બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 27 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 27





   અથર્વનું થોડું મૂડ બગડી ગયું હતું. આર્યનને જોઈને અબીરએ પૂછ્યું, ભાઈ આ આર્યન તમને ઓછો પસંદ લાગે? 

   એ છોકરી છે, તો હું એને પસંદ કરું? અથર્વએ લેપટોપ પર કામ કરતા કરતા જ થોડા અકળાઈને જવાબ આપ્યો.

   અબીરને હસવું આવ્યું, તેણે થોડી મસ્તી કરતા કહ્યું, હું ક્યાં છોકરી છું તો પણ તમને ગમુ છું ને.......ભાઈ તમે આર્યનથી જેલેસ થાવ છો?
  
    સિરિયલી અબીર, મને... અને એ પણ આર્યનથી ઈર્ષ્યા... ઈમ્પોસિબલ. અથર્વએ હસીને કહ્યું.
    
   તો તમે તેની સામે મોઢું કેમ બગાડ્યું? અબીરએ ફરી સવાલ પૂછ્યો.

    મે એટલે મોઢું બગાડ્યું કારણ કે કાલનો મીરાની પાછળ લાગ્યો છે. તે કાલે પાર્ટીમાં પણ વગરકામની ફાલતુ વાતો કરતો હતો અને અહી પણ મીરા તું અત્યારે વધુ સુંદર લાગે છે. તેવી ફાલતુ વાતો કરે છે. અથર્વએ અકળાઈને કહ્યું.
  
  હમમ...બરાબર. અબીર ફક્ત એટલું જ બોલ્યો.

     
    મીરા અને ઝોયા કંપનીનું કામ પતાવી બંને શોપિંગ માટે જઈ રહી હતી અને બહાર રીક્ષાની રાહ જોઈ રહી હતી. 

    ત્યાજ આર્યન જઈ રહ્યો હતો તેની કાર લઈને. મીરા અને ઝોયાને ઉભેલી જોઈને તેણે કાર તે બંને પાસે લીધી અને કહ્યું, હેલ્લો ગર્લ્સ અહી શું કરો છો? 
  
    મીરાએ કહ્યું, કંઈ નહિ મિ.આર્યન રિક્ષાનો વેટ કરીએ છીએ કોઈ મળી જાઈ તો.

   ક્યાં જવું છે?  હું ડ્રોપ કરી દઉ. આર્યનએ કહ્યું.

   અમે અહીંના સિલ્વર મોલમાં શોપિંગ માટે જઈ રહ્યા છીએ, અને મિ. આર્યન, થોડીવારમાં એકાદ રિક્ષા આવી જ જસે. મીરાએ કહ્યું.
  
   અરે હું એમ પણ હવે ઘરે જ જાઉં છું અને તે સિલ્વર મોલ પણ તેજ રસ્તે આવે છે તો ચાલો બેસી જાઉ તમને ત્યાં ડ્રોપ કરી દઉં. આર્યનએ કહ્યું.

   મીરાએ ઝોયા સામે જોયું, ઝોયાએ હકારમાં માથુ હલાવ્યું. બંને કારમાં પાછળની સીટમાં બેસી ગઈ.

   મિસ્ટર આર્યન તમે કેમ અચાનકથી યુએસથી પાછા આવી ગયા? ક્યારની ચૂપ બેઠેલી ઝોયાએ પૂછ્યું.

   મિસ ઝોયા બસ પરિવારની યાદ આવી ગઈ એટલે આવી ગયો. હું દુનિયાના લગભગ અડધા દેશોમાં ફર્યો છું, હા અમુક જ્ગ્યાઓ બહુ જ સારી હોય પણ પરિવારની પાસે જે સુકૂન મળે એ દુનિયાના કોઈ પણ જગ્યાએ ન મળે... એટલે આવી ગયો.
   
   હા એ વાત તો છે કે પરિવાર વગર ક્યાંય સુકૂન નથી.  ઝોયાએ કહ્યું.
  
   મીરા તેમની વાત સાંભળી વિચારમાં ખોવાઈ, તે વિચારી રહી હતી, કે પરિવારનું સુકૂન કેવું હોતું હશે? 

   આર્યનએ કારના મિડલના કાચમાંથી મીરા સામે જોયું. મીરાને વિચારમાં જોઈને આર્યન બોલ્યો, મીરા કયાં વિચારમાં ખોવાઈ ગયા.
  
   મીરા આર્યનની વાતથી વિચારોમાંથી બહાર આવી અને બોલી, અ.. મિ.. આર્યન કઈ નહિ બસ એમજ.

    મીરા.. તમે બંને મને ફકત આર્યન જ કહો. હું પણ તમને તમારા નામથી જ બોલાવીશ... હું ક્યાં બૉસ છું. એમ પણ આપણે મિત્રો જેવા તો છીએ. આર્યનએ કહ્યું.

    જવાબમાં મીરા અને ઝોયાએ સ્મિત કર્યું. પછી તે બંને વાતો કરી રહી હતી. મીરાએ કહ્યું, ઝોયા મે ઈશાને મેસેજ કરી દિધો હતો કે તે મોલ પોહચી જાઈ. 
  
     હા ઈશા હોય તો વધુ સારું તે તેનું સગાઈનું આઉટફીટ  પોતાની ચોઈસનું લઈ લેતો વધુ સારું. નહીંતર તે તો કહેતી હતી કે તે પણ તમે બંને સિલેક્ટ કરી લેજો.

     કોની સગાઈ છે? તે બંનેની વાત સાંભળી રહેલા આર્યનએ પૂછ્યું.

   અમારી મિત્રોની અને તે બંને આપણી કંપનીના જ સ્ટાફ છે. ઝોયાએ કહ્યું.
  
    ઓહ, સરસ. આર્યનએ કહ્યું.
  
    તે લોકો થોડીવારમાં મોલ પોહચી ગયા!

    ઈશા ત્યાં તે લોકોની રાહ જોઈ રહી હતી. તે બંને કારમાંથી બહાર નીકળી, આર્યન પણ બહાર આવ્યો. ઈશા વિચારી રહી હતી કે મીરા અને ઝોયા આ કોની સાથે અહી આવી છે. તે આર્યનને જોઈ રહી હતી. 

    ઝોયાએ બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો અને તે બંન્નેએ એકબીજાને હાય કર્યું. 

    કોંગ્રેટ્યુલેશન્સ ઈશા, તમારી સગાઈ માટે.

    થૅન્ક યુ સો મચ આર્યન. 

    પછી આર્યન તે લોકોને બાય કહી ત્યાંથી નીકળી ગયો.

    તે ત્રણેય અંદર ગઈ અને કપડાઓ જોવા લાગી.

     ઈશાએ ઘણા લેહંગાચોલી ટ્રાય કર્યા પણ એક પણ તે ત્રણેયને પસંદ ન પડ્યા. ઘણાં ટ્રાય કર્યા બાદ એક લેહંગાચોલી પેહરીને ઈશા બહાર આવી.

     મીરા અને ઝોયાએ ઈશાને જોઈ.... બંનેના મોઢામાંથી એકજ શબ્દ નીકળ્યો, વાઉ!

     ઈશાએ પણ કહ્યું, યાર મને આ ગમે છે. 

     મીરાએ પણ કહ્યું, ઈશા આ લેહંગાચોલી અમને પણ બહુ ગમ્યા!

     હા ઈશા તું જોજે રાહીલ તને આમાં જોઈને પાગલ જેવો થઈ જશે. ઝોયાએ કહ્યું.

     મીરાએ મસ્તી કરતા કહ્યું, ના ના ઈશા તો આ લેહંગાચોલી ન લેતી, રાહીલ પાગલ થઇ જશે તો આપણે શું કરશું?

   યાર મીરા હું એમ નથી કહી રહી. ઝોયાએ કહ્યું.

મીરા અને ઈશાને ઝોયા પર ખૂબ હસવું આવ્યું તે બંને ખડખડાટ હસી પડી.

**********

      અથર્વ મિસ્ટર અજય મલ્હોત્રા સાથે વાત કરી રહ્યો હતો તેની દિલ્હીની કંપની બ્લેક એમ્પાયર વિશે.
 
   મિ.મલ્હોત્રા કોરિયાથી જે માલ સામાન આવવાનો હતો તે આવી ગયો?

    જી હા મિ.અથર્વ, તે સામાન આવી ગયો છે, પણ...
મિસ્ટર મલ્હોત્રા બોલતા બોલતા અટકી ગયા.

    પણ શું મિ.મલ્હોત્રા? અથર્વએ પૂછ્યું.

    એમાંથી સર ૯૦ ટકા પ્રોડક્ટ જે આપણે મંગાવ્યા હતા તે આવ્યા છે. બાકી ૧૦ ટકા તે લોકોએ પ્રોડક્ટ ચેન્જ કરી દીધા છે. પ્રોડક્ટ સારા જ છે પણ આપણે ઓર્ડર કર્યા હતા તે નથી અને આ પ્રોડક્ટ પેહલા ક્યારેય નથી આવ્યા.

    તે લોકો એવું કેવી રીતે કરી શકે, આજ સુધી એટલા ટાઈમમાં આવું નથી થયું. અથર્વએ કહ્યું.

   મિસ્ટર હ્યુંનને કોન્ફરન્સ કૉલમાં આપણી
સાથે એડ કરો. 

   મિસ્ટર હ્યુંનએ કૉલ ઉપાડ્યો અને કહ્યું, હેલ્લો.
  
   હેલ્લો મિસ્ટર હ્યુંન....અથર્વએ કહ્યું.

   મિ.અથર્વ પ્રોડક્ટ આવી ગયા? મિસ્ટર હ્યુંનએ પૂછ્યું.

   જી... હા મિસ્ટર હ્યુંન, પ્રોડક્ટ આવી ગયા છે,પણ તેમાં ૧૦% પ્રોડક્ટ તે છે જે અમે ઓર્ડર જ નથી કર્યા.અથર્વએ કહ્યું.
  
     નહિ મિસ્ટર અથર્વ, અમે તે જ બધા પ્રોડક્ટ મોકલાવ્યા છે જે તમારી કંપનીએ ઓર્ડર કર્યા હતા...છતાં હું ચેક કરી લવ છું ડેટા.....નહિ સર આમાં તેજ પ્રોડક્ટની લીસ્ટ છે જે તમારી કંપનીની લિસ્ટમાં છે. મિ.હ્યુંનએ ડેટા જોઈને કહ્યું.
  
     મિસ્ટર અથર્વ...તો એમ કેમ થાય છે. જ્યારે આપણી કંપનીએ તે પ્રોડક્ટ ઓર્ડર નથી કર્યા અને મિ.હ્યુંનના ડેટા લીસ્ટ પણ આ પ્રોડક્ટ નથી બતાવી રહી. મિસ્ટર મલ્હોત્રાએ કહ્યું અને તેમણે તે પ્રોડક્ટ બતાવ્યા કૉલમાં.
   
    મિસ્ટર હ્યુંનએ તે પ્રોડક્ટ જોયા અને બોલ્યા, મિસ્ટર અથર્વ આ છે તો અમારી જ કંપનીનો પ્રોડક્ટ,
આ એક કોસ્મેટિક પ્રોડક્ટ છે. જે હું બીજી શોપિંગ ઓનલાઇન કંપનીઓ માટે મોકલાવું છું ઇન્ડિયા.... મિ.અથર્વ મને એમ લાગે છે કે શાયદ મારા કર્મચારીઓથી ભૂલમાં આ પ્રોડક્ટ તમારા પ્રોડક્ટમાં ટ્રાન્સફર થઈ ગયો છે.
   
    મિ.અથર્વ હું માફી ચાહું છું તે ભૂલ માટે, આપણે ઘણા ટાઈમથી સાથે કામ કરીએ છીએ, આ ભૂલ પેહલી વાર થઈ છે અને હું ફરી તે પ્રોડક્ટ મોકલાવું છું જે રહી ગયા છે. મિસ્ટર હ્યુંન થોડા શર્મિંદા થતાં બોલ્યા.
  
    અરે કંઈ વાંધો નહિ મિસ્ટર હ્યુંન, મને થોડું આશ્ચર્ય થયું એટલા માટે મારે કૉલ કરવો પડ્યો તમને, આ પ્રોડક્ટ પેહલા ક્યારેય નથી આવ્યા એટલે. અથર્વએ કહ્યું.
   
     તે કોસ્મેટિક પ્રોડક્ટ્સ સારા છે મિ.અથર્વ, હું તમને તે પ્રોડક્ટ વિશે કહેવાનો જ હતો કારણ કે, તેની ડિમાન્ડ ઇન્ડિયામાં વધુ છે. મિસ્ટર હ્યુંનએ કહ્યું.
   
     સારું મિસ્ટર હ્યુંન, હવે પેલા પ્રોડકટની જગ્યાએ હું આ પ્રોડક્ટ રાખું છું. ટ્રાય કરી જોઈએ અગર અમારા એપ પર થી ડિમાન્ડ વધશે, તો તમે આ પ્રોડક્ટ એડ કરી દેજો પેલા બધા પ્રોડક્ટ્સ સાથે.અથર્વએ કહ્યું.
   
    મિસ્ટર હ્યુંનએ અથર્વને બાય કહી કૉલ રાખ્યો.
  
    અથર્વએ મિસ્ટર મલ્હોત્રાને કહ્યું, તમે આ પ્રોડક્ટ,ન્યૂ પ્રોડક્ટ કરી સેલ કરવા મૂકી દયો એપ પર ..........વધુ આવતા અંકે