પાર્ટીમાં આર્યન મીરાની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો. તે બસ વારંવાર એન્ટ્રી પાસે નજર કરી રહ્યો હતો.
ત્યાજ પાછળથી કોઈક યુવકએ તેને બાથમાં ભરી લીધો અને જોરથી બોલ્યો, હેપ્પી બર્થડે માય બડી! વિશ યુ મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે માય ફ્રેન્ડ!
આર્યન અવાજ ઓળખી ગયો અને ખુશ થઈને બોલ્યો, વોટ અ પ્રેઝંટ સરપ્રાઈઝ રેહાન!!
આર્યન સીધો ફર્યો અને રેહાનને ગળે વળગી ગયો. યાર ખરેખર શું બર્થડેના દિવસે સરપ્રાઈઝ આપી છે તુંએ!!
યાર માટે કંઈ પણ. રેહાનએ કહ્યું.
આર્યન અને રેહાન વાતો કરી રહ્યા હતા. ત્યાજ મીરા અને ઝોયા એન્ટ્રી પરથી આવી રહી હતી. બંને અત્યંત સુંદર લાગી રહી હતી.
આર્યન અને રેહાનની નજર એન્ટ્રી પર પડી, તે બંને મીરા અને ઝોયાને જોઈને રહ્યા હતા.
મીરા અને ઝોયા બંને આર્યન પાસે આવી. ઝોયાએ આર્યન ને બર્થડે વિશ કરી. રેહાન એક જ ધારો ઝોયાને જોઈ રહ્યો હતો.
ઝોયાની નજર રેહાન પર પડી. ઝોયા જીળી આંખો કરી રેહાનને જોવા લાગી...થોડીવાર પછી તે બોલી, રેહાન!
ઓળખી તો ગઈ, મને એમ થયું કે નહિ ઓળખી શક ઝોયા તું મને.
તું મને ઓળખી ગયો તો હું પણ તને ઓળખી જ લઉં ને. ઝોયાએ કહ્યું.
તે બંનેને આર્યન અને મીરા જોઈ રહ્યા હતા. આર્યનએ પૂછ્યું, તમે બંને એકબીજાને કેવી રીતે ઓળખો છો?
આર્યન, અમે બંનેએ કોલેજ સાથે કરી છે. એટલે અમે એકબીજાને ઓળખીયે છીએ. રેહાનએ ચોખવટ પાડતાં કહ્યું.
ઓહ સરસ. આર્યનએ કહ્યું ત્યાજ ઝોયાએ રેહાનને પૂછ્યું, પણ તું અહી શું કરે છે?
આર્યન મારો મિત્ર છે, યુએસમાં અમારી બંનેની મિત્રતા થઈ હતી. રેહાનએ કહ્યું.
તે બધા વાતો કરી રહ્યા હતા ત્યાં અથર્વ અને અબીર આવી રહ્યા હતા. ઝોયાની નજર અબીર પર પડી તે ડરથી બોલી, ઓહ નો! અને તેણે રેહાન પર નજર કરી રેહાનની નજર અબીર પર હતી. અબીર પણ દૂરથી આવતા આવતા રેહાનને જોઈ રહ્યો હતો.
ઝોયાનું આવી રીતે કેહવાથી મીરાને આશ્ચર્ય થયું તેણે પૂછ્યું, ઝોયા તું આમ કેમ બોલી રહી છે?
મીરા કોલેજની ફેરવેલ પાર્ટીમાં જે છોકરો મારી સાથે ડાન્સ કરી રહ્યો હતો તે રેહાન હતો અને અબીરએ રેહાનને માર્યો હતો. આજ ફરી બંનેનો ભેટો થવા જઈ રહ્યો છે. આઈ હોપ કે આ બંને કોઈ તમાશો ક્રીએટ ન કરે.
અબીર રેહાનની સામે આવી ઊભો રહી ગયો. તે બંને એક બીજાને જોઈ રહ્યા હતા. ઝોયા અને મીરા પણ તે બંનેને જોઈ રહી હતી.
ત્યાજ રજત ચોપડા આર્યન પાસે આવ્યા અને કહ્યું, બેટા મેહમાન બધા આવી ગયા છે તો પાર્ટી સ્ટાર્ટ કરી દઈએ. એટલું કહી તે ચાલ્યા ગયા અને આર્યન બધાને લઈને ગયો.
એક સુંદર મજાના ટેબલ પર પાંચ ફ્લોરની ખૂબ જ સરસ કેક મૂકી હતી. આર્યનએ કેક કાપી, ત્યાજ બધાએ ખૂબ વિશ કરી તાળીઓ પાડી રહ્યા હતા.
ત્યાજ રેહાન અબીર પાસે આવ્યો. અબીરએ તેને જોઈને કહ્યું, માર ભુલાઈ ગયો લાગે!
માર ભૂલાયો નથી એટલે તો અહી સુધી આવી ગયો છું. રેહાનએ રુઆબથી કહ્યું અને પછી મનમાં બોલ્યો. હું તો અહી ઝોયાના ઝરીએ તારી સુધી પોહ્ચવા માંગતો હતો, પણ તું મને ઝોયા સાથે જ મળી ગયો.
રેહાનને વિચારમાં જોઈને અબીરએ તેને ચેતવણી આપતા કહ્યું, તું અહી જે પણ ઇરાદાથી આવ્યો હોય પણ ઝોયાથી દૂર રહેજે.... અગર ઝોયાને એક ખરોચ પણ આવી તો યાદ રાખજે હું મારવામાં હજુ પણ તેજ અબીર છું.
રેહાન તેની સામે ખંધુ હસ્યો અને કહ્યું, ઝોયા..ઝોયા..ઝોયા! તે ઝોયાના નામની જેટલી તસ્બિહ પઢી છે ને હું એટલી જ ઝોયાને તારી પાસેથી છીનવી લઈશ.
તારી એટલી ઓકાત નથી રેહાન ખાન! એટલું કહી અબીર ત્યાંથી ચાલ્યો ગયો.
મારી ઓકાત તો તને બહુ જલ્દી ખબર પડી જશે અબીર અલી.... મારી બેઇજત્તી ભૂલ્યો નથી હું. અબીરના જવા બાદ રેહાન ગુસ્સામાં બોલ્યો.
અથર્વ અને મીરા એક સાઈડ ટેબલ પર બેસીને વાતો કરી રહ્યા હતા. મીરાએ અથર્વને કહ્યું, બહુ હેન્ડસમ લાગો છો!
હમમ... એમ. અથર્વએ મીરા સામે નજર રાખી કહ્યું... પછી તેણે કહ્યું, એક વાત કહું મીરા તે મને નશામાં જે જે કહ્યું હતું ને તેમાંથી આ એક તે જણાવી દીધું અત્યારે.
મીરાને આશ્ચર્ય થયું, તે અથર્વ સામે જોવા લાગી અને બોલી, મે તમને હેન્ડસમ કહ્યા હતા નશામાં! મીરાને હવે શરમ આવી રહી હતી. તેણે પોતાનું મોઢું બંને હાથોએ ઢાંકી લીધું.
હવે કહીને શું શરમાઈ રહી છો, તું પણ અજીબ છો મીરા. અથર્વએ હસીને કહ્યું.
હમમ... હવે કહેશો, હું તમારી માટે એટલી બધી કેમ ઈમ્પોર્ટન્ટ છું? મીરાએ ફરી અથર્વ પાસેથી જાણવા પૂછ્યું.
કહ્યું તો ખરા મીરા તું મારી માટે બધાની સમાન છો. મીરાની જાણવાની લાખ કોશિશો બાદ પણ અથર્વએ આ જવાબ આપ્યો.
હવે મીરાને ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો. તે મનમાં કહી રહી હતી,મને ખબર છે કે પ્રેમ છે પણ એક જવાબ દેવામાં શું જાઈ છે એટલું પૂછવા બાવજુત, શું લેવા નથી કહી રહ્યા મને. મીરા ગુસ્સામાં ઉભી થઈને ચાલી ગઈ.
અહી આર્યન મીરાને શોધી રહ્યો હતો. મીરાને સામેથી આવતી જોઈ ને તે ફટાફટ મીરા પાસે પોહ્ચ્યો, મીરા માટે તને કઈક કેહવુ છે. આર્યન એ કહ્યું.
હા કહો આર્યન શું કેહવુ છે? મીરાએ પણ પૂછ્યું.
જો મીરા મારે આ બધા ની સામે તને કેહવુ હતું પણ હું તને બધાની સામે મુંઝવણમાં નથી મૂકવા ચાહતો એટલે તને એકલામાં કહેવા માંગુ છું હું.
એવું શું છે આર્યન...શું કહેવા માંગો છો તમે? મીરાને થોડો ડર લાગ્યો.
આર્યન હિંમત કરીને પોતાનો એક પગ વાળીને નીચે બેઠો, કોર્ટના ખીસ્સામાંથી એક નાનું બોક્સ નીકાળ્યું... ખોલીને મીરાની સામે કર્યું. મીરાને બોક્સની અંદર રીંગ જોઈને થોડો અંદાજો લાગી ગયો કે આર્યન શું કેહવા માંગે છે તે કઈક બોલવા જઈ રહી હતી ત્યાજ આર્યન બોલ્યો, વિલ યુ મેરી મી... મીરા?
મીરા વિચારમાં પડી ગઈ. તેને આર્યન સાથે પ્રેમ નોહતો. તે અત્યાર સુધીમાં એ પણ જાણી ગઈ હતી કે તેને અથર્વ સાથે પ્રેમ છે. તે આર્યનને ફક્ત મિત્ર માનતી હતી. તે મુંઝવળમાં આવી ગઈ. તે વિચારો કરવા લાગી કે આર્યનને કેવી રીતે સમજાવવો, કેવી રીતે ના પાડે. છતાં મીરાએ હિંમત કરી અને આર્યનને ઊભો કર્યો.
આર્યન... આઇ એમ સોરી પણ મને તમારી સાથે પ્રેમ નથી... હું ફક્ત તમને મારા સારા મિત્ર સમજુ છું એનાથી વિશેષ મે તમારી માટે કંઈ પણ નથી વિચાર્યું. આઈ હોપ તમે મને સમજશો આર્યન. મીરાએ થોડા ડર સાથે કહ્યું.
મીરાના કેહવા પર આર્યનનું મોઢું પડી ગયું, તે નિરાશ થઈ ગયો. થોડીવાર વિચાર કર્યા બાદ તે બોલ્યો, ઈટ્સ ઓકે મીરા... અ..આપણે પ્રેમ કરીને કોઈની પાસેથી એ આશા રાખીએ કે એ પણ આપણને પ્રેમ કરે તો એતો જબરજસ્તી પ્રેમ કરાવેલો કહેવાય.... હું તારા ડીસીઝનને રિસ્પેક્ટ આપુ છું.... પણ મીરા મારી સાથે દોસ્તી નહિ તોડતી પ્લીઝ, મને આવી બેસ્ટ ફ્રેન્ડ નથી મળી આજ સુધી.
થૅન્ક યુ આર્યન મને સમજવા માટે અને રહી વાત આપણી દોસ્તીની તો એ એવી ને એવી જ રહેશે,એમાં કોઈ આંચ નહિ આવશે.
થોડીવાર મીરા અને આર્યનએ વાતો કરી, મિ રજતએ આર્યનને બોલાવ્યો બીજા મેહમાન સાથે મળવા માટે. એટલે આર્યન ત્યાં ગયો.
મીરા થોડીવાર વિચારમાં પડી ગઈ. તેને કઈક મન ઢાસુ આઈડિયા આવ્યો. તે હસી અને બોલી, હવે જોવ છું મિસ્ટર રાઠોડ તમે મને તમારા દિલની વાત કેવી રીતે નથી કહેતા. મને બહુ હેરાન કરી છે ને આનો તો બદલો હું લઈશ મિ.અથર્વ રાઠોડ ..........વધુ આવતા અંકે