અથર્વએ પ્રોફાઈલ ખોલી તેમાં મીરાનો ફોટો અને તેનું નામ વાંચ્યું. આગળ તેણે વાંચ્યું કે, મીરાએ કર્મશિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર આર્કિટેક્ચર બંને પર કામ કર્યું છે. અથર્વએ આખી પ્રોફાઇલ મીરાની વાંચી લીધી અને થોડીવાર પછી બધી ફાઇલ્સ વાંચ્યા બાદ અથર્વએ રાહીલને પાછો કેબીનમાં બોલાવ્યો.
મિસ્ટર પરીખ, આગળના કેટલા પ્રોજેક્ટ હજુ સુધી ખતમ નથી થયા...તે પ્રોજેક્ટની ફાઈલ મારી પાસે લઈને આવો.
સર તે બધા પ્રોજેક્ટની ફાઈલની ડિટેઈલ મિસ મીરા શાહ પાસે હોય છે.
મીરાનું નામ સાંભળીને અથર્વએ કહ્યું, જેની પાસે હોય તેને ફાઈલ્સ લઈને મોકલો.
જી સર હું હમણાં જ મીરાને મોકલું છું.
મીરા તને બોસ બોલાવે છે, આગળના આપણા અધૂરા પ્રોજેક્ટની ફાઈલ લઈને તેમની પાસે જા. રાહીલએ બહાર આવી મીરાને કહ્યું.
હું શું લેવા જાવ? મીરાએ થોડા ડર સાથે કહ્યું.
રાહીલએ કહ્યું, તો મેડમ આગળના પ્રોજેક્ટની ડિટેઈલ કોણ રાખે છે તામારા સિવાય?
અરે યાર ઝોયા તુ આપીને આવ ને ફાઇલ્સ બોસને પ્લીઝ. મીરાએ ઝોયા પાસે આજીજી કરતા કહ્યું.
ઝોયા બોલે તે પહેલા રાહીલ બોલ્યો, અરે તારું કામ છે તો તું જ લઈને જાને ફાઇલ્સ...મિસ્ટર અથર્વ તને મારી થોડા નાખશે.
હા મીરા તું જ જા, નહિતર બૉસ ગુસ્સે થશે. ઝોયાએ કહ્યું.
મીરાએ થોડું વિચારીને કહ્યું ઠીક છે, આ મારું કામ છે એટલે મારે જ જવું પડશે.
મીરા અથર્વના કેબીન બહાર થોડીવાર ઊભી રહી અને એકલી બબડાટ કરી રહી હતી, જા મીરા જા તેનાથી કેટલી બીસે તુ, હવે તેની સાથે જ કામ કરવાનું છે તારે, બસ તેને કંઈ પણ ફરિયાદનો મોકો નહીં આપતી. પછી મીરાએ હિંમત કરીને કેબીનનો દરવાજો નોક કર્યો.
હા અંદર આવો.
મીરાએ તેનાથી જેટલું બને એટલું નોર્મલ બીહેવ કરવાની કોશિશ કરી.
જી સર આપણા પ્રોજેક્ટની......મીરા આગળ કંઈ બોલે તે પહેલા જ અથર્વએ તેને રોકી, સ્ટોપ....પહેલા તમારો પરિચય કરાવો.
મીરાએ ત્યાં આખા સ્ટાફની પ્રોફાઈલ્સનો થપ્પો જોયો. મીરા મનમાં....પ્રોફાઈલ વાંચી લીધી છતાં પૂછે છે મને, કંઈ નહીં મીરા શાંતિથી જવાબ આપી દે.
જી સર મારું નામ મીરા શાહ છે અને હું એક કર્મશિયલ.....હજુ મીરા આગળ બોલે તે પહેલા અથર્વ વચ્ચે બોલ્યો, તમે એક નાહક બત્તમિઝ છોકરી છો, જેને કોઈ પણ જાતની તમીઝ નથી અને બીજું, બીજાનો કિંમતી સમય પણ વેસ્ટ કરવામાં પણ માહીર છો. હમમ..હજુ એક ટેલેન્ટ છે તમારું, કોઈને ખાલી જોઈને જ કેરેક્ટર બતાવી દેવાનું....તમારી તો સરસ પ્રોફાઈલ છે.
મીરા તેનો ગુસ્સો કાબુ કરી રહી હતી...તેણે તો પણ બહુ શાંતિથી જવાબ આપ્યો, વાહ સર તમે તો બધું જાણો છો, મારે હવે તમને કંઈ કહેવું નહીં પડે.
અથર્વને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, ઊભા રહેવા નથી બોલાવ્યા મેં તમને.
હા સર મને ખબર છે પણ તમે જ તો ઇન્ટ્રોડક્શન કરવાનું કહયુ હતું.... ખેર છોડો...હા તો આ આગળના અધૂરા પ્રોજેક્ટની ફાઈલ. અમારે આગળના બે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાના બાકી છે, જે બજેટ ને લીધે પોસ્ટપોન્ડ કરી દીધા છે.
એક મિનિટ આ પ્રોજેક્ટ બજેટને લીધે અધૂરા છે? અથર્વએ પૂછ્યું. મીરાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું.
તો તમે મારો પ્રોજેક્ટ કેવી રીતે કરવાના હતા બજેટ વગર? અથર્વ પૂછ્યું.
મીરાએ કહ્યું, સર મિ.ચોપડા કંપની પર લોન લેવાના હતા, તમારા પ્રોજેક્ટ માટે. કારણ કે તમારો પ્રોજેક્ટ બહુ મોટો છે. જેથી આ પ્રોજેક્ટ સારી રીતે થઈ જાય તો કંપની પાસે બજેટ સારું થઈ જાય પાછળના અધૂરા પ્રોજેક્ટ માટે.
અથર્વએ ફાઈલ જોઈ, બંને પ્રોજેક્ટનું બજેટ ખરેખર ઘણું હતું. અથર્વએ બધી ડિટેલ ધ્યાનથી વાંચી....લગભગ અડધી કલાક બાદ બંને ફાઈલ્સ વાંચી લીધી અને પછી કહ્યું.
બંને પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દયો, ૬ મહિનાની અંદર આ પ્રોજેક્ટને હું કમ્પ્લીટ કરી દઈશ.
મીરા સાંભળીને થોડી મૂંઝવણમાં આવી ગઈ અને કહ્યું, સર પણ કેવી રીતે આની ઉપર કામ કરીએ બજેટ વગર? સર કંપનીનો ૨૫ ટકા પણ બજેટ નથી આ પ્રોજેક્ટ માટે, બંને શું સર એક પ્રોજેક્ટ માટે પણ નથી.
મેં કહ્યુંને સ્ટાર્ટ કરી દયો, બજેટ કંપની નહીં હું આપીશ. અથર્વએ કહ્યું.
પણ સર તમે બરાબર વાચ્યું ને બંનેનો બજેટ બહુ વધારે છે. કેમકે, આ પ્રોજેક્ટ મોટા છે. મીરા ફરીવાર બોલી.
મિસ શાહ, મેં કહ્યું એટલું કરો બીજી ફિકર તમે ન કરો. જાવ અને બધા એમ્પ્લોયને કામે લગાડો, ૬ મહિનાની અંદર મને આ પ્રોજેક્ટ કમ્પ્લેટ જોઈએ...પછી જ બ્લેક એમ્પાયર હોટલનો પ્રોજેક્ટ સ્ટાર્ટ થશે.
ઓકે સર,...મીરા બહાર આવીને બધા સ્ટાફને આગળના પ્રોજેક્ટના કામે લગાડી દીધા.
મીરા તને ખબર તો છે કે પ્રોજેક્ટનું બજેટ નથી આપણી કંપની પાસે, તો કેવી રીતે સ્ટાર્ટ કરી શકીએ? રાહીલએ થોડો ચોંકીને બોલ્યો.
હા મીરા એમ કેમ સ્ટાર્ટ કરીએ આપણે, જ્યારે બજેટ જ નથી તો? ઝોયા પણ બોલી.
બજેટ તો આપણા નવા બોસ આપવાના છે. એટલે કરો બિન્દાસ કામ. મીરા થોડા કટાક્ષ સાથે બોલી તેને પ્રોફાઇલ બાબતનો ગુસ્સો આવી રહ્યો હતો.
ચાલો હવે તો લાગવું જ પડશે કામે. રાહીલ બોલ્યો.
હા ચાલો કામે બીજું શું. મીરા પણ બોલી.
રાહીલ તેના કામે લાગી ગયો અને મીરા પણ તેનું કામ કરવા જઈ રહી હતી ત્યાં ઝોયાએ તેને રોકી, એ મીરા ઉભી રે અંદર શું થયુ એ તો કે? ઝોયાએ પૂછ્યું.
કહી તો દીધું કે હવે કામે લાગી જાઓ. મીરા બોલી.
અરે એમ નહીં, તમારી બંને વચ્ચે શું થયું?
હમમ...પહેલી વાત અમારી બે વચ્ચે ક્યારેય કંઈ નહીં થાય અને બીજી વાત મિસ્ટર અથર્વએ મારી ખૂબ તારીફ કરી. બસ બીજું કંઈ નહીં. મીરા ગુસ્સામાં બોલી.
તારીફ કરી તો તું ગુસ્સામાં શું લેવા છે?
ઝોયા... તે એક નંબરનો ડેવિલ છે, મીરાએ ગુસ્સામાં કહ્યું...મને એમ કહે એક નંબરની બત્તમીઝ છો, જોયા વગર બીજાનું કરેકટર બતાવી દે. સિરિયસલી ઝોયા આનાથી તો ડેવિલ ઇન્સાન મેં ક્યાંય નથી જોયો.
તો આ તારીફ કરી એમ ને...ઝાહીર છે બત્તમીઝ મારી સામે છો નહી, એટલે મારે તને બત્તમીઝ તો ન કહેવાય, પણ તે એનું કેરેક્ટર કેવું કહ્યું હતું એ તો તું જાણે છે, તું એ એનો કુલ મળીને બધો સરવાળો હલકટનો કર્યો હતો. તો ઝાહીર છે તને એમ તો કહેસે જ અને ઉપરથી તેની મોટી ડીલ કેન્સલ થઈ. ઝોયાએ કહ્યું.
કાશ ઝોયા કાશ તેની કાર સાથે ભટકાઈ જ ન હોત, તો આવું કંઈ થાત જ નહીં, ન એમની ડીલ કેન્સલ થઈ હોત, ન એમનું મારી પ્રત્યે આવું બિહેવ હોત. ક્યાંક ને ક્યાંક મીરા પણ પોતાના દોષ આપી રહી હતી.
ચાલ હવે જે થઈ ગયું તે થઈ ગયું. બીજું આપણે શું કરી શકીયે. ઝોયાએ મીરાને સાત્વના આપતા કહ્યું.
ઝોયા મને કંઈ બીક નથી, ખાલી તે મને કંપનીથી કાઢી ન મૂકે બસ...મારું સપનું મારી લાઈફ બધું આ કંપની જ છે. મીરાએ થોડા ડર સાથે કહ્યું.
મીરા શું ગમે તેવી વાતો કરે છે તું પણ, તને આ કંપનીમાંથી નીકાળવી એટલી સેહલી નથી. એ તને નીકાળશે તો પણ મિસ્ટર ચોપડા તને બચાવી લેશે અને નીકાળશે શું લેવા તું આ કંપનીની બેસ્ટ કર્મશિયલ અને ઇન્ટરિયર આર્કિટેક્ચર છો, કહેવા જાવ તો તું આ કંપનીનો મેઈન સ્તંભ છો. તારી વગર આ કંપનીમાં કામ આગળ ન વધી શકે. એટલું આસન નથી તને આ કંપનીમાંથી નીકાળવું.
ખબર નહિ એ ડેવિલ ..........વધુ આવતા અંકે