આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 19 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 19

               

                       :  પ્રકરણ - 18 :   

              શુભાંગી જોડે મને કોઈ વાતે વાંકુ પડ્યું હતું. તેણે અને લલિતા પવારે મને તેના મામાની નજરમાં જૂઠો પાડ્યો હતો. તે વાતનું મને ખૂબ દુઃખ થયું હતું.. આથી હું તેની સગાઈમાં હાજર રહ્યો નહોતો. 

             પણ થોડા સમય પછી તેના  લગ્ન નિર્ધાર્યા હતાં. અને હું તેના લગ્નમાં હાજર થઈ ગયો હતો. પહેલી વાર તેના થનારા પતિ જોડે હાથ મિલાવીને  ખુદ મારી ઓળખાણ આપી હતી.   

               " હું તમારો મોટો સાઢુ ભાઈ છું.. સંભવ દેસાઈ! "     

               અમે એકમેક ને ગળે લાગ્યા હતાં. મને તેનામાં મારો નાનો ભાઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અપેક્ષા મેં સુહાનીના ભરથાર પાસેથી સેવી હતી..પણ તેમાં મને તેમાં મને સરિયામ નિરાશા મળી હતી..ત્યારે શુભાંગીનો વર જીજ્ઞેશ કુમાર મારી આ અપેક્ષા પુરી કરશે તેવી ઉમ્મીદ જાગી હતી.     

                તે બહુ જ સીધો , સાદો તેમજ ઈમાનદાર હતો. મારી જેમ સહુ કોઈનું સન્માન કરતો હતો. બધાની મદદ કરવા તૈયાર રહેતો હતો. તે સરકારી હોસ્પિટલમાં કામ કરતો હતો.  તેને કારણે મારી બંને આંખોનું મોતિયાનું ઓપરેશન વિના મુલ્યે થઈ ગયું હતું. મારી આંખે ઝાખપ આવી ગઈ હતી. મારી આંખોમા લેન્સ બેસાડવામાં આવ્યા હતાં. તેથી મારું વિઝીયન પહેલાં કરતાં વધારે કલિયર થઈ ગયું હતું.   

                આ નો પુરો જશ જીજ્ઞેશ કુમારને ફાળે જતો હતો.       

                 તેના પરિવારમાં મા બાપ, ભાઈ ભાભી, બહેન બનેવી હર કોઈ હતાં તેઓ બધા મને ઓળખતા હતા.  મને ખુબજ માનતા હતાં. તેઓ અત્યંત લાગણીશીલ, સેવા ભાવિ તેમ જ સંવેદનશીલ હતાં. હું પણ તેમને ખુબ માનતો હતો. તેમને બે પુત્રો હતાં. આ બાબતે પણ તેઓ ખૂબ જ નસીબદાર હતાં.   

                લગ્ન પહેલાં શુભાંગી રોજ એક છોકરાને દર્શન કરવાનાં બહાને મળતી હતી. તે પરણેલો હતો. છતાં બંન્ને એક મેકને મળતાં હતાં. આ વાતની ખબર પડતા તેને મામા અને લલિત પવારે તે છોકરાને મળવાની મનાઈ ફરમાવી હતી.. છતાં તે સુહાનીના લગ્ન દિવસે તે છોકરાને મળી હતી.. આની જાણકારી મેં સહજ ભાવે તેના  મામાને આપી હતી. તે જાણી મા દીકરી બંને મારા પર ભડકી ગયા હતા. મેં પણ શુભાંગી જોડે બોલવાનું બંધ કરી દીધું હતું. અને તેની સગાઈમાં હાજરી આપવાનું ટાળ્યું હતું..     

                  પણ તેનો મા દીકરીને કોઈ અફસોસ કે રંજ થયો નહોતો. તેમણે આ વિશે મને કોઈ પુછપરછ પણ કરવી પણ જરૂરી માની નહોતી.   

        આ સાથે બિલ્ડિંગનો એક બીજો છોકરો પણ હતો. તે બ્રાહ્મણ હતો તેના કાકા મારા મિત્ર હતાં.. તેણે પણ શુભાંગીને બહેન માની હતી. પણ લલિત પવારના પરિવારમાં સંબંધની કોઈ ઓળખ નહોતી, કદર નહોતી.. તેનો દાખલો ખુદ લલિતા પવારે પૂરો પાડ્યો હતો. તેમણે ભાઈ બહેનના સંબંધ વટાવી દીકરીઓને પણ ઊંધે રવાડે ચઢાવી દીધી હતી.   પણ ગમે તે હોય શુભાંગી બધી બહેનોમાં અલગ હતી. તેના લોહીમાં લલિતા પવાર નહીં પણ પુષ્પા બહેનના સંસ્કારનો વાસ હતો. મને તેના પ્રત્યે માન હતું.. પણ તે કોઈની ચૂંગલમાં ફસાઈ જવાની દહેશત લાગતી હતી. ખુદ મને તેનો અનુભવ હતો.. મેં એકાંતમાં એક વાર લલચાઈને તેની જોડે ગેર વર્તણુક કરી હતી જેની સામે તે કાંઈ બોલી નહોતી. મને સાથ આપ્યો હતો.    

         તે વખતે લોકોક્તિએ મને બહેકાવ્યો હતો.

         " સાળી અડધી ઘરવાળી હોય છે. "            

         તેનો પતિ સાચા અર્થમાં મારો ભાઈ બની ગયો હતો. શુભાંગીને તેની માતા લલિતા પવાર વચ્ચે બારમો ચંદ્રમા હતો.. જીભ અને દાંતનું વેર હતું.   

          પુષ્પા બહેનની દુકાન હતી. ઉપરાંત પોઝ વિસ્તારમાં તેમનું બિલ્ડિંગ પણ હતું. જેને છળકપટથી લલિતા બહેને પચાવી પાડ્યા હતાં. તેમનું ઘર તેમ જ દાગીના પૈસા પણ હડપ કરી લીધા હતાં. અને ગુજરાતમાં પોતાના નામે ઘર પણ ખરીદી લીધું હતું...            જેના પર તેમનો પૌત્રે આવીને મારી પાસે સહી કરાવી ગુજરાતનો ફ્લેટ પોતાના નામે કરાવી ગયો હતો.

         મુંબઈમાં તેમના ઘરમાં સુષ્મા તેના પરિવાર સાથે સુખ ચેનથી રહેતી હતી. પુષ્પા બહેને શરત મૂકી હતી જે છોકરી તેમને સાચવશે તેમના મોત પછી ઘરની તે માલિક બની જશે.        અને સુષ્મા ત્યાં રહેવા આવી ગઈ હતી.         તેના સાસરે તે સુખી હતી. છતાં તે પોતાના સંતાનોને લઈ પુષ્પા બહેનના ઘરમાં રહેવા આવી ગઈ હતી. તેના સાસુ સસરા તેમને અલગ કરવા માંગતા નહોતા.. પણ સુષ્મા જીદ કરીને આવી ગઈ હતી.  તેનું સાસરાનું વિશાળ પરિવાર હતું, સાથે વડ સાસુ, સસરા, સાસુ,નણંદ, દેર બધા જ રહેતા હતાં. લાગણીનું વાતાવરણ હતું. બધા સંપીને રહેતા હતા. આ સ્થિતિમાં તેમને પોતાના વહુ દીકરા જુદા રહે તે વાત જચી નહોતી.. આ પરિસ્થિતિનો લાભ લઈ લલિતા પવારે દીકરીને પટાવી, સમજાવી પાછી મોકલી દીધી હતી. અને તેમણે ઘર વહેંચી નાખ્યું હતું

      આ પહેલાં સુષ્માની અલગ સ્ટોરી હતી. સુહાનીની જેમ તેના પણ બે છોકરા જોડે ચક્કર ચાલું હતાં. એક તો બિલ્ડિંગના મુકાદમનો વંઠેલો દીકરો બાબુ હતો. તેણે સુષ્માને ફસાવી હતી.. અને તે તેના જાંસામાં આવી ગઈ હતી.        

       બીજી તરફ એક ખાનદાન પરિવારનો નબીરો તેનો આશિક હતો.. તે સુષ્માનો દિવાનો બની ગયો હતો. તેઓ ઘરમાં ચાર ભાઈઓ હતાં. તેઓ મોટા હતાં.. ત્રણે ભાઈઓએ અમારી બિલ્ડિંગની છોકરીઓ જોડે લગ્ન કર્યા હતાં. જેમાંથી બે વહુ તો એક જ ઘરમાંથી આવી હતી.         તેનું નામ સંજય હતું. તે પણ ભણેલો ગણેલો છોકરો હતો. તેમાં જોવા જેવું કાંઈ નહોતું.. મેં તેને માટે લલિતા પવારને ભલામણ કરી હતી. પણ તેમણે ધસીને ના પાડી હતી. નિષ્ફળતાની પળોમાં તે ઉલટી સુલ્ટી હરકતો કરવા માંડ્યો હતો . ઘરની પાછળ ગટર હતી. તેની પાઇપ ચઢી તેણે સુષ્માને મળવાની કોશિશ કરી હતી.   તે અને સંજય કદી ભેગા ના થાય તે માટે બાબુ એ ગંદા રાજકારણનો આશરો લીધો હતો.      

        તે હજી પણ સુષ્માને ચાહવાનો દાવો કરતો હતો.. પણ તે લગ્ન કરવા માંગતો નહોતો. તે વિના લગ્ન સુષ્મા સાથે મોજ કરવા માંગતો હતો. તે ખુલ્લે આમ કહેતો ફરતો હતો.   

                 " હુ ચાહું ત્યારે સુષ્મા પ્રેગ્નનટ બનાવી શકું છું. "           

                  ગુજરાતમાં નવસારીમાં તેનો એક મિત્ર રહેતો હતો. તેનું નામ જીવન હતું. તે લગ્ન કરવાની ઉંમરે પહોંચી ગયો હતો. પણ તે નામર્દ હતો. આથી લગ્ન કરવાનો કોઈ મતલબ નહોતો. તે પણ લગ્ન કરવા માંગતો નહોતો. તેના માતા પિતા દીકરા વિશે અજાણ હતા. તેઓ દીકરાને પરણાવવા ઉપર નીચે થઈ રહ્યા હતા. આ સ્થિતિમાં બાબુ એ તેને  જીવન જોડે દેખીતી રીતે વળગાડી દીધી હતી અને પોતે તેનો પતિ બની વૈવાહિક જિંદગી ગુજારતો હતો.    

             બંને ગલત મતલબથી એક જયેષ્ઠ માતા પિતા પાસે ગયા હતાં. અને તેમના પુત્રના લગ્ન કરી તેમની સઘળી સંપત્તિ અને દાગીનો લઈ પુત્રને તેમની પાસે મૂકીને નૌ દો ગયારહ થઈ ગયા હતાં. 

             આટ આટલુ થયા બાદ સુષ્મા તેને વળગીને બેઠી હતી. આખરે તેનું પોત પ્રકાશ્યું હતું.  તેણે સુષ્મા પાસે મોટી રકમ એઠી લઈ વેશ્યાના દલાલના હાથોમાં સોંપી દીધી હતી. અને તે ધંધો કરવા લાગી હતી..     

              વેશ્યા ગૃહમાં તેનો કોઈ ધંધો થતો નહોતો.. 

               આ સ્થિતિમાં તે ચર્ની રોડ સ્ટેશનના ઓવર હેડ બ્રિજ પર ઉભી રહીને ધંધો કરતી હતી. સહુને કહેતી  હતી.   

                " ચલના હૈ? "   

               લોકો તેના ભરાવદાર યૌવનને ભૂખાળવી નજરે નિહાળતા હતાં. તેની જોડે ગંદી વાતો કરતાં હતાં. પણ કોઈ તેની સાથે જવા તૈયાર નહોતું.     

              આવી જ રીતે એક સાંજે હું ચર્ની રોડ સ્ટેશનનો બ્રિજ ચઢી બીજી તરફ જતો હતો ત્યારે મને એક અવાજ સંભળાયો હતો.. મારી પીઠ તે છોકરી તરફ હતી. કદાચ તેણે મારો ચેહરો જોયો નહોતો.   

             મેં પાછા ફરીને તે છોકરીનો ચેહરો જોયો હતો. અને મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા હતાં.   

             " ઓહ માય ગોડ! તું મને શું બતાવી રહ્યો છે?"                 

                       000000000   (ક્રમશ : )