બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 26 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 26

     તું આખી રાત મિસ્ટર રાઠોડના બેડરૂમમાં સૂતી હતી. ઝોયા મીરા સામે આશ્ચર્યથી જોઈને બોલી.
  
   મીરાને ઝોયાની વાત સમજાતા તેણે ઝોયાને હલબલાવી નાખી, એ.. તું વિચારે એમ નથી કંઈ થયું, પાગલ કંઈ પણ વિચારે છે તું.

   તો ઠીક નહિંતર મે તો એજ વિચારી લીધું હતું. ઝોયા બોલી.

   થોડીવારમાં અસ્મા બેનએ બૂમ પાડી, છોકરીયું નાસ્તો કરવા આવો નીચે ફટાફટ.

   હા, અમ્મી આવીએ. ઝોયાએ જવાબ આપ્યો.
 
   ચાલ મીરા, નીચે જઈએ અને હા ઈશાનો રાતે કૉલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે સાંજે તમે બંને અહીંના કેફેમાં આવી જજો. એ રાહ જોસે.

  સારું સાંજે જઈએ, ઈશાને મળવા અને બંને નીચે નાસ્તો ગઈ.
  
   આખી બપોર મીરા અને ઝોયાએ ઘરે મુવીઝ જોઈ ગેમ્સ રમી અને સાંજે ઈશાને મળવા પોહચી ગઈ.

   બંને કેફેમાં આવી, ઈશા હજુ નોહતી આવી.
  
   લ્યો બોલો જેણે બોલાવ્યા તેનું પોતાનું ઠેકાણું નથી હજુ આવવાનું. ઝોયાએ કહ્યું.

   મીરાએ ઈશાને કૉલ કર્યો, ત્યાજ ઈશા કેફેની અંદર આવી.
  
   ઝોયાએ કહ્યું, મીરા રેહેવા કૉલ નો કર, આવી ગયા મેડમ.

   ક્યાં આજ કાલ ફરી રહ્યા છો ઈશા મેડમ? મીરાએ કહ્યું.
   
    ક્યાં જાવાની યાર, કામ જ નથી પૂરું થઈ રહ્યું. માંડ એક કામ પતાવું ત્યાં બીજું કામ તૈયાર હોય.... સગાઈની તૈયારી કરવી છે એ પણ નથી થઈ રહી કંઈ. ઈશાએ કહ્યું.

   કોની સગાઈની તૈયારી કરવી છે? ઝોયાએ પૂછ્યું.

   યાર ઝોયા અમારી સગાઈ, મારી અને રાહીલની. ઈશાએ કહ્યું.
  
   તમારી સગાઈ....તમે બંને સગાઈ કરો છો??  મીરા ઉત્સાહિત થઈ બોલી.

   હા મીરા. ઈશાએ સુંદર સ્મિત સાથે કહ્યું. 
    
   વાઉ...યાર હું તો અત્યારથી એક્સાઈટેડ થઈ ગઈ. ઝોયા એ ખૂબ જ ઉત્સાહિત થતાં કહ્યું.

    આ તમારું એક્સાઈટમેન્ટ બચાવી રાખો કેમ કે હજુ તમારે બંનેને સગાઈની તૈયારી કરવાની છે. ઈશાએ કહ્યું.

   હે...અમે કરીએ તમારી સગાઈની તૈયારી? આ સરસ છે હો! ઝોયાએ કહ્યું.
  
   ઈશાએ માસૂમ ચેહરો કરી કહ્યું, યાર હું ખરેખર કામમાં અટવાઈ છું. પ્લીઝ કરી આપજોને સગાઈની તૈયારી.

    અરે એમાં શું થઈ ગયું ઈશા, તું અને રાહીલ આમારા મિત્રો છો, અમે એટલું તો કરી જ શકીએ ને. મીરાએ સ્મિત સાથે કહ્યું.
  
    ઝોયાએ પણ કહ્યું, અરે ઈશા તું જો... અમે બંને કેવી મસ્ત તૈયારી કરીએ તમારી સગાઈની.
  
    થેંક્યું સો મચ માય ફ્રેન્ડસ. ઈશાએ કહ્યું.

   અરે દોસ્તીમાં આભાર ન માનવા નો હોય. ઝોયાએ કહ્યું.
  
   તે ત્રણેય સહેલીએ ખૂબ વાતો કરી, એકબીજા સાથે ખૂબ મસ્તી મજાક કર્યો અને એમ રવિવારનો દિવસ પૂરો થયો.

     
    સવારે કંપનીમાં મીરા અને ઝોયા બંને કામ કરી રહી હતી. 

   મીરા અથર્વને કઈક પૂછવા અંદર આવી.
   
   અથર્વ...અ..તમને કંઇક..પૂછવું..હતું. મીરાએ થોડું ખચકાટ સાથે કહ્યું.
  
   હમમ..પૂછ. અથર્વએ મીરાની સામે એકટસ નજર રાખી કહ્યું.
  
   મે કાલે નશામાં શું કર્યું હતું? મીરાએ પોતાની નજર ફેરવતા કહ્યું.
  
   અથર્વ ઊભો થઈને તેની પાસે આવ્યો અને બોલ્યો, તે કાલે મને ખૂબ પરેશાન કર્યો હતો...મીરા નીચું જોઈ ગઈ. અથર્વએ આગળ કહ્યું, અને તે મને નશામાં પણ ઘણું બધું કહ્યું હતું. 

   મીરાએ કહ્યું, શું?
  
   મને અત્યારે તે કેહેવામાં શરમ આવે છે. અથર્વ મીરા સાથે મસ્તી કરી રહ્યો હતો પણ તે એકદમ સિરિયસ થઈને બોલ્યો....મીરાએ માથું ઊંચું જ ન કર્યું અને પોતાના મોઢે એક હાથ રાખી દીધો.

   આઈ એમ સોરી...એટલું કહીને મીરા અથર્વને જોયા વગર જ બહાર નીકળી ગઈ. મીરાને અથર્વની સામે થયું કે જમીન ફાટેને તે અંદર સમાઈ જાય.

    ઝોયા..ઝોયા..ઝોયા અહી આવ જલ્દી. મીરા બહાર આવી અને ઝોયાને બોલાવી રહી હતી મીરા ખૂબ જ  ગીલ્ટમાં હતી.
  
     શું થયું પણ? મારા નામની કેમ તસ્બીહ આદરી છે?
  
     ઝોયા અથર્વએ કહ્યું કે મે કાલે નશામાં ગમે તે બોલી ગઈ છું. તેમણે કહ્યું કે, મને કહેતા પણ શરમ આવે છે.....ઝોયા આ મે શું કર્યું. યાર મે શું શું બોલી હોઈશ?....અથર્વ પેહલા સાચું જ કહેતા હતા, કે તું એક નંબરની બેવકૂફ છોકરી છો. મીરા તેના વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહી હતી જેથી તે એકધારી બોલી રહી હતી.

    ઝોયાએ મીરાને શાંત પડતા કહ્યું, મીરા એક મિનિટ શ્વાસ તો લે! હવે શું કરી શકીએ આપણે, અને તું નશામાં બોલી હતી. નશામાં કોને ભાન હોય યાર! હવે એ વાત જવા દે થઈ ગયું તે થઈ ગયું.

     અહી અથર્વ મીરાને જોઈને હસી રહ્યો હતો. અથર્વના કેબિનના વોલનું પાર્ટીશન પારદર્શક મિરરનું હતું જેની સિસ્ટમ એવી હતી કે અથર્વ બહાર એમ્પ્લોયને જોઈ શકે અને બહારથી એમ્પ્લોય કેબિનની અંદર ન જોઈ શકે. જેથી તે કામ કરતા કરતા મીરાને જોઈ રહ્યો હતો.
   
   થોડીવારમાં આર્યન કંપનીએ આવ્યો. તેણે મીરાને જોઈ તેની પાસે આવ્યો અને બોલ્યો, હાય મીરા.
  
   મીરાએ લેપટોપ પરથી નજર હટાવી આર્યન સામે જોયું અને બોલી. ઓહ હાય આર્યન.
 
   ઝોયા તેને જોઈ રહી હતી. મીરાને તેણે ઇશારાથી પૂછ્યું, કે આ કોણ છે?
  
   મીરાએ કહ્યું, ઝોયા આ મિસ્ટર રજત ચોપડાના દીકરા છે.
  
   ઓહ આ..આર્યન સર છે. ઝોયા બોલી ગઈ.
  
   આર્યનએ જીણી આંખ કરી મીરા સામે જોયું અને પૂછ્યું તમે શું મારી વિશે જ વાત કરતા હતા? કારણકે તમારી સિવાય મને અહી કોઈ નથી ઓળખતું!
  
    મીરાએ કહ્યું, મિસ્ટર આર્યન આ મારી મિત્ર છે, ઝોયા ખાન. મે તેને આપણી પાર્ટીની મુલાકાત વિશે કહ્યું હતું. 

   ઓહ બરાબર.

   તે ત્રણેય વાતો કરી રહ્યા હતા. અથર્વએ આર્યનને જોયો અને બોલ્યો, આ અહી શું લેવા આવ્યો છે? અને તે બહાર આવ્યો.
  
   આર્યનએ અથર્વને જોઈને કહ્યું. ઓહ હાય મિ. અથર્વ.

   હાય. અથર્વએ ફક્ત એટલું જ કહ્યું.
   
    સ્ટાર હોટેલના પ્રોજેક્ટ પર ઉમદા કામ કર્યું છે હો તમે મિસ્ટર અથર્વ. આર્યનએ કહ્યું.
  
    થૅન્ક યુ આર્યન પણ અહી જેટલા એમ્પ્લોય છે ને તેમની મારા કરતા વધુ મેહનત છે. અથર્વએ કહ્યું.
  
     હા એ તો છે, આપણી કંપનીના બધા સ્ટાફ મેમ્બર સારા છે. અહી આવ્યો ત્યારનો બધાને જોવ છું બધા શાંતિથી એકદમ દિલ દઈને કામ કરે છે. 
  
    થોડીવાર બાદ અબીર તે લોકો પાસે આવ્યો. અથર્વએ આર્યનને અબીરનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું.
   
   આર્યન, આ મારો ભાઈ છે, અબીર અલી... અબીર આ આર્યન છે મિ રજત ચોપડાનો દીકરો.

   અબીરએ હાય કહ્યું અને હાથ મેળવ્યો. આર્યનએ પણ હાથ મેળવ્યો.
  
   આર્યનએ મીરાને કહ્યું, મીરા તમે વિથઆઉટ મેકઅપમાં તો વધુ સુંદર લાગો છો...મીરાએ જવાબમાં થોડું સ્મિત કર્યું.
  
   અથર્વએ આ જોયું, આર્યનનું ધ્યાન નોહ્તું અથર્વએ તેની સામે મોઢું બગાડ્યું, અને તેના કેબીનમાં ચાલ્યો ગયો. આર્યનએ તો ન જોયું પણ અબીરએ તેનું આ એક્સપ્રેસન જોયું અને તે પણ અથર્વની પાછળ કેબીનમાં ગયો.

  અથર્વનું થોડું મૂડ બગડી ગયું હતું. તેને જોઈને અબીરએ પૂછ્યું, ભાઈ આ આર્યન તમને ઓછો ગમતો લાગે? ..........વધુ આવતા અંકે