બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ દિવસ નહિ હારશે, એ કંઈક વધારે જ મક્કમ છે. રોયએ કહ્યું.
રોય મે તને તેની તારીફ કરવાનું નથી કહ્યું,...તીર નહી તો ખંજર સહી, પણ એવું શોધ જેથી તેના દીલના કટકે કટકા થઈ જાય. વિક્રમ રાણાએ આગ ઝરતી આંખોએ કહ્યું.
યેસ બૉસ. રોય તેના બૉસના ગુસ્સાને લીધે ડરી ગયો અને બને તેટલી જલ્દી બહાર નીકળી ગયો.
**********
રાઠોડ વિલા
ભાઈ રાણાના પાલતુ કૂતરાઓની નજર આપણી ઉપરથી હટતી નથી. એક ૨૪વર્ષના યુવકે અથર્વને કહ્યું.
અબીર આપણે તે પાલતુ કૂતરાઓ પર ધ્યાન નથી દેવાનું, રાખવા દે આપણી ઉપર નજર. વિક્રમ રાણા પાસે એટલી તાકાત નથી કે એ મને હરાવી શકે. અથર્વ તેનો મિત્ર ઓછો પણ ભાઈ જેવો, એટલે કે અબીર અલીને કહ્યું.
તો ભાઈ આપણી દિલ્હીની કંપની બ્લેક એમ્પાયારનું શું?
તે કંપની હું અહીંયા છું, ત્યાં સુધી મિ.મલ્હોત્રા સાંભળશે.
(અથર્વ દિલ્હીની બ્લેક એમ્પાઈર કંપનીનો માલિક છે, જે ખાલી ભારતમાં નહી દુનિયાના ઘણા બધા દેશમાં સ્થાયી છે અને તે દેશની નંબર વન ઓનલાઈન શોપિંગ એપ છે. તેમાં કોઈ પણ વસ્તુ જેમ કે કપડાં, કોસ્મેટિક્સ, ઘર જરૂરિયાત બધી વસ્તુઓ માણસને જરૂરિયાતની બધી વસ્તુઓ ઉપલબ્ધ છે અને તેમાં આખી દુનિયાની અવનવી વસ્તુઓ પણ છે, જે આસાનીથી યુઝર્સ ખરીદી શકે વગર બીકે, કારણ કે તેમાં જે વસ્તુ અને કવોલિટી ફોટોમાં બતાવે તેજ વસ્તુ યુઝર્સ સુધી પોહચે છે. ઘણા બધા યુઝર્સને લીધે આ એક સેફ શોપિંગ એપ છે. જ્યાં કોઈ પણ જાતનું ફ્રોડ નથી થતું યૂઝર્સ સાથે. તેથી બધા યૂઝર્સના દિલમાં સ્થાયુ છે, બ્લેક એમ્પાયર)
અબીરએ પાછો પ્રશ્ન કર્યો, હમ....ભાઈ એક વાત પૂછું તમને?
હા પૂછ. અથર્વએ લેપટૉપ પર કામ કરતા કરતા જ કહ્યું.
ભાઈ આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના અચાનકથી શેયર્સ લેવાનો તમને ક્યાંથી વિચાર આવ્યો, ભાઈ તમારી કોઈ નવી ચાલ છે વિક્રમ રાણાને બરબાદ કરવા માટે?
અબીર, વિક્રમએ જે કર્યું, તેવી ગદ્દારી મને નથી આવડતી. હું મારા કામથી મતલબ રાખું છું. પણ તે મારા રસ્તામાં આવશે તો તેની જિંદગી એટલી હદે ખરાબ કરી નાખીશ, કે તેના કર્યામાં તેને જ ફસાવી દઈશ.
ભાઈ તેને આપણો રસ્તો એટલો ગમે છે ને કે, તે કઈક ચાલ કરતો કરતો આપણને હેરાન કરવા આવશે. તે વ્યક્તિને આપણી ખુશી બરદાસ્ત નથી. અબીર બોલ્યો.
જેવો સમય હસે તેવો બદલો લેશું અબીર.
ભાઈ બ્લેક એમ્પાઈયરના આ પેપર જોઈ લ્યો..અથર્વએ ફાઇલ લઈને ચેક કરી અને કહ્યું, પ્રોડક્સ ચેક કર્યા તે, કોઈ પ્રોબ્લેમ તો નથી ને?
હા ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી મે ચેક કર્યા અને એમ પણ ઇન્ડિયાની બેસ્ટ ઓનલાઇન શોપિંગ બ્રાન્ડ પર કોઈ ફાલતુ પ્રોડક્સ નથી આવતા, તે એક ઉમદા શોપિંગ બ્રાન્ડ છે, જેની આજ સુધી કોઈ ફરિયાદ નથી આવી. અબીરએ કહ્યું
હું જાણું છું કે આપણી કંપનીની આજ સુધી કોઈ ફરિયાદ નથી આવી, પરંતુ આગળ પણ હું ઈચ્છું છું કે આપણા યૂઝર્સને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. અથર્વએ કહ્યું.
હા ભાઈ કોઈ પ્રોબ્લેમ નહી આવશે.
ઠીક છે,..અને તારે પરમદિવસથી આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીને જોઈન કરવાની છે. અથર્વએ કહ્યું.
હે.....ભાઈ હું કંપની જોઈન કરું? ભાઈ હું જાણું છું કે બ્લેક એમ્પાયર પેહલા તમે એક આર્કિટેકચર કંપની સંભાળી છે, પણ ભાઈ ત્યારે હું તમારી સાથે નોહતો...ભાઈ મને તો આર્કિટેકચરનો એ પણ નથી આવડતો અને તમે ક્યો છો કે હું કંપની જોઈન કરું. મારો વિચાર તો પાછો દિલ્હી જવાનો હતો કારણ કે તમે અહી છો તો બ્લેક એમ્પાયરને સાંભળવી પડશે ને. અબીર થોડો ધૂંધવાઈને બોલ્યો.
હા હું જ કહું છું કે તું કંપની જોઈન કર અને હું એમ ક્યાં કહ્યુ છું કે તું આર્કિટેકચર કર, હું અહીંયા છું ત્યાં સુધી બ્લેક એમ્પાયરની બધી ડીટેઈલ કોણ દેશે. અથર્વએ કહ્યું
હાશ...ભાઈ મને એમ થયું કે તમે મને આર્કિટેકચર શીખવાડવાના છો. અબીર ખુશ થઈને બોલ્યો.
અબીરના ગયા પછી અથર્વ પાછો લેપટોપ પર થોડું કામ કરવા લાગ્યો, પણ એને બસ મીરાના જ વિચાર આવી રહ્યા હતા...તે પેહલાથી છેલ્લે સુધી બધું યાદ કરવા લાગ્યો અને એને સાથે થોડો ગુસ્સો પણ આવ્યો, તે એકલા એકલા બોલી રહ્યો હતો, બેવકુફ છોકરી બસ મારીથી દૂર રહેજે તેમાં જ તારી ભલાઈ રહેસે....થોડી વાર બાદ તે કામ પડતું મૂકી ને સુવા ચાલ્યો ગયો.
**********
અહીંયા મીરાની ઘરે, મીરા અને ઝોયા બંને વાતો કરી રહ્યા હતા, ચાલો આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના નવા બૉસ મિ.અથર્વ રાઠોડ. યાર એક તરફ ખુશી થાય કે નવા બૉસ આવશે તો કંપની પાછી ગ્રો કરશે અને એક તરફ દુઃખ થાય કે મિ.રજત ચોપડા સાથે એ જે કામ કરવાની મજા હતી તે બહુ યાદ આવશે. તે ક્યારેય પણ આપણને ખિજાયા નથી અને ક્યારેય પણ આપણી સાથે બૉસ બની ને નથી રહ્યા, તેમણે આપણી સાથે હંમેશા સારો વ્યહાર રાખ્યો.
હમ તે સાચું કહ્યું તેમની બહુ યાદ આવશે. મીરાએ પણ થોડા દુઃખ સાથે કહ્યું.
ઝોયા આગળ બોલી, આઈ હોપ મિ.અથર્વ પણ આપણી સાથે એમ જ રહે.
કદાચ તમારી સાથે ફ્રેન્ડની જેમ રહેસે પણ મારી સાથે તો.... વિચારીને પણ બીક લાગે છે અને એમણે કહ્યું છે, એટલા માટે બને તેટલું તેમની નજરથી દૂર રેહવું પડશે અને હા, મારી આ જબાન પણ બંધ રહે તો સારું. મીરા એની ધૂનમાં જ બોલી પડી.
એય મીરા તું એમ કેમ બોલે છે કે મિ.અથર્વ અમારી સાથે ફ્રેન્ડની જેમ રહેસે ને તારી સાથે નહી, અને તેની નજરથી તારે શું કામ દૂર રેહવાનું, ને તારી જબાન ને કેમ લગામ દેવાની વાત કરે છે તું હમમ? ઝોયાએ થોડા ચોંકીને એક સાથે સવાલો પૂછી લીધા.
અરે ઝોયા તું વાત જ જવા દે યાર...મીરાએ નિસાસો નાખતા કહ્યું.
કેમ જવા દવ તું બોલને શું થયું. ઝોયાએ પાછી વાત પકડી.
મીરાએ થોડીવાર ચૂપ રહીને પછી કહ્યું, હું મિ.અથર્વને પેહલા મળી ચૂકી છું. મીરાએ એટલું કહ્યું ત્યાં તો ઝોયા વચમાં બોલી પડી, એય તું અને મિ.અથર્વ એક બીજાના જીએફ બીએફ હતા. અરે વાહ... મને તે કહ્યુંય નહી.
એ એ ઝોયા તારા મગજના ઘોડા થોડા ઓછા દોડાવ, તું શું આલતું ફાલતુ બોલ્યા કરે. મીરાએ તેને રોકતા બોલી.
તમે બંને પેહલા મળી ચૂક્યા છો...તો મે કહ્યુ, તેમાં શું ગલત કહ્યુ.
મીરા આગળ બોલી, આપણે જે દિવસે પ્રેઝનટેશન બનાવતા હતા, તે દિવસે અમે એકબીજાને મળ્યા.
મતલબ તમને બે દિવસમાં એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. વાહ આ સારું છે.
અરે મારી માં પેહલા આખી વાત તો સાંભળ. મીરા કંટાળીને બોલી.
સારુ ચાલ સંભળાવ તારી લવસ્ટોરી. ઝોયા ઉત્સાહિત થઈને બોલી.
મીરાએ માથું હલાવ્યુંને કહ્યું હા મારી લવસ્ટોરી સાંભળ બસ અને પછી કહેજે કેવી લાગી તને?
મીરાએ આગળ કહ્યું, હું ડેમો બનાવીને ઓફિસેથી નીકળી, મને એક પણ રિક્ષા ન મળી અને.......અને મિ.અથર્વ તને મળ્યા અને તને ઘરે ડ્રોપ કરી. ઝોયા પાછી વચમાં બોલી.
મીરા હવે પૂરી રીતે કંટાળી ગઈ અને તેણે કહ્યું, જવા દે મારે તને કંઈ નથી કહેવું તું જાણેજ છે ને બધું, નથી કંઈ કેહવુ તને મારે .........વધુ આવતા અંકે