Lohino Saad books and stories free download online pdf in Gujarati

લોહીનો સાદ

લોહીનો સાદ


લલિતચંદ્ર મહેતાએ સાઈઠ વર્ષની ઉમરે ફરીથી નવા જોમ અને ઉત્સાહ સાથે જે ધંધામાંથી આટલુ મોટુ નામ અને પૈસા કમાયા હતા,એ જ ધંધામાં ફરીથી એકડેએકથી શરૂઆત કરે છે...

ધંધાકીય વર્તુળમા ખાસ્સી ગુસપુસ ચાલતી હતી.છ વર્ષ પહેલા બંને પુત્રોને ધંધાની કમાન સોપીને વિદેશ ચાલ્યા ગયેલા લલિતચંદ્ર અચાનક એમના બંને દીકરાઓથી સ્વતંત્ર પોતાનો અલગ ધંધો શરૂ કરે છે?ધંધાદારી લોકો માટે આ કુતુહલનો વિષય હતો...પણ નવેસરથી જે ધંધામાં નામ કમાયા એ ધંધો કરવાનો મુળ હેતું શુ હતો એ ફકત બે વ્યકિતને જાણ હતી..એક લલિતચદ્ર મહેતા અને બીજી એની દીકરી માધવી અજીત વોરા..

માધવી મહેતા વોરા....લલિતચંદ્રની મોટી દીકરી...સૌથી મોટી હોવાને લીધે બાર વર્ષ પહેલા અજીત વોરાને પરણીને લંડનમાં સ્થાયી થઇ હતી...

પિતા અને પુત્રી વચ્ચે અતુટ પ્રેમ હોવાને લીધે,માધવીના લગ્ન પછી માધવીની બહુ ખોટ સાલતી હતી..બી.કોમ પુરુ કરીને લલિતભાઇને ધંધામાં મદદ કરતી હતી...અને ધણુ ખરૂ કામ માધવી સંભાળતી હતી..પણ દીકરી હોવાને એક દિવસ તો પિતાથી જુદુ થવાનુ જ હતુ..લલિતભાઇ ઘણી વખત કહેતા કે માધવી માટે ઘરજમાઇ શોધવો છે,જેથી માધવી મારી સાથે જ રહે..

વીસ વરસની માઘવી અને પંદર વર્ષના બે જોડીયા દીકરાઓને મૂકીને ટુકી માંદગીના કારણે તેમના સંસાર રથને ખોડંગાતો કરી ચાલી ગયેલી પત્ની રમીલાનાં ગયા પછી લલિતચંદ્ર બહુ એકલા પડી ગયા હતા..ત્યારથી માઘવીએ પિતા અને ભાઇયો ની જવાબદારી સાથે સાથે ઘંઘામાં પણ મદદ કરી પિતાના ખભાનો ખાસ્સો એવો ભાર ઉપાડી લીધો હતો,અને ત્યારથી તે દીકરી સાથે દીકરો અને માં પણ બની રહી હતી..પણ દીકરી તો સાસરામાં શોભે..ભારે હૈયે માધવીને યોગ્ય વર અને ઘર મળતા લલિતચંદ્રએ દીકરીનું લગ્ન ઘામઘૂમથી કરી દીકરીનું કન્યાદાન કરી આત્મ સંતોષ મેળવ્યો..માધવીના જવાથી લલિતચંદ્ર અંદરખાને એકલતા અનુભવવા લાગ્યા..ઘણા નજીકના મિત્રોએ લલિતચંદ્રને બીજા લગ્ન કરવા માટે સમાજાવ્યા પણ લલિતચંદ્રએ બીજા લગ્ન કર્યા નહી.

માધવીના જવાથી ગેજયુએશન પુરુ થયા પછી એના બે જોડીયા ભાઇઓ સુકેશ અને હિમાંશુએ લલીતભાઈના ધંધામાં જોડાયા હતા...અને બે વર્ષમાં બંને ભાઇઓએ લલિતતભાઇનો ખાસ્સો એવો ધંધાકીય બોજ બંને ભાઇઓએ પોતાના ખંભે ઉપાડી લીધો હતો..

થોડા વરસોમાં લલિતચંદ્ર મહેતાએ સુકેશ અને હિમાંશુના લગ્ન માનસી અને રેવા નામની બે સગી બહેનો સાથે કરી દીધા.....ઘરમા બે વહુઓના આવવાથી તેમને થયુ કે એમની સ્વર્ગવાસી પત્ની રસિલા અને સાસરે રહેતી દીકરી માધવીની ખોટ સાલસે નહી..

પણ વિધિના કોણે જાણ્યા છે કે કાલે શું થશે...

બંને દીકરાઓની ધંધામાં કુનેહ અને સુજબુજ જોઇને લલિતભાઇ ધંધાનો મોટાભાગનો વહિવટ બંને ભાઇઓના હાથમાં સોપી દીધો હતો....હવે પોતે સામાજિક કાર્યો અને પોતાની જૈન સમાજની અન્ય પ્રવૃતિમા રસ લેતા હતાં....પોતાને છપ્પન પુરા થયાની જન્મદિવસની પાર્ટીમા અચાનક લલિતભાઇએ ઘોષણા કરી કે આજથી ધંધાની સંપુર્ણ જવાબદારી એના બંને દીકરાઓના હાથમાં સોપે છે અને પોતે નિવૃત અને સેવાકીય પ્રવૃતિ થાય એવુ જીવન ગાળવા માંગે છે..

ત્યા પધારેલા લોકોને લલિતભાઇની ઇર્ષા થતી હતી...હજુ તો માંડ પીસ્તાલીસના લાગતા લલિતચંદ્ર ધંધામાંથી નિવૃત થઇ પોતાને ગમતુ જીવન વિતાવશે...

"વિધિની વક્રતા કઇક અલગ હતી..આવતી કાલના ગર્ભમાં શું ભરાયેલું છે,જો એ સહેલાઇથી કળી શકાતું હોત તો મનુષ્ય ક્યારેય ભૂલો નાં કરે તેવું હોશિયાર પ્રાણી છે..

"મજબુત થડીયા એ હાથે કરી વૃક્ષની બધી જિમ્મેદારી તેના ડાળખાં અને પાંદડા ને સોપી દીધી એ વિચારથી કે હવેતે તટસ્થ રહી એક સાત્વિક જીવન જીવી સકશે ,પરંતુ એ તો હવે આવતું વાવાઝોડુ નક્કી કરશે કે શું આ નિર્ણય યોગ્ય હતો "

માઘવી દુર રહી રહી પિતાને ફોન ઉપર સમજાવતી રહી કે,"પપ્પા...તમે ભાઈઓને બધું શીખવા દો અને મોટા ભાગના બધા નિર્ણયો સુકેશ અને હિમાંશુને લેવા દો પરંતુ ઘંધાની આખરી ઓથોરીટી તમારી પાસે રાખો...રખેને બંને યુવાન લોહી છે અને ઉત્સાહમાને ઉત્સાહમા કોઇ ખોટુ પગલું ના ભરી બેસે..એમના હાથામાં અત્યારથી બધું સોપી દેવાની ઉતાવળા નાં કરો તો સારુ છે..."

પરતું એક પિતાનું હૃદય હતું અને એના માટે હાથની બધી આંગળીઓ સરખી હતી.. માઘવીને સંતાવાના આપતા લલિતચંદ્રએ કહ્યું,"માધવીબેટા....,મારી જરાય ચિંતા ના કર,અને બંને વહુઓ પણ સુશીલ અને સંસ્કારી છે.. મને તારી જેમ જ અહીંયા સાચવે છે ડેડીજી...ડેડીજી... કહેતા અડઘી અડઘી થઇ જાય છે,અને તારા બંને ભાઇઓ મારા ડાબા જમણા હાથ જેવા છે.તેઓ હવે ઘંઘાની આટી ઘુંટી સમજી ગયા છે હવે ભલે તેઓ ઈચ્છા પ્રમાણે ઘંધો કરે.."

થોડો વિશ્રામ લઇ ચશ્માના કાચ સાફ કરીને લલિતચંદ્ર વાત આગળ વધારતા માધવીને કહે છે,"ભગવાને આપણને આટલુ આપ્યુ છે માટે,હું હવે થોડું દાન ઘરમ કરીશ અને સામાજીક સંસ્થાઓ સાથે ધર્માદાનુ કોઇ કામ કરવા માંગુ છુ..માટે કોઈ સારી સંસ્થામાં જોડાઈને સમાજનું ઋણ અદા કરવાની કોશીસ કરીશ.. તું હંમેશા કહે છે તો થોડા દિવસ તારે ત્યાં લંડન રહેવા આવી જઇશ."

થોડા દિવસ ધરમાં બધું રાબેતા મુજબ ચાલ્યું.દીકરાઓ સવારમાં પરવારી જયશ્રી કૃષ્ણ ડેડી..કહીને ઓફિસે જવા નીકળી જતા. બને વહુઓ પિતાજી કઈ જોઈએ તો કહેજો કહી સવાર સવારમાં એક બે વાર પૂછી જતી બે વાર ચા આપી જતી..

રોજના ક્રમ મૂજબ લલિતચંદ્ર નાહી ધોઈ સવારની પૂજામાંથી પરવારી લલિતચંદ્ર નજીકના પાર્કમાં એની ઉમરના મિત્રો સાથે લટાર મારવા નીકળી જતા..બપોરે ઘરમાં બનાવેલું ગરમ ગરમ ભોજન કરી થોડી વાર આરામ કરતા અને સાંજે નજીક આવેલા એક અનાથાશ્રમમાં નાના બાળકોને અક્ષરદાન આપવા જતા તો ક્યારેક વૃઘ્ઘાશ્રમમાં પણ જતા ત્યાં અવનવા મિત્રો બનાવતા

આ સુખ થોડા દિવસ પુરતું જળવાઇ રહ્યુ પરંતુ ઘીમી ગતિનો બદલાવ હવે તેમને દેખાવા લાગ્યો..જે દીકરા સવાર સાજ તેમની સાથે બેસી અવનવી ચર્ચા કરતા તેમની વ્યસ્તતા અને જરૂરીયાત બદલાઈ ગયા હતા..હવે સવાર સાંજ'જયશ્રી કૃષ્ણ' સીવાય ખાસ શબ્દોની જરૂર તેમને નહોતી લાગતી..

જે પુત્રવધુઓ લલિતચંદ્રની આગળ પાછળ ડેડીજી ડેડીજી કહેતી ફરતી એ હવે બે ટાઈમના જમવાના સમય સિવાય લલિતચંદ્ર પાસે ફરકતી નહોતી ,

ઘરમાં જેમ બિનજરૂરી વસ્તુઓ ખસેડી અને જેમ નવી વસ્તુઓ આવે તેમ જૂની પુરાણી વસ્તુઓ દુર ખસેડાઇ જતી..લલિતચંદ્રની હાજરી જાણે બિનજરુરી વસ્તુ હોય એના લિસ્ટમાં સમાવેશ થઈ ચુક્યો હતો

એક દિવસ રાત્રે રૂમમાં મુકેલા જગમાં પાણી ખલાશ થઇ ગયું અને પાણી લેવા લલિતચંદ્ર રસોડામાં ગયા ત્યાં તેમને બહાર બેઠક ખંડમાં બેઠેલા બંને પુત્રો અને પુત્રવધુઓની વાતો કાને પડી..

એક બોલી,"આ પિતાજીનું હવે કંઈક કરો,હવે આખો દિવસ ઘરમાં રહી તેમના ડોળા અહી ચકળવકળ થતા રહે છે અમારો તો જીવ રુઘાય છે."

બીજીનો અવાજ તરત પાછળ જોડાયો આખો દિવસ માથા ઉપર બેસી રહે તે કેમ ગમે અમે પણ સ્વતંત્ર જીવવા માગીએ છીએ."

અધુરામાં પુરુ બંને દીકરાઓ એમની પત્નીની વાતમાં હાએ હા કરતા રહ્યા..છેવટે સુકેશ બોલ્યો,"થોડા દિવસ ખમી જાવ ને તમે લોકો.. માધવીબેન લંડનની ટીકીટ મોકલે એટલે તેમને લંડન મોકલી આપીએ..અત્યારે જો આપણે કહીએ તો ટીકીટ આપણે આપવી પડે !!!!!!

લલીતભાઈ તો કાપો તો લોહી નાં નીકળે તેવા થઇ ગયા,"આ શું મારા આપેલા સંસ્કાર બોલે છે કે નવા જમાનાની હવા બોલે છે.ટીકીટ જેવા ક્ષુલ્લક રૂપિયા માટે મારા દીકરા આવુ વિચારે છે.... લંડનની પચાસ ટીકીટ જેટલા રૂપિયા દાન આપવા લલિતચંદ્ર માટે ડાબા હાથનો ખેલ હતો...

ઘરની પરિસ્થિતિના કારણે લલિતચંદ્ર પોતાનો વધુ પડતો સમય બહારે વિતાવવા લાગ્યા.. અને સમદુઃખીયાઓનો આ દુનિયામાં ક્યા તોટો હોય છે! તેમણે તેમની જીવનવ્યવસ્થા ગોઠવી લીઘી પરંતુ મનોમન બહુ દુઃખી રહેતા..આજે માધવીની વાત ના માનવાનો ભારે પસ્તાવો હતો ક્યારેક એકાંતમાં આખો ભીની થઇ જતા આંસુ પણ વહાવી લેતા હતાં.

"ક્યારેક કોરી આંખો અને ર્હદય ભીનું લાગે છે.
કોઈક ઉડી વાત અંતર મહી ચુભી લાગે છે."

"આમ પણ તમે લંડન માધવી બહેનને ત્યાં જવાનું કહેતા હતા તો કાલે તેમને ફોન કરી જણાવી દેજો કે તમારી ટીકીટની વ્યવસ્થા કરી આપે "કહી તે ચાલતો થતો
લલીતભાઈ બઘાને એક બાજુ થયેલા જોઇને ચુપ થઇ ગયા આજે તેમને ખરેખર લાગ્યું કે તે એકલા પડી ગયા છે !!!

એક દિવસ સવારના અખબાર વાંચતા હતા ત્યારે,સુકેશ આવીને કહે કે,ડેડી તમે ઘણા દિવસોથી માધવીદીદીને ત્યાં રોકાવા જવાનું કહેતા હતા,તો કાલે દીદીને ફોન કરી જણાવી દેજો કે તમારી ટીકીટ મોકલી આપે."આટલુ કહીને સુકેશ ચાલતો થતો..

લલીતચંદ્રની હાલત કાપો તો લોહીના નીકએ એવી થઇ ગઇ..ચારે જણાને એક થયેલા જોઇને ચુપ થઇ ગયા.. આજે ખરેખર લાગ્યું કે હવે એ એકલા પડી ગયા છે !!!

બીજા દિવસે સવારે લલિતચંદ્રએ માધવીને લંડન ફોન જોડ્યો અને સામે છેડેથી માધવીનો,"કેમ છો ડેડી?" અવાજ સાંભળીનેઆજ સુધી સધળું મનની ભીતર ભંડારી રાખેલું દુઃખ દીકરીના વહાલસોયા ટહુકા સામે પીગળી ગયુ..

એક અઠવાડિયામાં માધવીએ તાબડતોબ લલિતચંદ્રને લંડને તેડાવી લીધા.. મળતાવડા સ્વભાવના જમાઇ અને દીકરી માધવી અને એના પ્યારા બે બાળકો સાથે લલિતચંદ્રએ થોડા દિવસો એકદમ હસીખૂશી અને પ્રેમપૂર્વક પસાર કર્યા..પરંતુ લલિતચંદ્રના ભારતીય જીવડાનુ અહી મન લાગતુ નહોતું. એને દેશના જુના મિત્રો યાદ આવવા લાગ્યા..ક્યારેક એકલા પડતા ઉદાસ થઇ જતા ચુપ બની ગ્લાસના વિન્ડોની બહાર તાકી રહેતા હતાં.

માધવી આ બધું સમજતી હતી."બાપના કાળજાનો કટકો બાપને નાં ઓળખે એવુ તે કેમ બને?"માધવી મનોમન ધુંધવાતી હતી કે મારા ડેડીની આવી હાલત માટે જવાબદાર બંને ભાઇઓ અને ભાભીની ઇન્ડીયા જઇને ખબર લે..પણ એના હાથ બંધાયેલા હતાં.

છેવટે એક દિવસે માધવીએ તેના પતિ અજીત વોરાને કાને એક વાત મૂકી કે,"અજીત...., આમ પણ અત્યારે મુંબઈમાં બીઝનેસમા તેજી ચાલેછે ત્યાનું મારકેટ અત્યારે યુરોપ કરતા પણ આગળ છે અને તમે તો જાણો જ છો કે ડેડી એક સફળ અને કાબેલ બિઝનેશમેન છે...અને જ્યા સુધી કોઇ માણસને સત્તા સ્થાને બેસાડૉ નહી ત્યાં સુધી એનુ હીર ના પારખી શકીએ.."

આંખમા ભીનાશ સાથે માધવીએ અજીત સાથે વાત આગળ વધારતા કહ્યુ,"

ડેડીએ લાગણીના આવેશમાં આવી જઈને બધું મારા નકામાં ભાઈઓને હાથમાં આપીને આમ લાચાર બની ગયા છે..અને હું તેજીલા તોખાર જેવા મારા ડૅડી આમ લાચાર જોઈ શકતી નથી...એ પાવરફૂલ માણસ છે એને મારે જે સ્થાને હતા એ સ્થાને મારે જોવા છે..આટલુ કહીને માધવી ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી..

સમજદાર લાગણીશીલ અજીત માધવીને શાંત પાડતા કહ્યું " તું આમ રડીશ એ ક્યાથી ચાલે..?તું તો કેટલી મજબુત છે અહી આપણીલંડનની શોપ કેટલી મહેનત અને હોશિયારી તું ચલાવે છે અને તારી હોશીયારીના કારણે તો આપણે આટલી બચત કરી શક્યા છીએ.. તું જે કહેવા માગે છે મને એકવાર ખુલ્લા મને કહી દે...આપને ડેડીને સપોર્ટ કરવાનો છે તો તુ જેમ કહેશે આપણે બેઉ સાથે એને ફરીથી ઉભા કરીશુ.."

અજીતની હકારાત્મ વાતની અસર માધવી પર થતા...મક્કમ અવાજમાં અજીતને કહ્યુ,"હું ઈચ્છું છું કે આપણે થોડીક મૂડી રોકીએ અને મુંબઈમાં કોઇ નવો બિઝનેસ શરૂ કરીએ અને પિતાજી એ બિઝનેસ સભાંળે અને અડઘો ભાગ આપીશુ અને આપણો અડધો ભાગ..જેથી મારા સ્વમાની ડેડીના આત્માંસંમાનને પણ ઠેસ નાં લાગે અને તે પણ ખુશ રહે."

અજીતે માધવીને બે હાથ પહોળા કરીને બાથમા લઇને કહ્યુ,"મારી વહાલી,આજ સુધી તે કહ્યુ હોય અને મે ના માન્યુ હોય એવુ બન્યુ છે.."માધવીના સરતા આંસુ અજીતના શર્ટને ભીંજવતા હતા..

બીજા દિવસે સવારે અજીત અને માધવીએ આ વાત લલિતચંદ્રનેસમજાવી અને તેમને આમ કરવા રાજી કરી લીધા.. બધું નક્કી થઇ ગયું અને માઘવી એક મહિના માટે ઇન્ડીયા પિતાજી સાથે આવી..

આવતાની સાથે પહેલું કામ એ કર્યું કે,જે ઘર હજુ પણ પિતાની માલિકીનું હતું તેમાં નીચલો ભાગ ખાલી કરાવી બંને ભાઈઓને ઉપરના માળે મોકલી આપ્યા અને નીચેનો આખો હિસ્સો લાલીતભાઈ માટે અલાયદો કરી નાખ્યો..તેમના જમવા માટેની અને ધરની સાફસુફી માટે વ્યવસ્થા પણ સ્થાનિક ઘરગથ્થુ રસોઈવાળી બહેન અને એક ફૂલટાઇમ કામવાળી રાખી લીધી.. જેથી લલિતચંદ્રને કોઈ પણ બાબતે ચિંતા નાં રહે

લગ્ન દરમિયાન ફોર્ટ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં બંધ પડેલી ઓફિસની જગ્યા તેમને માઘવીના નામે કરી હતી..જે અત્યાર સુધી ભાડા ઉપર હતી એ જગ્યા ખાલી કરાવી માધવીએ પિતા માટે ત્યાજ નવી ઓફીસ શરુ કરી દીધી..

દીકરી આજે બાપની સાચા અર્થમાં લાકડી થી ઉભી રહી હતી ,આજના સમાજમાં જ્યાં દીકરીની ભ્રુણ હત્યાનું વિચારે છે તેવા લોકો પણ શરમથી નીચું જોઈ રહ્યા અને મનોમન દીકરીની હિંમત અને સાથને વંદી રહ્યા

ઘંઘાની બરાબર આટી ઘુંટી જાણતા હોવાથી નવેસર થી ઘંધો જમાવતા જરાય તકલીફ નાં પડી..બહુ ટુકા ગાળાના સમયમાં મીઠાબોલા મિતભાષી લલિતચંદ્ર જુના સબંધોનો લાભ લઇને ફરીથી ધંધામા જમાવટ કરી હતી...
ત્યાર બાદ બરાબર બે વર્ષ પછી બંને દીકરા ફેકટરીમા જે ચીજવસ્તુઓનુ ઉત્પાદન કરતા હતા એ જ ફેકટરીનુ ખાત મુર્હત કર્યું હતુ........

ખાતમુર્હતમાં લલિતભાઇ અને લતામાને સાથે પુજાવિધિમાં બેસેલા જોઇને માધવીની આંખમાં આંસુ છલકાય ગયા..અને એને લલિતભાઇના જીવનમાં નવી માં તરીકે લતઆંટીનુ કેવી રીતે આગમન થયુ અને પોતે આવીને બધાના વિરોધ વચ્ચે પોતાના પિતાનુ બીજૂ ઘર કરી આપ્યુ હતુ એ આખી ઘટના એક ચિત્રપટની જેમ દોડવા લાગી....અને આંસુની સાથે એના ચહેરા પર એક સ્મિત નીખરી આવ્યુ..


સતત વ્યસ્તતા વચ્ચે પણ જ્યારે સમય મળે અઠવાડિયામાં બે ત્રણ વખત સાંજે તેમના મિત્રોને મળવા નજીકના બાગમાં અચૂક જતા ,બહુ સારું લાગતું એકલતામાં કોઈ પોતાનું હોવાનો અનુભવ થતો

વેપારી માણસને અનેક ચિંતાઓ રહેતી હોય છે અને આવા સમયમાં સ્વાભાવિક રીતે એ વ્યકિતીની માનસિક તાણને સમજે અને સહારો આપે એવા કોઈ પોતીકા માણસની જરૂર રહેતી હોય છે,અને આવી વ્યકિતનુ સ્થાન જીવનના અંધકારમાં કોઈ દીવડાનો પ્રકાશ ટમટમટૉ હોય એવુ હોય છે.

લલિતચંદ્ર જ્યારે જુના મિત્રો સાથ વાતોના તડાકા મારે ત્યારે મનથી એકદમ હલકાફૂલકા થઈ જતા હતાં

એક દિવસ એવુ બન્યું..એ દિવસે લલિતચંદ્ર્જ વહેલા પરવારી બાગમાં ટહેલવા ગયા પરંતુ સમય કરતા વહેલા પહોચ્યા હોવાથી સમય પસાર કરવા માટે આમતેમ ટહેલતા હતા ત્યાં એની નજર ખૂણામાં એક બાંકડા ઉપર પડી..ત્યાં એક પચાસેક વર્ષની એક સુશીલ ઘરની લાગતી સ્ત્રી નીચા મો રાખીને ઉદાસ બેઠી હતી તેનું સુંદર ઘાટીલો ચહેરો ઉદાસી તળે કરમાએલો દેખાતો હતો.

કુતુહલવશ લલીતભાઈનાં પગલા તે તરફ વળ્યા,પેલી સ્ત્રી પાસે જઈને તેમને બને તેટલી મૃદુતા ભરીને પૂછ્યું,"માફ કરશો પણ ..,શું હું તમને કઈ મદદ કરી શકું ? આટલી ઉદાસી આટલું દુઃખનું કોઈ કારણ ? જો આપ ઈચ્છો તો મને કહી શકો છો "

અચાનક કોઇના અવાજમા આત્મિયસભર રણકો સાંભળીને પેલા બેનની નજર ઉઠી અને લલિતભાઇના ચહેરા પર પડી.

પેલા બહેનની નજરો પરાણે ઉચી થઇ તેમને આંખોમાં આંસુ ભરી નજરે લલીતભાઈ સામે જોયું..થોડી પળ જોતા રહ્યા પછી બોલ્યા," નાં હું બરાબર છું અને મને કોઈ દુઃખ નથી." આટલુ બોલીને આંખોમાં આવેલા આંસુઓને ખાળવાની વ્યર્થ કોશીસ કરી રહ્યા હતાં.

પેલા બેનની આંખોની ભીનાશ જોઇને લલિતભાઇ બોલ્યા"જુવો આ ઉમરે આપને કોઇ સમજે એવા સહારાની જરૂર પડે છે અને આપણે સમદુખિયા મિત્રો બની શકીએ તેમ છીએ."આટલુ કહી લલીતભાઈ પેલા બહેનની બાજુમાં બેસી ગયા અને થોડી પળ રોકાયને આગળ પૂછ્યું "આપનું નામ શું છે તે કહો પહેલા "

"લતા.." ઘીમેથી જવાબ આપ્યો

"જુવો લતા...., હું અહી મારા મિત્રોને રોજ મળવા આવું છું,મારૂ પરિવાર છે પણ હુ પત્ની વગરનો એકલો છું.."ત્યાર બાદ લલિતભાઇએ પોતાની વિશે ટુકમાં જણાવતા રહ્યા

લલિતભાઇની હવે લતાબહેન ને હિંમત બંધાઈ અને એ પણ પોતાના વીશે લલિતભાઇને જણાવવા લાગ્યા.

હુ બહુ નાની ઉમરે વિધવા બની હતી ત્યારે મારી પાસે પતિની થોડી જમા પૂજી અને એક ઘર હતું.. અને એક દીકરો હતો જે આખી જીંદગીની જમા પૂજી હતો..ત્યાર બાદ મને

નજીકના પ્રાઈવેટ બાલમંદિરમાં નોકરી મળી ગઈ અને જેમ તેમ કરતા દીકરાને મોટો કરતા ગયા ભણાવી એકાઉનન્ટ બનાવ્યો તેને ગમતી છોકરી સાથે હોશભેર પરણાવ્યો..."લલિતભાઇ લતાની વાતોને ધ્યાનથી સાંભળતા હતા.

ત્યાર બાદ લતાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યુ,"અત્યાર સુધી આખા ઘરના કર્તા હર્તા હુ પોતે જ હતી મારો દીકરો જયેશ પણ મને બધું પુછી ને જ બધા કામ કરતો હતો,અને મારા દિકરા માટે હું સર્વસ્વ હતી...પરંતુ હવે જયેશની ધરવાળી જયાના આવવાથી બધું બદલાઈ ગયુ છે....હુ તો દીકરા વહુની જોડી જોઈ ખુશ થતી હતું. પરંતુ જયાને સાસુનું રાજ ચાલે તે જરા પણ પસંદ નહોતું આવતું..તેથી એ ઘીરે ધીરે આખા ઘરનો વહીવટ હસ્તક કરી લીધો અને જયેશ તો પહેલેથી જ તેની મુઠ્ઠીમાં હતો..."આટલુ બોલીને લતાના આંખોમાથી આંસુઓનો ધોધ છુટવા લાગ્યો...લલિતભાઇ થોડા નજીક સરક્યા અને ખિસ્સામાંથી રૂમાલ કાઢી આપ્યો. હિબકા ભરતી લતાએ એ રૂમાલ હાથમા લઇને પોતાના આંસુ પોછી નાખ્યા...થોડી હાશ થતા લતાએ એની વાત આગળ વધારી.

"દરેક નવી વહુને આવીને તરત ઘર સંસારની રાણી બનવાનું સ્વપ્ન હોય છે પરતું તે ભૂલી જાય છે કે પહેલા ઘરના લોકોના દિલ ઉપર રાજ કરતા શીખવું જરૂરી છે. પરંતુ આજકાલની પેઢી ને તો બસ શરૂવાતથી જ બધું પોતાનું જોઈએ છે...

લતાના કહ્યા પ્રમાણે એનો દીકરો જયેશ માને બહુ પ્રેમ કરતો પણ તેની લવમેરેજ કરી લાવેલી નવી નવેલી દુલ્હન માટે જીવ પાથરતો હતો.. અને આ પરિસ્થિતિનો બરાબર લાભ જયા ઉઠાવતી હતી। હવે એવા દિવસો આવી ગયા કે નાની નાની વાત માટે લતાબેન ને જયા ઉપર આધાર રાખવો પડતો હતો..જો જ્યાની બહેનપણીઓ ઘરે આવવાની હોય તો લતાબેનને આખો દિવસ બહાર રહીને જેમ તેમ કરીને સમય પસાર કરવો પડતો ..પરિણામે આવી પરિસ્થિતીથી ત્રાસી ગયા હતા..એક દિવસ સવારે બન્યું એવું કે લતાબેનથી સવારે પૂજાનું પાણી લઈ જતા લોટામાંથી થોડું પાણી છલકાઈ ફ્લોર ઉપર ઢોળાયું હતું જેની ઉપર જયાનો પગ પડતા લપસી પડ્યો અને તે જોરથી ચીલ્લાવા લાગી, અને જયેશ તુરત દોડી આવ્યો બોલ્યો " શું થયું ડીયર કેમ કરતા પડી ગઈ જરા સાચવતી હોય તો?"

"હું તો સાચવીને જ ચાલુ છું પણ મમ્મીજી જાણી જોઇને આમ કરે છે મને હેરાન કરે છે એને પસંદ નથી કે ઘરનો બધો વહીવટ હું સંભાળું ."આમ કહી રડવા જયા જયેશની સામે રડવાનુ નાટક કરવા લાગી

પત્નીને આમ રડતી જોઈ જયેશ અચાનક તેની માં ઉપર ગુસ્સે થઇ ગયો ગુસ્સા ભર્યા અવાજે લતાને કહેવા લાગ્યો "મમ્મી તને કઈ ભાન જેવું છે કે નહી.. જરા જોઇને કામ કરતી હોય તો... અને આ રીતે જયાને હેરાન કરવાનું બંધ કર. હવે આ ઉમરમા તું પ્રભુ ભક્તિમાં વધારે ઘ્યાન આપ તો સારૂ અને ધરના મામલામા ડખલ દેવાનુ બંધ કર."

કહી લતાબેન કશું બોલે તે પહેલા જયાનો હાથ પકડી જયેશ રૂમમાં લઇ ગયો અને બારણું જોરથી વાસી દીધું

લતાબેનને આ બારણાનો 'ધડામ' અવાજ દિલ ઉપર વાગ્યો અને ઉદાસ ચહેરે આખો દિવસ વિતાવ્યો સાંજ સુધી કોઈએ તેમની સાથે વાત ના કરી..આજે એક માનુ કોમળ દિલ બહુ દુભાયું હતું અને બસ તે આમ બગીચી જઇને આ બાંકડા ઉપર ઉદાસ થઇ આ ઘટનાને વાગોળતા હતા..

લલીતભાઈ આખી વાત શાંતિથી સાંભળતાં ગયા અને લતાબેન ઉપર મનોમન હમદર્દી જતાવતાં હતા બધા મિત્રોની ટોળી આવી ગઈ અને લલીતભાઈ એ બધા સાથે લતાની એક નવા મિત્ર તરીકે ઓળખાણ કરાવી..

એ દિવસથી હવે લતાબેન અહી અચૂક આવતા થયા.. અને લલીતચન્દ્ર પણ સમય ચોરી આ મંડળી માં આવી જતા,ક્યારેક લતાબેનને ફોન કરી ખબરઅંતર પણ પુછી લેતા

બધા એકમેકના સંગતમાં ખુશ હતા..એક વાર એવુ બન્યુ કે ચાર દિવસ સુધી લલીતભાઈ બાગમાં દેખાયા નહી કે ના એનો કોઈ ફોન આવ્યો..આથી લતાબેનને લલિતભાઇની થોડી ચિંતા થઇ એટલે લતાએ લલીતભાઈને ફોન જોડ્યો અને પુછ્યુ," એલ.એમ. કેમ છો? બહુ બીઝી લાગો છો કે શુ? કેટલા દિવસથી દેખાયા નથી કે ફોન નથી."

જવાબમાં લલીતભાઈ બહુ ધીરેથી જવાબ આપ્યો " હા લતા બીમાર છું બે દિવસ થી ઘરની બહાર નીકળ્યો નથી "

તમે દવા લીધી કે નહી? આમ કેમ ચાલે? મિત્ર કહો છો અને જણાવતા પણ નથી.અહી બાગમાં પણ બઘા તમારી રાહ જુવે છે અને હું તો ચિંતા કરીને અડઘી થઇ ગઈ પણ તમને ક્યા કોઈની પડી છે." ગળગળા થઇ લતાબેન બોલી પડ્યા

"જુવો લતા હવે સારું છે પણ તમને ચિંતા થતી હોય તો મને મળવા મારા ઘરે આવી જાવ બહુ દુર રહીએ છીએ" એકદમ કૃશ અવાજે લલિતભાઇએ જવાબ આપ્યો.

લલિતભાઇના અવાજના લહેકા ઉપરથી એની હાલતનો અંદાજ કાઢીને લતા પંદર મીનીટમાં લલિતભાઇના ઘરે પહોચી ગઇ.. નીચેના માળે જ તે રહેતા હતા ખાલી અટલાવેલું બારણું ખોલી અંદર ગઇ..માહોલમા સાવ નીરવતા હતી બધો સરસામાન બરાબર ગોઠવાએલો અને સ્વચ્છ હાલતમા હતો પણ એક ભેકારતા પ્રસરતી હતી

બારણા ખુલવાનો અવાજ સાંભળી અંદરના બેડરૂમ માંથી એક અવાજ આવ્યો," કોણ છે..લતા તુ આવી છે?તા

જવાબમાં"હા લતા આવી છે"લલિતભાઇને કાને પડ્યો..

"અંદર આવી જાવ લતા,સોરી હું બહાર આવી શકું તેમ નથી."

લતા ખુલ્લા રૂમમાં દાખલ થયા સામે ડબલ બેડમાં લલિતભાઈ જાડી રજાઈ ઓઠી સુતા હતા.. લલિતભાઇની બાજુમા બેસીને લતાએ એના કપાળે હાથ લગાવ્યો અને તે ચમકી ગયા !

"અરે આ શુ?આટલો બધો તાવ છે અને આ તમારું મ્હો તો જુવો?.. કેટલું લેવાઈ ગયું છે? અને લતા સીધી કિચનમાં ગઇ અને ત્યાર ફીઝમાંથી ઠંડુ પાણી અને એક નેપકીન લઈને આવ્યા અન સીઘા કપાળ ઉપર પોતા મુકવા બેસી ગયા..પોતા મુકતા મુકતા લતાની આંખોમાં આંસુ છલકી ઉઠયા..

"શું છોકરા વહુ ખબર કાઢવા નથી આવ્યા?લતા બોલી..

"એ લોકો ઘરે નથી..એ બધા વેકેશન ઉપર ગયા છે અને આવતી કાલે આવશે..અને મારા દિકરા વહુ ઘરે હોય કે ના હોય શુ ફર્ક પડે છે..અને આમ પણ એ લોકો અહી કામ વગર નથી આવતા તેમના ઉપર જવાનો રસ્તો આમ પણ બહાર થી જાય છે.."આટલુ કહીને લલિતભાઇએ થોડૉ પોરો ખાધો અને લતાએ પાણી આપ્યુ..પાણી પીધા બાદ લલિતભાઇ આગળ બોલ્યા..

સાભળ લતા.....,તુ આમ મારી ચિંતા ના કર,મારે તો આ રોજનું થયુ..એકલા રહેવાની આદત પડી ગઇ છે."લલિતભાઇએ શાંત રહી જવાબ આપ્યો

"હું પણ એકલતાથી ટેવાઈ ગઈ છું પરંતુ તમને આવી હાલતમાં નથી જોઈ સકતી" લતા બોલી..

"તો પછી મારા ખાલી હાથમાં તમારો હાથ સોપી દો હું તમને વચન આપું છું તમને હથેળીના છાયડા કરીશ " લલિતચંદ્ર સ્નેહથી બોલ્યા

એકલતા કંટાળેલા લતાબેને પોતાનો હાથ લલિતભાઇના હાથમા મૂકી દીધો અને મુક સંમતી આપી દીધી.

બધું નક્કી થતા લાલીત ભાઈએ લંડન માઘવીને ફોન જોડ્યો

બધી વાત વિગત પૂર્વક બતાવી ,માઘવી અને અજીત આ જાણી બહુ જ ખુશ થયા...અને માધવીએ લલિતભાઇને કહ્યુ,"ડેડી અમે બને આવતા મહીને ઈંડિયા આવીએ છીએ ત્યાં સુધી આ વાતની કોઈને ચર્ચા નાં કરશો,કારણ વગર તમને અને લતાઆંટીને હેરાનગતિ ભોગવવી પડશે.

અને મહિના બાદ માધવી અને અજીત અને એના બાળકોને લઇ દેશમા આવી ગયા..આવીને તુરત માધવીએ બંને ફેમલીને એક જમણ માટે હોટલમાં બોલાવ્યા અને કોઈ પુર્વભૂમિકા બાંધ્યા વગર સાચી હકીકત જણાવી દીધી

બધા અવાચક બની સાંભળી રહ્યા અને લલિતભાઇના દીકરા વહુઓના ચહેરાઓ શરમિંદા થઇ ગયા હતા અને એના ચહેરે આ ઉંમરે પપ્પાને સાચવી નથી સકતા એનો ગ્લાનીભાવ દેખાતો હતો.

પણ લતાના પુત્ર જયેશે વાધો ઉઠાવ્યો ત્યારે લતાબેન વચ્ચે જયેશની વાતને અટકાવીને બોલી ઉઠ્યા,"દીકરા....., બહુ યુવાન વયથી એકલતા ભોગવી છે હવે આ ઉમરે હું કોઈ લગ્ન જીવનના સુખ માટે ફરી લગ્ન નથી કરતી..પણ મારે આજ ઉંમરે અમારે સાથ અને હુફની વધારે જરૂર હોય છે ત્યારે તમે તમારામાં એટલા બીઝી થઈ જાવ છો કે તમારા માતા પિતાને ભૂલી જાવ છો ,ભુઈ જાવ છો કે કોઈ બીજું પણ છે જે તમારી સાથે ચાર શબ્દો સ્નેહના બોલવા સાભળવા તલસે છે..

લતાની વાત સાંભળીને જયેશે ટુકમા જવાબ આપ્યો,"ભલે તમે તમારી જિંદગીમાં ખુશ રહો અમે અમારી રીતે ખુશ રહીશું "

બધાનાં વાધા વચકા વચ્ચે માધવીએ બંનેના મંદિરમાં સાદગી થી લગ્ન કરાવી દીઘા અને હવે ડેડીની ચિંતા મુકત થઇ ગઈ અને પૂજામાં બેઠેલા માધવી અને અજીતને જોઇને બાપની આંખોમાં ખૂશીના આંસુ છલકી આવ્યા..

એકમેકના સાથથી બંનેનું લગ્ન જીવન સુખરૂપ ચાલવા લાગ્યું ,હવે તે નવા જોશથી તે કામે લાગી ગયા અને બરાબર એક વર્ષ પછી ફેકટરીનુ પ્રોડકસન શરૂ થયુ...બાહોશ લલિતચંદ્રએ ઉત્સાહી યુવાનોને માર્કેટીંગ માટે ઉત્સાહી યુવાન છોકરા છોકરીને પગાર ધોરણે નહી ડીલની ટકાવારી પ્રમાણે એને વળતર આપવાનુ શરૂ કર્યુ...વધુ પૈસા મળે એ આશાએ આ યુવાન છોકરા છોકરીઓએ માર્કેટીંગમાં સપાટૉ બોલાવી દીધો...અને સુકેશ અને હિમાંશુના ધંધાનો મોટૉ હિસ્સો લલિતચંદ્રની કંપનીએ કબજો કરી લીધો...

આ ઉમરે સવારે નવના ટકોરે ઓફિસે આવી જતા હતા...એક દિવસ મોટા સરકારી ટેન્ડર ભરવાની તૈયારી ચાલતી હતી...લલિતભાઇને ખબર પડીકે આ ટેન્ડર તો એમના દીકરાઓના મળતીયાઓ ભરવાના છે અને ટેન્ડર સુકેશ અને હિમાંશુની કંપનીને ભાગે જવાનુ છે... અને એ માટે કાચી સામગ્રીઓનો અત્યારથી સુકેશ અને હિમાંશુએ ઓર્ડર આપી દીધો હતો... દીકરાઓની કુટિલ ચાલ તે સમજી ગયા

લલિતચંદ્રએ બરાબર આ મોકો જોઇને તીર માર્યુ...એક સરકારી પ્રધાન સાથે ગોઠવણ કરીને ટેન્ડરની યોગ્ય કિંમત ભરી આખી બાજી પોતાના તરફી કરી લીધી....અને ટેન્ડરની વસ્તુઓની સપ્લાઇનો ઓર્ડર અંતે લલિતચંદ્રની કંપનીને મળ્યો..

આ બાજુ કાચી સાંમગ્રીનો મોટૉ જથ્થો હિમાંશુ અને સુકેશની કંપનીમાં આવ્યો અને ઓર્ડર લલિતચંદ્રની કંપનીને મળ્યો હોવાથી બંને ભાઇઓની હાલત પાગલ જેવી બની ગઇ હતી...એક દિવસ ના છુટકે આ કાચી સામગ્રીના નીકાલ માટે બંને ભાઇઓ લલિતચંદ્રની ઓફિસે પહોચે છે....બે કલાક સુધી લલિતભાઇની ઓફિસ બહાર બેસાડી રાખ્યા...અંતે તેમને બોલાવ્યા...

ઓફિસમાં પ્રવેશતા જ એના ડેડીની માફી માંગી અને પગમાં પડી ગયા.... કરગરવા લાગ્યા "ડેડી,મહેરબાની કરીને રો-મરીરિયલ તમે ખરીદી લો...નહીતર બેંક સહિત અને ફાઇનાન્સવાળા અમારૂ બધુ વહેચાવી નાખશે...તમારા બે દીકરાઓ રોડ પર આવી જશે.."

લલિતભાઇ કશો પ્રતિભાવ ના આપ્યો....અંતે બંને દીકરાઓને ઉભા કરીને એટલુ જ કહ્યુ,"બાપ આખિર બાપ હોતા હૈ.."

દયા ખાઇને તમારૂ રોમટીરિયલ ખરીદી લઇશ.....અને બહારે જઇને ગુપ્તા સાહેબ ટર્મ્સ કન્ડીશન નક્કી કરી લો....હવે અહી વિશ્વાસ માં કશુજ થતું નથી....."જય શ્રી કૃષ્ણ."કહીને લલિતચંદ્રએ પોતાની ચેર પર બેસીને ડાબા પગ પર જમણો પગ ચડાવીને ટટાર બેસી ગયા..

કાચની કેબિનમા પોતાના પિતાના રૂવાબ અને ઠાઠ જોઇને બંને દીકરાઓના માથા શરમથી ઝૂકેલા હતા.. rekhavp13@gmail.com

-રેખા વિનોદ પટેલ ( વિનોદિની )

ડેલાવર (યુએસએ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED