તું ક્યાં જઈ રહી છો? અથર્વએ પૂછ્યું.
હું અનાથ આશ્રમ જઈ રહી હતી. મીરાએ કહ્યું.
ચાલ હું તને ડ્રોપ કરી દવ છું અનાથ આશ્રમએ. અથર્વએ કહ્યું.
પણ તમે કંઇક કામ માટે જઈ રહ્યા હતા. મીરાએ કહ્યું.
અથર્વએ કહ્યું, તે કામ એટલું બધું જરૂરી નથી, હું પછી જઈ આવીશ. ચાલો તમને ડ્રોપ કરી દઉં મેડમ.
મીરાએ ખભા ઊંચા કર્યા કહ્યું, ઓકે...અને તે કારમાં આગળ જઈ બેસી ગઈ. અથર્વએ સમાન પાછળની સીટમાં મૂક્યો અને કારમાં આવી બેસ્યો. કાર સ્ટાર્ટ કરી અને મીરાને આશ્રમનો રસ્તા વિશે પૂછ્યું. મીરાએ રસ્તો બતાવ્યો અને અથર્વએ કાર તે રસ્તે ચલાવી મૂકી.
મીરા અને અથર્વ આશ્રમ પહોંચ્યા. મીરાના ત્યાં પગ મુકતા વેત જ રિયા મીરાને ભેટી ગઈ. રિયા તેની કાલી ભાષામાં બોલી, મિલા દીદી આવી ગયા.
થોડીવારમાં જ તે આશ્રમના બધા છોકરાઓને બોલાવી આવી.
અથર્વને અહીં આવીને અને તે બાળકોને જોઈને કંઈ અલગ જ સૂકુન મળી રહ્યું હતું.
મીરા તે બધા બાળકોને નાસ્તો અને ગિફ્ટ આપી રહી હતી. અથર્વ બધું જોઈ રહ્યો હતો...તેને મીરા પ્રત્યે ખૂબ માન થયું.
મીરાએ અથર્વને કહ્યું કે તે પણ આમાંથી ગિફ્ટ બાળકોને તેના હાથથી આપે. અથર્વએ બીજા બધાને પોતાના હાથથી ગિફ્ટ આપ્યા. મીરાને તેને આમ જોતા બહુ ખુશી થઈ.
બંને ઘણીવાર બાળકો સાથે રહ્યા તેમની સાથે બાળકો બની રમીયા...મીરા બાળકો સાથે આંખ પટ્ટી રમી રહી હતી... તેની આંખો પર પટ્ટી બાંધી હતી... તે જેમ બાળકોને શોધી પકડવા જતી હતી. ત્યાંજ બધા બાળકો મીરાના પાસે આવવાથી તેનીથી દૂર ભાગતા અને ખૂબ હસતા.
એક સાઇડ અથર્વ કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.... મીરા ફરતી ફરતી તે તરફ આવી,... તેણે અથર્વને પાછળથી બે હાથે બાથ ભરી અને જોરથી બોલી, યેસ...પકડાઈ ગયા.
અથર્વનું દિલ કાબુમાં ન રહ્યું, તેની ધડકન વધી ગઈ.
મીરાને ખ્યાલ આવ્યો કે આ કોઈ મોટી વ્યક્તિ છે, તે તેમજ ઉભી રહી હતી. અથર્વ તેની પકડમાં જ રહ્યો તે તેમ જ સીધો ફર્યો અને મીરાની આંખો પરથી પટ્ટી હટાવી, મીરા અથર્વની આંખોમાં જોઈ રહી હતી... અથર્વ અને મીરાના ચહેરાની વચ્ચે ફક્ત એક વેંત જેટલી જ દુરી હતી.
તે બંને ક્યાંય સુધી તેમજ રહીયા. મીરાને થોડીવાર બાદ ખ્યાલ આવ્યો, તેના હાથ અથર્વની ફરતે વિટાયેલા છે, તેણે હાથ બાંધ્યા હતા તે અચાનકથી હટાવી દીધા...બંને તો પણ એકબીજાને જોઈ રહ્યા હતા. ત્યાં જ બધા બાળકો આવીને જોર જોરથી બોલ્યા, અથર્વ ભાઈ પકડાઈ ગયા, અથર્વ ભાઈ પકડાઈ ગયા.
અથર્વ અને મીરા બાળકોના આવી જવાથી એકબીજાથી દૂર થયા.
અથર્વએ બધા બાળકોને કહ્યું, હું આ ગેમમાં થોડીને હતો. તો પણ બધા બાળકોએ જીદ્દ કરી કે તે હવે દાવ આપશે. અથર્વએ બાળકોને ખૂબ સમજાવ્યા પણ બાળકો ન જ માન્યા.
મીરાએ અથર્વને કહ્યું, બાળકોનું દિલ ન તોડો મિસ્ટર રાઠોડ, હવે તેમની ફરમાઈશ પૂરી કરવી જ પડશે. મીરાના કેહવાથી અથર્વએ દાવ દેવા માટે હા પાડી. બધા બાળકો રાજી થઈ ગયા.
મીરાએ તેની આંખો પર પટ્ટી બાંધી, કોઈ ચીટીંગ નહી કરતા દેખાય તો કહી દેજો, ફરી બાંધીશ.
અથર્વએ ટોન્ટ માર્યો, નહી રેવા દે અત્યારે જ એમ લાગે કે હું આંધળો થઈ ગયો છું. તને કહીશ દેખાય છે એમ, તો તું મારી આંખો જ અંદર નાખી દેશે .
મીરા હસી અને અથર્વ બધા બાળકોને પકડવા આમથી તેમ ભાગી રહ્યો હતો...... મીરા અને અથર્વએ ત્યાં અડધો દિવસ કાઢી નાખ્યો હતો. પછી મીરા અને અથર્વ બધા બાળકોની વિદાય લઈ નીકળી ગયા.
અથર્વ મીરાને કહી રહ્યો હતો, આજનો દિવસ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હતો. થેંક્યુ મીરા આ બધું તારા કારણે જ થયું.
આજે પહેલીવાર તે મીરાનું નામ બોલ્યો હતો. મીરાને ખુશી થઈ.
તેમાં આભાર માનવાની શું જરૂર છે મિસ્ટર રાઠોડ. મીરાએ કહ્યું.
અથર્વએ કહ્યું, તુ મને ફક્ત અથર્વ કહી શકે? એમ પણ હવે આપણે મિત્રો જેવા થઈ ગયા છીએ, તો પ્લીઝ મને અથર્વ જ કહે, મને સારું લાગશે.
મીરાએ થોડીવાર સુધી હા ના કરી પણ અથર્વ ન માન્યો એટલે તેને સ્વીકાર કર્યો.
મીરા સાચ્ચે તને ત્યાંના બાળકો ખૂબ પ્રેમ કરે છે અને પેલી રિયા કેટલી ક્યુટ હતી મને તે બોલી રહી હતી તે બહુ ગમતું હતું.
મીરાએ પણ હસીને જવાબ આપ્યો, હા તે બાળકો મને ખૂબ જ પ્રેમ કરે છે અને રિયા તે તો છે જ એવી જે જોઈ તેને ગમી જાય.
મીરા એકવાત પૂછું?
હા પૂછો!
મીરા તારા પરિવાર વિશે કહીશ? મે ક્યારેય આ વિશે પૂછ્યું નથી અને મને ખબર પણ નથી.
તમે અત્યારે મળીને તો આવ્યા પરિવારને. મીરાએ કહ્યું પણ અથર્વને કઈ સમજાયું નહિ. તે મીરાને જોઈ રહ્યો હતો.
મીરાએ કહ્યું, મારો પરિવાર અને મારું ઘર તે અનાથ આશ્રમ જ છે. મારું આખું બચપન તે જ આશ્રમમાં વીત્યું છે. હું પણ રિયા અને ત્યાંના બીજા બધા બાળકો સમાન જ છું.
અથર્વ બસ મીરાને જોઈ રહ્યો હતો. તે આખા રસ્તે ચૂપ જ રહ્યો.
થોડીવારમાં અથર્વએ મીરાને તેના ઘરે ડ્રોપ કરી .......થેન્ક્યુ સો મચ અથર્વ, મને આજે આશ્રમ લઈ જવા માટે.
અથર્વને મીરાના મોઢે પોતાનું નામ સાંભળી કંઈક અલગ જ અનુભવ થયો, તેનું દિલ જાણે અંદર ખુશીને મારે કૂદી રહ્યું હોય, તે જવાબમાં માંડ હમ બોલી શક્યો.
મીરા તેને બાય કહી તેના ઘર તરફ ગઈ. અથર્વ તેને ઠેટ સુધી જોતો રહ્યો. તે તેને દેખાતી બંધ થઈ એટલે તેણે ગાડી સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળી ગયો .
સવારે કંપનીમાં બધા જે.બી મોલના પ્રેઝનટેશન પર કામ કરી રહ્યા હતા. ત્યાં એક એમ્પ્લોય અથર્વને આવીને એક કાર્ડ આપી ગયો.
અથર્વએ કાર્ડ ખોલ્યું, તે સ્ટાર હોટેલના ઓપનિંગ પાર્ટીનું કાર્ડ હતું. ત્યાં જ રાજ શર્માનો કૉલ આવ્યો.
હેલો મિસ્ટર રાઠોડ, કાર્ડ પોહચી ગયું તમારા સુધી?
અથર્વએ કહ્યું, બસ મારા હાથમાં છે મિસ્ટર રાજ મે જોયું તમારું કાર્ડ.
તમે આવશો તો મને બહુ સારૂ લાગશે મિસ્ટર રાઠોડ.
અથર્વ એ જવાબ આપ્યો, મિસ્ટર રાજ હું જરૂરથી આવીશ, થેન્ક યુ કહેવા માટે. એમ બંનેએ થોડીવાર વાત કરી અને કૉલ રાખ્યો.
થોડીવારમાં મીરા ફાઈલ લઈને અંદર આવી. તેણે લોન્ગ સિમ્પલ બેબી પિન્ક અનારકલી પહેર્યું હતું. તેના સિલ્કી વાળ ખુલ્લા હતા. મેકઅપ વગરનો મોહક ચહેરો.
તે અંદર આવી એક ફાઈલ અથર્વના ટેબલ પર મૂકી અને ઉતાવળમાં બોલવા લાગી, મને આમાં કઈ સમજ નથી પડતી. તમે જુઓ કે આમાં બાલ્કની કેમ સેટ નથી થતી. થાકી ગઈ હું, પણ કંઈ સમજ જ ન પડી મને.
અથર્વનું ધ્યાન તે બોલી રહી તેમાં તો હતું, પણ વધુ ધ્યાન તેના પાતળા કુમળા હોઠ પર હતું.
અથર્વએ જવાબ ના આપ્યો, મીરા તેના કામની ધૂનમાં જ હતી, તેણે ફરી ફાઈલ સામે નજર રાખી જ કહ્યું, મને સમજ નથી પડતી સમજાવો મને હું શું કરું?
અથર્વએ તેના પરથી ધ્યાન હટાવ્યું અને ફાઈલ પર ધ્યાન નાખ્યું તે સમજાવી રહ્યો હતો. મીરા તેના ટેબલના ટેકે થોડું વળીને સમજી રહી હતી. મીરાના ખુલ્લા વાળ વારંવાર તેના ચહેરા પર આવી રહ્યા હતા. તેનું ધ્યાન ફાઈલમાં હતું તે વાળ હટાવી હટાવીને થાકી. તેને ખીજ ચડી, તેણે તેના દુપટ્ટામાંથી હેર ક્લિપ કાઢી. અથર્વ તેને જોઈ રહ્યો હતો.
ચહેરા પર થોડી બાળકો જેવી ખીજ આંખો બંધ અને બંને હાથે પોતાના વાળમાં મેસી બન વાળી ક્લિપ લગાડી.
આ જોતા સમય અથર્વને જાણે તેનો સમય થંભી ગયો, શ્વાસ વધી ગયા. તે મંત્રમુગ્ધ થઈને મીરાને જોઈ રહ્યો હતો.
મીરાના મનમાં કંઇક આઈડિયા આવ્યો બાલ્કની વિશે તે તેની ધૂનમાં જ ફાઈલ ઉઠાવી બહાર ચાલી ગઈ.
અથર્વ બસ તેને જતા જોઈ રહ્યો...અથર્વ પરસેવે રેપજેબ થઈ ગયો. તેણે એસી ચાલુ કરી. પોતાનો કોર્ટ કાઢી નાખ્યો. તે બોલ્યો આ મને શું થઈ રહ્યું છે, મારી ધડકન કેમ એકા એક વધી ગઈ અને મારા શ્વાસ પણ. તેણે પાણીનો ગ્લાસ લઈ એક ઘૂંટડો પીધો.
તે કામ પતાવી તેના કેબિન બહાર આવ્યો. ઘણા એમ્પ્લોય ઘરે ચાલ્યા ગયા હતા. અમુક જ એમપ્લોય કંઈક કામ કરી રહ્યા હતા.
અથર્વ મીરાને જોઈ તેની પાસે ગયો, તેના હાથમાં સ્ટાર હોટેલના ઓપનિંગનું કાર્ડ હતું. તેનાથી અનાયાસે પુછાઈ ગયું. મીરા તું મારી સાથે આવીશ? ............વધુ આવતા અંકે