Shikshandan ke Jivandan books and stories free download online pdf in Gujarati

ઉત્તમ દાન

રેખા પટેલ

sakhi15@hotmail.com

શિક્ષણદાન"કે"જીવનદાન




















રૂપેશ બહુ સમજણ ધરાવનારો અને આધુનિક વિચારધારા ધરાવનારો એક સંસ્કારી યુવાન હતો..પોતાની નાની ઉમરમાં સારું ભણી એક ગવર્મેન્ટ ઓફિસરની જોબ મેળવી સુરતમાં સ્થાઈ થયો હતો..કાયમી નોકરી અને સરકારી કવાટર મળતા રૂપેશે લીના નામની સંસ્કારી અને ગુણવાન છોકરી સાથે લગ્ન કરીને પોતાના સુખી સંસારની શરુવાત કરી..લગ્ન કર્યા લીના એમ.કોમ પુરુ કરીને કોઈ સારી નોકરીની તલાશમાં હતી.

પહેલા રૂપેશે તેને ઘણું સમજાવી કે આપણે ક્યા કશી ખોટ છે,મારા પગારમા આરામથી આપણુ ધર ચાલે છે તુ તારે આરામથી રહે અને ધરને સંભાળ.. લીના હંમેશા વિચારતી કે "સ્ત્રી એ કોઈ પારિજાતનું કુલ નથી કે સદાય કોઈના માથે કે પછી ચરણો તળે રહે..તેની ખુદની એક સ્વતંત્ર ઓળખાણ હોવી જરૂરી છે.અંતે લીનાના અતિ આગ્રહને વશ થઇ રૂપેશે તેને નોકરી કરવાની છૂટ આપી.ટુક સમયમા લીનાને એક સ્કુલમાં શિક્ષિકાની નોકરી મળી ગઈ..

સફેદ પારિજાત જેવી લીના દેખાવમાં જેટલી સુંદર હતી તેટલી જ અંતરથી મુલાયમ અને સમજણ ધરાવનારી ધરાવતી સ્ત્રી હતી.તેથી જ એને ઘર અને નોકરીને બહુ સહજતાથી સંભાળી લીધા હતા..તેના સ્વભાવની મીઠાસ અને હમેશા હકારાત્મક અભિગમ કારણે લીના સ્ટાફ મેમ્બર અને બાળકોમાં પ્રિય હતી..

લીના એક શિક્ષિકા હોવાને કારણે હમેશા વિચારતી કે,દીકરો હોય કે દીકરી,તેમને શિક્ષણ આપવું દરેક માતાપિતાનું પહેલું કર્તવ્ય છે..અને તો જ સંતાનો ભવિષ્યમા આજના આધુનિક જમાના તાલ મિલાવી શકશે..અને દીકરીઓ માટે તો ખાસ આજ ભણતર ચોતરફ ફેલાતા જતા હેવાનિયત સામે રક્ષણ નું કવચ બની શકશે."


"નિરક્ષરતાને અભિશાપ ગણતી અને કહેતી કે અભણ હોવાથી લોકોને હમેશા દબાએલા કચડાએલા જીવનની ભેટ આપશે..અને જો એક અભણ માં તરીકે પોતાના સંતાનોનો ઉઘ્ઘાર કરવા સક્ષમ નહિ હોય તો,એ આવનારી ભાવી પેઠીને ઉન્મત મસ્તક રાખી જીવતા કેમ શીખવી....માટે આવનારી પેઢીની દરેક છોકરીઓ માટે શિક્ષણ ફરજિયાત હોવુ જરૂરી છે.

લીનાના આવા ઉચ્ચ વિચારોને રૂપેશ હમેશા માન આપતો....અને લીનાને કોઇ આવા શૈક્ષણિક હેતુ માટે પોતે બનતી મદદ કરી છુટતો...અને મનોમન ખૂશ પણ થતો કે લીના જેવી સમજદાર ધર અને નોકરીને બરોબર સંભાળનારી પત્ની મળી..

રૂપેશની નોકરી અને લીના શૈક્ષણિક કામ વચ્ચે બંનેનો જીવનરથ સૌમ્ય ગતિથી એક ધારો ચાલતો હતો..રૂપેશ પણ સમજુ હતો. લીનાની નોકરીના કારણે એને ઘરકામમા બને એટલી રાહત મળે એ હ્તુથી લીનાને કિચનમાં અને બહારના કામમાં બનતી મદદ કરતો હતો..આમ પણ રૂપેશને નવી નવી વાનગી ખાવાનો બહુ શોખ હતો. તેથી લીનાએ સુરતમાં રહી નવીનવી વાનગી બનાવતા શીખી લીધું હતું. અને કહેવાય છે કે .... "સુરતનું જમણ અને કાશીનું મરણ.."

અહીની ભાષા જેમ અલગ તેમ અહીની વાનગીઓ પણ વખણાય છતાય હવે તેમને લાગતું હતું..બને ત્યા સુધી રવિવારે સાંજે રૂપેશ અને લીના સુરતમા કોઇ જાણીતી કોઇ રેસ્ટોરામાં જ રાતનુ ભોજન લેવાનો આગ્રહ રાખતા અને રવિવારે સાંજે બંને જણા થોડી રાહત અનૂભવતા હતા..

ઘણી વાર રૂપેશને કામનુ ભારણ રહેતા ક્યારેક ઓફિસેથી આવવાનુ મોડુ થતુ...લીનાને પરિક્ષાઓના પેપર ચેકીંગનુ કામ ક્યારેક આવી પડે ત્યારે પેપરના થપ્પા ધરે લઇને આવવા પડતા....એક દિવસ બંનેએ નક્કી કર્યુ કે એક સારી કામવાળી બાઇ રાખી લઇએ તો બંને અન્ય કામ માટે ફૂરસત મળે અને લીનાને થોડૉ આરામ મળે...આ આશયથી આજુબાજુમાં રહેતા પાડૉસીઓને સારી કામવાળી બાઇ મળે એની તાકીદ કરી..

બાજુમાં રહેતા મહેતાભાઈની આળખાણથી એક નમ્ર અને સોમ્ય વર્તન ધરાવનારી કામવાળી કમલા મળી ગઈ. કમલાની ઉમર લીના કરતા ચાર પાંચ વર્ષ વધારે હશે..નાની ઉમરમાં લગ્ન થયા હતા. કમલાને બે બાળકો પણ હતા બંને બાળકોને સાસુ પાસે મૂકી કમલા અહી સવાર સાંજ કામ માટે આવી જતી..કમલાનો પતિ કોઈ કપડાની મિલમાં કામ કરતો હતો..

લીના સાથે મનમેળ જામી જવાથી કમાલાને લીનાના ધરમા પરાયું લાગતું નહોતું..એક ઘરના સભ્યની જેમ પોતાનુ ઘર સમજીને કામ કરતી..ક્યારેક કમલાના સાસુ બહાર ગયા હોય તો એના બાળકોને પણ લઈને આવતી..કમલા જ્યારે એના બાળકોને સાથે લઇને આવતી ત્યારે લીના બંને બાળકોને પ્રેમથી ખાવાનું આપતી..ક્યારેક બિસ્કીટ કે ચોકલેટ આપતી..દિવાળીના તહેવારોમા અને અન્ય દિવસે કમલાને સાડી સાથે બાળકોના કપડાં પણ લાવી આપતી.. લીના અને રૂપેશને પણ કમલાઉપર વિશ્વાસ બંધાઈ ગયો હતો। સમયનું ચક્ર ફરતું ચાલ્યું આમને આમ બે વર્ષ નીકળી ગયા.

એક દિવસ લીના અને રૂપેશ ખુશખુસાલ ચહેરે ઘરે આવ્યા..બંનેને ખુશ જોઈ કમલાએ લીનાને પૂછ્યું કે,'બાઈજી આજે કશા સારા સમાચાર છે કે શુ?"

રૂપેશે ઉત્સાહ અને આનંદ સાથે કમલાને કહ્યું,"હા...,તારી બાઈજી હવે માં બનવાની છે તારે હવે તેનું ખાસ ઘ્યાન રાખવું પડશે..તું તો જાણે છે તારી બાઇજીના મમ્મી પપ્પા અમેરિકા રહે છે તો અહી તેની સેવા કરવા આપણે બે જ છીએ.."

જવાબમા કમલા બોલી,"કેમ નહી ભાઈ સાહેબ..તમે જરાય ચિંતા નાં કરો હું બધુય સાચવી લઈશ..."

કમલા હવે વધુ સમય લીનાના ઘરે રોકાતી અને લીનાના અમુક કામ પોતે કરી આપતી હત્.અને બધા કામ ચોકસાઇ અને જવાબદારીથી કરતી..કમલા ક્યારેક તેના છોકરાઓ ને પણ ભૂલી જતી..ત્યારે લીના ગુસ્સો કરતી અને સમજાવતી કે,"અત્યારે તે નાના છે તેમને સાચવવાની જવાબદારી તારી છે..અત્યારે જે સંસ્કાર તું આપીશ તેની અસર તેમની જિંદગી ઉપર સૌથી વધારે પડશે।

કમલાનો દીકરો કમલ ચોથા ઘોરણમાં અને દીકરી કલા બીજા ધોરણમાં ભણતી હતી.....

હવે લીનાને પ્રસુતી પહેલાના થોડા દિવસો જ બાકી રહ્યા હતા.. તેની મદદ માટે રૂપેશના માતા થોડા દિવસ રહેવા આવી ગયા હતાં..પુરા સમય સાથે લીનાંએ સુંદર દીકરીને જન્મ આપ્યો તેની છઠ્ઠીનો દિવસ આવ્યો લાભ ચોઘડિયું જોઈ રીમા નામ આપ્યું..

રીમા નામનું નાનકડું ફૂલ દિવસે દિવસે વધવા લાગ્યું અને થોડા મહીનાની થતા રૂપેશનુ ઘર એક નાની બાળકીની કિલકારીથી ગુંજી ઉઠયુ..નાની રીમાને જોઇને લીના કહેતી કે,"રૂપેશ આપણે રીમાને ડોક્ટર બનાવીશું..મારી ડોકટર બનવાની અધુરી ઈચ્છા છે એ માઈ દીકરી રીમા પૂરી કરશે..

ત્યારે રૂપેશ કહેતો કે,"નાં...ના...જરાય નહી.. લીનાને મારે એક કાબેલ અને બાહોસ વકીલ બનાવવી છે."

ત્યારે લીના કહેતી કે,"ના..રૂપેશ પ્લીઝ!!! વકીલ તો ક્યારેય નહી, એ કાળું ઘોળું કરવાનો ઘંધો મારી દીકરીને નથી શીખવવો...

અંતે રૂપેશ કહેતો કે," ભલે તું જીતી હું હાર્યો..પહેલા આપણી દીકરીને મોટી તો થવાદે !

આમ રોજના ખટમીઠા સંવાદોથી આ નાનકડું કુટુંબ પાંગરતું રહ્યું।આ બાજુ લીનાની રજાઓ પૂરી થઈ ગઇ અને લીનાને સ્કુલ પાછી નોકરી ઉપર જવાનો સમય થઇ ગયો..હવે એક નવી પરેશાની ઉભી થઇ હતી.રૂપેશની ઇચ્છા હતી કે લીના ઘરે રહી રીમાનો ખ્યાલ રાખે

ત્યારે લીના પણ કહેતી કે રૂપેશ હુ સમજી છુ અને હુ એક માં છું.. મારી દીકરીનો ઉછેર હું મારા હાથ નીચે કરું તેના ઉપર સારા સંસ્કારોનું સિચન કરું પણ તું તો જાણે છે હું ધોરણ નવ અને દસમાં મેથ્સ ભણાવું છું.. અને જો આ રીતે અડઘા વર્ષમાં આમ હું નોકરી છોડી દઈશ તો બાળકોનું ભવિષ્ય ખોરવાઈ જશે..અને એક માતા હોવાની સાથે બીજા કેટલાય બાળકોની જવાબદારી પણ મારા સિરે છે....અને એક શિક્ષક તરીકે મારી આ પહેલી ફરજ છે..

"તો તુ જ કહે શું કરીશું આપણે? અને માં તો પિતાજીને ગામમાં મુકી અહીના આવી શકે." રૂપેશ ચિંતાતુર થઈ બોલ્યો..


લીનાએ આશ્વાસન આપતા રૂપેશને કહ્યુ,"તમે ચિંતા ના કરો,બધો રસ્તો થઇ જશે...બસ મારા ઉપર ભરોસો રાખો...."

એક દિવસ લીનાએ વાતોવાતોમાં આ ચિંતા કમલાને કહી , ત્યારે કમલાએ કહ્યુ"જો બાઈજી....,તમને મારા ઉપર ભરોશો પડે તો હું બેબી બેનને સાચવીશ અને હવે મારા છોકરા સ્કુલ જાય છે તો મારે બહુ ચિંતા નથી"

રૂપેશ અને લીનાને કમલાની આ વાત બરાબર ગમી ગઈ હવે જ્યા સુધી લીના ઘરે ના હોય ત્યા કમલા રીમાની એકદમ સારસંભાળ લેતી હતી..

આમને આમ બીજા ત્રણ વર્ષ નીકળી ગયા...સુખના દિવસો બહુ ઝડપથી વિતિ જાય છે. હવે રૂપેશ અને લીનાને સામાજિક જવાબદારી નિભાવવાની ધડી આવી ગઇ હતી..

હવે રીમાને પ્રી સ્કુલમાં મુકવાનું નક્કી થયું એટલે કમલાને રીમાની જવાબદારી ઓછી થઈ.. રોજ સવારે લીના રીમાને સ્કુલ મૂકી આવતી અને સાંજે એની સાથે જ લઈને ઘરે આવતી..અને વિકેન્ડમાં ત્રણે જણ બહાર ફરવા નીકળી પડતા.

એક દિવસ કમલા એની દીકરી કલાને લઈને કામ ઉપર સાથે તેડી આવી હતી એટલે લીનાએ કલાને પૂછ્યું,'કેમ બેટી...,આજે તારે સ્કુલ નથી જવાનું?'

"બાઈમાં...,મારી મા કહે છે કે હવેથી તારે સ્કુલેનથી જવાનું..પણ બાઇમા મને સ્કુલે જવાનુ બહુ ગમે છે.." આટલુ બોલતા કલાની નિર્દોષ અને ભાવવાહી આંખોમાંથી બોર બોર જેવા આંસુ ટપકી પડ્યા..

કલાની વાત સાંભળીને લીનાએ તુરત જ કમલાને બુમ પાડી,'કમલા...,અહી આવતો જરા.. આ કલા શું કહે છે સાંભળતો તો જરા , હજુ તો એ આઠમા ધોરણમાં આવી અને તું તેને ભણવાની કેમ નાં કહે છે?.. તને ખબર છે ને કે કલા ભણવામાં કેટલી હોશિયાર છે!!!"

હાફળી ફાફળી કમલા આવી અને લીનાને કહે કે, 'હા બાઈજી હવે કમલ દસમાં ધોરણમાં આવ્યો અને તેની માટે ટ્યુશન રાખવું પડ્યું..અને ઉપરથી બીજા ખર્ચા. હાલમાં મારા ઘરવાળાને પણ આજકાલ બહુ કામ નથી મળતું તો અમે વિચાર્યું કે આ કલાડીને પણ ઘરકામ શીખવાડી દઉ તો,બે ઘરનાં કામ કરી લાવે તો અમને મદદ થાય અને છોડી કામમાં ટેવાતી થાય..અમે રહ્યા મજુરીયાત અને અમારે રોજ રળવાનું ને રોજ ખાવાનું ,છોડી ભણે તોય શું ને ના ભણે તોય શું?"


કમલાની વાત સાંભળીને લીના દ્રવી ઉઠી અને કમલાને કહે કે,જો..કમલા.. આવુ નહી ચાલે..જો તુ મને માન આપતી હો તો તારે મારે કહ્યુ તારે માનવું પડશે..આ તારી કલાનો ભણવાનો ખર્ચ હું આપીશ..અને આમેય જો ગવર્મેન્ટ છોકરીઓને ભણવાનો ખર્ચ હાઈસ્કુલ સુધીનો તો આપે છે.તો આપણે કલાને આગળ ભણાવીશુ..અને તારી કલા આમેય તેજસ્વી છે..પછી જો સારા માર્ક્સ લાવશે તો એથી પણ આગળનુ ભણવાનુ આપણે બધું ગોઠવી લઇશુ..બસ તું તેને ભણવા દે...એને રોકીશ નહી..

કમલા ઉપર આમે પણ ઘરના બહુ અહેશાન હતા એટલે તે લીના સામે કશુના બોલી શકી.. અને બીજા દિવસથી ફરી કલાનું ભણવાનું રાબેતા મુજબ શરુ થઈ ગયું..હવે રોજ સાજે જમી પરવારી લીના ત્રણ છોકરાઓને સાથે ભણાવતી।

લીના દ્રારા સમયસર લેવાયેલા પગલાને કારણે કમલ બારમા ધોરણમા અને કલા દસમા ધોરણમા ઉતીર્ણ થયા..બંને છોકરાઓ એની બાઈમાં એટલે કે લીનાનુ બહુ માન રાખતા હતા અને સાથે સાથે રીમાનું બહુ ઘ્યાન રાખતા હતા..

એક દિવસ અચાનક સવારે કામ કરવા આવેલી કમલાને માથે આભ તૂટી પડ્યું જ્યારે જાણ્યું કે રૂપેશ સાહેબની બદલી થઇ છે અને તેમને બીજા શહેર જવાનું થયું છે.આમતો આ સમાચાર બઘાની માટે દુઃખદાયક હતા..પણ આજ નિયતિ છે જેના જેટલા અંજળપાણી હોય તેટલો જ સાથ માણસોનો જિંદગીના અમુક હિસ્સામાં મળે છે..

બસ ગણતરીના દીવસોમાં જવાની રૂપેશ અને લીનાને શહેર છોડીને બીજા શહેરમા જવાનો સમય આવી ગયો..

બહાર ઉભેલી ટ્રકમાં બધી ઘરવખરી ખડકાઈ જતી હતી..અડોશ પડોશ વાળા બધા રૂપેશ અને લીનાને વળાવવા આવ્યા હતા..બધાની આંખોમાં વિદાઈનું દર્દ હતું..અને કમલા અચાનક છેડો વાળી રડવા બેઠી જાણે કે એનો કોઈ સહારો છીનવાઈ ગયો હોય એવુ લાગતુ હતુ. કમલાની આંખ સામે એના બાળકોનું ભવિષ્ય અંધકારની ગર્તામાં ડૂબતું હોય એવુ લાગ્યું.

સમજદાર લીનાએ તેને સધિયારો આપતા કહ્યું જો તું જરાય ચિંતા નાં કરીશ મેં મારા કોલેજના પ્રિન્સીપાલને તારા બંને બાળકો માટે વાત કરી છે માટે કમલ અને કલાને આગળ ભણવામા કોઇ મુશ્કેલી નહી આવે. છેવટે રૂપેશ અને લીનાએ બધાને બાયબાય.. આવજો..જયશ્રી કૃષ્ણ..વિદાઇ લીધી..

હવે લીના નવી જગ્યાએ રૂપેશને મળેલા નવા પ્રમોશન સાથે ગ્રેડ વધતા એને મળેલા સ્વતંત્ર બંગલામાં ગોઠવાઈ ગઈ હતી..

સમય તેની ગતી પકડી ઉડવા લાગ્યો અને સમયના વહેણ સાથે કમલા અને તેનો પરિવાર ભુલવા લાગ્યા..અહી લીનાને એક સારી કામ કરનાર બાઈ મળી ગઈ હતી..હવે તે એક એન.જી.ઓમાં ગરીબ બાળકોને મદદ કરવાના હેતુથી કામ કરતી હતી અને નાનકડી રીમા હવે હાઈસ્કુલના આંગણને છોડી કોલેજના પગથીયે આવી પહોચી હતી..રીમા બહુ શોખીન હતી અને તેટલી જ મહત્વકાંક્ષી પણ હતી..

રીમાને લેધરના પર્સ અને અલગ અલગ ડીઝાઇનનાં સૂઝ પહેરવાનો બહુ શોખ હતો..એક દિવસ રીમા મોંધા ભાવના નવા બે જોડ ચંપલ ખરીદી લાવી .એ જોઇને લીનાએ જરા ગુસ્સો કર્યો અને રીમાને કહ્યુ કે,"આ તને સાવ ગાંડો શોખ છે,આમ નકામાં પૈસાનો બગાડ થાય છે, આજ પૈસા તું કોઈ ગરીબ માટે વાપરે કે જેની તેને સાચી જરૂર હોય તો તેનો કોઈ અર્થ સરે.......તુ જાણે રીમા! આ જેટલા રૂપિયા તારી ચપ્પલ માટે ખર્ચ કર્યા એટલા રૂપિયામાં એક ગરીબના ઘરનુ એક મહિનાનુ રાશન આવી જાય...

મમ્મા..,તું હંમેશા આમ જ ટોકે છે..અને મમ્મા તુ કેટલા ગરીબ લોકોને મદદ કરે છે પછી મને તો મારા શોખ પુરા કરવા દે." રીમાએ સહેજ છંછેડાયને જવાબ આપ્યો..

બસ..બસ..તમારી માં દીકરીની ચર્ચા બંધ કરો... ચાલો મને ભૂખ લાગી છે રૂપેશ વચમાં બોલ્યો.."હુ મારી દીકરીને તેની સ્ટડી પૂરી થયા પછી ઇટલી ફરવા મોકલીશ ત્યાંથી તેને જોઈએ તે લઇ આવશે રાઈટ રીમા બેટા..!!"

"પાપા...,સાચું કહું તો મને ઇટલી ફરવા નથી જવું પણ મારે આર્કિટેક આગળ સ્ટડી કરવા ઇટલી જવાની બહુ ઈચ્છા છે માટે પ્લીઝ પાપા બસ મારી આટલી ઈચ્છા પૂરી કરવાની છે. હું પ્રોમિસ આપુ છુ આજ પછી આ બધા નકામા બધા ખર્ચ બંધ કરી દઈશ.."

અને વિધિનું કરવું અને રીમાની કોલેજ પૂરી થયાને થોડો જ વખત થયો અને ઇટલીથી પરણવા આવેલો તેમનીજ જ્ઞાતિનો એક સુંદર સુશીલ યુવક રાજન સાથે તેના લગ્ન નક્કી થયા..અને માતા પિતાની લાડલી તેના સ્વપ્નોની ઉચાઇ સર કરવા માટે રીમા રાજનને પરણીને ઇટલી પહોચી ગઈ...અને લગ્નના બે મહીના પછી રીમાએ આર્કિટેકનુ ભણવાનુ શરૂ કરી દીધુ...દર અઠવાડીયે લીના અને રૂપેશને ફોન દ્રારા પોતાના અભ્યાસ અને ઇટલીની વાતો કરતી અને કહેતી કે રાજન ખૂબ જ સારા છે અને મને અહીંયા મારી રીતે જે કંઇ
કરવું હોય એની કોઇ મનાઇ નથી....."


"સુખનો સમય ક્યારે બદલાઈ જાય તેની જાણ કોઈને પણ નથી હોતી..નશીબના પડીકામાં શું બંધાએલું છે તેની જાણ તે પડીકું ખોલે ત્યારે જ સમજાય છે."

એક દિવસ સવારે રૂપેશ ચા પીતા હતો અને અચાનક ઉભા થવા જતા તેનો પણ ખુરશીના પાયાને અથડાયો અને નીચે પડી ગયો અને બેભાન થઇ ગયો..કંઇક પડવાનો અવાજ સાંભળતાં બાજુના રૂમમાં કામ કરતી લીના દોડી આવી અને રૂપેશની આ હાલત જોતા એમ્બુલન્સ બોલાવી ઝટપટ હોસ્પિટલ લઇ આવી..લીના બહુ ગભરાએલી હતી..જતાની સાથે ઇર્મજન્સી કેશ સમજીને રૂપેશને ડોક્ટર તાત્કાલિક ઓપરેશન થીયેટ માં લઇ ગયા..

તેના બે બંધ મોટા દરવાજા બહાર લાલ લાઈટનો બલ્બ ચમકતો હતો અને ચમકતી હતી આંસુ ભરી લીનાની બે આંખો .... આડોશી પાડોશી સાથે હતા પણ પોતાનું કહી શકાય તેવું કોઈ આ પારકા શહેરમાં નહતું..તેની ખોટ આજે લીનાને બહુ લાગતી હતી અને ઉપરથી મજબુત દેખાતી લીના અંદરથી તૂટી ગઈ હતી..

છેવટે એ લાલ બલ્બ બંધ થયો અને ડોક્ટર બહાર આવ્યા..તેમને લીના અને બીજા મિત્રોને કહ્યું,'ચિંતા નાં કરો,હવે પેસન્ટ હવે ખતરામાંથી બહાર છે,પણ એમને ડાબા અંગે પેરાલીસીસ ની અસરથી ગઈ છે..આ એક પરલેટીક હુમલો હતો। બસ હવે તમારે થોડો વખત કોઈ સારા થેરાપીસ્ટ પાસે જઈને રોજ એકસરાઈઝ અને મસાજ કરાવવું પડશે પણ એ માટે કોઈ યોગ્ય વ્યક્તિ હશે તોજ સુધારો શક્ય બનશે।

આથી લીનાએ પૂછ્યું "કોઈ છે યોગ્ય ડોક્ટર તમારા ઘ્યાનમાં."

ડૉકટરે લીનાને મુંબઇના એક ડોકટરની વિગત આપી અને એ પ્રમાણે રીપોર્ટ લખી આપ્યો.
અને ડોકટરના સૂચવ્યા મુજબ તેને ડોક્ટર પરમારની એપોઈમેન્ટ લીઘી.. રૂપેશને હજુ ખાસ બોલી શકતો નહતો પણ તેની આંખોમાં બહુ દુઃખ છલકાતું હતું..આવી પરવરશતાથી એ દુઃખી હતો..લીનાએ હાથ પંપાળીને આશ્વાસન આપ્યું અને ડોક્ટરની વાત કહી જણાવી


આજે તેને રીમાની બહુ યાદ આવતી હતી..કે મારી દિકરી આજે અહીંયા હોત તો મને કેટલો સધિયારો મળી જાત.....લીનાની આંખના કિનારે ભીનાશ ઉભરી આવી..

"સુખમાં સહુ પોતાના લાગે પણ દુઃખમાં પોતાના દુર લાગે " તેને રીમાને ફોન કર્યો પણ ફોન લેતાની સાથે જ રીમા બોલી,"મમ્મા....,સારું થયું તમે ફોન કર્યો હું તમને જ ફોન કરવા જતી હતી...તેના અવાજમાં ઉત્સાહ હતો,અને રીમાએ આગળ વાત ચલાવી અને કહ્યુ કે,"મને એક વર્ષનો સળંગ કોર્સ મળી ગયો છે..જે કરવાથી મારું ભણવાનું જલદી પૂરું થશે અને પછી હું ઇન્ડીયા આવીશ "

આટલા ઉત્સાહ થી વાત કરતી દીકરીનો ઉત્સાહ તોડવાની લીનાની હિંમત ચાલી નહી તેથી લીનાએ કાળજું કઠણ રાખી તેને આમ તેમ વાત કરી ફોન મૂકી દીધો..

હવે બે દિવસ પુરા થયા હજુ રૂપેશ હોસ્પીટલમાં જ હતો આજે સવારથી તેની થેરાપી શરુ કરવાની હતી,તે ડોક્ટર પરમારની રાહ જોતી હતી..

"હલ્લો મિસ્ટર રૂપેશ.. કેમ છે તમને." કહેતા એક રૂપકડી લેડી ડોક્ટર અંદર પ્રવેશી અને રૂપેશનો ચાર્ટ જોયો અને રૂપેશને બરાબર તપાસ્યો અને પછી લેડી ડૉકટર વિલા મોઢે રૂપેશનો હાથ પકડીને બેઠેલી લીનાને જોતા એની પાસે જઇને પ્રેમથી બોલી..

"બાઈમાં....,બાબુજીને કઇજ નથી થયુ, જરાય ચિંતા ના કરશો અને હવે હું આવી ગઈ છું ને ! બસ તમે નિશ્ચિંતથી જાવ"

"બાઇમાં "...શબ્દ સાંભળીને વિલા મોઢે બેઠેલી લીનાના ચહેરે અચાનક ચમક આવીને અને આશ્વર્ય સાથે પેલી લેડી ડૉકટર સામે જોવા લાગી..

એટલે પેલી લેડી ડૉકટરે લીનાના બંને હાથ તેના હાથમાં લઇ બહુ ઉષ્મા ભર્યા અવાજે બોલી।

"બાઈમાં...., હું કલા..કમલા યાદ છે તમને ?
"હા યાદ છે કમલા ,કલા અને કમલ પણ ...... અરે તું તો કલા છે? અરે..હુ આ શું જોઈ રહી છું." આટલુ બોલતાની સાથે લીનાની આંખ ખુશી થી છલકાઈ ગઈ અને તે બધું દુખ ભૂલી સ્નેહથી કલાને જોઈ રહી....અને કલાને બથમા લઇને એના કપાળ પર ચુમી ભરી લીના બોલી. "કલા...,ઉપરવાળૉ ખરા સમયે કોઇને તમારા માટે મોકલે જ છે..."
કલા નીચે નમી લીના અને ત્યાર બાદ રૂપેશના પગે લાગી..

પછી તરત કલાએ આસીસ્ટન્ટને બોલાવી રૂપેશના મસાજ અને એક્સરસાઈઝ માટેની તૈયારીમા લાગી ગઇ..

હવે લીના એક તરફથી નિશ્ચિંત બની ગઈ હતી તેને પૂરો ભરોસો બેસી ગયો કે રૂપેશ જલ્દી સારો થઈ જશે..

થોડા દિવસમા રૂપેશ ઘરે પણ આવી ગયો... એક દિવસ કલાની સાથે કમલા આવી બંનેને મળવા લીના ખુબ ખુશ થઇ ગઈ.. પછી લીના કમલા સાથે વાતોએ વળગી અને વાતો વાતોમાં પૂછવા લાગી કે "આમ અચાનક આ બધું કેવી રીતે બની ગયું કે કલા ડોક્ટર બની અને કમલ વકીલ બન્યો...હવે કમલા....,તારે ઘરે સોનાનો સુરજ ઉગી આવ્યો છે..

ભીની આંખોને લુછતી લુછતી કમલાએ જવાબમા કહ્યુ,"બાઈજી, આ તો તમારી મહેરબાની છે, તમે બતાવેલા રસ્તા ઉપર બંને આગળ ચાલ્યા છે. અને તમે પ્રીન્શીપાલને જેમ કહી ગયા હતા તેમ તેમને મારા બંને છોકરાને ઘણી મદદ કરી..અને બાકીની ખોટ અને પછાત વર્ગના હતા એટલે મારા બંને છોકરાને અને આ ડોક્ટર અને વકીલ થવા એડમીશન પણ મળી ગયું"થોડી વાર સુધી કમલા આગળ કશુ ના બોલી ના શકી..એની આંખોમાં હજુ આંસુ છલકી રહ્યા અને ગળામાં ડુમો ભરાઇ ગયો...થોડી સ્વસ્થતા ધારણ કરીને કમલા આગળ બોલી..

બાઈજી... આ બધી તમારી પરવરીશ અને સલાહને કારણે શક્ય બન્યું છે કે,મારી જેમ ઘરકામ કરનારીનાં દીકરા દીકરી આજે સભ્ય સમાજનો હિસ્સો બની શક્યા કમલા રડી પડી !!!!

અને કલાની આંખોમાં પણ નાના અહેશાનના પાણી નીતરી રહ્યા..લીના એ ઉભા થઈ બંનેના હાથમાં હાથ મૂકી કહ્યું "કમલા તારી દીકરીએ રૂપેશ માટે જે કર્યું છે તે અમારી દીકરી પણ ના કરી શકી,કેટલા પ્રેમ અને જતનથી રૂપેશને સાજા કર્યા છે અન તેની મહેનત નાં કારણે જ આજે રૂપેશ જાતે તેમનું કામ કરી શકે એટલી હદે સાજા થઇ ગયા છે.. તારી દિકરીના આ અહેસાનનો બદલો તો અમે આજીવન ચૂકવી નહી શકીએ..

રૂપેશ પણ હામાં હા પુરાવતા બોલ્યા,"અમેં "શિક્ષણદાન" કર્યું પણ... કમલા તારી દીકરીએ મને "જીવનદાન" આપ્યુ છે, તારી દીકરીની આ સાચી ગુરુ દક્ષિણા છે "

ચારે લોકોની આંખોમા ખૂશીના આંસુ હતા.....
રેખા વિનોદ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED