અને... ઓફ ધી રેકોર્ડ - ૨3 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને... ઓફ ધી રેકોર્ડ - ૨3

.... અને ....ઑફ ધી રેકર્ડ

(પ્રકરણ ૨૩)

* લેખક : ભવ્ય રાવલ *

E-mail: ravalbhavya7@gmail.com




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

લેખકનો પરીચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા - ‘...અને’ - ઑફ ધી રેકર્ડ

‘...અને’ - ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન...

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા...

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘...અને’ બીજું ઘણું બધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં... ભવ્ય રાવલની કલમે...

મ્રટ્ઠદૃઅટ્ઠ ઇટ્ઠદૃટ્ઠઙ્મ

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠિદૃટ્ઠઙ્મહ્વરટ્ઠદૃઅટ્ઠ૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* .... અને .... ઑફ ધી રેકર્ડ (પ્રકરણ ૨૩) *

‘...અને લાઈવ ન્યૂઝમાં હું અમી આપ સૌનું સ્વાગત કરૂં છું. સમાચારોની શરૂઆતમાં જોઈએ આજની સૌથી મોટી સનસનીખેજ ખબર. રાજકોટમાં ગત મોડી રાત્રિ દરમિયાન બે આત્મહત્યા અને ત્રણ હત્યાનાં ચૌકાવનારા બનાવ બન્યા છે.

સૌથી પહેલી ઘટનામાં વિબોધ જોષી મર્ડર કેસની મુખ્ય આરોપી અને સુદર્શન અખબારની માલકણ સત્યા શર્માએ મેન્ટલ હૉસ્પિટલમાંથી ફરાર થઈ હૉસ્પિટલની નજીક આવેલા રેલવે ક્રોસિંગ પર જઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી.

બીજી ઘટનામાં રાજકોટ પોલીસ કમિશ્નરે પોતાની જ રિવોલ્વર વડે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. તેમની લાશ પાસેથી એક ટાઇપ થયેલો લેટર મળી આવ્યો છે જેમાં લખ્યું છે કે,

વિબોધ જોષી અને સત્યા શર્માને ખોટી રીતે ફસાવવા બદલ હું ખૂબ દુઃખ અને શરમ અનુભવી રહ્યો છું. હું સ્વેચ્છાએ મારી હત્યા કરી મેં કરેલા પાપની સજા ખુદને આપવા જઈ રહ્યો છું. સત્તાનો દૂરપયોગ કરી નિર્દોષોને સજા આપવા બદલના પાપી કાર્યમાં મારી સાથે જોડેયેલા વિબોધ જોષી મર્ડર કેસના જજ અને કેન્દ્‌રિય પ્રધાનમંડળના મંત્રીની પણ હત્યા કરી અંતિમ પુણ્‌યનું કામ કરતો જાઉ છું.

મેં કરેલા અપકૃત્યો અને મારા મોત પાછળ મારા ઉપરી સત્તાધીશોનો હાથ છે.

આમ, રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા લિખિત પત્ર પરથી સાબિત થાય છે કે, રાજકોટની મુખ્ય અદાલતના ન્યાયધીશ અને કેન્દ્‌રિય પ્રધાનમંડળના મંત્રીની હત્યા કમિશ્નરે કરી આત્મહત્યા કરી લીધી હતી.

બીજી તરફ પોલીસ ખાતું, સરકાર અને વિપક્ષ આ સમગ્ર ઘટના અંગે મૌન સેવી રહ્યું છે તેવા સમયે આ કેસ સી.બી.આઈ.ને સોંપાય તેવું સાફપણે લાગી રહ્યું છે. નામચીન વ્યક્તિઓની અભેદ સુરક્ષા ભેદી હત્યા-આત્મહત્યા અને ફરાર-ગુમ થવા પાછળ ક્યાંક તંત્રની બેદરકારી અને સત્તાધીશો સિવાય અંડરવર્લ્ડનાં માફિયાઓ આ કેસ સાથે સંબંધ ધરાવે છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ બધા વચ્ચે એક બિગ બ્રેકિંગ. ગત સાંજથી નેહા અરોરા લાપતા હોવાના ખબર આવી રહ્યા છે. આવો જાણીએ અમારા સંવાદદાતા ભાવિક પાસેથી આ વિશેની વધુ માહિતી.

તો જણાવશો. ભાવિક...’

‘જી. અમી. સૌ પ્રથમ તો આ સમગ્ર મામલો વિબોધ જોષીનાં મર્ડર સાથે જોડાયેલો છે. જો શરૂથી નજર નાખીએ તો વિબોધ જોષીનાં પી.એમ. રિપોર્ટ તૈયાર કરનાર ડૉક્ટરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી, ત્યારબાદ કેસની મુખ્ય આરોપી સત્યા શર્માની આત્મહત્યા, એ પછી ખુદને દોષી સમજી પોતાના પાપમાં સાથીદાર જજ અને કેન્દ્‌રિય પ્રધાનમંડળના મંત્રીની હત્યા કરી કમિશ્નરની આત્મહત્યા કરી લેવી. એટલે આ પરથી સ્પષ્ટ છે કે અસલી ગુનેગાર હજુ કોઈ મોટા પદાધિકારી વ્યક્તિ સાથે જોડાયેલો છે. ઉપરાંત એકથી વધુ સંખ્યામાં છે.

ગત સાંજ સત્યા શર્માની આત્મહત્યા પછી લાગતું હતું કે, વિબોધ જોષી મર્ડર કેસની ફાઈલ સત્યાનાં આપઘાત સાથે બંધ થઈ જશે. પરંતુ ત્યારબાદ કમિશ્નરની આત્મહત્યા અને આત્મહત્યા પહેલા કરેલી હત્યાઓએ સૌને અચંબામાં નાખી દીધા છે. કેસ હવે કઈ દિશામાં જઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે એ જ સમજવું અત્યંત મુશ્કેલ છે. છેલ્લા એક મહિનામાં છ લોકોના મૃત્યુ. આખરે એવું તો શું બની ગયું છે કે બનવાનુ છે કે તે પહેલા એક પછી એક મોત થતાં જાય છે. આ અંગે અમે વધુ તપાસ કરી રહ્યા છે પણ સત્તાધીશોથી લઈ આમ જનતા સુધી હર કોઈ ધીમે-ધીમે આ કેસથી છેડો ફાડી દૂર ભાગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

અનેક સવાલો અને શંકા વચ્ચે આ કેસ સી.બી.આઈ.ને સોપાય કે કેમ તે નક્કી કરવા તથા કેસ સાથે હજુ કોણ-કોણ જોડાયેલું હોય શકે? હજુ કોણ-કોણ લાપતા કે હત્યા-આત્મહત્યાનો શિકાર બની શકે છે એ જાણવા આજ વહેલી સવારથી જ સરકાર અને પોલીસનાં વડાઓની બેઠક ગાંધીનગરમાં ચાલી રહી છે. અત્રે એ બાબત ખાસ ઉલ્લેખનીય છે કે જો કમિશ્નરનાં પત્ર પરથી એ નક્કી થાય છે કે, વિબોધ પર ફાયરિંગ સત્યાએ કર્યું ન હતું. સત્યા શર્મા નિર્દોષ હતી અને તેને કાનૂની દાવપેચનાં ફસાવવામાં આવી હતી. તો કોણે કર્યું હતું આ દિલ હલબલાવી દેનારૂં અપકર્મ અને શું કામ? એ તો સમય સાથે બહાર આવીને જ રહેશે કારણ કે આખરે બે પત્રકારોની જીવ હત્યા ખોટી રીતે કરવામાં આવી છે. એટલે હવે મીડિયા પણ શાંત નહીં બેસે.’

સુદર્શન અખબારની ખુફિયા જગ્યાએ આલિશાન ઓરડામાં આરામ ખુરશી પર બેઠેલા વિબોધે રિમોટથી ટી.વી. ઓફ કરી શરાબના ગ્લાસમાં આઇસ ક્યુબ નાંખી ગ્લાસને ધીરે-ધીરે હલાવ્યો. જલતી સિગારેટની કશ લઈ આંખો બંધ કરી શરાબની ઘૂંટ પીતા-પીતા પ્લેટમાંથી મુઠઠી ભરી મસાલેદાર કાજુ ખાધા.

‘કોણ છે આ બધા ષડયંત્ર પાછળ?’ વિબોધની પાસે ઊભેલી સત્યાએ સવાલ કર્યો. મહમદ પણ એ સવાલનો જવાબ જાણવા ઉત્સુક હતો. વિબોધે શાંતચિત્ત બંધ આંખે શરાબ અને સિગારેટના નશાનો આનંદ બાયટિંગ સાથે ઉઠાવતા જવાબ આપ્યો,

‘અંધારી આલમનો અલગારી આલમપનાહ દાઉદ ખાન.’

‘વ્હોટ? ઓહ ગોડ!’

‘શું?’ સત્યા અને મહમદ દાઉદ ખાનનું નામ સાંભળી પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેમ ખળભળી ઉઠયા.

‘હા. કૌશર ખાનનો એક્સ હસબન્ડ.’

‘કૌશર એ દાઉદ ખાનનીની પત્ની? એટલે આ બધું કૌશર ખાનનું કરેલું છે?’

‘ઑફ ધી રેકર્ડ મિશન તેને પણ ખબર છે?’

વિબોધ પોતાની જગ્યા પરથી ઊભો થયો, ‘કૌશર આ આખા ષડયંત્રમાં ક્યાય શામેલ નથી. બની શકે કદાચ બધા જોડે તેનો પણ ભોગ લેવાઈ અથવા લેવાઈ ચૂક્યો હોય. તેનો ફૉન સ્વીચ ઑફ આવે છે.’

‘તો આપણે તેની પાસે જઈએ.’

‘ના મહમદ. ખાનના માણસોની નજર તેના પર હશે. કૌશરનો સંપર્ક કરવાનો આ યોગ્ય સમય નથી.’

સત્યાએ ચિડાઈને કહ્યું, ‘વિબોધ તું આ શું ગોળ-ગોળ વાત કરી રહ્યો છે. મને સમજાતું નથી.’

‘સત્યા.. તું જો સમજી શકતી તો મારી પર ગોડીઓ થોડી વરસાવતી.’ વિબોધે કટાક્ષ કર્યો.

‘પણ વિબોધ?’

‘પણ વિબોધ શું? તે ઑફ ધી રેકર્ડ મિશનની ગંભીરતા સમજી નહીં. મારે મારી અને તારી જાનને જોખમમાં નાખવી ન હતી. અને આથી જ મે ઈલાક્ષીને શતરંજની રમતનું મહોરૂં બનાવી શહીદ થવા આગળ ધરી આપી. જેથી બધા જ એવું સમજે કે આ ઈનવેસ્ટીગેશન સ્ટોરી પાછળ ઈલાક્ષી છે. બદલામાં માત પણ આપણી અને શેહ પણ આપણી.’

‘હું મારી ભૂલ કબૂલ કરી માફી માગું છું. મને બધુ સમજાઈ ગયું.’

‘જે થયું તે થઈ ગયું. ભૂતકાળનો અફસોસ નહીં કરવાનો. આઇ હેવ નો એક્સ્યુસ બેબી.’

વિબોધે મહમદને એક ચાવી આપતા કારની ડેકીની અંદરની જગ્યા સમજાવી એક સિક્યોરિટી બોક્સ લાવવા માટે સૂચવ્યું.

મહમદ ઝડપથી એક લોખંડી ઈલેક્ટ્રોનિક નંબર્સ અને એ.બી.સી.ડી. ચીતરેલું બોક્સ કારની ડેકીમાંથી લઈ આવ્યો. સત્યા મૂક બની જોઈ રહી.

વિબોધે સિક્યોરિટી બોક્સનું ગોળ મોટું બટન દબાવ્યું. સ્ક્રીન પર લાઇટ થતાં વિબોધે પોતાના અંગૂઠાની ફિંગર પ્રિન્ટ આપ્યું. ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવા માટેની સૂચના આવી. વિબોધે એ.એન.ઈ. ટાઇપ કર્યું. ‘અને’ શબ્દ ટાઇપ કરતાની સાથે બોક્સ ઓપન થયું. વિબોધે બ્લેક કલરની ફોલ્ડર ફાઇલ બહાર કાઢી.

‘દાઉદ ખાનથી લઈ આ દેશના નામચીન નવ્વાણું લોકોની સ્વીસ બેંક ડિટેઈલ્સ અને કાળા કામોની આ કુંડળી છે.’ વિબોધે ફાઇલ સત્યાના હાથમાં આપતા ઊંચા અવાજે કહ્યું,

‘હવે જામશે અસલી ખરાખરીનો જંગ. સભ્ય સમાજનાં શાલીન અને નામદાર લોકોનાં ઑફ ધી રેકર્ડ કારનામા થશે પર્દાફાશ. પણ સૌ પહેલા દાઉદ ખાનનો ખેલ ખતમ કરવો પડશે. તેની જ ચાલ તેને જ ભારે પડશે. કેમ કે ઓન રેકર્ડ સરકારી ચોપડે વિબોધ જોષી અને સત્યા શર્મા મરી ચૂક્યા છે.’ વિબોધ યુદ્ધ પહેલાનાં આગોતરા વિજયનો આનંદ ઉઠાવતો હોય તેમ હસ્યો. ‘હા. હા. હા. હું જ જજ, હું જ પોલીસ, હું જ વકીલ. બધું જ હું. હવે વિબોધ જોષીની અદાલતમાં આ આખો કેસ ઑફ ધી રેકર્ડ ચાલશે અને..’

ક્રમશઃ

* લેખક :ભવ્ય રાવલ *