બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 39 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 39


   મીરા થોડીવાર વિચારમાં પડી ગઈ. તેને કઈક મનમાં ઢાસુ આઈડિયા આવ્યો. તે હસી અને બોલી, હવે જોવ છું મિસ્ટર રાઠોડ તમે મને તમારા દિલની વાત કેવી રીતે નથી કહેતા. મને બહુ હેરાન કરી છે ને આનો તો બદલો હું લઈશ મિ.અથર્વ રાઠોડ.

    પાર્ટી પૂરી થવા આવી હતી, બધાએ ખૂબ એન્જોય કર્યું. બધા પાર્ટીમાંથી નીકળવા માટે રવાના થયા.

ઝોયા વેહલા ચાલી ગઈ હતી પાર્ટીમાંથી ઘરે અર્જન્ટ કામ હતું માટે એટલે મીરા અથર્વની કારના ટેકે ઉભી રહીને અથર્વનો વેટ કરી રહી હતી. 

  અથર્વ અને અબીર બંને બહાર આવ્યા અને કાર પાસે ગયા. ત્યાં મીરાને જોઈને તેની પાસે ઉભા રહી ગયા. 

  મીરાએ કહ્યું, ઝોયા વેહલા નીકળી ગઈ છે. તો શું મને મારી ઘરે ડ્રોપ કરી દેશો? 

  અબીરએ અથર્વ સામે જોયું તેને કબાબમાં હડ્ડી નોહ્તું બનવું. જેથી તેણે કહ્યું, ભાઈ મારે એક કામ છે, અહીથી એક મિત્રની ત્યાં જવાનું છે...તો હું નીકળું. એટલું કહીને તે ચાલ્યો ગયો. 
  
   અથર્વએ દરવાજો ખોલ્યો મીરા માટે અને મીરા અંદર બેસી ગઈ...અથર્વ પણ જઈને બેઠો કારમાં... તેણે કાર સ્ટાર્ટ કરી અને ચલાવી મૂકી.

   રસ્તામાં મીરાને તેનો પ્લેન યાદ આવ્યો, તેણે શરૂઆત કરતા કહ્યું, આજ હું બહુ ખુશ છું. 

   ઓહ..સરસ.. કેમ? અથર્વએ પૂછ્યું. 

   અથર્વ મને આર્યનએ આજ પ્રપોઝ કર્યું. મીરા જાણીજોઈને ખૂબ એક્સાઇટેડ થઈને બોલી.

  આ સાંભળતા જ અથર્વએ જોરથી બ્રેક મારી. અચાનક બ્રેક લાગવાથી મીરા આખી હલબલી ઊઠી. 

  શું...શું કહ્યું તે? અથર્વએ અધીરાઈથી પૂછ્યું.

   મીરા અથર્વના બિહેવથી થોડી મનમાં હસી પડી પણ તેણે મોઢા પર કોઈ એક્સપ્રેસન ન આપ્યું અને ફરી ખુશ થઈને આગળ કહ્યું, આર્યનએ મને પ્રપોઝ કર્યું! 

  તો તુએ શું જવાબ આપ્યો મીરા? અથર્વ મૂંઝવણમાં આવી ગયો.

  મે હા કહી દીધી. મીરાને થોડો ડર લાગી રહ્યો હતો આ કેહવામા કે અથર્વ હવે કેવું રીએક્ટ કરશે.

   તુએ શું લેવા પ્રપોસલ એક્સેએપ્ટ કર્યું તેનું? 

   મને પ્રેમ કરે છે તે અને કેટલા દીલથી પ્રપોઝ કર્યું એટલે મે હા કહી દીધી કેમ શું થયું? મીરાને હવે ખૂબ જ હસવું આવી રહ્યું હતું તે માંડ માંડ કંટ્રોલ કરી રહી હતી અને મનમાં બોલી હવે તો કેહવુ જ પડશે મિ.રાઠોડ તમારે...ખૂબ પરેશાન કરી છે મને કહેવામાં. 

   મીરા યાર હું તને પ્રેમ કરું છું...તું કેવી રીતે તેને હા કહી શકે. અથર્વ ખૂબ વિચલિત થઈ ગયો. 

    મીરાને અથર્વના મોઢેથી આ સાંભળીને દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, તે બસ એકટસ અથર્વને જોઈ રહી હતી તેણે ફરીવાર પૂછ્યું, શું...તમે મને પ્રેમ કરો છો?

    હા મીરા... બેઇન્તેહા પ્રેમ કરું છું હું તને.

    મીરાનું દિલ હવે ગાર્ડન ગાર્ડન થઈ ગયું હતું, તેણે અથર્વને એકદમ સિરિયસ થઈને કહ્યું, હવે શું પેહલા કહેવાયને... હવે તો મે આર્યનનું પ્રપોસલ એક્સેપ્ટ કરી લીધું છે... હવે શું કરું? 

    શું કરું એટલે... ના પાડી દે આર્યનને.
   
   હું ના નહિ કહું આર્યનને, તમારે મને પેહલા કહી દેવું જોઈએ ને અથર્વ. 

   મીરા તું ના પાડી દે નહિતર હું કૉલ કરીને કહી દવ છું તેને. અથર્વએ તેનો ફોન હાથમાં લેતા કહ્યું.

   મીરાએ અથર્વના હાથમાંથી ફોન લઈ લીધો અને કહ્યું, નહિ...કૉલ કરવાની જરૂર નથી....મે તેનું પ્રપોસલ એક્સેપ્ટ નથી કર્યું અથર્વ. 

   શું? અથર્વ કન્ફ્યુઝ થઈને બોલ્યો.

   આર્યનએ પાર્ટીમાં મને પ્રપોઝ કર્યું.... મે આર્યનને હંમેશા એક સારા મિત્ર સમાન જ જોયો છે, મે આર્યનને લઈને ક્યારેય પ્રેમ વિશે વિચાર્યું નથી.... એટલે મેં તેનું પ્રપોસલ એક્સેપ્ટ નો કર્યું. 

   અથર્વએ રાહતનો શ્વાસ લીધો...પછી કહ્યું, મીરા તુંએ તો મને ડરાવી દીધો. 

  એટલો બધો ખોવાનો ડર હતો તો પેહલા કેમ નો કહ્યું? મીરાએ છણકો કરતા કહ્યું.

  હું તારા મોઢેથી પેહલા સાંભળવા માંગતો હતો... એટલે નોહ્તું કહ્યું. 

  મને ખૂબ પરેશાન કરી છે આ કેહવામાં એટલે હવે હું એટલી અસાનીથી નહિ કહું તમને. મીરાએ મોઢું મરદડતા કહ્યું.

   શું? એવું ન ચાલે મીરા, મને ખબર છે તું પણ મને પ્રેમ કરે છે તો ઈઝહાર કરી દે.

  શું લેવા કરું ઈઝહાર અત્યારે હમમ? તમે મને સમય પર કીધું, પ્રેમ થયો ત્યારે કહ્યું...અરે હું તમને પૂછી પૂછી ને પણ થાકી ગઈ કે હું તમારી માટે કેમ એટલી બધી ઈમ્પોર્ટન્ટ છું. શું તમે મને કહ્યું ત્યારે. મીરાએ ફરી છણકો કરતા કહ્યું. 

  સોરી ને... હવે બસ કર...બહુ જિદ્દી છો તું. મે ફક્ત તારી પાસેથી પેહલા સાંભળવા માંગતો હતો, એટલે નોહ્તું કહ્યું... ચાલ હવે જીદ્દ છોડ અને કહી દે.

  હું નહિ કહું...ખબર પડે તમને પણ કે ઇન્તજાર શું કહેવાય! મીરાએ છણકો કરતા કહ્યું.

   અથર્વ મીરાને ઘૂરી રહ્યો હતો, પછી કાર સ્ટાર્ટ કરી અને તે પણ કઈક વિચારી રહ્યો હતો અને મનમાં બોલ્યો, મીરા મેડમ હવે તમારી જ ટેકનીકથી હું તમારી પાસેથી પ્રેમનો ઈઝહાર સાંભળીશ. 

    મીરાનું ઘર આવ્યું, મીરા કારમાંથી ઉતરવા જઈ રહી હતી, ત્યાજ અથર્વએ મીરાનો હાથ પકડીને ખેચી લીધી. 

    અથર્વના ખેંચવાના કારણે મીરા અથર્વની ખુબ કરીબ આવી ગઈ હતી. મીરાના શ્વાસ વધી ગયા, તેણે અથર્વની આંખોમાં જોયું, આંખોમાં જોયા બાદ મીરાના દિલના ધબકારાએ ગતિ પકડી. 

    અથર્વ બસ મીરાની આંખોમાં એકટસ જોઈ રહ્યો.... મીરાને અથર્વની આંખોમાં કઈક અલગ જ નશો જોયો... તેણે તેની આંખો મીચી લીધી.  

   અથર્વ હસ્યો અને મીરાના કપાળ પર હળવી કિસ કરી. મીરાએ આંખો ખોલી અને અથર્વની સામુ જોયું. 

   અથર્વએ મીરાને બહુ પ્રેમથી કહ્યું, આઇ લવ યુ મીરા! 

   મીરાના ચેહરા પર કઈક અલગ જ ખુશી છવાઈ ગઈ, તે બોલવા જઈ રહી હતી ત્યાં જ તેને યાદ આવી ગયું કે હજુ ઈઝહાર નથી કરવાનો. 

    તેણે પોતાના હાસ્ય વાળા ચેહરાને ફરી ચિડાયેલો ચેહરો કરી નાખ્યો અને પછી કારમાંથી ઉતરી ગઈ. તેણે ફરી એકવાર અથર્વને જોયો અને પછી ફરીને ચાલવા લાગી... તેના ચેહરા પર ફરી તે હાસ્ય છવાઈ ગયું અને તેણે ખુશીના મારે પોતાની આંખો મીચી લીધી અને ધિરેકથી બોલી, યાર આમ તો હું વધુ નહિ રોકી શકું મારા દિલને ઈઝહાર કરવાથી.... પણ મીરા તારે બદલો તો લેવાનો જ છે એટલે કંટ્રોલ તો કરવું જ પડશે.


    સવારે કંપનીમાં આર્યન સાથે રેહાન પણ આવ્યો હતો. તે ઝોયા પાસે જઈને વાતો કરી રહ્યો હતો. 

    શું ઝોયા કોલેજ પૂરી કરીને ક્યાં ગુમ થઈ ગઈ હતી? રેહાનએ પૂછ્યું. 

   કઈ નહિ રેહાન, કોલેજ પૂરી કરી ત્યાં આ કંપનીમાં જોબ માટે આવી. બસ પછી ની અહીંયા જ છું હું. 

   શું એંગેજમેન્ટ થઈ ગઈ તારી? રેહાનએ પૂછ્યું. 

   નહિ રેહાન...મે હજુ નથી કરી. તારી થઈ ગઈ એંગેજમેન્ટ રેહાન? 

   નહિ મે પણ હજુ નથી કરી. કોઈ સારી છોકરી મળશે...તારા જેવી તો કરે લઈશ. 

   મારી જેવી એમ.... તારે શું આખી જિંદગી માથાનો દુખાવો કરવો છે! ઝોયાએ હસીને કહ્યું. રેહાનને પણ હસવુ આવી ગયું. ..........વધુ આવતા અંકે