આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 14 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 14

                        : પ્રકરણ - 14 :

          અમે બન્ને લગ્ન કરવાનો નિર્ણય કરી નાખ્યો હતો. મેં મારા માતા પિતાને પણ તે વિશે વાત કરી દીધી હતી. તેમને આ લગ્ન માટે  મંજૂરી આપી દીધી હતી.

          પણ સુજાતએ ત્યારે 18 વર્ષ પુરા કર્યા નહોતા . . તે માટે અમારે થોડો સમય રાહ જોવી પડે તેમ હતી.

          હું તો લલિતા પવારની મંજૂરી લેવા તૈયાર હતો. પણ તે બદલ મારા માતા પિતા જ નહીં ખુદ સુજાતાએ જ  મનાઈ કરી હતી. તે પોતાની મા નો સ્વભાવ જાણતી હતી. તેના 19 માં જન્મ દિવસે  હું તેને હોટેલમાં લઈ ગયો હતો અને તેને મનપસંદ આઈટમ્સ ખવડાવી હતી.

            અને બીજે દિવસે જ મારા પિતાજી અમને બન્નેને કોર્ટમાં લઈ ગયા હતાં. અને બે સાક્ષીની હાજરીમાં અમારા લગ્ન રજીસ્ટર કરાવ્યા હતાં.

             તે વખતે લલિતા પવાર સાથે અબોલા જારી હતાં.

             પણ એકાએક શું થઈ ગયું? લગ્નને આગલે દિવસે તેમણે અબોલા તોડી નાખ્યા હતાં.. તે દિવસે પોતાની દીકરીઓએ કરેલા વ્રતનું જાગરણ હતું. તેમને આખી રાત જગાડવાની હતી.. એટલે લલિતા પવારે પોતાના સ્વાર્થ ખાતર મને તેમના ઘરે જાગરણ માટે બોલાવ્યો હતો.

              કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી? . મેં તેમનું આમંત્રણ સ્વીકારી લીધું હતું.. અને તેમની છોકરીઓને જગાડવા પહોંચી પણ ગયો હતો.

              આખી રાત હું તેમનો સાથે જાગ્યો હતો. અમે પાના રમ્યા હતાં. સોગઠા બાજી પણ ખેલ્યા હતાં. અંતઃકડી રમ્યા હતાં. જોક્સ કટ કર્યા હતાં.

             વચમાં બે ત્રણ વાર લલિતા પવારે જાગવા માટે ચાય પણ બનાવી હતી. નાસ્તો પણ કરાવ્યો હતો.

             બીજે દિવસે અમારા લગ્ન થવાના હતાં. તે વાત મારા માતા પિતા સિવાય કોઈ જાણતું નહોતું. અમે ભાવિકાથી પણ આ વાત સંતાડી હતી. ક્યાંક અતિ ઉત્સાહમાં આવી જઈને તેના મોઢામાંથી નીકળી ગયું તો?

            ચાર પાંચ અલગ તરીકાથી અમે આખી રાત જાગતા જાગતા કાઢી નાખી હતી. છતાં લગ્ન બાબત કોઈ અણસારો આવવા દીધો નહોતો.

            આ જાગરણમાં અનિશ ઉપરાંત હસમુખ પણ હાજર હતો. જે પુષ્પા બહેનની બહેનનો છોકરો હતો.. તે વિચિત્ર સ્વભાવ ધરાવતો હતો. ખુદ પુષ્પા બહેન તેને પસંદ કરતા નહોતા.

            તે પડોશમાં આનંદી બહેનના છોકરાઓને ટ્યુશન આપતો હતો.. તેમની સાથે શરૂઆતમાં મારો સારો સંબંધ હતો.. હસમુખ સાથે પણ ઓળખાણ થઈ હતી.  તેણે પોતાની મીઠી વાણી થકી સારી ઇમેજ ઊભી કરી હતી. મને તેનામાં એક સારો દોસ્ત દેખાયો હતો. હું તેને મારી બધી જ વાતો શેયર કરતો હતો. અમે મળતાં હતાં. ચોપાટી સુધી ફરવા પણ જતાં હતાં.

          જાગરણ પ્રક્રિયા બરાબર જારી હતી.. બધા તેને એન્જોય કરી રહ્યા હતાં.

          આ જાગરણમાં તેમની નણંદ પણ મોજુદ હતી.. તેમને લલિતા પવારે બે ત્રણ વાર ભાર દઈને કહ્યું હતું.

          "મારી સુજાતા મોટી થઈ ગઈ છે. હું તેના લગ્ન કરાવવા માંગુ છું. કોઈ સારો છોકરો હોય તો બતાવજો. "

            તે સાંભળીને હું મનોમન મલકાઈ રહ્યો હતો. અને વિચારી રહ્યો હતો. જાણે તેમને કહી રહ્યો હતો.

            " ચિંતા કરવાની જરૂર નથી. તમારી દીકરી તો થોડા જ કલાકમાં તેના સાસરે જતી રહેવાની છે.. "

            બધા ઉપાયો અજમાવ્યા છતાં સમય ખૂટતો નહોતો. આ સ્થિતિમાં પુષ્પા બહેને ' સીતા હરણ ' ની આખી કથા સંભળાવી હતી.

           તે સાંભળીને મને ખૂબ જ આનંદ થયો હટતો.                   થોડા જ કલાકોમાં લલિતા પવારની દીકરીનું હરણ થવાનું હતું. અને તેની તેમને કલ્પના પણ નહોતી.

                     0000000000

            સવારે સાત વાગે સુહાનીનું જાગરણ ખતમ થયું હતું. હું તરત જ મારા ઘરે આવી ગયો હતો.. અને ઝટપટ બધી નિત્ય ક્રિયા પતાવી તૈયાર થઈ ગયો હતો..

           અમારે સવારે સાડા નવ વાગે આર્ય સમાજ હોલમાં પહોંચવાનું હતું. સુજાતા પણ પોતાની સહિયરના લગ્નમાં જવાનું છે તેવું બહાનું કાઢી તૈયાર થઈ ઘરેથી નીકળી ગઈ હતી.

            અમે તેને લઈ બરાબર સમયસર હોલમાં પહોંચી ગયા હતાં. અમારા બધા સંબંધી પણ  હાજર થઈ ગયા હતાં. જેમાં મારા ફુઆ, ફોઈ, માસા માસી તેમના દીકરા શામેલ હતાં. તદ ઉપરાંત મારા બે મિત્રો અને સુજાતાની બે સહિયર પણ મોજુદ હતા.

             હોલમાં પહોંચ્યા બાદ ભાવિકાને મારા લગ્નની જાણ થઈ હતી અને તેણે ખુશી અનુભવી હતી.

            સમયસર લગ્ન થઈ ગયા હતા. અમારા સગા સબંધીઓએ અમને ગિફ્ટ આપી હતી.

             લગ્ન સમાપન થતાં મારા પિતાજીએ આશીર્વાદ વિધિ ને યાદ કરી લલિતા પવાર ને ફોન કર્યો હતો.

             " તમારી દીકરી સુજાતા અને મારા દીકરા સંભવના લગ્ન થઈ ગયા છે. તમારે નવ દંપતિ ને આશીર્વાદ આપવા હોય તો આર્ય સમાજ હોલ પહોંચી જાવ. "

              સાંભળીને તેઓ કોપાયમાન થઈ ગયા હતાં. તેમની હાલત સાપે ડંશ માર્યો હોય તેવી થઈ ગઈ હતી..

              આ પ્રસંગે પોતાના દિયર - દેરાણી, નણંદ - નણદોઈને મૂકીને તેઓ કેવળ જેઠાણી અને ઘરના ઘાટીને લઈ આર્ય સમાજ હોલમાં દોડી આવ્યા હતાં..

             હોલમાં દાખલ થતાં જ તેમણે ફૂંફાડો માર્યો હતો.. તેમણે મારા પિતાજી પર વાક પ્રહાર કર્યો હતો.

             " તમારા ધોળામાં ધૂળ પડે. સાઠે તમારી બુદ્ધિ પણ નાશ પામી. તમેં તમારા ગાંડિયા છોકરાના ગળે મારી ગાય જેવી છોકરી બાંધી દીધી! તમને શરમ પણ ન આવી..,? "

             તેમની વાત પરથી એક વાત ફલિત થતી હતી. તેઓ આશીર્વાદ દેવા નહીં બલ્કે ધમાલ કરવા આવ્યા હતાં. લગ્ન રોકવા આવ્યા હતા. તેમણે મારા પિતાજીને કાંઈ કહેવાનો કે સાંભળવાનો મોકો આપ્યો હતો.

             સાથે તેમના જેઠાણી પુષ્પા બહેન પણ મોજુદ હતાં.

             તેમને આવતા જોઈ સુજાતાની બે સહિયર ભયની મારી આઘી પાછી થઈ ગઈ હતી. હોલના સંચાલકે અમારી સલામતી માટે અમને અલગ રૂમમાં બેસાડ્યા હતાં.

             પુષ્પા બહેન અમને મળવા આવ્યા હતાં. મેં તેમને વિનંતી કરી હતી.

            " આ તમારી ભત્રીજી તમારી સામે છે. તમે તેને પૂછો. તેની સાથે કોઈ પણ જાતની જબરદસ્તી થઇ છે. અગર એ હા કહે તો તમે તેને અહીંથી ઘરે લઈ જજો.. હું અમારા લગ્ન ફોક ગણીને ભૂલી જઈશ. "

             તેમણે મારી વાત સ્વીકારી હતી.. કાંઈ કહ્યું નહોતું. પણ તેમના ઘર ઘાટીને એકાએક શુરાતન ચઢ્યું હતું. તેણે માલિક ભાવે મને સવાલ કર્યો હતો.

             " યે તુમને ક્યાં કિયા? "

              મેં તેને સામો સવાલ કર્યો હતો.

              " તુમ કૌન હો? મેં તુમ્હે પહચાનતા નહીં હું..  તુમ બાજુ મેં રહો, તુમસે મુઝે  કોઈ બાત નહીં કરની હૈ. "

               આથી તેનું અહમ ઘવાયું હતું. તેણે મને ધમકી આપી હતી.

               " મૈં તુમ્હે માર ડાલુંગા. "

               ત્યારે મારા ફુઆ ત્યાં મોજુદ હતાં. તેઓ એક એડવોકેટ હતાં. તેમણે મને હૈયા ધારણ દીધી હતી.

               " રસ્તામાં કોઈ અન્ય પણ તને આંગળી લગાડશે તો હું આ વ્યકિતને જેલની પાછળ ધકેલી દઈશ. "

               તેમની દાળ ગળી નહોતી. તેઓ પરાસ્ત થઈ ને વીલે મોઢે પાછા ફરી ગયા હતાં.

                    00000000000

                     મેં તેમને લલિતા પવારનું ટાઇટલ આપ્યું હતું. તેઓ ખરેખર ગજબની ખોપડી હતા. તેઓ કાંઈ પણ કરી શકે તેમ હતાં. તેથી અમારી સલામતી ખાતર અમે ગીતા બહેનના મસિયાઈ બહેનના ખાલી ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા હતાં.

               બે જ દિવસોમાં તેઓ લાઈન પર આવી ગયા હતાં . દીકરીના લગ્ન પ્રસંગે ભેટ સોગાદ મેળવવાની લાલચે તેઓ સત્કાર સાંભરંભ યોજવા માંગતા હતાં. અમને તે બાબત કોઈ પ્રોબ્લેમ નહોતો.

              બે દિવસ પછી સત્કાર સભારંભ યોજાયો હતો.. બધાને આઈસક્રીમ ખવડાવવામાં આવ્યું હતું.

             અહીં પણ તેમણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. સામાન્યત: કન્યા પક્ષની કોઈ પણ વ્યકિત જમાઈને પોતાના હાથે આઈસક્રીમ ખવડાવે છે. અહીં લલિતા પવારે આ કરવાની જરૂરત હતી. પણ તેમણે મને બાકાત રાખ્યો હતો.

             અનિશને પોતાના હાથે આઈસ ખવડાવ્યું હતું અને મોકો આપી કબૂલ કર્યું હતું તે તેમનો બીજો થનારો બીજો જમાઈ હતો..

             મારા લગ્નમાં મેં સુજાતાને ખાસ કાંઈ આપ્યું નહોતું. તે બદલ  તેને કોઈ અફસોસ વ્યક્ત કર્યો નહોતો પણ લલિતા પવારે આ વાતેની આડ લઈ પોતાની દીકરીને મહેણું માર્યું હતું.

              " તારો ધણી તો ભૂખડી બારસ છે. લગ્નમાં કાંઈ જ નહીં આપ્યું. મારી પસંદના છોકરા સાથે લગ્ન કર્યા હોત તો કેટલું બધું પામી હોત. "

              આવી વાત કરી એક સગી માએ પોતાની દીકરીના જીવનમાં અસંતોષના બીજ વાવવાની કોશિશ કરી હતી.

              સુજાતા  સાદી, સીધી હતી તેમ જ સંતોષી જીવ હતી તેને કોઈ વાતની લાલચ નહોતી.

                   0000000000   ( ક્રમશ :)