અથર્વ મીરાને જોઈ તેની પાસે ગયો, તેના હાથમાં સ્ટાર હોટેલના ઓપનિંગનું કાર્ડ હતું. અથર્વથી અનાયાસે પુછાઈ ગયું, મીરા તું આવીશ મારી સાથે?
મીરાએ થોડું ચોંકીને પૂછ્યું, ક્યાં?
અથર્વ કંઈ બોલી ના શક્યો તેણે તેના હાથમાં સ્ટાર હોટેલનું ઓપનિંગ કાર્ડ હતું, જે આજ રાતનું હતું તે મીરાના હાથમાં આપી દીધું. મીરા એ કાર્ડ વાંચ્યું.... ઓપનિંગમાં લઈ જાવ છો. મીરા એકસાઇટેડ થઈને બોલી અથર્વએ હકારમાં માથું હલાવ્યું.
મીરાએ પણ ખુશ થઈને કહ્યું,સારું હું આવીશ.
અથર્વ ફક્ત એટલું જ બોલી શક્યો, તુ રેડી થઈ જજે હું તને પીક કરી લઈશ તારા ઘરેથી.
મીરા તેની ઘરે ગઈ અને રાતના ઓપનિંગ માટે તૈયાર થઈ રહી હતી. મીરા થોડીવારમાં તૈયાર થઈ ગઈ અથર્વએ કૉલ કર્યો અને કહ્યું, હું નીચે ઉભો છું.
મીરાએ કહ્યું બસ હું આવું જ છું પાંચ મિનિટ આપો.
સારું.
મીરા ફટાફટ તૈયાર થઈને નીચે આવી ગઈ, ત્યાં જ નીચે અથર્વની કાર ઊભી હતી, અથર્વ કારમાંથી બહાર આવ્યો.
તેણે મીરા સામે જોયું અને બસ જોતો જ રહી ગયો. મીરાની મોહક સુંદરતામાં જાણે અથર્વ મોહિત થઈ ગયો હોય, તેમ આંખોના પલકારા જપકવ્યા વગર તે એકટસ મીરાને જોઈ રહ્યો હોય.
મીરાએ આજે પહેલી વાર સાડી પહેરી હતી તે બ્લેક પાર્ટીવેર સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી...તેના સિલ્કી વાળ છુટ્ટા હતા. તે આજે એક અપ્સરાથી કમ નહોતી લાગી રહી.
આજે અથર્વ પણ તેટલો જ સુંદર લાગી રહ્યો હતો, તેણે આજે ફુલ બ્લેક ફોર્મલ લુક કર્યું હતું...પરફેક્ટ બિયર્ડ જે તેના ચેહરાને આકર્ષિત કરતી હતી...તેના વાળમાં કોઈ ચેન્જ નહોતો, તે તેના વાળ હંમેશાની જેમ ક્લાસિક ટાઈમલેસ સ્ટાઈલમાં જ કટ કરાવતો. હાથમાં રોલેક્સની ઘડિયાળ.... તેની આંખોમાં તે જ ખુમારી મીરાને હંમેશા તેની આંખો આકર્ષિત કરી દેતી. મીરા પણ તેને જ જોઈ રહી હતી તેને અથર્વ અત્યંત સોહામણો લાગી રહ્યો હતો.
મીરાએ અથર્વને કેટલાય સવાલ પૂછી લીધા કેવી લાગી રહી છું.. બરાબર તો છું ને..કે ચેન્જ કરી લઉ..બહુ વધારે નથી લાગી રહ્યું ને?
અથર્વએ એટલું જ કહ્યું બહુ સુંદર લાગી રહી છો અને તેણે કાર નો દરવાજો ખોલ્યો મીરા માટે મીરા અંદર બેસી ગઈ.
અથર્વ પણ બેસી ગયો અને કાર ચલાવી મૂકી... તેની કારમાં રેડિયો ચાલુ હતો. તેમાં એક પછી એક રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા
મીરાએ ફરીવાર પૂછ્યું, હું કેવી લાગી રહી છું?તમે તો ફક્ત જવાબમાં એમ જ કહ્યું કે સુંદર લાગી રહી છે, આજે પહેલીવાર સાડી પહેરી છે, ક્યો તો ખરા કેવી લાગી રહી છું સાડીમાં અને આ મોઢા પર પણ પહેલીવાર મેકઅપનો એટલો થથેડો કર્યો છે... માણસ થોડીક તો તારીફ કરી દઈને. મીરાએ છણકો કર્યો.
અથર્વ કંઈ કહેવા જઈ રહ્યો હતો, ત્યાં જ એક ગીત શરૂ થયું. ફિલ્મ ઓમ શાંતિ ઓમનું,"મે અગર કહું". અથર્વ ચૂપ થઈ ગયો અને અને ગીતની સાથે તે તેના સુરીલા અવાજમાં ગાવા લાગ્યો.
तुमको पाया है तो जैसे खोया हूँ
कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ
किसी जबां में भी वो लफ्ज़ ही नहीं
के जिन में तुम हो क्या तुम्हें बता सकूँ
मैं अगर कहूँ तुम सा हसीं
कायनात में नहीं है कहीं
तारीफ़ ये भी तो सच है कुछ भी नहीं
शोखियों में डूबी ये अदायें
चेहरे से झलकी हुई हैं
जुल्फ़ की घनी घनी घटायें
शान से ढलकी हुई हैं
लहराता आँचल है जैसे बादल
बाहों में भरी है जैसे चाँदनी
रूप की चाँदनी
मैं अगर कहूँ
ये दिलकशी है नहीं कहीं, ना होगी कभी
तारीफ़ ये भी तो सच है कुछ भी नहीं
मैं अगर कहूँ हमसफ़र मेरी
अप्सरा हो तुम, या कोई परी
तारीफ यह भी तो, सच है कुछ भी नही
ગીતના પુરા થવા બાદ મીરા જાણે તેના એક એક શબ્દ પર મોહિત થઈ ગઈ હોય, તેમ તેના રોમ રોમમાં જાણે અથર્વના શબ્દ ફેલાઈ રહ્યા હતા. અથર્વના ગહેરા અવાજમાં જાણે મીરા ખોવાઈ ગઈ હતી
અથર્વએ મીરાને કઈક પૂછ્યું, મીરા જબકી અને કહ્યું, હ..હમમ.
અથર્વએ પૂછ્યું, કેમ આમ જોવે છે? મારો અવાજ નથી સારો?
મીરાએ કહ્યું, ખૂબ સરસ અવાજ છે તમારો. તમારે તો સિંગર હોવું જોઈતું હતું.
અથર્વ હસ્યો અને કહ્યું, મે પેહલીવાર ગીત ગાયું છે, એ પણ તારી માટે. એટલું કહીને તેણે કાર ચલાવવા પર ધ્યાન આપ્યું.
મીરાને આજે અથર્વના એક એક અંદાજ સાથે પ્રેમ થઈ ગયો. તે બસ અથર્વને જ જોઈ રહી હતી.
મને આમ જોયા રાખીશ તો પ્રેમ થઈ જશે તને મારી સાથે. અથર્વએ મસ્તીના મૂડમાં કહ્યું.
મીરાએ વાત ફેરવતા કહી, હું તો એ જોઈ રહી હતી કે, તમે એજ વ્યક્તિ છો ને જેણે મને ધમકી આપી હતી કે મારીથી જેમ બને એમ દૂરી રાખજે.
અથર્વ હસ્યો અને બોલ્યો, એમ...છું તો તેજ વ્યક્તિ પણ ત્યારે સમય બીજો હતો અને અત્યારે સમય બીજો છે.
એમ બંને વાતચીત કરતા કરતા સ્ટાર હોટેલ પોહચી ગયા.
અથર્વએ જઈને મીરાની સાઈડનો દરવાજો ખોલ્યો અથર્વએ તેનો હાથ આગળ કર્યો, મીરાએ પણ તેનો હાથ પકડ્યો અને નીચે ઉતરી.
બંને અંદર ગયા. સ્ટાર હોટલ જગજગારા મારી રહી હતી. મીરાને અને અથર્વને પોતાનું કામ જોઈને ખુબ ખુશી મળી.
બંને મિસ્ટર રાજ પાસે ગયા અને એકબીજાને હાય હેલો કર્યું. મિસ્ટર રાજે મીરાને જોઈ તે ખુબ ખુશ થઈ ગયા અને કહ્યું અરે મીરા તમે પણ આવ્યા છો, મને ખરેખર બહુ ખુશી થઈ તમને જોઈને....તમે બહુ ખૂબસૂરત લાગી રહ્યા છો, મારી હોટલને જાણે આજ ચાર ચાંદ લાગી ગયા.
થેન્ક્યુ સો મચ મિસ્ટર રાજ મને પણ ખુશી થઈ અહીં આવીને મીરાએ આભાર માનતા કહ્યું.
બંને મિસ્ટર રાજને મળીને ગયા. બંને એક સાઈડ જઈને બેસી ગયા.
મીરા હોટલની સુંદરતા જોઈ રહી હતી, જ્યારે અથર્વ મીરાની સુંદરતા જોઈ રહ્યો હતો. અથર્વને જાણે આજે એમ લાગી રહ્યું હતું કે તેની સાથે સાચ્ચે કોઈ અપ્સરા છે.
ત્યાં ફરી મિસ્ટર રાજ અથર્વ પાસે આવ્યા અને અથર્વને કહ્યું, અથર્વ મારી સાથે આવો મારે તમને ઘણા બિઝનેસમેન સાથે મુલાકાત કરાવી છે.
અથર્વએ મીરાને આંખોથી જ ઇશારો કર્યો તે જઈને આવે. મીરાએ પણ તેની વાત સમજી હકારમાં માથું હલાવ્યું
મિસ્ટર રાજ અથર્વને બધા બિઝનેસમેનની વચ્ચે લઈ જઈ ઇન્ટ્રોડક્શન કરાવ્યું, મિ.કપૂર, મિ.ચૌહાણ, મિ સિંઘાનિયા અને મિ.પટેલ આ છે મિસ્ટર અથર્વ રાઠોડ, આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીના નવા સીઈઑ, તેમણે જ સ્ટાર હોટલના પ્રોજેક્ટ પર કામ કર્યું છે....બધા બિઝનેસમેનએ તેમના આટલા સરસ કામને લીધે તેમની ખૂબ પ્રશંસા કરી, અથર્વએ આભાર વ્યક્ત કરી કહ્યું, આમાં વધુ મારા કંપનીના એમ્પ્લોયસની મહેનત છે...... તેને થોડીવાર બધા સાથે વાતો કરી.
એક શખ્સ બાર કાઉન્ટર પાસે ઊભો ઊભો આ પાર્ટીને જોઈ રહ્યો હતો. તેને આ બધું બોરિંગ લાગી રહ્યું હતું. તેને અહીંની પાર્ટીમાં કંઈ પણ ઇન્ટ્રેસ્ટ નોહતો. તે કોઈ બિઝનેસમેનમાં પણ ઇન્ટ્રેસ્ટેડ નહોતો. તે બાર કાઉન્ટરના ટેકે ઉભો રહીને ડ્રિન્કનો ગ્લાસ હાથમાં લઈને પીય રહ્યો હતો, તેને આ બધું કંટાળાજનક લાગી રહ્યું હતું. જાણે એમ લાગે કે કોઈના ફોર્સના લીધે અહીં આવ્યો હોય.......
થોડીવાર બાદ તેની નજર સામે ખૂણામાં બેઠેલી મીરા પર પડી અને તેની નજર ત્યાં અટકી ગઈ. તેને એમ લાગ્યું જાણે બોરિંગ સબ્જેક્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ લાઈન આવી ગઈ. તેમ તેને આ પાર્ટીમાં આવ્યા બાદ જાણે પહેલીવાર ખુશી થઈ. તે ઘણીવાર સુધી દુરથી જ ઉભો મીરાને જોઈ રહ્યો હતો.
થોડીવાર બાદ તે મીરા પાસે ગયો અને એકદમ નરમાશથી કહ્યું, હાય.
મીરાએ નજર ઉંચી કરી તેની સામે એક અત્યંત સોહામણો યુવક ઊભો હતો. જે લગભગ મીરાની જ હમઉમ્રનો હતો. મીરાને લાગ્યું કોઈ બિઝનેસમેન છે. જેથી તેણે પણ નરમાશથી જવાબ આપ્યો, હાય.
પેલા યુવકએ પોતાનો પરિચય કરાવ્યો, હાય આઇ એમ આર્યન.
ત્યાં જ અથર્વની નજર મીરા પર પડી, તેણે જોયું કે મીરાની પાસે કોઈ યુવક ઉભો હતો. તે ત્યાંથી બધાની વિદાય લઈને મીરા પાસે આવ્યો.
મીરા તેનું નામ કહી રહી હતી આઈ એમ,...ત્યાજ અથર્વ મીરાની આગળ આવી આર્યનની સામે ઉભો રહી ગયો અને પોતાનો હાથ આર્યન સામે લાંબો કરી મીરાના અધૂરા શબ્દમાં પોતાનો પરીચય કરતા બોલ્યો, અથર્વ રાઠોડ.
તે બધાને સાથે જોઈને એક વ્યક્તિ તે લોકો પાસે આવ્યા. તે વ્યક્તિ આવીને બોલ્યા, તમે બધાએ તો એકબીજા સાથે મળી લીધું લાગે. તે વ્યક્તિ આગળ બોલ્યા, મિસ્ટર અથર્વ આ મારો દીકરો છે આર્યન ..........વધુ આવતા અંકે