બંગલો નંબર ૩૧૩- ભાગ-૪ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંગલો નંબર ૩૧૩- ભાગ-૪

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમારemail id –

brgokani@gmail.com

……….બંગલો નં.313……….ભાગ : 4

વિષય : નવલકથા

પ્રકરણ : 7 ઓચિંતિ મુશીબત

પ્રકરણ : 8 મુશ્કેલી ટળી

પ્રકરણ : 7

ઓચિંતિ મુશીબત

સગાઇને બે મહીનાનો સમય વિતી ગયો હતો.ચારેય ભાઇ-બહેન પોત પોતાન ફિયાન્સ-ફિયાન્સી સાથે ખુબ ખુશ હતા.બંગલાના છેલ્લા કાગળ તૈયાર થઇ જવાના હતા.હવે એકાદ-બે મહીના બાદ દસ્તાવેજ કરવાના હતા.ત્યાં અચાનક જ એક દિવસ સવારે ઓચિંતો ટેલિફોનનો અવાજ સંભળાયો.ટ્રીન....ટ્રીન.....ટ્રીન...... સવારન છ વાગ્યા હતા.વૈદિક નાહીને નીકળ્યો હતો.તેણે દોડીને ફોન રીસીવ કર્યો.અત્યારમા કોનો ફોન હશે તેવો મનમા વિચાર આવ્યો.થોડીવાર સામેથી કોઇ બોલ્યુ નહી.પછી બે-ત્રણ વાર હેલ્લો,હેલ્લો કર્યા બાદ સામેથી અવાજ આવ્યો, “ હેલ્લો,હુ દિપેનના પપ્પા હાર્દિકભાઇ વાત કરુ છુ.દિપેનના મમ્મીને છેલ્લા ઘણા સમયથી ઝીણી ઝીણી તકલીફો રહ્યા કરતી હતી.ઘણા રિપોર્ટસ કરાવ્યા.પરંતુ, રોગ પકડાતો ન હતો.ગઇ કાલે કરાવેલા ચેકઅપનો રિપોર્ટસ આવ્યા અને ડોક્ટરે કહ્યુ કે ‘આંતરડા નુ કેન્સર છે અને હાલ બીજા સ્ટેજમા કેન્સર છે.હાલત ખુબ ગંભીર છે અને બચવાના ચાન્સીસ ઓછા છે.” વાત સાથે વૈદિકે ડુસકાનો અવાજ પણ સાંભળ્યો.વળી પાછા દિપેનના પપ્પાએ કહ્યુ કે દિપેનના મમ્મીની ઇચ્છા છે કે તે મ્રુત્યુ પહેલા તેના દીકરાના લગ્ન જોઇ લે.તો જો શક્ય હોય તો બે મહીનામા હેતલ તથા દિપેનના લગ્નની વ્યવસ્થા...........,આટલુ બોલતા દિપેનના પપ્પા રડવા લાગ્યા.‘અંકલ,પ્લીઝ,કામ ડાઉન, આન્ટીની વાત સાંભળી ખુબ દુ:ખ થાય છે.તમે ચિંતા ન કરો.દુનિયાભરના કેન્સર સ્પેશ્યાલીસ્ટ સાથે હુ વાત કરી લઉ છુ.મને આંન્ટીના રિપોર્ટસ મેઇલ કરજો.હુ તેના કેસની તપાસ કરીશ અને તમે જરાય ચિંતા ન કરો.લગ્નની તારીખ તમારી ઇચ્છા મુજબ ગોઠવી આપશુ.તમે કોઇ જાતની ઉપાધિ ન કરો.તમે આંટીનુ ધ્યાન રાખજો.લગ્નની તૈયારી તથા વ્યવસ્થા બધુ અમે ગોઠવી આપશુ” વૈદિકે કહ્યુ.“થેન્ક યુ બેટા હુ ફરી ફોન કરીશ,જય શ્રી ક્રુષ્ણ..”“જય શ્રી ક્રુષ્ણ અંકલ,બધાને યાદી આપજો.” વૈદિકે કહ્યુ.પછી ફોન મુક્યા બાદ તે પણ મુંઝવણમાં મુકાઇ ગયો.ફોન નુ રિસીવર ફરી ઉંચકી તેણે પારેખ અંકલને ફોન કર્યો અને તેમને ઘરે બોલાવ્યા.હજુ તો સવારના સાત વાગ્યા હતા.પારેખ અંકલ પણ કસરત કરી નહાવા જતા હતા ત્યાં વૈદિકનો ફોન આવ્યો આથી ફટાફટા તૈયાર થઇ તેઓ વૈદિકના ઘર તરફ રવાના થયા.રસ્તામા પારેખ અંકલ પણ વિચારવા લાગ્યા કે અત્યારે શું બન્યુ હશે? વૈદિકે અત્યારે સવારમાં મને કેમ બોલાવ્યો હશે? ઇમરજન્સી કેસ હોય તો મને ક્લિનીક પર બોલાવે,આમ અનેક વિચારો કરતા કરતા તે વૈદિકના ઘરે પહોચ્યા. પાર્થવી તો લેકચર માટે સવારે વહેલી જ નીકળી ગઇ હતી.ઋતુ પણ વહેલી સવારની ફોટોગ્રાફી માટે જંગલમાં ગયો હતો.ઘરે વૈદિક અને હેતલ જ હતા.વૈદિકે હેતલ તથા હર્ષલકાકાને હોલમાં બેસવા કહ્યુ.આથી તેઓ પણ ચિંતામાં મુકાયા હજી કંઇ વાત થાય ત્યાં તો પારેખ અંકલ પહોંચી ગયા.પારેખ અંકલ નજીક જ રહેતા હતા આથી ફટાફટ પહોંચી ગયા. પારેખ અંકલ આવી ગયા એટલે વૈદિકે બધી વાત કરી હેતલ ચેક અપની ખબર હતી.પરંતુ રિપોર્ટસ આવ્યા બાદ દિપેન સાથે વાત થઇ શકી ન હતી.હેતલ પોતાના ડાન્સગ્રુપ સાથે મુંબઇ ગઇ હતી.ગઇ કાલે મોડી રાત્રે જ આવી હતી.ફોનની બેટરી રસ્તામાં પુરી થઇ જતા દિપેન સાથે રિપોર્ટસની વાત થઇ શકી ન હતી.વૈદિકની વાત સાંભળી તે ચિંતામાં ગરકાવ થઇ ગઇ.સવારના સાત વાગી ગયા હતા.આથી પારેખ અંકલે કહ્યુ કે તેઓ પહેલા કિલનિક પર ફોન કરી દે જેથી ડો.જમુનેશ અને ડો.બિલ્વ એકાદ કલાક ચલાવી લે. જેથી ઓ.પી.ડી.માં વધારે ભીડના થાય. વૈદિકે કહ્યુ, “ અંકલ,તમે પહેલા ફોન કરી દો પછી આપણે ચર્ચા કરીશું.”

પારેખ અંકલે કિલનિક પર ફોન કર્યા બાદ કહ્યુ કે, “ ખરેખર ચિંતાની બાબત છે.હેતલ બેટા આપણે પંડિતને બોલાવી તારા વહેલા લગ્ન ગોઠવી આપીએ તો તને કોઇ વાંધો તો નથી ને ?” પારેખ અંકલે ચર્ચા કરતા પહેલા હેતલને પુછી લીધુ. “અંકલ,આ પરિસ્થિતિમાં દિપેનને તથા તેના પરિવારને મારી જરૂર છે.તમે પંડિતને પુછીને વહેલુ મુહુર્ત જોવડાવી લો.આમ તો અમારા ચારેય ભાઇ બહેનોની ઇચ્છા એક જ દિવસે લગ્ન માટેની હતી.પરંતુ ઇશ્વરની ઇચ્છા કંઇક અલગ જ હશે.તમે પંડિતને પુછી લો મને કોઇ વાંધો નથી” હેતલે કહ્યુ “બેટા તારી વાત એકદમ સાચી છે.તુ ખુબ જ સમજદાર છો.તમારા બધા ભાઇ બહેનોની ઇચ્છાને પણ હુ સમજુ છુ.આપણે બધા વેવાઇઓને નમ્રતાપુર્વક વિનંતી કરીશુ.જો તેઓને અનુકુળતા પડશે તો બધાના લગ્ન સાથે ગોઠવીશુ.” પારેખ અંકલે કહ્યુ “ પરંતુ અંકલ વહેલામાં વહેલા લગ્ન માટે બધા વેવાઇઓ માની જાય તો તૈયારી કઇ રીતે કરવી.વળી બંગલા નં. 313 ના કાગળો તૈયાર કરવાના બાકી છે.દસ્તાવેજ પહેલા આપણે ત્યાં કાંઇ આયોજન કરી શકીએ નહિ” વૈદિકે ચિંતા સાથે કહ્યુ “તુ ચિંતા ન કર વૈદિક આપણે પહેલા મુહુર્ત જોવડાવી લઇએ પછી વેવાઇઓને વિંનતી કરી જોઇએ.તૈયારીનુ પછી બધુ જોઇ લઇશુ.તુ પહેલા પંડિતજીને ફોન કરીને તેને મળવાનો સમય નક્કી કરી લે” અંકલે કહ્યુ “સારું હમણા જ ફોન કરુ છુ.” વૈદિકે પંડિતજીને ફોન કરીને બપોર પછી મળવાનુ નક્કી કરી લીધુ ફોન મુકીને વૈદિકે કહ્યુ, “અંકલ, આપણે લંચ બાદ પંડિતજીને મળવા જવાનુ છે. હુ કિલનિક પર જઇને કેન્સર સ્પેશ્યાલીસ્ટોને નેટ પર સર્ચ કરી તેઓ સાથે વાત કરી લઉં.હેતલ તુ ચિંતા ન કરજે”

“હા, હેતલ બેટા તુ દિપેન સાથે વાત કરી લેજે અત્યારે તેને માનસિક સ્પોર્ટની જરૂર છે. હુ પણ તેની સાથે વાત કરી લઇશ.” પારેખ અંકલે કહ્યુ

વાતચીત કરીને પારેખ અંકલ તથા વૈદિક કિલનિક પર ગયા.હેતલ આજે ઘરે જ હતી.તેને દિપેન સાથે વાત કરી લીધી.સાંજે વૈદિક તથા પારેખ અંકલ પંડિતજીને મળવા ગયા.પંડિતે 20મી મે તથા 10મી જુન એમ બે મુહુર્ત કાઢી આપ્યા. સાંજે ફરી બધા હોલમાં એકઠા થયા.પાર્થવીએ કહ્યુ, “ હેતલ તે મને સવારે કેમ ફોન ના કર્યો?”

“દીદી, દિપેન સાથે વાત કર્યા બાદ તમને ફોન કરવો જ હતો.પરંતુ કલાસીસમાંથી ફોન આવ્યો અને ઇમરજન્સી હતી આથી તમને ફોન કરવાનો જ રહી ગયો”હેતલે જવાબ આપતા કહ્યુ “હા મને પણ કાંઇ ખબર જ ન હતી બપોરે ભાઇનો ફોન આવ્યો ત્યારે જ ખબર પડી” ઋતુએ પણ કહ્યુ “સવારે ટેન્શન જ એવુ હતુ કે કોઇને ફોન થયા નહી.વળી નાહક તમને બંન્ને હેરાન કરવા એવી કોઇ જરૂરિયાત હતી જ નહી.હવે હુ અંકલ સાથે મળીને મુહુર્ત કઢાવી લાવ્યો છુ.20મી મે તથા 10મી જુનની તારીખ આપી છે” વૈદિકે કહ્યુ “બેટા તુ પહેલા દિપેનના પપ્પાને પૂછી લે પછી જે તારીખ નક્કી થાય તે મુજબ આપણે બીજા વેવાઇઓને પુછી શકાય” પારેખ અંકલે કહ્યુ

“અંકલ 20મી મે તો પંદર જ દિવસમાં છે.પંદર જ દિવસમાં ચાર ચાર લગ્નની તૈયારીઓ કેવી રીતે કરીશુ?” વૈદિકે ચિંતા સાથે પુછ્યુ “બેટા તુ પહેલા દિપેનના પપ્પાને પુછીને તારીખ નક્કી કરી લે તૈયારીનુ પછી વિચારીશુ” પારેખ અંકલે કહ્યુ “ઓ.કે. હુ હમણા જ ફોન કરુ છુ” આટલુ બોલીને વૈદિકે કલકત્તા ફોન જોડયો.વાતચીત પૂરી થયા બાદ વૈદિકે બધાને કહ્યુ કે દિપેનના પપ્પાએ 10મી જુનનુ મુહુર્ત નક્કી કર્યુ છે તો આપણી પાસે એક મહિના જેટલો સમય છે.” “એક મહિનામાં બધી તૈયારીઓ થઇ જશે.વૈદિક હુ તારી સાસરીમાં ફોન કરુ છુ.તુ ઋતુની સાસરીમાં ફોન લગાવી 10મી જુનના લગ્ન રાખવાની માટે વિંનતી કર.”પારેખ અંકલે કહ્યુ

વૈદિકે ઋતુ ના સસરાને ફોન લગાવ્યો અને પારેખ અંકલે વૈદિકના સાસરામાં ફોન લગાવી વાત કરી.તેઓ વાત કરતા જ હતા ત્યાં પાર્થવીના સાસુ નો લંડનથી ફોન આવ્યો જે હેતલે એટેન્ડ કર્યો.બધાએ લગભગ અડધો કલાક સુધી વાતો કરી. વાતચીત પુરી થયા બાદ પારેખ અંકલે કહ્યુ, “ વૈદિકના સસરા સાથે મે વાત કરી લીધી છે.તેઓને 10મી જુને લગ્ન ગોઠવવા સામે કોઇ વાંધો નથી.આથી તેઓએ રાજીખુશીથી માની ગયા છે.” “અંકલ મેં ઋતુના સસરાને વાત કરી તો તેઓને પણ કાંઇ વાંધો નથી.તેઓની ઇચ્છા પણ વહેલા લગ્ન લેવાની હતી” વૈદિકે કહ્યુ તેઓ વાતચીત કરતા જ હતા ત્યાં હેતલ પાર્થવીની સાસુ સાથે વાત કરીને આવી.હેતલે આવીને કહ્યુ, “ પાર્થવીદીદી તમારા સાસુ નો ફોન હતો તેઓ પણ વહેલા લગ્ન ગોઠવવા માંગતા હતા.આથી જ તેને ફોન કર્યો હતો.તેમનુ કહેવુ એમ હતુ કે વહેલા લગ્ન ગોઠવાય જાય તો તમારા વિઝા અને પાસપોર્ટ એમ બધા કાગળ તૈયાર થઇ જાય.આવતા વર્ષે વિશાલની કોલેજમાં એકસ્ટ્રા વર્ગ ખોલવાના છે જેમા તને સેટ થઇ જાવ.પછી વિશાલ પણ ખુબ જ વ્યસ્ત બની જશે.આથી તેઓની ઇચ્છા વહેલા લગ્ન લેવાની છે.મેં 10મી જુનની વાત કરી તો તેઓને કોઇ વાંધો નથી.તેઓ હમણા થોડા દિવસોમાં અહીં આવી જશે” હેતલે પોતાની વાત પુરી કરી ત્યાં ઋતુએ કહ્યુ, “અંકલ દિપેનના મમ્મીની તબિયત સારી નથી તો આપણે સાદાઇથી લગ્ન ગોઠવી લઇએ.ધામધુમની જરૂર નથી” “બેટા,તારી વાત સાચી છે.હુ અને વૈદિક બે દિવસ પછી કલકત્તા જવાના છે ત્યાં રૂબરૂ મળીને બધી ચર્ચાઓ કરી લઇશુ.પછી જ આપણે લગ્નની તૈયારી કરીશુ” પારેખ અંકલે જવાબ આપ્યો “અંકલ હુ કેન્સર સ્પેશ્યાલીસ્ટો સાથે વાતચીતો કરું છુ.કાંઇ ઇલાજ મળશે તો આપણે તેઓને કલકત્તાથી સાથે લઇ જાશુ” વૈદિકે કહ્યુ “ભાઇ મે વિશાલને પણ વાત કરી લીધી છે.તે લંડનમાં બધા સાથે સંપર્ક કરશે.”પાર્થવીએ કહ્યુ

“હેતલબેટા,તુ જરા પણ ચિંતા ન કરજે.તારા સાસુને કંઇ પણ થવા નહી દઇએ.” પારેખ અંકલે કહ્યુ.

“અંકલ,ઓચિંતુ આવુ બની ગયુ,આથી દિપેન ખુબ જ ઉદાસ છે.કાલે રાતના પિતા-પુત્ર બન્નેને ઉંઘ પણ આવી નથી.પરાણે હસતુ મોઢુ રાખીને મમ્મી સાથે રહે છે

“હેતલ,જીંદગી જ એવી અટપટી છે ને કે જેનો કોઇ તોડ નથી.ક્યારે કઇ ઘટના કેમ ઘટી જાય છે તે કોઇ સમજી શકતુ નથી.આપણી મમ્મીના અકસ્માત બાદ આપણે તો સાવ અનાથ બની ગયા હતા પરંતુ ડોકટર સાહેબની મહેરબાની કે આપણે ક્યાં થી ક્યાં પહોચી ગયા.ઇશ્વરે રચેલી આ દુનિયા ખુબ જ અનેરી છે”પાર્થવી એક સાથે ઘણું બોલી ગઇ.“હા, બેટા ઇશ્વરની લીલા ક્યા કોઇ સમજી શક્યુ છે?મોટા મહાત્મા પણ તેની લીલાને પામી શકતા નથી.આપણે તો પામર તુચ્છ જીવ છીએ.”પારેખ અંકલે કહ્યુ.

“હા,અંકલ જીંદગીમાં કયારે શું બની જાય તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે”વૈદિકે કહ્યુ “ હસતા રમતા નિસર્ગને ઓંચિતા......... પારેખ અંકલ આગળ બોલી ન શકયા પરંતુ બધા સમજી ગયા.થોડીવાર ગમગીની છવાય ગઇ“બાય ધ વે ચાલો હવે હુ નીકળુ છુ.મોડુ ઘણુ થઇ ગયુ છે.તમે બધા સુઇ જાઓ ફરી મળશુ.”પારેખ અંકલે ઉભા થઇ કહ્યુ.“ઓ,કે, બાય અંકલ” બધાએ લગભગ એક સાથે કહ્યુ.

પ્રકરણ : 8

મુશ્કેલી ટળી

બીજે દિવસે સાંજે વૈદિક ક્લિનીક પરથી આવ્યો ત્યારે આવતાવેત જ બુમ પાડીને હેતલને બોલાવી.હેતલ ઘરે જ હતી.હેતલ સાથે પાર્થવી અને ઋતુ પણ આવ્યા.“શું થયુ ભાઇ?” હેતલે પુછ્યુ.“મે વિશ્વલેવલના કેન્સર સ્પેશ્યાલીસ્ટ સાથે વાત કરી ત્યારે જાણ્યુ કે દિલ્હીના ડો.આહુજા જે અત્યારે અમેરિકામા કેન્સર પર રિસર્ચ કાર્ય કરે છે તેણે જણાવ્યુ કે આંતરડામા રહેલી એકાદ ગાંઠનો ઇલાજ શક્ય છે અને ભારતમા જ કેરેલા ખાતે તેમની ટીમ કાર્યરત છે.મે દિપેનને ફોન કરી જણાવી દિધુ છે.તેઓ કાલે કેરેલા પહોચી જશે.મે ડો,આહુજા પાસેથી એડ્રેસ પણ લઇ લીધુ છે.આપણે આવતીકાલે કેરેલા જવાનુ છે.” વૈદિકે બધી માહિતી આપી.“ભાઇ અમે પણ તમારી સાથે આવશુ.”ઋતુ તથા પાર્થવી એક સાથી બોલી ઉઠ્યા.

“ના તમે લોકો તમારા કાર્ય પર ધ્યાન આપો. હુ અને હેતલ પારેખ અંકલ સાથે જઇશુ.અંકલને પણ મે વાત કરી દીધી છે.”વૈદિકે કહ્યુ.“ભાઇ હમણા હુ ફ્રી જ છુ.હુ તમારી સાથે આવીશ.એક સે ભલે દો”ઋતુએ કહ્યુ.“ઓ,કે, તુ આવજે.પાર્થવી દીદી તમે અહી રહેજો.ઓપરેશન એકાદ દિવસમાં પુરૂ થઇ જશે એટલે અમે આવી જઇશું.તમે તમારી કોલેજમાં ધ્યાન આપજો.ખોટી રજા બગાડવાની જરૂર નથી” વૈદિકે કહ્યુ. “સારું વૈદિકભાઇ હુ અહી રહીશ” પાર્થવીએ કહ્યુ “ચાલો જમીને વહેલા સુઇ જઇએ.હેતલ, ઋતુ કાલે વહેલી પાંચ વાગ્યાની ફલાઇટ છે.હુ તમારી ફલાઇટની ટિકિટ બુક કરાવી દઉ.તમે જવાની તૈયારી અત્યારથી જ કરી લેજો” વૈદિકે કહ્યુ “ઓ.કે.ભાઇ” ઋતુ તથા હેતલે કહ્યુ બીજે દિવસે સવારે વૈદિક, ઋતુ, હેતલ તથા પારેખ અંકલ ફલાઇટમાં કેરેલા જવા નીકળ્યા અને તેઓ ત્યાં પહોચ્યા ત્યારે દિપેનનો પરિવાર ત્યાં એરપોર્ટ પર હાજર જ હતો.ત્યાંથી બધા સાથે ડો.આહુજાએ આપેલા સરનામે પહોંચી ગયા.ત્યાં ગયા પછી હોસ્પિટલમાં દિપેનના મમ્મી જહાન્વીબહેનને એંડમિટ કરી લીધા.ડોકટરોએ જણાવ્યુ કે બધા ટેસ્ટ કરી લીધા પછી ગાંઠનુ ઓપરેશન કરવામાં આવશે દિપેનના પરિવારે વૈદિક, ઋતુ, હેતલ તથા પારેખ અંકલને ઘણું કહ્યુ તમે જતા રહો ખોટા હેરાન ન થાવ અમે છીએ હવે હોસ્પિટલમાં પહોંચી ગયા પછી કાંઇ ચિંતા નથી.પરંતુ બધાએ ના પાડી દીધી.બીજે દિવસે બધા ટેસ્ટ કર્યા બાદ ઓપરેશન કરવામાં આવ્યુ અને ઓપરેશન સકશેસ ગયુ.પાંચ દિવસ બાદ રજા આપવામાં આવી.બધા પહેલા કલકત્તા ગયા.કલકત્તા પહોંચી ગયા બાદ ત્યાં પાર્થવીનો ફોન આવ્યો, “હેલો,વૈદિક આન્ટીને હવે કેમ છે? હું આજે જ કલકત્તા આવુ છુ.પછી તમારી સાથે જ પાછી આવીશ.” વૈદિકે કહ્યુ કે જરૂર નથી પરંતુ પાર્થવી ના માની. ફોન મુક્યા પછી વૈદિકે પારેખ અંકલને કહ્યુ કે આપણે બધા વેવાઇઓને પણ ખુશીના સમાચાર આપી દઇએ.જેથી તેઓ પણ ચિંતા મુક્ત થઇ જાય.પારેખ અંકલે કહ્યુ કે, “સાચી વાત છે.ચાલો ફોન કરી દઇએ”

વૈદિકે તથા પારેખ અંકલે બધાને ફોન કરીને સમાચાર આપી દીધા.દિપેનના ઘરમાં પણ બધા ખુબ જ ખુશ હતા.થોડીકાર વાર પછી બધા હોલમાં બેઠા ત્યારે દિપેનના પપ્પા હાર્દિકભાઇએ કહ્યુ કે,

“તમારા બધા નો ખુબ ખુબ આભાર.આજે હુ ખુબ જ ખુશ છુ કે દિપેનને તમારા જેવા કુંટુબમાં સગપણ થયુ.તમારા બધાના હિસાબે આજે જહાન્વીને નવુ જીવન મળ્યુ છે.” “તેમાં આભાર શેનો એ તો અમારી ફરજ હતી.આખરે તમે અમારા સંબંધી રહ્યા.અમે તો માત્ર આંગળી ચીધ્યાનું પુણ્ય કર્યુ છે.બાકી તો બધી ઉપરવાળાની મરજી જ છે.”વૈદિકે કહ્યુ “ના આભાર તો માનવો જ જોઇએ ને.આજની 21મી સદીમાં ક્યાં કોઇ માટે મહેનત કરે છે.તમારા જેવા જુજ લોકો જ આપણા સમાજમાં બચ્યા છે.તમારા જેવા લોકોને કારણે જ આપણા દેશમાં આદર્શો બચ્યા છે” હાર્દિકભાઇએ કહ્યુ “અંકલ પ્લીઝ હવે કયારેય પોતાના વખાણ સાંભળવા જોઇએ નહિં.અમે માત્ર ફરજ નિભાવી છે.બાય ધ વે હવે આન્ટીને સારું છે.” “અરે હા ફસ્ટ કલાસ તે રૂમમાં બેસીને બધા સાથે વાતો ના ગપાટા મારે છે” “અંકલ આજે પાર્થવીદીદી આવી જાય પછી આવતીકાલે અમે બધા નીકળી જઇશુ.હેતલ ભલે થોડા દિવસ અહી રોકાઇ” વૈદિકે કહ્યુ “હા તમે તમારે નીકળી જજો તમે અમારા માટે આમેય ઘણો સમય બગાડ્યો છે.”દિપેને કહ્યુ પાર્થવી બપોરે આવી ગઇ.આન્ટીનુ ઓપરેશન સકશેસ ગયુ હતું.આથી હાર્દિકભાઇએ કહ્યુ કે 10મી જુન બહુ વહેલુ થશે.આથી વૈદિકે પંડિતને મળીને 21મી જુલાઇનુ મુહુર્ત નક્કી કર્યુ.બધા વેવાઇઓને પણ 21મી જુલાઇનુ મુહુર્ત અનુકુળ આવી ગયુ.આથી ચારેય ભાઇ-બહેનો લગ્ન 21મી જુલાઇના રાખવામાં આવ્યા.બંગ્લાના માલિક વર્માએ પણ બંગલામાં લગ્નવિધિ ગોઠવવા અંગે સંમતિ આપી દીધી. બીજે દિવસે સવારે બધા વડોદરા જવા નીકળી ગયા.હેતલ થોડા દિવસ માટે સાસરીમાં રોકાય ગઇ.વડોદરા આવીને બધા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત બની ગયા.ચાર-પાંચ દિવસ રોકાયા બાદ હેતલ પણ પાછી ફરી ગઇ.હવે દિપેનના મમ્મીની તબિયત ખુબ જ સારી હતી.