હિંદી દિવસ વિશેની માહિતિ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદી દિવસ વિશેની માહિતિ

લેખ:- હિંદી દિવસ વિશેની માહિતિ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.






દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા સ્થાને હિંદી ભાષા છે. પ્રથમ ક્રમ પર અંગ્રેજી ભાષા અને બીજા સ્થાન પર ચાઈનીઝ ભાષા આવે છે.

ભારતની રાષ્ટ્રભાષા તરીકે પહેલી પસંદગી સંસ્કૃત ભાષાની થયેલી હતી. પરંતુ એનો વ્યાપ ખૂબ જ ઓછો હતો. ઘણાં ઓછાં લોકો આ ભાષા બોલતાં હતાં અને સમજતાં હતાં, લગભગ એક ટકા જેટલાં. કરવામાં આવેલ સર્વે અનુસાર ભારતમાં હિંદી ભાષા સમજનાર લોકો વધુ હતાં.

ભારતના હિંદી લેખકો અને કવિઓ હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, શેઠ ગોવિંદ દાસ અને બિયોહર રાજેન્દ્ર સિમ્હાના પ્રયાસોને કારણે ભારતની બંધારણ સભા દ્વારા ભારતીય પ્રજાસત્તાકની બે સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે હિંદીને સ્વીકારવામાં આવી હતી.

આથી જ 14 સપ્ટેમ્બર 1949નાં રોજ બિયોહર રાજેન્દ્ર સિમ્હાના 50મા જન્મદિવસે હિંદીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી. આ નિર્ણયને ભારતના બંધારણે બહાલી આપી હતી. ભારતીય બંધારણની કલમ 343 હેઠળ ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંથી દેવનાગરી લિપિમાં લખાયેલી હિંદીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.

સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બર 1953થી હિંદી દિવસ મનાવવામાં આવે છે. હિંદી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળની સાથે ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયામાં 60 કરોડથી વધુ લોકો હિંદી બોલે છે. ભાષા એ દરેક લોકોની વચ્ચે વ્યવહાર કરવા માટે સેતુ તરીકે કામ કરે છે. ભાષા થકી સૌ અતંરમનનાં વિચારો, વ્યવહારો થકી પ્રગટ કરે છે. ભાષા એ કોઈ એક દિશામાંથી બીજી દિશાને જોડતો સેતુ છે. ભાષા ક્યારેય તારી કે મારી નથી હોતી. ભાષા હંમેશા આપણી અને અમારી હોય છે. ભાષા થકી અભિવ્યક્તિ શક્ય બને છે. ભાષાનો હંમેશા આદર કરવો જોઈએ.

દેશમાં હિંદી ભાષાને 14 સપ્ટેમ્બર 1949માં સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. પરંતુ બિહારમાં તો હિંદીને રાજભાષા તરીકે ઈ.સ. 1881માં જ માન્યતા મળી ચૂકી હતી. ત્યારથી જ હિંદી સાથે બિહાર અને બિહારની સાથે હિંદી જોડાયેલી છે. જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલું હતું ત્યારે હિન્દીને રાજભાષાનો દરજ્જો આપનાર બિહાર પહેલું રાજ્ય હતું.

ભારતમાં હિંદી ભાષાનો ઈતિહાસ ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારના ઈન્ડો-આર્યન શાખાથી છે. જેને દેવનાગરી લિપીમાં ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક સ્વરૂપે લખાયો છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આવામાં કોઈ એક ભાષાને ભારતની રાજભાષા તરીકે પસંદ કરવી એ આપણા બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પ્રશ્ન હતો.

હિંદી ભાષા અવધી, ભોજપુરી અને અન્ય બોલીઓનું મિશ્રણ છે. ઉપરાંત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, યુગાંડા, સુરીનામ, ટ્રિનિદાદ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં હિંદી ભાષા બોલવામાં આવે છે. વર્ષ 2017માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત 'અચ્છા', 'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિંદી શબ્દોનો સમાવેશ કરાયો હતો.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં હિંદીને લગતા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા બદલ વિવિધ શ્રેણીઓમાં પુરસ્કાર એનાયત કર્યા હતાં.

તો આ થઈ રાષ્ટ્રીય હિંદી દિવસની વાત. પરંતુ ઘણાં લોકો રાષ્ટ્રીય હિંદી દિવસ અને વિશ્વ હિંદી દિવસ વચ્ચેનો ભેદ જાણતા નથી. વિશ્વ હિંદી દિવસ અથવા દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે ઈ. સ. 1975માં યોજાયેલી પ્રથમ વિશ્વ હિંદી પરિષદની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું ઉદ્ઘાટન પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. મોરેશિયસ, યુનાઈટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા ઘણા દેશોએ ઈ. સ.1975થી વિશ્વ હિંદી પરિષદનું આયોજન કર્યું છે.

10 જાન્યુઆરી 2006નાં રોજ પ્રથમ વખત વિશ્વ હિંદી દિવસની ઉજવણી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ દ્વારા કરવામાં આવી હતી, અને તે જ તારીખને વૈશ્વિક ભાષા તરીકે પ્રમોટ કરવા માટે એક ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આમ, રાષ્ટ્રીય હિંદી દિવસ અને વિશ્વ હિંદી દિવસ એ અલગ અલગ દિવસો છે.

આ દિવસની ઉજવણી સાથે એ પણ કહેવા માંગું છું કે જો હિંદીને ખરેખર જ આટલું માન આપવામાં આવતું હોય તો શા માટે વાહનોની હિંદીમાં લખેલ નંબર પ્લેટ ચાલતી નથી? શા માટે સરકારી કાગળો અંગ્રેજીમાં ભરવાની છૂટ છે? સરકારી કાગળો હિંદી અથવા પ્રાદેશિક ભાષામાં જ હોવાં જોઈએ.

શ્રીમતી સ્નેહલ રાજન જાની