બંગલા નં 313-ભાગ-૯ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંગલા નં 313-ભાગ-૯

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

બંગલો નં.313ભાગ : 9

વિષય : નવલકથા

પ્રકરણ : 17 ઋતુની બિમારી

પ્રકરણ : 18 બંગલાની તપાસ

પ્રકરણ : 17

ઋતુની બિમારી

આંધ્રપ્રદેશ:

તિરૂપતી બાલાજીનુ મંદિર જોઇ ઋતુ અને ગીતા વિશાખાપટ્ટનમ ગયા.જે ભારતના પૂર્વકિનારાનુ રત્ન ગણાય છે.તે જોયુ. આમ ને આમ દિવસો કયાં પસાર થઇ ગયા કાંઇ ખબર જ ન પડી.અંદમાન-નિકોબારની ગુરૂવારની ટિકિટ હતી.અંકલ સાથે સવારે હજી ઋતુએ વાત કરી અને સાંજે પાંચ વાગ્યે નીકળવાનુ હતુ ત્યાં બપોરે ઓંચિતા ઋતુની તબિયત બગડી સવારથી તેનુ માથુ તો દુ:ખતુ જ હતુ.આગલા થોડા દિવસોથી તેને થાક તથા પેટની ગરબડ તો જણાતી જ હતી પરંતુ સફરના આંનદમાં તેને સામાન્ય ગણી ખાસ ઇલાજ કર્યો ન હતો.બપોર બાદ ઉલટી અને તાવ આવ્યો અને ધીરે ધીરે તકલીફ વધવા લાગી.ગીતા હોટેલ મેનેજરની મદદ લઇને ઋતુને વિશાખાપટ્ટનમના દવાખાને લઇ ગઇ.ડોકટરે ઉલટી તથા તાવની દવા કરી વિવિધ ટેસ્ટ કર્યા.હવે ફલાઇટમાં પહોંચી શકાય તેમ ન હતુ.આથી ગીતાએ પારેખ અંકલને ફોન કર્યો.તેઓ ત્યારે કિલનિક પર જ હતા.વૈદિક પણ ત્યાં જ હતો.આજે જ પાંચ વાગ્યે બંગ્લા નં.313 નો દસ્તાવેજ કરાવવાનો હતો.તેઓ હજુ નીકળવાના જ હતા ત્યાં ગીતાનો ફોન આવ્યો.ગીતાની વાત સાંભળીને વૈદિક તથા પારેખ અંકલ ચિંતામાં મુકાય ગયા.બંન્ને એ ત્યાં આવવા કહ્યુ પરંતુ ગીતાએ ના પાડી કે તે સંભાળી લેશે.એકાદ કલાક પછી રિપોર્ટસ આવ્યા ત્યારે ખબર પડી કે ડેંગ્યુ છે.ડેંગ્યુનુ નામ સાંભળીને પારેખ અંકલ,દિવ્યા આંન્ટી,વૈદિક,દિપીકા બધા દોડીને વિશાખાપટ્ટનમ પહોંચી ગયા. ડોકટરે કહ્યુ કે કાંઇ ચિંતા જેવુ નથી.થોડા દિવસ પ્રાથમિક સારવાર લેવાથી સારુ થઇ જશે.પરંતુ વૈદિકને સ્પેશ્યાલીસ્ટની સલાહ લેવી હતી.આથી તેના મિત્ર ડો.અજય દુબે ડેંગ્યુ માટે સ્પેશ્યાલીસ્ટ હતા.આથી બધો સામાન પેક કરાવીને ઋતુને લઇને મુંબઇ ગયા બધા.દસ્તાવેજનુ કાર્ય મોકુફ રાખ્યુ અને સોમવારે પારેખ અંકલ અને આન્ટી હેતલના ઘરે જવાના હતા તે પણ પોસ્ટ પોન્ડ કર્યુ.હેતલને આ હાલતમાં કાંઇ ખબર ન પડે એટલે દિપીકાએ આન્ટીની તબિયત થોડી ખરાબ છે એવુ બહાનુ કાઢી આપ્યુ. મુંબઇમાં ડો.અજય દુબેના દવાખાનામાં ઋતુને દાખલ કરી દીધો.ડો.અજય દુબેએ પણ કહ્યુ કે ચિંતા જેવું કાંઇ નથી.પરંતુ થોડો આરામ અને સારવારની જરૂર છે.એક અઠવાડિયુ હોસ્પીટલમાં રહીને બધા રિપોર્ટ કઢાવી તેઓ વડોદરા આવી ગયા.

ઓંચિતા ભારત પ્રવાસમાં આવુ બનવાથી ગીતાને ડિપ્રેશન થઇ આવ્યુ.વારંવાર તેને ડિપ્રેશનના એટેક આવવા લાગ્યા.ઋતુએ તેને ઘણી સમજાવી પરંતુ તેનુ ટેન્શન ઓછુ થતુ જ ન હતુ. “એ ડાલિઁગ, પ્લીઝ હુ સાજો સારો રહુ એ તને ગમતુ નથી? આમ તને ઉદાસ જોઇ મારી હાલત થોડી સુધરવાની છે” ઋતુએ કહ્યુ ગીતા કાંઇ જવાબ ન આપી શકી ઋતુએ ગીતાને ભેટીને માથે હાથ ફેરવીને કહ્યુ “જાનુ,કાંઇ ચિંતા જેવુ નથી.દવા અને સારવારથી બધુ સારું થઇ જશે.પછી ફરી પાછા આપણે હનીમુન ટુર પર જઇ શકીશુ” ઋતુએ કહ્યુ “ના ઋતુ હવે નહિ પ્લીઝ એકસાથે આવડુ ટુર નહી” ગીતાએ આઁસુ સાથે જવાબ આપ્યો “ઓ.કે.યાર હવે છોડ તુ જરાક હસ તો મારામાં કાંઇક શકિત આવે.તને ખબર જ છે કે તારી ખુશી એ જ મારી શકિત છે અને જીવન છે” ગીતાને ભીંસમાં લઇને ઋતુએ કહ્યુ “પરંતુ હવે થોડા દિવસ કાંઇ કામ નહી.ઉજાગરા નહી બસ આરામ જ કરવાનો” ગીતાએ કહ્યુ. “જો હુકમ મેરે આકા.હુ તો બસ તારી બાહોમાં જ પડ્યો રહીશ” ઋતુએ મજાક કરતા કહ્યુ.

“મજાક છોડો ચાલો જમવા જઇએ” ગીતાએ કહ્યુ ઋતુ અને ગીતા હાથ પકડીને નીચે જમવા આવ્યા ત્યારે વૈદિક અને દિપીકા ત્યાં હજુ જમવા જ બેઠા હતા.ઋતુ અને ગીતા પણ સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસી ગયા. ઋતુ અને ગીતા આવ્યા એટલે વૈદિકે પુછ્યુ, “ઋતુ કેમ છે તારી તબિયત? હવે કેવુ લાગે છે?” ઋતુએ જવાબ આપતા કહ્યુ,”ભાઇ હવે સારુ છે.કાંઇ ખબર પણ પડતી નથી.તમે બધા ચિંતા કરો છો.પણ મને કાંઇ લાગતુ પણ નથી.”

“હા,ઋતુ એક ડોકટર તરીકે તો હુ બધુ જ સમજુ છુ પરંતુ એક મોટા ભાઇ તરીકે મને તારી ચિંતા થાય છે.લોકો સાચુ જ કહે છે ને કે દર્દીને ભયંકર તકલીફ હોય તો પણ ડોકટરનો હાથ ધ્રુજતો નથી.પરંતુ પોતાના સગાની નાનકડી અમથી તકલીફમાં એ જ ડોકટરનુ આખુ શરીર ધ્રુજવા લાગે છે.ઋતુ તુ મારા દીકરા જેવો છે.ડેન્ગ્યુ જેવુ ભયાનક નામ સાંભળીને મારી તો રાતની ઉંઘ જ ઉડી ગઇ છે.હુ જાણુ છુ કે દવા દ્વારા બધુ સારુ થઇ જશે.પરંતુ તારી નાનકડી પણ તકલીફ હુ જોઇ શકતો નથી” વૈદિક ગળગળો થઇ ગયો. “ચીલ ભાઇ ચીલ .હવે મને ઘણુ સારુ છે.થોડા દિવસો દવા લઇને હુ દોડતો થઇ જઇશ વળી પાછુ પાર્થવીદીદી અને વિશાલ જીજુએ આયુર્વેદિક અને હર્બલ ઉપાયો સુચવ્યા છે.તેનો ઉપયોગ કરીને રોગ જડમુળમાંથી નીકળી જશે.તમે હવે નાહક ચિંતા છોડો” ઋતુએ ભાઇના ખભે હાથ મુકીને કહ્યુ. “ઋતુભાઇ થોડી ચિંતા તો થઇ જ જાય.અંગત સગાની બિમારી હોય એટલે ઉપાધી તો થઇ જ જાય.પરંતુ ગીતા તુ જરાય ચિંતા ન કરતી.આપણે બધા સાથે મળીને રોગને ભગાડી મુકીશુ” દિપીકાએ કહ્યુ. “હા ભાભી તમારા બધાનો સાથ છે તો મારાથી ચિંતા થોડી કરાય” ગીતાએ જવાબ આપ્યો

પ્રકરણ : 18

બંગલાની તપાસ

બપોર બાદ પારેખ અંકલ અને દિવ્યા આન્ટી ઘરે આવ્યા.આજે રવિવાર હતો આથી કિલનિકમાં રજા હતી.આથી બધા હોલમાં બેઠા હતા ત્યારે પારેખ અંકલે કહ્યુ, “આ બંગલાનં.313 માં જ કાંઇ તકલીફ છે.વારંવાર મુશ્કેલીઓ આવી પડે છે.”

દિવ્યા આન્ટીએ પણ કહ્યુ, “પાર્થવી નો ફોન પણ ફોન હતો કે તે ખુબ જ ચિંતા કરે છે.આપણે કોઇ સારા જયોતિષ શાસ્ત્રીને બતાવીને તપાસ કરી લઇએ”

“શુ અંકલ-આન્ટી તમે પણ એવી વાતો કરો છો.આવી નાની મોટી વાતો તો બનતી જ હોય છે.તેમાં બંગ્લાને દોષ દેવાની શુ જરૂર છે?” ઋતુએ કહ્યુ. “હવે બસ ઋતુ બધાના મનના સમાધાન માટે પણ આપણે તપાસ કરવી જોઇએ” પારેખ અંકલે કહ્યુ “ઓ.કે.અંકલ તમારા બધા ના મનની ચિંતા દુર કરવી જ હોય તો આપણે પ્રખર જયોતિષ શાસ્ત્રી અંકિત ત્રિવેદી નો સંપર્ક કરવો જોઇએ” વૈદિકે કહ્યુ. “સોરી બેટા પણ તમને પુછયા વિના મે અંકિત ત્રિવેદી સાથે વાત કરી લીધી છે અને કાલે તે બંગ્લો જોવા આવશે તમારે બધાએ સવારના નવ વાગ્યે ત્યાં પહોંચી જવાનુ છે” પારેખ અંકલે કહ્યુ “અંકલ એમાં શુ સોરી કહેવાનુ તમે સારું કર્યુ.બધાના મનનુ સમાધાન થઇ જશે.અમે બરોબર નવ વાગ્યે પહોંચી જઇશું તમે પણ સાથે આવજો” વૈદિકે કહ્યુ. “હા હુ પણ હાજર રહીશ” પારેખ અંકલે કહ્યુ. રાત્રે ડિનર લઇ બધા છુટા પડયા.બીજે દિવસે સવારે વૈદિક અને દિપીકા, ઋતુ અને ગીતા બરાબર 8:45 વાગ્યે બંગ્લે પહોંચી ગયા ત્યારે પારેખ અંકલ અને દિવ્યા આન્ટી ત્યાં હાજર જ હતા.બંગલાની ચાવી પણ વૈદિકે ચોકીદારને કહી મંગાવી રાખી હતી. બરોબર 8:58 મિનિટે એક કાળા રંગની સ્વિફ્ટ કાર બંગલાના ગેઇટ પાસે આવીને ઉભી રહી.તેમાંથી કાળા રંગના સુટમાં સજ્જ અને કાળા ગોગલ્સ પહેરીને જયોતિષ શાસ્ત્રી અંકિત ત્રિવેદી નીકળ્યા.ચોકીદારે ગેઇટ ખોલ્યો એટલે અંકિત ત્રિવેદી બગીચામાં આવ્યા જ્યાં બધા એકઠા થયા હતા. “બંગલાની ચાવી છે ને હુ આખો બંગ્લો જોવા માંગુ છુ.” અંકિતે આવતાવેંત કહ્યુ. “હા હા જરૂર ચાલો તમને બંગલો દેખાડુ” પારેખ અંકલે

જયોતિષ શાસ્ત્રી અંકિત ત્રિવેદીએ આખાય બંગલાનુ નિરીક્ષણ કર્યું.બંગલાના ખુણે ખુણાનુ તાપમાન પણ માપ્યુ.પોતાને યોગ્ય લાગે એવી તપાસ કરીને બોલ્યા. “મિ.પારેખ એન્ડ મિ.મહેતાસ મે આખોય બંગલો તપાસી લીધો છે.હવે હુ નીકળુ છુ.મારા રિપોટર્સ તમને હુ બે દિવસમાં બનાવીને આપીશ” સાવ ટુંકી વાત કરીને અંકિત ત્રિવેદી પોતાની કારમાં બેસીને નીકળી ગયા. અંકિત ત્રિવેદીના ગયા પછી વળી ઋતુએ કહ્યુ કે બધી અંધશ્રદ્ધા છોડી ને દે હવે.પરંતુ વૈદિકે તેને સમજાવ્યો કે એકવાર હવે ભલે બધાના મનનુ સમાધાન થઇ જતુ.પછી બધા ઘરે આવી ગયા.હેતલને હજુ ઋતુ વિશે કાંઇ ખબર જ પડવા દીધી ન હતી.

To be continued……………..