Ozone day books and stories free download online pdf in Gujarati

ઓઝોન દિવસ

લેખ:- ઓઝોન વિશેની માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

ધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો તેમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી આપણી રક્ષા ઓઝોન વાયુ કરે છે.

ઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. જે ઑક્સિજન વાયુનો એક પ્રકાર છે. ઑક્સિજનનાં બે પરમાણુઓ ભેગા થાય તો ઑક્સિજન વાયુ બને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે આપણી શ્વસનક્રિયા માટે જરૂરી બને છે. જયારે ઑક્સિજનનાં ત્રણ પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ઈ. સ. 1839માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી. આ ઓઝોન હલકો હોય છે અને તેનો રંગ ભૂરો છે.

ઓઝોન વાયુ પૃથ્વીનાં વાતાવરણનાં પડમાં 30 થી 50કિમી ઉપર આવેલું છે. અહીં ઓઝોનનો કુલ 90% ભાગ આવેલો છે. વાયુમંડળનો કુલ 0.02% ભાગ ઓઝોન વાયુ રોકે છે. સામાન્ય તાપમાન અને દબાણે ઓઝોન વાયુ સ્વરૂપે હોય છે.

તારીખ 16 સપ્ટેમ્બર 2009નાં રોજ, ધ વિયેના ક્નવેન્શન તેમજ ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલને યુએનના ઈતિહાસમાં વિશ્વવ્યાપી બહાલી હાંસલ થયેલ હોય તેવા પ્રથમ કરાર તરીકેનું સ્થાન મળ્યુ છે.

ઓઝોન ફોર લાઈફ વિષયવસા હેઠળ વિશ્વ ઓઝોન દિન વાર્ષિક કાર્યક્રમોનાં ભાગ તરીકે ઉજવવાનું પહેલ કર્યું છે. તેમજ ઓઝોન ફોર લાઈફ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ઓઝોનસ્તરની સુરક્ષા તેમજ કલાયમેટ ચેન્જમાં મળેલ મોન્ટ્રીયલ પ્રોટોકોલની મહત્વની સિધ્ધિઓ અંકિત કરવામાં આવશે, સફળતાની જન સ્વકૃતિમાં વધારો થશે. આજે ઓઝોન પડ(સ્તર)ને નુકશાનકર્તા એચએફસી-હાઈડ્રોકલોરોફલોરાકાર્બન્સને તબકકાવાર દૂર કરવામાં આવ્યા છે. તેને કારણે પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોનસ્તરનું સંવર્ધન થયું છે. આને કારણે પૃથ્વી પર પરાવર્તન પામતાં પારજાંબલી કિરણો સૂર્યમાંથી આવતા નિયંત્રિત થયા છે. જેથી પૃથ્વી પરનું જીવન રોગમુકત થાય, તેમજ માનવ પ્રવૃતિથી અને જગૃતતાથી ઓઝોન પડ(સ્તર) પરની અસર ઘટાડી શકયા છે. જે આપણા માટે આનંદ લેવા જેવી બાબત છે. આજ રીતે પૃથ્વીના વાતાવરણની, હરીયાળીનું જતન તેમજ ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવીએ તો જ આ દિવસની ઉજવણીનું મહત્ત્વ સાર્થક થશે.

થોડી વધુ માહિતી જોઈએ:-

વાતાવરણમાં રહેલા વાયુમંડળમાં જેને સમતાપ સ્તર કહે છે અને જે પૃથ્વીનાં વાતાવરણથી 15 થી 60કિ.મી. વચ્ચે એક પાતળું પારદર્શક પડ તરીકે એક સ્તર રહેલું છે, આ સ્તરને ઓઝોન સ્તર કહે છે. તે સમસ્ત પૃથ્વીને ફરતે કવચ પુરૂં પાડે છે. પૃથ્વી પર છત્રી તરીકે કાર્ય કરે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને આ ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા અટકાવે છે જેથી પૃથ્વી પરના જીવોને નુકશાન ન થાય. આથી આ અસર આપણું રક્ષક છે.

પરંતુ માનવીની ભૌતિક સુખની લાલસા પર્યાવરણની સાથે સાથે આ વાયુમંડળને પણ નુકસાન પહોંચાડી રહી છે. માનવ દ્વારા નિર્મિત રસાયણો જે રીતે વાતાવરણમાં પ્રદૂષણ સર્જે છે તે જ રીતે માનવસર્જિત કલોરોફલોરોકાર્બન (સી.એફ.સી.) જેવા રસાયણો જે રેફ્રીજરેટર, એ.સી., થર્મોકોલ તેમજ કોમ્યુટર જેવા ઉદ્યોગોમાં વપરાય છે. આ કલોરોફલોરોકાર્બન તથા બીજા હેલોન રસાયણો મૂળ હલકા હોવાથી વાતાવરણમાં ખૂબ ઊંચે જઈ ઓઝોન સ્તરને નુકશાનકર્તા બને છે.

સી.એફ.સી. એટલે કલોરોફલોરોકાર્બન જે ફલોરિન, કાર્બન અને ફલોરિનથી બનેલું રસાયણ છે, જે રંગહીન, ગંધહીન છે. તેમજ વિસ્ફોટક નથી. તે શીતક તરીકે ઉપયોગમાં લેવાતા વાયુમાં સમાવેશ થાય છે. જે રેફ્રીજરેટર, એરકનડીશનર, કોમ્યુટર, કોઈ સ્ટોરેજમાં, થર્મોકોલ, સ્પ્રે, અગ્નિશામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

વિવિધ ઉપકરણોમાં વપરાતા સી.એફ.સી.ના લીકેજથી અથવા તો તેના પ્રસરણથી તે વાતાવરણમાં ઉપર જાય છે, ઓઝોન સ્તર સુધી પહોંચે છે. તેમાં રહેલા કલોરીન ઓઝોનના આશરે એક લાખ પરમાણુને તોડી ઓઝોનમાંથી ઓકિસજન બનાવે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સી.એફ.સી. પર પડતા તેમાંથી ફલોરિનમૂકત થાય છે અને તે ઓઝોનના અણુઓ તોડી ઓકિસજન વાયુ બનાવે છે. સારું છે સી.એફ.સી. માં ક્લોરિન છે. જે બ્રોમીન હોય તો ઓઝોન સ્તરને ખૂક જ નુકશાન થાત. સી.એફ.સી. દ્વારા ઓઝોનને સતત નુકશાન થતું રહે છે. ઓઝોનનો નાશ થાય છે. ઓઝોન સ્તરને આથી નુકશાન થાય છે, તે પાતળું પડતું જાય છે.

ઓઝોન સ્તરને નુકશાન થતાં વધારે પ્રમાણમાં પૃથ્વી પર પારજાંબલી કિરણો પહોચે છે. વધારે પડતા પારજાંબલી કિરણો પૃથ્વી પર પહોંચતા સમગ્ર જીવસૃષ્ટિને નુકશાન થાય છે.

માનવજાતિને ચામડીના કેન્સર થવાની સંભાવના વધી જાય છે. માનવીમાં તો પશુઓમાં આંખની બિમારી વધી જાય છે, તેમાં ખાસ કરીને આંખોમાં મોતિયા જવાનું પ્રમાણ વધી જાય છે. ઉપરાંત માનવીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેમજ ડી.એન.એ. આધારિત વિકાર ઉત્પન્ન થવાની સંભાવના વધે છે તેને કારણે ભવિષ્યમાં જન્મ લેનારા બાળકોમાં વિકલાંગતા જોવા મળે છે. કપડાંનાં રંગો ઉડી જાય છે. તડકામાં રહેલી વસ્તુઓ જેવી કે ધાતુની નળીઓ, રાચરચીલા વગેરેનું નુકશાન થાય છે. વનસ્પતિઓમાં પાંદડાં નાનાં આકારનાં બની જાય છે, તેમજ ઉગવા માટે વધુ સમય લાગે છે જેથી પેદાશોની ઉપજનાં પ્રમાણમાં અસરકર્તા બને છે.

છીછરા પાણીમાં ઉગતી વનસ્પતિ તેમજ ઘાસ જે પાણીનાં જીવો માટે આહાર સમાન છે તેનો વધારે પડતા પારજાંબલી કિરણોને કારણે નાશ થાય છે.

ઓઝોન સ્તરના પાતળા પડવાથી તેની અસર વિશ્ર્વવ્યાપી હશે ઉપરાંત પૃથ્વીના કેટલાક ભાગોમાં તેની સીધી અસર જોવા મળશે. દક્ષિણ ધ્રુવનો વિસ્તાર સૌથી વધુ તેની અસરમાં આવશે. દર વર્ષે સપ્ટેમ્બરથી ઓકટોબર દરમિયાન ધ્રુવના ઉપરના વાતાવરણમાં 50 થી 95 ટકા ઓઝોનનું પ્રમાણ ઘટી જાય છે. કોઈવાર ઓઝોન સ્તરમાં કાણું પડી જાય છે જેને આપણે ઓઝોન સ્તરમાં પડતા ગાબડાં કહીએ છીએ.

આથી જ જ્યારે ઈ. સ. 1980માં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ઓઝોન સ્તરમાં ગાબડાં પડવા માંડ્યાં છે, ત્યારે 22 માર્ચ 1985નાં દિવસે વિયેતનામમાં વિશ્વનાં દેશોએ સમજુતીનાં પેપર પર હસ્તાક્ષર કર્યા હતા. હાલમાં 197 દેશો આ સમજુતી સાથે જોડાયેલાં છે.

ઈ. સ. 1994માં દર વર્ષે 16 સપ્ટેમ્બરનાં રોજ ઓઝોન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સૌથી પહેલો ઓઝોન ડે ઈ.સ. 1995માં ઉજવાયો હતો. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસ ઉજવાય છે.

હવે માનવજાત પોતે જાગૃત થાય તો જ પર્યાવરણ સુરક્ષિત રહી શકે છે. ઓઝોન સ્તરમાં જે ગાબડું પડ્યું છે એ સાંધી શકાય એમ છે, જો પ્રદુષણ શક્ય એટલું ઘટાડી શકાય તો.

સમયનાં અભાવે લેખ ઘણો મોડો રજુ કર્યો છે. ક્ષમા🙏

સ્નેહલ જાની


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED