બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 30 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 30



     મીરાની ઊંઘ રાતના એક વાગે ઊડી. તે બારી બંધ કરવા માટે ઉભી થઈ અને તેણે એક વખત બહાર નજર કરી.

      તેણે અથર્વને જોયો, જે તેની કારના બોનેટ પર બેઠો હતો અને આકાશમાં જોઈ રહ્યો હતો. 
  
    અથર્વને ઝોયાએ જવાનું કહ્યું હતું. પણ અથર્વને ત્યાંથી જવાનું દિલ ન કર્યું. તે મીરાના ઘરની નીચે જ કારના બોનેટ પર બેઠો બેઠો આકાશમાં જોઈને વિચારી રહ્યો હતો, તેણે મીરાને કેવા શબ્દો કહી દીધા. તે દુઃખી હતો પોતાનાથી જ. અથર્વએ મીરા વિશે વિચારતા તેના ઘર સામે જોયું જ્યાં મીરાને જોઈને તે કારના બોનેટ પરથી ઉતરી ગયો. અથર્વ મીરાને જોવા લાગ્યો પણ મીરાએ નજર ફેરવી લીધી. અથર્વ આગળ વધ્યો પણ ત્યાજ મીરાએ બારી બંધ કરી દીધી. 

      અથર્વ નિરાશ થઈને કારમાં બેસી ગયો. ત્યાજ અબીરનો કોલ આવ્યો અથર્વ પર અને તેણે પૂછ્યું, ભાઈ હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા તમે? 

   આવું છું અબીર. અથર્વએ કહ્યું અને ઘરે જવા માટે નીકળી ગયો. 

  **********

    વિહાન સર, પ્રોડક્ટ ચેન્જ થઈ ગયા બ્લેક એમ્પાયરના, હવે તે પ્રોડક્ટનું શું કરીએ જે તેમાંથી કાઢ્યા હતા? શું તે આપણા એપ પર સેલ માટે મૂકવાના છે? એક ૩૫ વર્ષનો વ્યક્તિ વિહાનને એટલે કે તેના બૉસને કહી રહ્યો હતો.
  
    નહિ, ચિરાગ તે પ્રોડક્ટ બધા આપણા એપ પર સેલ નથી કરવાના, તે પ્રોડક્ટ બધા અત્યારે લોકલ માર્કેટમાં સેલ કરી દે. વિહાનએ કહ્યું.

    સર અને પેલા ડ્રાઇવરનું શું કરવાનું છે? ચિરાગએ પૂછ્યું.

    ચિરાગ તે ડ્રાઇવરની અત્યારે તો એશોઆરામ વાળી જિંદગી કર, તેની વગર આપણું કામ શક્ય નથી.

  સર એક વાત પૂછું? ચિરાગએ પૂછ્યું, વિહાનએ કહ્યું, હા પૂછ.

   સર તમે મેઈન પ્રોડક્ટ કેમ નથી નાખ્યા? આપણી પાસે મોકો હતો તો પણ? ચિરાગએ પૂછ્યું.
  
  ચિરાગ આપણા ફળ માટે આપણે રાહ તો જોવી પડશે ત્યારે જ તો ફળ વધુ મીઠું લાગશે. વિહાનએ કહ્યું અને કપટ ભર્યું સ્મિત કર્યું.

    સર...

    હવે શું છે ચિરાગ? 

    સર... આમાં બહુ રિસ્ક છે, અગર અથર્વ રાઠોડને આ વિશે થોડી પણ શંકા પડી, તો સર આપણી કંપનીને બરબાદ કરીને મૂકી દેશે. ચિરાગએ થોડા ડર સાથે કહ્યું.

   વિહાનએ કહ્યું, હું નહિ જાણતો હોય ચિરાગ, કે અથર્વ રાઠોડ સાથે દુશ્મની એટલે આપણી બરબાદી. એટલે તો કહું છું કે આપણા ફળ માટે આપણે રાહ જોવી પડશે. આપણે ધીરે ધીરે આપણી ચાલને અમલમાં મૂકવી પડશે. ત્યારે જઈને અથર્વની કંપની બરબાદીની રાહ પર જશે.

  **********

    મિ. અથર્વ હું મિટિંગ માટે નેકસ્ટ મંડેના આવું છું ઉમ્મીદ છે તમારી કંપની પ્રેઝન્ટેશન રેડી કરી રાખશે. મિ. ભાટિયાએ કૉલ પર અથર્વને કહ્યું.

   જી સ્યોર મિ. ભાટિયા. તમે આવો પ્રેઝન્ટેશન રેડી થઈ જશે. અથર્વ એ કહ્યું.

    થોડીવાર વાત કરીને અથર્વએ કૉલ રાખ્યો અને બહાર જઈ એમ્પ્લોયને કહ્યું, કાલથી જે.બી મોલનું પ્રેઝનટેશન બનાવવાનું ચાલુ થઈ જશે, જોકે આપણે ૨૦% જેટલું પ્રેઝન્ટેશન કરી જ નાખ્યું છે... આ ડીલ સાવ કેન્સલ થવાના આરે આવી હતી એટલે આપણે દિલ થી મેહનત કરીને તેમનો વિશ્વાસ પાછો જીતવાનો છે.....આવતા મંગળવારે મિસ્ટર જયદીપ ભાટિયા આવે છે. તેમને આપણે ફરિયાદનો મોકો નથી આપવાનો.

    બધા એમ્પ્લોયએ કહ્યું જી સર અમે કોઈ ફરિયાદનો મોકો નહી આપશું મિ. ભાટિયાને.

   અથર્વ મીરાને જોઈ રહ્યો હતો પણ મીરા હજુ તેનાથી ગુસ્સે હતી.

   મીરા પોતાનું કામ કરી રહી હતી. અથર્વ તેની પાસે આવ્યો અને કહ્યું, સોરી મીરા!

   મીરા અથર્વને અવગણીને ત્યાંથી ચાલી ગઈ. 

   અથર્વ જાણતો હતો કે, તે માફીને લાયક નથી. પણ તે છતાં પણ કોશિશ કરી રહ્યો હતો.

   આજે અબીર પણ હિંમત કરીને ઝોયા પાસે વાત કરવા માટે ગયો.

     ઝોયાએ ઓફિસના કેફેટેરિયામાં કોફી પીય રહી હતી. અબીર ઝોયા બેઠી હતી તે ટેબલ પર આવી ઝોયાને સામેની ખુરશી પર બેઠો.

  હાય ઝોયા. અબીરએ ઝોયાને આવીને કહ્યું.

  ઝોયા અબીરને જોઇને ટેબલ પરથી ઉભી થઈ ને જવા લાગી ત્યાજ અબીરએ તેનો હાથ પકડી લીધો. 

   ઝોયા આજ નહિ પ્લીઝ, આજ તારે મારી વાત સાંભળવી પડશે. કેટલાય મહિના થઈ ગયા હું અહી આવ્યો તેને તુએ મારી સાથે એક સરખી વાત પણ નથી કરી... ઝોયા શું હું એટલો બધો અજનબી થઈ ગયો છું તારી માટે? અબીરએ કહ્યું.

   હા તું અજનબી છો મારી માટે...અને તારે શું વાત કરવી છે મારી સાથે, તે વાત કરવા જેવું કંઈ રેહવાં પણ દીધું છે. ઝોયાએ ગુસ્સામાં કહ્યું.

   ઝોયા તું જે સજા દે મને મંજૂર છે પણ પ્લીઝ મને માફ કરી દે. અબીર ઘૂંટણ વાળીને પોતાના બંને હાથ જોડીને ઝોયાની આગળ બેસી ગયો અને કહ્યું.

  અબીર ઊભો થા...બધા જોવે છે આપણને. ઝોયાએ આજુબાજુ નજર કરીને કહ્યું.

  મને ફરક નથી પડતો ઝોયા એ બધાથી.... મને માફ કરી દે બસ. 

  રાહીલ કેફેટેરિયામાં આવી રહ્યો હતો તેનું ધ્યાન અંદરના દૃશ્ય પર પડ્યું. રાહીલએ આજુબાજુ નજર કરી બધા એમ્પ્લોય અબીર અને ઝોયાને જ જોઈ રહ્યા હતા. 

  રાહીલ અંદર ગયો તેણે અબીરને ઊભો કર્યો. અબીર સર શું થયું?

  રાહીલ પેહલા ઝોયાને કહે મારી વાત સાંભળે, હું પછી જ ઊભો થઇશ. અબીરએ ઝોયાની સામે નજર રાખી કહ્યું.

   ઝોયા બધા તમને બંનેને જોવે છે.  અબીર સરને બધા એમ્પ્લોય જોવે છે તે બોસના ભાઈ છે. આ તેમને શોભા નથી આપી રહ્યું માટે જે વાત હોય તે શાંતિથી બેસીને કર. રાહીલએ ઝોયાને સમજાવીને કહ્યું.

  રાહીલએ ઝોયાનો હાથ પકડી ટેબલ પર બેસાડી દીધી. અબીર પણ ઊભો થઈને ટેબલ પર બેસ્યો. 

  રાહીલ બીજા એમ્પ્લોયને ખિજાયો...બધાને કામ શોંપીને ત્યાંથી રવાના કર્યા અને રાહીલ પણ તેની સાથે બહાર ચાલ્યો ગયો. 

   આ બધું શું લેવા કરે છે અબીર. ઝોયાએ નિરાશ થઈને કહ્યું.

  ઝોયા મને માફ કરી દે બસ. અબીરએ કહ્યું.

   ઝોયાએ કેટલીય વાર સુધી અબીરના ચેહરા સામે જોયું. થોડીવાર પછી તે બોલી, માફી જોઈને અબીર તને....જા માફ કર્યો મે. 
  
  અબીર ઝોયાને એકટસ જોઈ રહ્યો હતો. ઝોયાએ ફરીવાર એકવાર કહ્યું, માફ કરી દિધો તને મે અબીર ઝોયાને એકટસ જોઈ રહ્યો હતો. પણ હવે મારીથી દૂર રેહજે...મને મારી જિંદગી જીવવા દે અબીર... તારી લીધે હું શું બની ગઈ હતી, મારે ફરી એ ઝોયા બની નથી જીવવું... ડર લાગે છે મને...મને તે દુઃખ માંથી બહાર આવવામાં બહુ તકલીફ થઈ છે..... મીરા અને રાહીલ.. મારા મિત્રોની સાથે મારી તકલીફ દૂર થઈ છે. હવે મે તને માફ કરી દિધો પણ હું એટલું જ ઇચ્છુ છું કે તું તારી જિંદગી જીવ અને મને શાંતિથી મારી જિંદગી જીવવા દે. એટલું કહી ઝોયા ત્યાંથી ચાલી ગઈ. અબીર તેને નિરાશા ભરી નજરે જતા જોઈ રહ્યો.

    રાહીલ ઝોયાની રાહ જોઈને ઊભો હતો. ઝોયા બહાર આવી. રાહીલ તેને લઈને બહાર ઓફિસના ગાર્ડન એરિયામાં લઈને ગયો ..........વધુ આવતા અંકે