બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 25 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 25


    મારી લાઇફ અને અબીરની લાઇફ કેહવા જાવ તો એક જ સમાન છે. બંને બાળપણમા, માં ના પ્રેમથી અજાણ રહ્યા અને જવાનીમાં પિતાના પ્રેમથી. પણ અબીરએ આ નાની ઉંમરે ખોયું.
 
    એક દિવસ મુબીન અંકલની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ, ત્યારે અબીર ફક્ત ૧૮ વર્ષનો જ હતો. મારા પિતા તેમને મળવા ગયા. 
  
   મુબીન અંકલે મારા પિતાને કહ્યું, ભાઈ રણજીત મને નથી લાગતું કે હું હવે જીવી શકીશ...આપણે બંને એકબીજાના એક માત્ર પરિવાર છીએ.
  
    મને વચન આપ રણજીત કે, તું મારા દીકરાનું ધ્યાન રાખીશ, તે હજુ બહુ નાનો છે. મને ચિંતા થાય છે તેની....મારા પિતાએ તેમને વચન આપ્યું કે હું જીવતો છું, ત્યાં સુધી હું તારા દીકરાને મારા દીકરાની સમાન જ  રાખીશ.
   
    એ બંને મિત્રો વચ્ચે આ છેલ્લી વાતો થઈ હતી. બંને મિત્રોની આંખોમાં પાણી હતા. સવાર પડતા જ મુબીન અંકલ આ દુનિયાને, અબીરને અને તેમના મિત્રને છોડીને ચાલ્યા ગયા.
 
    મારા પિતાએ અબીરને તે સમયે સંભાળી લીધો. ધીરે-ધીરે અબીરનો ગમ ઓછો થયો. મારા પિતા તેના નાનામાં નાના અને મોટામાં મોટા બધા શોખ પૂરા કરાવતા.
  
    અબીરએ મારા પિતાના લાડમાં બે વર્ષ કાઢ્યા. મારા પિતા પણ તેના મિત્રના ગમમાં બે વર્ષમાં અમને મૂકીને ચાલ્યા ગયા, મારી પર અબીરની જીમ્મેદારી સોંપીને. મારા પિતાએ મારી કરતા પણ વધુ અબીરને સાચવ્યો હતો, તેથી હું જાણતો હતો કે તેમના મિત્રના વચન તેમણે કેવા પાડ્યા હતા. 
 
   ત્યારથી અમે બંને સાથે છીએ. બસ મારો પરિવાર અબીર અને ભાવના કાકી છે....અબીર મને જીવથી પણ વ્હાલો છે મીરા.
   
     હા.. તેને મારા પિતાના લાડે ઘણો બગાડી મૂક્યો હતો, પણ મારા પિતાના ગયા બાદ તે ખૂબ શાંત થઈ ગયો, તે પછી તેણે ક્યારેય મારી પાસે કોઈ વસ્તુ માટે જીદ નથી કરી. મને એક જ વાતનો અફસોસ છે કે તેનું બાળપણ છીનવાઈ ગયું. 

    તેણે મને થોડા ટાઈમ પહેલા ઝોયા અને તેના વિશે કહ્યું હતું,...મીરા તને ખબર છે તે બંને વિશે?
  
   હા..અથર્વ મને પણ ઝોયાએ તેમના વિશે કહ્યું હતું, અથર્વ મને ત્યારે અબીર પર બહુ ગુસ્સો આવ્યો હતો, પણ અબીર વિશે જાણીને અત્યારે દુઃખ થયું. તેના એવા સ્વભાવનું કારણ તેની એકલતા અને રણજીત અંકલનો લાડ હતો.
  
   વાતો કરતા કરતા મીરાનું ઘર આવી ગયું હતું. મીરા ઉતરી અને અથર્વને બાય કહીને ગઈ. અથર્વ મીરાને જતા જોઈ રહ્યો હતો. તે દેખાતી બંધ થઈ એટલે તે ગાડી સ્ટાર્ટ કરીને જીમ ગયો, અબીર પણ ત્યાં જ હતો.
 
    ઓહ હો મોટાભાઈ જીમ આવ્યા એમ, તમારે શું જરૂર છે અથર્વ ભાઈ જીમની? તમારી બોડી તો વગર જીમએ એવી છે. અબીરએ પુલ અપ કરતા કરતા કહ્યું.
  
   અથર્વએ અબીરના મસલ્સ પર માર્યું અને કહ્યું, જરૂર તો તારે પણ નથી જીમની, તો શું લેવા આવે છે અહી?
  
  કંઈ નહીં ભાઈ વર્કઆઉટ કરું એટલે થાકુ અને આરામથી ઊંઘ આવી જાય. અબીરએ કહ્યું અને પછી પૂછ્યું, પણ તમે શું લેવા આવ્યા? તમે તો ઘરે જ વર્કઆઉટ કરો છો. ક્યારેય જીમ નથી આવ્યા, આજે ક્યાંથી દિવસ ઊગ્યો?
  
    આજ તારી યાદ બહુ આવી એટલે તને જોવા આવી ગયો. અથર્વ મસ્તીવાળા અંદાજમાં બોલ્યો. પણ સાચ્ચે તેને આજ અબીરની યાદ બહુ આવી રહી હતી એટલે જ તે અહીંયા આવ્યો હતો.
  
   ભાઈ આપણે બંને એક જ ઘરમાં રહીએ છીએ, હું દિવસ રાત તમારી નજરની સામે હોવ, બહુ કહેવાય તોય મારી યાદ આવી. બાત ક્યાં હે બડે ભૈયા?? અબીરએ શક કરતા કહ્યું.
  
   હવે ચાલને વર્કઆઉટ કરવા. આજ રવિવાર છે, એટલે વિચાર્યું બંને ભાઈઓ સાથે વર્કઆઉટ કરીએ. અથર્વએ વાત ફેરવતા કહ્યું અને તેને ખેંચીને લઈ ગયો.

  **********

    હું અત્યારે યુએસ છું એટલે તને એ કામ સોંપ્યું હતું, હું ત્યાં હોત ને તો હું જાતે શોધી લેત તેને, તને કહું જ શું લેવા, તું તો ખાલી કેહવાં પૂરતો જ મિત્ર નીકળો ભાઈ રોકી! જોઈ લીધી હો તારી મિત્રતા. ૨૫ એક વર્ષનો યુવક તેના મિત્ર રોકીને ધીરા ધીરા મીઠા ટોંટ મારી કહી રહ્યો હતો.
    
    અરે યાર, તું સાવ યાર આમ કરે છે. તું વિશ્વાસ કેમ નથી કરતો મારો? અરે ભાઈ હું કઈ તારી થી ખોટું બોલવાનો?સાચ્ચે નથી મળી રહી તે, શોધી શોધીને થાક્યો...બધે તેની વિશે પૂછ્યું પણ કોઈને નથી ખબર તેની વિશે, તે ક્યાં છે...શું કરે છે. કંઇ જ નથી ખબર કોઈને. રોકીએ તેના મિત્રને કહ્યું.
   
   સારું કંઈ નહી, તો પણ તું કોશિશ કર્યા રાખજે શોધવાની તેને. પેલા વ્યકિતએ કહ્યું.
  
   હા ભાઈ....ચાલ બાય. રોકીએ પેલા વ્યક્તિને કહીને કૉલ રાખ્યો

      **********

    મીરા ઘરે જઈને નાહિ ધોઈને તૈયાર થઈને ઝોયાના ઘરે ગઈ.

    ઝોયાના મમ્મીએ દરવાજો ખોલ્યો અને તે મીરાને ભેટી ગયા, અરે મીરા બેટા કેમ છે?
   
    અરે એકદમ મજામાં અસ્મા આંટી. તમને કેમ છે? મીરાએ હસીને કહ્યું.
   
    બેટા હું પણ સારી છું.
  
    ક્યાં છે આપણા મેડમ? મીરાએ પૂછ્યું.
   
    અરે મેડમ રવિવારે સૂતા જ હોય, બીજું કશું ન કરતા હોય. અસ્મા બેનએ કહ્યું.
   
   હજુ સુધી સૂવે છે તે? એટલું કહી મીરા તેને ઉઠાડવા માટે દાદર ચઢી તેની રૂમમાં ગઈ. ઝોયા એકદમ મજાથી સુઈ રહી હતી.
 
    મીરાએ ટીપોઇ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, ઝોયાનું બ્લેંકેટ ઉઠાવ્યું અને પાણીનો ગ્લાસ ઝોયા પર રેડી દીધો.

   ઝોયા સફાળી બેઠી થઈ ગઈ અને જોરથી ચીસ નાખી, અમ્મી...યાર શું કરો છો તમે, આમ કોણ ઉઠાડે.
  
   મીરાએ તેનો ચેહરો પકડી પોતાની તરફ ફેરવ્યો અને બોલી, હું ઊઠાડું આમ....આ શું મોડે સુધી પથારીમાં પડી રેય...સાવ આળસુની પીર છો.
  
   સવાર સવારમાં આમ કોણ ઉઠાડે મીરાડી બિલાડી. ઝોયા અકળાઈને બોલી.

  સવાર નથી મેડમ, બાર બપોર થયા, ઊભા થાવ હવે. 
 
   યાર સુવા દેને મીરા પોતે તો રાતે પાર્ટીમાં જઈને આવી અમને ગરીબ માણસને સુવા દે......એક મિનિટ પાર્ટી. ઝોયા ને કઈક લાઈટ થઈ હોય તેમ તે બોલી.
 
   એય મીરા શું કર્યું હતું રાતે પાર્ટીમાં?.....આજ કાલ મિસ્ટર અથર્વની વાતો તું બહુ માનવા લાગી છે હો. ઝોયાએ મીરા સામે નેણ નચાવતા કહ્યું.
 
  અરે યાર તેમણે પૂછ્યું તો મે હા કહ્યું, એમાં માનવાની વાત ક્યાંથી આવી? અને શું થયું પાર્ટીમાં એ તો મને પણ યાદ નથી. મીરા તેના વિચારમાં બોલી.
  
    કેમ યાદ નથી? ઝોયાએ પૂછ્યું.
  
   મીરા તેના વિચારમાંથી બહાર આવી અને બોલી, અરે ઝોયા મે પાર્ટીમાં ન કરવાનું કર્યું યાર....મે ડ્રીંક કરી લીધી હતી રાતે, એટલે મને રાતનું કંઈ જ યાદ નથી.
   
    એ પાગલ છો તું, એમ કેમ ડ્રીંક કરી લીધી તે.
 
   મીરાએ ઝોયાને આર્યનની મુલાકાત અને તેણે કેમ આગ્રહ કર્યો અને સવારે અથર્વના ઘર સુધીનું કહ્યું.
  
    તું આખી રાત મિસ્ટર રાઠોડના બેડરૂમમાં સૂતી હતી. ઝોયા મીરા સામે આશ્ચર્યથી જોઈને બોલી ..........વધુ આવતા અંકે