બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 29 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 29




    મીરાને અથર્વના કેબિનમાંથી આવાજ આવતા તે અંદર ગઈ અને તેણે અથર્વને પૂછ્યું, શું થયું...આ શેનો અવાજ હતો?

     કંઈ નથી થયું. તું જા. અથર્વ થોડા ગુસ્સામાં બોલ્યો.

    મીરાએ ફરીવાર પૂછ્યું, અથર્વ શું થયું?
 
    અથર્વ ગુસ્સામાં બોલ્યો, સોરી મીરા મેડમ મારાથી આ પોટ નીચે પડી ગયું અને તૂટી ગયું....મીરાને અથર્વનો આ સ્વભાવ કઈક અલગ લાગ્યો.
  
     મીરા ફક્ત અથર્વને જોઈ રહી હતી. અથર્વનું ખૂબ જ મૂડ ખરાબ હતું. તે ફરી બોલ્યો, કંઈ નથી થયું તે ફક્ત તૂટી ગયું છે...તમે જાવ.

      મીરા અથર્વ પાસે આવી અને પૂછ્યું, શું થયું અથર્વ...કેમ આમ બોલો છો?

     મે કહ્યુને જા અહી થી...જા આર્યનને જઈને પૂછ....તેની સાથે ગઈ હતી ને...હું બૉસ હોવ ન હોવ તને શું ફરક પડે...કંપનીમાંથી જ્યારે મન થાય ત્યારે વયું જવાનું....હું છું કોણ તો તું મને પૂછશે. અથર્વ ખૂબ ગુસ્સામાં હતો તે શું બોલી રહ્યો હતો તેને પોતાને ભાન નોહતી.

    આઈ એમ સોરી અથર્વ... આર્યન મને જમવા માટે લઈ ગયો હતો. મીરાએ અથર્વના આવા વર્તનથી આશ્ચર્યથી કહ્યું.

    અથર્વનુ ધ્યાન મીરાની ગરદન પર ગયું, જ્યાં લાલ નિશાન પડેલા હતા...તેને ખુબ જ ખીજ ચડી તે ખીજમાં ને ખીજમાં ન બોલવાનું બોલી ગયો. જેની તેને ભાન ન રહી. તે ગરદન પર નજર રાખી બોલ્યો, દેખાઈ છે કેવું જમવા ગયા હતા તમે બંને.

    કંપનીમાંથી બધા એમ્પ્લોય પોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતા. ફક્ત ઝોયા બહાર મીરાની રાહ જોઈ રહી હતી. તે તેની રાહમાં પોતાના ફોનમાં જોઈ રહી હતી.
  
   મીરાને પેહલા સમજ ન પડી અથર્વ શું બોલ્યો. પણ તેણે જોયું અથર્વ તેની લાલ નિશાન પડેલી ગરદન પર જોઈને બોલી રહ્યો છે. તેને હવે અથર્વની વાતનો મતલબ સમજાયો. 

    મીરાને અત્યંત અઘાત લાગ્યો. તેની આંખોમાં પાણી આવી ગયા. તેણે અથર્વને ગુસ્સેથી કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ મારી વિશે આવું બોલવાની...મીરાએ અથર્વના ખભા પર હાથ મારી ધક્કો માર્યો અને બોલી, તમે છો કોણ મને આવું કહેવા વાળા. મીરા ખૂબ હાયપર થઈ ચૂકી હતી. અથર્વના મોઢેથી આવું સાંભળીને તેનું શરીર ક્રોધમાં ધ્રુજી ઉઠ્યું હતું. 
  
    અથર્વને ભાન થઇ કે તે શું બોલી ગયો હતો. તેણે પોતાના મોઢા પર હાથ ફેરવ્યો. અથર્વએ મીરાનો હાથ પકડ્યો અને બોલ્યો, આઇ એમ સોરી મીરા...હું ગુસ્સામાં હતો...ફ્લોમાં બોલાય ગયું મીરા. 

    મીરાએ અથર્વનો જોરથી હાથ ઝાટકી નાખ્યો અને ગુસ્સામાં ધ્રુજતા શબ્દોએ બોલી, દૂર.. રહો.. મારી થી. 

     તે બહાર નીકળી તેને વારંવાર અથર્વના શબ્દના પડઘા પડી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા, શરીર ધ્રુજી રહ્યું હતું. તે ઝોયા પાસે જઈ રહી હતી ત્યાજ તે ઘબાક દઈને નીચે પડી, મીરા બેહોશ થઈ ચૂકી હતી. 

    ઝોયાનું ધ્યાન ગયું તેણે મીરાને જોઈ...તેના હાથમાંથી ફોન છૂટી ગયો. તેનાથી જોરથી ચીસ નખાઈ ગઈ, મીરા... તે મીરા પાસે દોડીને ગઈ...મીરા શું થયું...મીરા, ઝોયા મીરાના ગાલ થપથપાવી રહી હતી.

    અથર્વ મીરાની પાછળ આવી રહ્યો હતો ત્યાજ તેને ઝોયાની મીરાના નામની ચીસ સંભળાઈ. તે ફટાફટ દોડીને બહાર આવ્યો.

    મીરા...અથર્વ મીરા પાસે બેસીને બોલ્યો. તેણે ઝોયાને ચિંતાથી પૂછ્યું, શું થયું મીરાને?

    ઝોયાએ કહ્યું, ખબર નહિ તે બહાર આવી અને બેહોશ થઈને નીચે પડી ગઈ.

    અથર્વએ મીરાને પોતાની બાહોમાં ઉઠાવી, તેને લઈને કારમાં બેસાડી. ઝોયા મીરા સાથે કારમાં બેઠી. 

    અથર્વએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી... ઝોયાએ મીરાના ચેહરા પર જોયું, જે આખો લાલ થઇ ગયો હતો. તે બોલી, શાયદ એલર્જીની અસર વધુ થઈ ગઈ લાગે. 

     શું... એલર્જી? અથર્વએ પૂછ્યું.

    ઝોયાએ કહ્યું, મીરાને જમી ને આવ્યા બાદ એલર્જી થઈ હતી. તેને જાંબુની એલર્જી છે. તે જ્યારે પણ જાંબુની કોઈ પણ ચીજ ખાઈ છે તો તેને આખા શરીરમાં લાલ નિશાન પડી જાઈ છે.... પણ આ પેહલી વાર થયું કે મીરા બેહોશ થઈ ગઈ છે. 

   અથર્વ ઝોયાની વાત સાંભળી આઘાત પામ્યો....અથર્વને યાદ આવ્યું મીરાએ તેને એક વાર કહ્યું હતું કે તેને જાંબુની એલર્જી છે. તેને એહસાસ થઈ રહ્યો હતો કે તે શું બોલી ગયો હતો. તેને તેના શબ્દો પર ગુસ્સો આવી રહ્યો હતો. 

    થોડીવારમાં તે હોસ્પિટલ પોહચી ગયા. અથર્વ મીરાને ઉપાડીને હોસ્પિટલ અંદર ગયો. તે તેને ડોક્ટરના કેબિનમાં લઈ ગયો. તેને ત્યાં સુવડાવી. 

   ડોકટરએ મીરાને ચેક કરી અને કહ્યું, પેશન્ટને જોઇને લાગે છે કે કઈક એલર્જીની અસર છે...શું થયું છે પેશન્ટ ને? ડોક્ટરએ પૂછ્યું.

   હા સર મીરાને જાંબુની એલર્જી છે. ઝોયાએ ચિંતાથી કહ્યું.

  ચિંતાની વાત નથી કંઈ, પેશન્ટને એલર્જીની અસર વધુ થઈ ગઈ છે જેના કારણે તે બેહોશ થઈ ગયા છે. હું તેમને અત્યારે એક ઈન્જેકશન આપુ છું થોડીવારમાં તે હોશમાં આવી જશે.

  ડોક્ટરએ મીરાને ઈન્જેકશન આપ્યું અને દવા લખી દીધી. અથર્વ તે દવા લેવા માટે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આવ્યો. તેને પોતાના પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તે પોતાના મનને કોસી રહ્યો હતો. તેના કારણે મીરાની આવી હાલત થઈ હતી.

   તે દવા લઈને આવ્યો મીરા પાસે. ડોકટરએ કહ્યું, તમે પેશન્ટને ઘરે લઈ જઈ શકો છો. તે હોશમાં આવે એટલે તેમને આ દવા પીવડાવી દેજો અને તેમને આરામ કરવા દેજો.

  અથર્વ અને ઝોયા બંને મીરાને તેના ઘરે લઈને આવ્યા. અથર્વએ તેને બેડ પર સુવરાવી. ઝોયા મીરા પાસે આવીને બેઠી. અથર્વ રૂમના દરવાજા પાસે આવીને ટેકો દઈને ઊભો રહી ગયો.

   દસેક મિનિટમાં મીરા હોશમાં આવી. તે ઉભી થવા જઈ રહી હતી. ઝોયાનું ધ્યાન ગયું અને તેણે મીરાને બેસવામાં મદદ કરી. ઝોયાએ પૂછ્યું, મીરા તું ઠીક છો?

   અથર્વ મીરા પાસે આવી રહ્યો હતો, મીરાનું ધ્યાન ગયું અને તેણે ઝોયાને કહ્યું, ઝોયા આમને કહે અહીંથી ચાલ્યા જાઈ!

   અથર્વ ઊભો રહી ગયો. ઝોયાએ મીરાને કહ્યું, મીરા શું કહે છે તું. તે તને હોસ્પિટલ લઈ ગયા હતા અને અહીં તારી ચિંતાએ ઊભા છે.

   ઝોયા તેમને કહે કે મારી ચિંતા કરવાનો ખોટો ઢોંગનો કરે....તેમને કહે કે અહીંથી ચાલ્યા જાઈ. મીરાએ ગુસ્સાથી કહ્યું અને પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું.

   ઝોયા ઉભી થઇ અને અથર્વને બહાર લઈને આવી. તેણે અથર્વને કહ્યું, મને નથી ખબર તમારી બંને વચ્ચે શું થયું છે. પણ મિસ્ટર અથર્વ, અત્યારે તમે અહીંથી ચાલ્યા જાવ. મીરાની અત્યારે તબિયત નથી સારી, તે તમને જોશે અને વધુ ગુસ્સો કરશે. 

   અથર્વએ ફક્ત હકારમાં માથું હલાવ્યું અને તે ત્યાંથી ચાલ્યો ગયો. 

   ઝોયાએ મીરાને આવીને પૂછ્યું, કેમ આવું વર્તન કર્યું તે મિ. અથર્વ સાથે?

   મીરા થોડીવાર ચૂપ રહી અને પછી કંપનીએ જે થયું હતું તે બધું ઝોયાને જણાવી દીધું. 

   મિસ્ટર અથર્વ આવુ બોલ્યા મીરા. ઝોયાએ આશ્ચર્યથી કહ્યું.

    મીરાએ હકારમા માથું હલાવ્યું...ઝોયાના મનમાં એક પ્રશ્ન થયો.... તેણે મીરાને જોઈ, મીરા હજુ પણ દુઃખી હતી એટલે તેણે તે પ્રશ્ન ન પૂછ્યો અને મીરાને તે વાત ભૂલવાળવા માટે તેણે કહ્યું, મીરા ચાલ સુઈ જઈએ. દવા તે પીધી છે અને ઘેન માને ચડ્યું છે...હું અમ્મીને કૉલ કરીને કહી દઉં કે આજ હું મારી બેસ્ટીના ઘરે રોકાઈશ. 

    મીરાની ઊંઘ રાતના એક વાગે ઊડી. ઝોયા ફૂલ ઊંઘમાં સૂતી હતી. મીરાનું ધ્યાન બારી પાસે ગયું જે ખુલ્લી હતી અને પવનને કારણે પરદા ઉડી રહ્યા હતા. તે બારી બંધ કરવા માટે ઉભી થઈ અને તેણે એક વખત બહાર નજર કરી.

   તેણે અથર્વને જોયો, જે તેની કારના બોનેટ પર બેઠો હતો ..........વધુ આવતા અંકે