બંગલા નં ૩૧૩ ભાગ - ૭ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંગલા નં ૩૧૩ ભાગ - ૭

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

બંગલો નં.313ભાગ : 7

વિષય : નવલકથા

પ્રકરણ : 13 પેરિસ અને હિમાલયની સફર

પ્રકરણ : 14 મુંબઇની સફર

પ્રકરણ : 13 પેરિસ અને હિમાલયની સફર

હિમાલયમાં :

પાર્થવી અને વિશાલ પણ છેલ્લા પાંચ દિવસથી હિમાલયની સફરે નીકળ્યા હતા.આમ તો તેઓએ ભારતના પ્રાચીનજ્ઞાન આયુર્વેદ વિશે જાણવા માટે આ પ્રવાસ કર્યો હતો.પરંતુ આયુર્વેદની સાથે તેઓએ ભરપુર કુદરતી સૌદર્યનો આનંદ માણ્યો. હિમાલયએ માત્ર એક જ પહાડ નથી.પરંતુ અનેક પર્વતોનો સમુહ છે.જેમાં કુદરતે મન મુકીને સુંદરતા મુકી છે.બરફાચ્છાદિત આ પર્વત પર કુદરતની મન મુકીને ક્રુપા વરસે છે.હિમાલય પર અનેકવિધ આયુર્વેદિક વનસ્પતિના ખજાના ભરેલા છે અને રંગબેરંગી ફુલોના તો ભંડાર છે.દુનિયાના કોઇ પણ સ્થળે ન હોઇ તેવી ભરપુર સૌદર્યતાનો ભંડાર છે. હિમાલય ભારત સિવાય ચીન, નેપાલ, ભુતાન, પાકિસ્તાન,જેવા પાડોશી ચારેય દેશોને સ્પર્શે છે.ભારતના તો ઘણા રાજયોને હિમાલય સ્પર્શે છે.આમ તો હિમાલય એ ખુબ મોટો, સુંદર અને ઉપયોગી પર્વતીય સમુહ છે.વાંકાચુકા રસ્તાઓ, વાતાવરણમાં વિષમતા, કડકડતી ઠંડી જેવી અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ નૈસર્ગિક વાતાવરણ અને કુદરતી સૌદર્યતા ના હિસાબે અખુટ આનંદ આવતો હતો.હિમાલયમાં રહેલા પ્રત્યેક સ્થળમાં અવનવી વિશેષતાઓ રહેલી છે. અઢળક ઔષધીય વનસ્પતિ અને તેના ગુણ વિશે જાણી પાર્થવી તથા વિશાલ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા.કહેવાય છે ને કે મનુષ્યની દિલથી ઇચ્છા હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે.પાર્થવી અને વિશાલને આયુર્વેદિક વનસ્પતિ વિશે જ્ઞાન મેળવવું હતુ.આથી તેઓને સ્થાનિક નિવાસી ઋતુ પરાંજયનો સાથ મળી ગયો.જે હિમાલયમાં રહેલી અનેક ઔષધીય વનસ્પતિનો અભ્યાસ કરતો હતો.ઋતુને બે હજાર પાંચ સો એંસી ઔષધીય વનસ્પતિ વિશે જ્ઞાન હતુ.અને તે બધી વનસ્પતિઓની ઉપયોગિતા ને જાણતો હતો.આથી ઋતુ પરાંજય પાર્થવી અને વિશાલને પોતાની પ્રયોગશાળામાં પણ લઇ ગયો અને પોતે બનાવેલી સી.ડી.આપી જેમાં એક સો અડતાલીસ વનસ્પતિની ઓળખ અને ઉપયોગ વિશે વર્ણન હતુ.બાકીની વનસ્પતિની સી.ડી. બનાવવાની હતી તે બની જાય પછી મોકલાવશે એવુ ઋતુએ કહ્યુ આમ પાંચ દિવસ કુદરતી અવનવી અજાયબી માણી તેમાં વિતી ગયા.

પેરિસમાં: 29મી જુલાઇએ વૈદિક તથા દિપીકા દુનિયાના નંબર વન એવુ મ્યુઝિયમ લુવ્ર મ્યુઝિયમ જોવા ગયા.દુનિયાના નંબર વન એવા આ મ્યુઝિયમ જોવા માટે તેઓએ બે દિવસ ફાળવ્યા હતા.પરંતુ લુવ્ર મ્યુઝિયમ ને આરામથી જોવા માટે એક મહિનો પણ ઓછો પડે તેમ હતો. મ્યુઝિયમમાં ખુબ જ ભીડ હતી.પરંતુ વૈદિક અને દિપીકાને ભીડ સાથે કાંઇ નિસ્બત ન હતો.તેઓએ માત્ર મ્યુઝિયમમાં રહેલી કળાઓને નીરખવી હતી.લુવ્ર મ્યુઝિયમમાં તેઓએ મોનાલિસા, લાસ્ટ સપર, ધી લેસ મેકર જેવા પ્રખ્યાત ચિત્રો તથા જાતજાતની વસ્તુઓનો સંગ્રહ જોયો. મ્યુઝિયમમાં રહેલી કળાકૃતિઓ સિવાય તેની દિવાલ પર દોરેલા ચિત્રો અને કોતરણી ખુબ જ અદભુત હતી.તેમાં દેશ વિદેશની અનેક કૃતિઓ હતી.બે દિવસ મ્યુઝિયમ જોવામાં કેવી રીતે પસાર થઇ ગયા કાંઇ ખબર જ ન પડી.

31મી તારીખે તેઓ ફરીથી સીન નદીની સફરે નીકળી ગયા.રાત્રે તેઓએ ખુલ્લી બસમાં પેરિસ શહેરની રોશની જોવાનુ નક્કી કર્યુ.રાત્રિ પડી ત્યારે ડિનર લઇ તેઓ ખુલ્લી બસમાં નીકળી પડયા.રાત્રિમાં પેરિસ શહેરની અનોખી અદા નિહાળી.એફિલ ટાવરની રોશની અનેરી જ હતી.આખા શહેરની સુંદરતા નિહાળી બંને હોટેલ પર પહોચ્યા ત્યારે તરોતાજા બની ગયા.

વડોદરામાં: ઋતુ અને ગીતા મુંબઇથી પરત આવી ચુક્યા હતા.આજે 1લી ઓગ્સ્ટ હતી.તેઓએ દિવસભર આરામ કર્યો.કિલનિક માંથી જયારે પારેખ અંકલ ઘરે આવ્યા ત્યારે દિવ્યાબહેનને લઇને ઋતુને મળવા આવ્યા.પારેખ અંકલ અને દિવ્યા આન્ટી સાડા આઠ વાગ્યે ઋતુને મળવા પહોંચી ગયા.બધાએ સાથે ડિનર લીધુ અને ડિનર બાદ બધા હોલમાં બેઠા.

“ઋતુ, તમારા બધા વિના અમને અહીં ગમતુ જ ન હતુ.વૈદિક અને દિપીકાના ગયા બાદ સાવ સુનકાર જ થઇ ગયો હતો.” પારેખ અંકલે વાતની શરૂઆત કરતા કહ્યુ. “તમારી વાત સાચી છે અંકલ અમારા બધાના ગયા પછી તમે લોકો સાવ એકલા જ થઇ ગયા હતા.આથી અમે અમારા ઇન્ડિયા ટુરનો પ્લાન વૈદિકભાઇ અહીં આવી જાય પછી 10મી ઓગ્સ્ટનો બનાવ્યો છે.અમે પણ ભાઇ-ભાભીને મળી શકીએ અને અમે ઇન્ડિયા ટુર પર જઇએ ત્યારે તમને એકલતા પણ ન સાલે” ઋતુએ કહ્યુ “સારુ, ઋતુ તારો વિચાર સારો છે.બાય ધ વે તમે ઇન્ડિયા ટુર માટે પ્લાન બનાવી લીધો છે તો મને જણાવ તો હુ વહેલી તકે ટિકિટો બુક કરાવી લઉ” પારેખ અંકલે કહ્યુ ઋતુએ પોતાનુ લેપટોપ ખોલીને ઇન્ડિયા ટુરનુ ફોલ્ડર ખોલીને પારેખ અંકલને દેખાડતા કહ્યુ, “અંકલ જુઓ અમે ઇન્ડિયા ટુર માટે આ પ્લાન બનાવ્યો છે.અમે વડોદરાની 10મી ઓગ્સ્ટે મહારાષ્ટ્રની સફરે જશુ ત્યાંથી ગોવા, કર્ણાટક, કેરેલા, તમિલનાડુ, આન્ધ્રપ્રદેશ, ઓરીસ્સા, ઇશાનના રાજ્યો, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઇને પરત ગુજરાતની સફર કરીને પરત વડોદરા આવીશું.અત્યારે દરેક રાજયની સફર માટે દસ દિવસ ફાળવ્યા છે.પછી સમય, સંજોગ પ્રમાણે ફેરફાર કરીશુ” “તારો પ્લાન ખુબ જ સરસ છે તે દરેક સ્થળ વિશે ઝીણવટપુર્વક માહિતી એકઠી કરી છે.તે તારા પ્રેઝન્ટેશનમાં જોઇ શકાય છે.વેલ ડન માય સન.પરંતુ ઋતુ હુ અત્યારે તમને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરેલા માટેની ટિકિટ કઢાવી આપુ છુ.પાછળની પછીથી કઢાવીશુ.કાંઇ ફેરફાર થાઇ તો વાંધો ન આવે” પારેખ અંકલે કહ્યુ “હા અંકલે તે ખુબ જ સારું આપણે હવે ટેકનોલોજીના સહારે કનેકટ રહેશુ.ભલેને ગમે તેટલા દુર હોઇએ”ઋતુએ કહ્યુ “બેટા હજુ વિચારી લેજો આવડી ટુરમાં ધ્યાન રાખજો.આખા ભારતની સફર એ ખુબ જ મુશ્કેલ કામ છે.અમને અહીં હમેંશા તમારી યાદ આવતી રહેશે અને ચિંતા પણ થતી રહેશે”પારેખ અંકલે કહ્યુ .

“અંકલ ડોન્ટ વરી,journey is our passion.કાંઇ નહી થાય.ખોટી ચિંતા ન કરજો.સાહસ છે ત્યાં જ સફળતા છે.” ઋતુએ કહ્યુ “સારુ દિકરા 10મી તારીખની તમારા બંન્નેની ટિકિટ કઢાવી આપુ છુ.” પારેખ અંકલે કહ્યુ "Thank you very much uncle.બાય ધ વે દીદી નો ફોન હતો.તેઓ બંન્ને ખુબ જ એન્જોય કરે કરે છે.હિમાલય પર તેઓને ખુબ જ નવુ નવુ જ્ઞાન મળ્યુ છે.બંન્ને બહુ મજા આવે છે.તમને સ્પેશયલ થેન્કસ કહ્યુ છે.પછી તમને કોલ કરશે ત્યાં કવરેજની ખુબ જ પ્રોબ્લેમ છે.” ઋતુએ કહ્યુ “હા મને પણ વૈદિક,પાર્થવી,હેતલના whats app પર મેસેજ મળતા રહે છે.તેઓ બધા ખુબ જ આંનદ કરી રહ્યા છે.મારા સંતાનો આનંદથી રહેતા હોય એ મારા માટે ખુશીની વાત છે.હવે મને કોઇ ચિંતા નથી ” અંકલે કહ્યુ “હેતલને પણ આજે ફોન કર્યો હતો ત્યારે તેને કહ્યુ કે આન્ટીની તબિયત પણ હવે એકદમ સારી છે.તેઓ પણ ખુબ જ એન્જોય કરી રહ્યા છે” ઋતુએ કહ્યુ

પેરિસમાં :- પહેલી ઓગ્સ્ટે વૈદિક અને દિપીકા સાંઝે એલિસ રસ્તા પર વોક કરવા નીકળ્યા.પેરિસના સાંઝે એલિસ રસ્તા ખુબ જ વિશાળ, સુઘડ અને એકદમ સ્વચ્છ છે.રસ્તાની બંન્ને બાજુ રહેલી દુકાનો પણ ખુબ જ સ્વચ્છ અને આકર્ષક હતી. બંન્નેએ લાંબા રસ્તા પર ચાલતા ચાલતા પેરિસની સ્વચ્છતા જોઇને વિચાર કર્યો કે ભારતના કયાં શહેરના રસ્તાઓ આવા સુંદર અને સુઘડ હશે.લોકોને સ્વચ્છતા ગમે છે તો શા માટે પોતાના જ શહેરને માણસો ગંદુ કરે છે? વાતો કરતા કરતા સાંજ ક્યારે પડી ગઇ તેની તેઓને ખબર પણ ન પડી.

રસ્તા પર વોક કરીને તેઓ ફ્રેશ થઇ ગયા.સુંદર અને સ્વચ્છ રસ્તા પર ચાલવાથી તેઓ નો બધો થાક દુર થઇ ગયો.સાંજે હોટેલ પર જઇને તેઓએ બધા સાથે ફોન પર વાતો કરી.

હિમાલયમાં:- હિમાલય પર્વતીય પ્રદેશમાં પાર્થવી તથા વિશાલ રોજ કુદરતની નવી નવી અજાયબી વિશે જાણતા હતા.અને એક અનુપમ સૌદર્યને માણતા હતા.અવનવી ઔષધીય વનસ્પતિની ઉપયોદિતા જાણી તેઓ ઉંડા આશ્ચર્યમાં ગરકાવ થઇ જતા હતા. હિમાલયના પહાડી પ્રદેશનુ કુદરતી સૌદર્ય અદભુત હતુ.તેની સૌદયર્તા આગળ દુનિયાની બધી સુંદરતા ઝાંખી હતી.કુદરતના કરિશ્મા વચ્ચે નો આ પ્રદેશ ખરેખર ખુબ જ અદભુત હતો. અનેક ધાર્મિક સ્થળોંના તેમણે દર્શન કર્યા.ગંગા નદીના પ્રવાહને નિહાળ્યો.તેમજ પર્વતના ઉંચા-નીચા ઢોળાવવાળા રસ્તા પર સફર કરીને તેઓને એક અનેરો આનંદ લીધો.

“વેલી ઓફ ફ્લાવર્સ” ના પ્રદેશ છીયાલેખ પર અનેક જાતજાતના રંગબેરંગી ફુલોની દુનિયામા જાણે તેઓ ખોવાઇ જ ગયા.જાતજાતના કલરના ફુલોને જોઇ તેઓને સ્વર્ગની અનુભુતી કરી.તેઓને ખબર પડી ગઇ કે હિમાલયને શા માટે ધરતી પરનુ સ્વર્ગનુ કહેવામાં આવે છે. હિમાલય પ્રદેશમા અતિશય ઠંડી,કપરા ચઢાણ જેવી મુશ્કેલીઓ હતી.છતા પણ આ પ્રદેશ છોડી ને જવાનુ બન્નેનુ મન થતુ ન હતુ.પરંતુ તેઓને આખા પદેશમા સફર કરવાની હતી તેથી તેઓ આગળ વધવા લાગ્યા.

પેરિસમા:- વૈદિક અને દિપીકા ને પેરિસમા હવે છેલ્લુ જ અઠવાડિયુ જ હતુ.આ અઠવાડિયામાં તેઓ ફરીથી એફિલ ટાવર જોવા ગયા.સીન નદીની સફર કરી.ફરી એક વાર રાત્રે પેરિસની રોશની જોઇ.નોટેડ્ર્મ ચર્ચમા ગયા.લીડો થિયેટરનો પ્રખ્યાત શો જોયો.પેરિસમા ભરપુર પ્રેમભરી યાદો માણીને પેરિસની યાદોને હ્રદયમા કંડારીને તેઓ ૭ મી ઓગષ્ટે શહેરને અલવિદા કરી વતન તરફ પરત જવા માટે ફ્લાઇટ પકડી. બરોડા એરપોર્ટ પર ઋતુ,ગીતા,પારેખ અંકલ,દિવ્યા આનટી અને હર્ષલકાકા સૌ પીક-અપ કરવા આવ્યા ત્યારે બધાની આંખમા આંસુ આવી ગયા. ઘરે પહોચીને બધાએ હળી મળીને પેટ ભરીને વાતો કરી.પેરિસની સુંદરતા,હનીમુનનો આનંદ વગેરે જેવી અનેક વાતો કરી રાત્રે ડિનર લઇ પારેખ અંકલ અને આંટી ઘરે ગયા.

કલકત્તામાં:- કલકત્તામાં હેતલ તથા દિપેન પણ આનંદ સાથે હનીમુન મનાવીને પાછા ફર્યા.પાછા આવીને બધાએ દિપેનના મમ્મી જહાન્વીબહેનનો જન્મદિવસ ખુબ ધામધુમપુર્વક ઉજવ્યો.જહાન્વીબહેનની તબિયત પણ હવે સારી હતી એટલે બધા ખુબ ખુશ હતા.

એરર્પોટ પર:

ઋતુ અને ગીતા આજે ઇન્ડિયા ટુર પર જવાના હતા.તેઓને એરર્પોટ પર મુકવા જવા માટે વૈદિક-દિપીકા,પારેખ અંકલ-દિવ્યા આન્ટી બધા આવ્યા હતા.પારેખ અંકલે ગળગળા અવાજે કહ્યુ, “દીકરા ધ્યાન રાખજે અને રોજ સંપર્કમાં રહેજે ખોટુ સાહસ ના કરતા કંઇ પણ જરૂર પડે તો કહેજો.તમારી મહારાષ્ટ્ર સફરની ટિકિટ કઢાવી દીધી છે.ત્યાંથી ગોવા સફરની પણ ટિકિટ બુક કરાવી દીધી છે ત્યારબાદ કર્ણાટકની ટિકિટ થોડા દિવસમાં કઢાવી આપીશ.તમારુ ધ્યાન રાખજો” “અંકલ તમે ચિંતા ન કરો.અમે ધ્યાન રાખીશુ.ફરીથી તમારો ખુબ ખુબ આભાર”ઋતુએ કહ્યુ ફ્લાઇટનુ એનાઉસમેન્ટ થઇ ગયુ ત્યારે બધાની આઁખ ભીની થઇ ગઇ.ભારે હૈયે વૈદિક,દિપીકા,અંકલ અને આંટીએ ઋતુ તથા ગીતાને વિદાય આપી.

પ્રકરણ : 14

મુંબઇની સફર

મુંબઇ એરપોર્ટ પર ઉતરીને ગીતાએ કહ્યુ”અંકલને ફોન કરે દો,તે ચિંતા કરતા હશે.”એરપોર્ટ પર ચેક આઉટ કરી બહાર નીકળી ઋતુએ સૌ પ્રથમ ઘરે ફોન કરી દીધો.પારેખ અંકલને પણ ફોન કર્યા બાદ તેઓ ટેક્સી માટે રસ્તા પર ગયા. ઋતુએ એક ટેક્સી હાયર કરી “હોટેલ મરિન પ્લાઝા” જવા નીકળ્યા.રસ્તામા ટેક્સી ડ્રાઇવરે પુછ્યુ “સાહેબ હનીમુન માટે આવ્યા છો કે શું?” “હા,બહુ ઉંડી દ્રષ્ટી લાગે છે તમારી?” ઋતુએ જવાબ આપતા કહ્યુ. “અરે એમા શું છે સાહેબ,અમારે તો રોજ નો ધંધો છે.લોકોના ચહેરા જોઇને તેના મનની વાતો જાણી લઇએ છીએ.” ડ્રાઇવરે કહ્યુ. “ખુબ સરસ” ઋતુએ કહ્યુ. “સાહેબ મુંબઇ એક દોડતુ ભાગતુ શહેર છે,તેમા ટકી રહેવુ હોય તો તમારામા કંઇક ખાસિયત હોવી જોઇએ.” ડ્રાઇવરે કહ્યુ. “અરે, વાહ દોસ્ત મને મુંબઇ વિષે કંઇક જણાવો એટલે કે કંઇક સારી અને યાદગાર જગ્યાઓ વિષે હુ જાણી શકું” ઋતુ એ કહ્યુ. “સાહેબ,મુંબઇ તો સવ્પનની નગરી છે.તેમા તમે જ્યાં પણ જાઓ તો એક યાદગીરી બની રહેશે.” ડ્રાઇવરે કહ્યુ. “અરે એમ નહી યાર,મને ફોટોગ્રાફી નો શોખ છે તો એવી જગ્યાઓ વિષે મને જણાવ” ઋતુ એ ફરીથી પુછ્યુ. “સાહેબ અમારે તો મુસાફર જેવુ હોય તેને ત્યાં મુકી જઇએ.બાકી બહુ વધુ ખબર અમને ન પડે.તમે ત્યાં હોટેલવાળાને પુછજો તો તે તમારા માટે બધી વ્યવસ્થા કરી આપશે.આ મારા કોંટેક્ટ નંબર છે જરૂર પડે ત્યારે કોલ કરજો “ કાર્ડ આપતા ડ્રાઇવરે કહ્યુ. “ સારુ” ઋતુએ કહ્યુ હોટેલ પાસે પહોચીને ડ્રાઇવરે ટેકસી ઉભી રાખીને કહ્યુ, “સાહેબ તમારી મરીન પ્લાઝા હોટેલ આવી ગઇ છે.કાંઇ કામકાજ હોય તો કહેજો” ઋતુએ ઉતરીને સામાન ઉતારી ટેકસી ડ્રાઇવરને પૈસા ચુકવી આપ્યા અને ડ્રાઇવરનો આભાર માન્યો. હોટેલ પણ ડો.પારેખે અગાઉથી બુક કરાવી આપી હતી.આથી તેઓ પાસેથી ચાવી લઇને રૂમમાં ગયા.વેઇટરે બધો સામાન પહોંચાડી આપ્યો.બપોર થઇ ચુકી હતી.આથી ઋતુ અને ગીતા ફ્રેશ થઇ જમવાનુ મંગાવ્યુ જમીને તેઓએ થોડીવાર આરામ કર્યો.

આજનો દિવસ બંનેએ એકબીજા સાથે ગુજારવાનો નક્કી કર્યો.ઋતુ પાંચ વાગ્યે હોટેલ મેનેજરને મળીને આવતીકાલે ફરવા અંગે નક્કી કરી આપ્યો.મેનેજરે કહ્યુ કે આવતીકાલે એક ટેકસી વિથ ગાઇડ મુંબઇની સફર કરાવી આપશે.મહારાષ્ટ્રની સફરની વ્યવસ્થા કાલના દિવસમાં કરી આપશે સાથે સુચન કર્યુ કે બંને આજે મરીન ડ્રાઇવ પર દરિયાકિનારે સફર કરી આવે ઋતુ અને ગીતા બંને દરિયાકિનારે સફર પર ગયા અને ઢળતા સુર્ય સુધી આનંદ લીધો સવારના પાંચ વાગ્યે વેઇટરે નોક કરીને બંન્ને ઉઠાડયા.મેનેજરે ખુદ આવીને કહ્યુ કે તેઓની ટેકસી તૈયાર છે જેમાં ગાઇડ પણ છે તે બંન્ને મુબંઇ દર્શન કરવા લઇ જશે.આવતીકાલે તેઓની ટેકસી મહારાષ્ટ્ર દર્શન માટે લઇ જશે.મેનેજરના ગયા પછી બંને ફટાફટ તૈયાર થઇ નાસ્તો લઇને ટેકસીમાં ગયા ત્યારે છ વાગી ચુક્યા હતા.વહેલી સવારે પણ શહેર દોડતુ જ હતુ.નાઇટ શિફટવાળા ઘરે જવાની ઉતાવળમાં હતા.વળી વહેલી ડ્યુટી વાળાઓને ઓફિસે જવાની ઉતાવળ હતી.કોઇને ટ્રેન પકડવી હતી કે કોઇને બસ.બધા પોતપોતાની ઉતાવળમાં દોડતા હતા. સૌ પ્રથમ તેઓ ગેટ વે ઓફ ઇન્ડિયા જે કોલાબામાં આવેલો છે ત્યાં ગયા.રાજા પંચમ જયોર્જ અને રાણી મેરીની ભારતની મુલાકાતની સ્મૃતિમાં તે બનાવવામાં આવેલો હતો.છત્રપતિ શિવાજી અને સ્વામી વિવેદાનંદની પ્રતિમાઓ ત્યા સ્થાપિત કરેલ છે.તેની સામે જ વિખ્યાત તાજ હોટેલ આવેલી છે.દરવાજા પાસે ઘણીબધી હોડીઓ લાંગરેલી હોય છે જે લોકોને એલિફન્ટા ગુફાઓ પર લઇ જાય છે.સુંદર ગેટ વે ઓફ ઇન્ડિયા ઋતુએ ઢગલાબંધ ફોટા પાડયા. ત્યારબાદ તેઓ નરીમાન પોઇન્ટ પર ગયા.જ્યાંનુ કુદરતી સૌદર્ય જોઇ તેઓ ખુબ જ ખુશ થયા.પછી ફલોરા ફાઉન્ટ જયા રોમન પુષ્યદેવી ફલોરાનુ પથ્થરનું પુતળુ આવેલુ છે અને આસપાસ ઘણા ફુવારા અને પૌરાણિક દેવી-દેવતાઓની મુર્તિઓ આવેલી છે.આખા દિવસમાં તેઓએ છત્રપતિ શિવાજી ટર્મિનલ જેનુ નામ વલ્ડ્ર હેરિટેજ સાઇટમાં આવેલુ છે.સુંદર કોતરણી કરેલુ આ રેલ્વે મથક ખુબ જ સુંદર છે.તે ભારતનુ પ્રથમ રેલ્વે ટર્મિનલ છે.મણિભવન એટલે કે ગાંધી મેમોરિયલ જે ખુબ જ વિશાળ અને સુંદર ગાંધીજીનુ મ્યુઝિયમ છે.જેમાં ગાંધીજીના જીવનની માહિતી સાચવવામાં આવેલી છે.

મલબાર હિલ પર આવેલા કમલા નેહરુ પાર્ક જેવા સુંદર બગીચાની સફરની એસસ્લ વલ્ડ્ર અને વોટર કિંગ્ડમની વિવિધ રાઇડસની મજા માણી.મહાલક્ષ્મી મંદિર અને મુંબાદેવી મંદિરમાં માથુ ટેકવ્યુ.હેગિંગ ગાર્ડન પર આથમતા સુર્યનું સ્યંદર દ્ર્શ્ય માણ્યુ.તારાપોરવાલા એકવેરિયમમાં જુદી જુદી માછલીઓ જોઇ.બપોરે લંચ ઓબેરોય હોટેલમાં લીધુ.નહેરુ સાયન્સ સેન્ટર અને નહેરુ પ્લેનેટોરિયમમાં વિજ્ઞાન તથા અવકાશ વિજ્ઞાનનું જ્ઞાન મેળવ્યું.એક દિવસ મુંબઇ દ્રર્શન માટે ખુબ ઓછો પડ્યો પરંતુ મોડી રાત થતા તેઓ હોટેલ પર આવી થોડું ઘણું જમીને સુઇ ગયા.બીજા દિવસની સવાર પણ કયારે પડી ગઇ કાંઇ ખબર જ ન પડી.