રહેલી કોલેજ ખરેખર અવર્ણનીય હતી. ચાર માળની ઇમારતને સંપૂર્ણપણે સફેદ રંગથી રંગવામાં આવી હતી. તેની ફરતે ગાર્ડનમાં ઉગાડેલા રંગબેરંગી વિવિધ ફૂલો તેની સુંદરતામાં વધારો કરતા, પાર્કિંગમાં વ્યવસ્થિત વાહનોની ગોઠવણ શીસ્તતાનું પ્રતિક દર્શાવતું હતું. બિલ્ડીંગને દરવાજા અને બારીની ફરતે રજવાડી ડીઝાઇન અને ટોડલીયાથી દુલ્હનની માફક શણગારેલી હતી. વિદ્યાર્થીઓ પોતાની ધૂનમાં હાથમાં બુક્સ લઈને આમતેમ ધૂમતા, ફરતા, ભણતા અને કોલેજની જે ખરી જિંદગી ગણાય તે જીવતા, નજરે પડતા હતા.

તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એકાઉન્ટ સેકશનમાં ફી ભરીને કોલેજનો એક ભાગ બની ગયો. શ્યામ બહાર ઉભો રહીને રાકેશને વળીવળીને આગળ ઉભેલી છોકરીને જોવા મથતો હતો અને સાથોસાથ પેલી પણ વારંવાર પાછળ ફરતી હતી.

એકાઉન્ટ સેક્શનની બહાર નીકળતા સમયે અંદર ફી ભરીને કોઈ ઉચા હોદાની વ્યક્તિની સાથે ચાલતી હોય તેમ નીકળતી છોકરી સામે જોતા રાકેશ મૂંગે મોએ ચાલવા લાગ્યો. જેવા કોલેજમાંથી બહાર નીકળ્યા કે તેઓએ એકાઉન્ટ સેક્સનવાળી છોકરીને ગાડીમાં બેસતી જોઈ. નંબર પ્લેટમાં ૧૦૦૮ અને કારના બેક ગ્લાસ પર અગ્નિનો સિમ્બોલ હતો.

‘કોણ હતું એ કઈ ખ્યાલ છે?’ રાકેશે પ્રશ્ન કર્યો.

‘યુવા સંગઠનના પ્રમુખ, હિમતલાલ.’ ફૈઝલના નાનકડા જવાબે રાકેશને રાજકારણમાં પગ પેસારી શકે તેવો મોટો રસ્તો બતાવી દીધો.

‘ફૈઝલ, આ કોલેજના જી.એસ. બનવ માટે વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર રમાતા રાજકારણમાં કૈક નવું કરવું છે,’ તે ઉત્સાહમાં બોલી ઉઠ્યો.

‘શું કરવું છે?’

‘કોલેજના જી.એસ.બનવું છે,’ રાકેશના અવાજમાં મક્કમતા દેખાતી હતી.

‘એમ કરવું બહુ અઘરું છે. કઈ રીતે કરીશ?’ ફૈઝલે પૂછયું.

‘મારી સાથે તું તો છે. પછી મારે શું ચિંતા?’

‘એ પોસીબલ બનાવવા માટે તારે સારો એવો પોલીટીકલ અને સ્ટુડંટનો સપોર્ટ જોઈશે.’

રાકેશ જી.એસ. બનશે ત્યારે તો ફૈઝલની કોલેજ પૂરી થઈ ગઈ હશે એમ વિચારતા રાકેશે ફૈઝલને કહ્યું, ‘હું પોસીબલ બનાવીશ. તારી નજર સામે તો કઇ નહી કરી શકું પણ તારા ગયા પછી...

બંનેની આવી રાજકારણ રમવાની વાત પર શ્યામને બહુ રસ તો ન પડ્યો પણ શાંતિથી સાંભળવા સિવાય બીજો રસ્તો પણ ન હતો.

કોલેજથી લઈને રૂમ સુધી પહોચ્યા, ત્યાં સુધી બે જ વાત શરૂ હતી. ફૈઝલ દ્વારા કોલેજના વખાણની અને રાકેશ દ્વારા કોઈ સુંદર છોકરીની કે જેણે તેને એડમીશનની રકમ જમા કરાવતી વખતે તેના પપ્પા સાથે ઉભેલી પોતાની સામે હસવા પ્રયત્ન કરતી જોઈ હતી.

સાંજ સુધી શહેર પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી. ફૈઝલના રૂમમાં રહેવાનું ફાઈનલ કરી અને ત્યાંથી સામાન લઈને તેઓ બસ સ્ટેશન પહોચ્યા. કોલેજ શરુ થાય ત્યારે આવશે તેમ જણાવી બંને ભાઈઓએ ચલાલાની લાંબી મુસાફરી પકડી...

શું રાકેશ હિમતલાલના સંપર્કમાં આવશે? અને હા તો, કેવી રીતે?

વધુ આવતા અંકે...

-દર્શન નસીત

darshannasit@gmail.com