વિશ્વ ટપાલ દિવસ Tr Mrs Snehal Rajan Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ ટપાલ દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતા

દિન:- વિશ્વ ટપાલ દિવસ

માહિતિ આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




પ્રિય ટપાલ, 

તારો પણ એક જમાનો હતો. સુખદુઃખનાં સંદેશાઓ આપી તુ બધાને ખુશ કે નિરાશ કરતી હતી. વાર્ષિક પરીક્ષાનાં પરિણામ માટે અમે તારી રાહ જોતાં હતાં. તારા પર પડેલું આંસુનું એક ટીપું લખનારની વ્યથા આડકતરી રીતે જણાવતું હતું. વાર તહેવારે શુભેચ્છા સંદેશાઓ તારા થકી જ મળતાં હતાં. ભલે તને આવતાં વાર લાગતી હતી, પણ રાહ જોવાની મજા હતી. હજુ પણ એ જમાનો પાછો આવે એની રાહ જોઉં છું. ભલે આંગળીનાં ટેરવે હવે સંદેશાઓ પહોંચે છે, પણ લાગણીઓ એમાં અનુભવાતી નથી. તને અમે સાચવી શકતાં હતાં. આ ડિજિટલ સંદેશાઓ તો ક્યારે ડીલીટ થઈ જાય છે ખબર પણ નથી પડતી. આશા રાખું કે તું સદાય માટે લુપ્ત ન થઈ જાય. તારું અસ્તિત્વ કાયમ માટે રહે.


લિ.

સ્નેહલ જાની.


આ પત્ર મેં ટપાલની કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખ્યો છે. આજનાં ડિજિટલ યુગમાં ભલે માત્ર એક ક્લિકમાં એકાદ બે સેકન્ડની અંદર સંદેશાઓ એકબીજાને પહોંચાડી શકતાં હોઈએ, પણ હાથેથી લખેલ પત્રનો અનુભવ અને એમાં રહેલી લાગણીઓ અવર્ણનીય હોય છે.


આ લેખમાં હું 9 ઓક્ટોબરનાં રોજ ઉજવાતા 'વિશ્વ ટપાલ દિવસ' વિશે ચર્ચા કરીશ. લેખની તમામ માહિતિ ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે.વિશ્વ પોસ્ટ દિવસનો હેતુ ટપાલ સેવાઓના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરનાં લોકોને જોડવામાં ટપાલ સેવાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને ઓળખવાનો છે.


આ દિવસ પોસ્ટલ સેવાઓના ઇતિહાસ, તેમની પ્રગતિ અને સમાજમાં તેમના યોગદાનની ઉજવણી કરવાની તક પણ પ્રદાન કરે છે, આ દિવસે વિવિધ દેશોમાં પોસ્ટલ સ્ટેમ્પનું પ્રદર્શન, ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવે છે. અને ટપાલ સેવાઓ વિશે જાગૃતિ અભિયાન.આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહોનું પ્રદર્શન યોજવામાં આવે છે; ટપાલસેવાના ઈતિહાસ પર વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. UPU યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરે છે.


વિશ્વ ટપાલની શરુઆત થઈ બસ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના કરવામાં આવેલા સંગ્રહોનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે. આ સાથે જ આજના આધુનિક યુગના યુવાઓને માહિતગાર કરવાના હેતુથી ટપાલસેવાના ઈતિહાસ પર વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે.આ સાથે  યુપીયુ દ્વારા યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરે છે.


એક સમય હતો જ્યારે કબુતરની ચાંચમાં કે અન્ય પક્ષીઓ થકી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતાં અને એ જ રીતે એનાં જવાબો પણ મળતાં. ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને  ત્યાર પછી કુરીયર વિભાગની શરુઆત થઈ અને આ સેવાઓ વધુ સરળ બની. આજનાં સમયમાં આપણે ઈમેલ અને વહોટ્એપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ બીજાને મોકલતા થયા છે.

ટપાલ યુગની કલ્પના કરી જુઓ, કે જ્યારે કોઈ ઈન્ટરનેટ જેવી સુવિધા જ નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો, લાગણીઓ કે કાર્યોની વાતચીતની આપલે કરવામાં આવતી હતી. ટપાલ શબ્દ સાંભળતા જ આજની પેઢીને તો નવાઈ લાગે. કેટલી રાહ જોવી પડતી હશે એ ટપાલના યુગમાં! આજે એક મેસેજનો રિપ્લાય તરત ન આવતા દરેક સંબધો ન વિચારવાનું વિચારવા લાગી જાય છે. ટપાલનાં જમાનાની યાદ તાજી કરતાં કેટલાંય મેસેજ આપણે વોટ્સએપમાં ચોક્ક્સ વાંચ્યા હશે. ટપાલ, ટપાલ-ટિકિટ, પરબિડિયું, ટપાલપેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી આપણે ત્યાં વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં જોવા મળ્યા છે.

ટપાલ વ્યવસ્થા ઘણી સદીઓથી કાર્યરત છે. ઇતિહાસમાં ઘણા સમય પહેલા, લોકો એકબીજાને પત્રો મોકલતા હતા. આ પત્રો પગપાળા અથવા ઘોડા પર ખાસ સંદેશવાહકો દ્વારા પહોંચાડવામાં આવતા હતા. 17મી સદીથી ઘણા દેશોમાં પ્રથમ રાષ્ટ્રીય ટપાલ વ્યવસ્થા શરૂ થઈ. આ વધુ વ્યવસ્થિત હતી અને ઘણા લોકો તેનો ઉપયોગ કરી શકતા હતા. ધીમે ધીમે દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ટપાલની આપ-લે કરવા સંમત થયા. 19મી સદીના અંત સુધીમાં વૈશ્વિક ટપાલ સેવા હતી, પરંતુ તે ધીમી અને જટિલ હતી.

ઈ. સ. 1874માં UPU ના જન્મથી આજે અસ્તિત્વમાં રહેલી કાર્યક્ષમ ટપાલ સેવાનો માર્ગ ખુલ્યો. ઈ. સ. 1948માં, UPU સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી બની.વિશ્વ ટપાલ દિન 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (UPU)ની વર્ષગાંઠ છે, જેની શરુઆત ઈ.સ. 1874માં સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ હતી. UPUએ વૈશ્વિક સંચાર ક્રાંતિની શરૂઆત હતી. વિશ્વ ટપાલ દિવસની શરૂઆત ઈ. સ. 1969માં થઈ હતી. 1969માં ટોકિયો, જાપાનની UPU કોંગ્રેસમાં 9 ઓક્ટોબરને 'વિશ્વ ટપાલ દિવસ' ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય શ્રી આનંદ મોહન નરુલાએ રજૂ કર્યો હતો. ત્યારથી ટપાલ સેવાઓના મહત્ત્વને ઉજાગર કરવા માટે દુનિયાભરમાં વિશ્વ ટપાલ દિનની ઉજવણી કરવામાં આવે છે.


આ દિવસે ઘણી બધી ઘટનાઓ બને છે. કેટલાક દેશોમાં પોસ્ટ ઓફિસો ખાસ સ્ટેમ્પ સંગ્રહ પ્રદર્શનો યોજે છે; પોસ્ટલ પગલાં પર ખુલ્લા દિવસો હોય છે અને પોસ્ટલ ઇતિહાસ પર વર્કશોપ હોય છે. UPU યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરે છે. ઈ. સ. 1969થી, UPU 9 ઓક્ટોબરના રોજ વર્ષની વાર્ષિક શ્રેષ્ઠ પોસ્ટલ સેવાઓની જાહેરાત કરે છે.પોસ્ટલ ડે પર શ્રેષ્ઠ કર્મચારીને એવોર્ડ આપવામાં આવે છે. ગ્રાહકોને જણાવવામાં આવે છે કે કઈ બચત યોજના નફાકારક છે. પોસ્ટલ વીક ડેનો ઉદ્દેશ્ય ગ્રાહકોમાં ટપાલ વિભાગના ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરવાનો, તેમને જાગૃત કરવાનો અને પોસ્ટ ઓફિસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે. પોસ્ટલ ડે પર વધુ સારું કામ કરનારા કર્મચારીઓને ઈનામ પણ આપવામાં આવે છે.


9 થી 15 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ:-

ભારતમાં દર વર્ષે 9 થી 15 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણીનો હેતુ ભારતીય ટપાલ વિભાગના યોગદાનથી સામાન્ય લોકોને વાકેફ કરવાનો છે. અઠવાડિયાનાં દરેક દિવસે જુદા જુદા દિવસો ઉજવવામાં આવે છે. 


10મી ઓક્ટોબરે સેવિંગ્સ બેન્ક ડે

11મી ઓક્ટોબરે PLI ડે

12મી ઑક્ટોબરે ફિલાટેલિક ડે

13મી ઑક્ટોબરે ટ્રેડ ડે

14મી ઑક્ટોબરે ઈન્સ્યોરન્સ ડે 

15મી ઑક્ટોબરે મેલ ડે 


સેવિંગ્સ ડે પર, ગ્રાહકોને પોસ્ટલ સેવિંગ્સ સ્કીમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે.


આભાર.

સ્નેહલ જાની