Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 141

પરીના નાજુક નમણાં હાથમાં સમીરનો હાથ...પરીની સ્વપ્નીલ થોડી થોડી ભૂરી ભૂરી આંખોમાં ખોવાયેલો સમીરનો પ્રેમ...અને ઉત્કૃષ્ટ ઈચ્છાએ પહોંચેલી બંનેની સંમતિ...આ ત્રણેય વસ્તુઓનો જ્યારે સંગમ થયો ત્યારે...આ બધું જોઈને છુટકીનું હ્રદય એક થડકારો ચૂકી ગયું હતું.... તે પૂતળું બનીને સ્થિર થઈને ત્યાં જ ચોંટી ગઈ...ન તો તેનું હ્રદય ચાલતું હતું ન તેનું મન... ન તો તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા હતા...ન તો તે કંઈ બોલવાને કાબેલ રહી હતી...તેના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ હતી...અને તે ચૂપચાપ બંનેના મિલનની સાક્ષી બની રહી હતી જે તેને કદાપિ મંજૂર નહોતું...થોડી વાર સ્થિર રહ્યા પછી તેને ભાન થયું કે તે શું કામ માટે નીચે આવી છે...તે સમીર અને પરીની નજીક ગઈ અને બંનેની નજર એકસાથે જ છુટકી ઉપર પડી...બંનેના મુખમાંથી ઉદગાર સાથે શબ્દો સરી પડ્યા..."અરે, છુટકી તું..!"બંને કેટલાં ખુશ હતાં.. તે કહેવાની જરૂર નહોતી...છુટકી આપોઆપ સમજી ગઈ હતી...તેણે સમીર સાથે વાત કરવી કે, સમીરને 'હાય' કરીને બોલાવવો પણ યોગ્ય ન સમજી તે, અને જાણે પોતાનું બધું જ લુંટાઈ ચૂક્યું હોય તેમ નારાજ ચહેરે તેણે પરીની સામે જોયું અને તે પરીને કહેવા લાગી કે, "મોમ, તને ઉપર બોલાવે છે..."પરી તેને કહેવા લાગી કે, "જો સમીર આવ્યો છે મને મળવા માટે.. કેટલા બધા સમય પછી..."પરંતુ પરીનું વાક્ય અધૂરું જ રહ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં છુટકી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને ઉપર પોતાના ઘરે જવા રવાના થઈ ગઈ...સમીર વિચારમાં પડી ગયો અને પરીની સામે જોઈને તેને પુછવા લાગ્યો કે, "આ છુટકીને અચાનક શું થઈ ગયું..?""હશે એ તો છોડ ને, મોમ કંઈક બોલી હશે એટલે એનું મોં ચડેલું હશે.." એટલું કહીને પરીએ વાતને ટાળી દીધી.."પણ સાંભળ ને.. હવે પાછો તું મને ક્યારે મળીશ..?" પરી કૂતુહલવશ સમીરની સામે જોઈ રહી હતી..."મેડમ, તમે જ્યારે કહેશો ત્યારે આ નાચીઝ તમારી સેવામાં હાજર હશે.." સમીરની વાતોથી પરીનું મન ભરાઈ ગયું હતું..."પણ મેડમ, તમારી સ્ટડી અને ઈન્ટર્નશીપ ને એ બધું....""ઈન્ટર્નશીપ હવે પૂરી થઈ ગઈ છે. બસ, હવે નિકેત સર પાસેથી સર્ટિફિકેટ લઈને કોલેજમાં સબમિટ કરી દેવાનું છે.. જે એક બે દિવસમાં હું કરી દઈશ બસ પછી કોઈ સારી જગ્યાએ જોબ શોધી લઈશ અને હા, મારી મોમ.. માધુરી મોમ ભાનમાં આવી ગઈ છે બસ તે જ ખુશી તારી સાથે શેર કરવાની હતી.. પણ મોમ બોલાવે છે એટલે હું ઉપર જાઉં છું... પછી રાત્રે તને ફોન કરું છું...""ઓકે, બાય માય ડિયર..""બાય""પણ ફોન જલ્દીથી કરજે, આઈ વિલ વેઈટ ફોર ઈટ..""ઓકે "અને પરી સડસડાટ ત્યાંથી નીકળી ગઈ અને સમીર પોતાની રૂપાળી.. મીઠી હિરણીને જતો જોઈ રહ્યો...પરીએ પોતાના ઘરમાં પગ મૂક્યો..બધા જ જમવા માટે તેની રાહ જોઈ રહ્યા હતા..આમેય આજે માધુરીના ભાનમાં આવવાની ખુશીમાં ઘરનો માહોલ ખુશખુશાલ હતો..પરીનું પેટ તો આજે સમીરને જોઈને જ ભરાઈ ગયું હતું..બસ ક્યારે એકલી પડું અને સમીર સાથે વાત કરું એ જ ધૂન તેના ઉછળતા હૈયામાં ચાલી રહી હતી...ચૂપચાપ જે થોડું ખાવું હતું તે ખાઈને તે ઉભી થઈ ગઈ અને પોતાના રૂમ તરફ જઈ રહી હતી...એટલામાં નાનીમાએ તેને બૂમ પાડી, "બેટા મને રૂમમાં લઈ જા ને.."તે પાછી વળી અને પોતાના હાથના ટેકાથી નાનીમાને ઉભા કર્યા અને તેમનો હાથ પકડીને તેમને પોતાની સાથે પોતાના રૂમમાં લઈ ગઈ અને તેમને ટેકે બેસાડી દીધાં... અને "હું થોડી વારમાં આવી નાનીમા કહીને તે પોતાના ફોનને હાથમાં પ્રેમથી રમાડતાં રમાડતાં ટેરેસ ઉપર ચાલી ગઈ..‌"આ બાજુ આજે સમીરને પણ ભૂખ નહોતી લાગી તેનું મન અને તેની ભૂખ બંને તો પરીને જોઈને જ તૃપ્ત થઈ ગયા હતા...સમીર ઘરે પહોંચી ગયો અને હાથ પગ મોં ધોઈને ફ્રેશ થયો.. તેના મોમ અને ડેડ બંને જમવા માટે તેની રાહ જોઈને જ બેઠાં હતા..સમીર તેના મોમ અને ડેડનો એક નો એક દિકરો હતો.. તેના ડેડ નિમિષભાઈ એક બિઝનેસમેન હતા..ઈન્ડિયામાં અને યુ એસ એ માં બંને જગ્યાએ તેમનો વહેપાર વિસ્તાર પામેલો હતો..તે સમીરને બિઝનેસમેન બનાવવા માંગતા હતા પરંતુ સમીરને પોલીસ ઇન્સ્પેકટર થઈને પોતાના દેશની સેવા કરવી હતી અને સાથે સાથે ડ્રગ્સ વેચનારાઓ અને માફિયા કંપનીઓ વગેરે વગેરેને પકડી પકડીને જેલ ભેગા કરવા હતા.. અને પોતાનું નામ રોશન કરવું હતું... તેનો શોખ કંઈક જૂદો જ હતો તેથી તેણે પોતાના ડેડની વાત ન માનતાં તેણે પોલીસ લાઈનમાં ઝંપલાવ્યું હતું....પોતાનો કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને અઘરામાં અઘરી તાલીમ લઈને પોલીસ લાઈન સ્વિકારવા બદલ શરૂઆતમાં તેના ડેડ નિમિષભાઈ સમીરથી ખૂબ નારાજ રહેતા હતા પરંતુ જેમ જેમ સમીર આગળ અને આગળ વધતો ગયો અને પોતાની લાઈનમાં પ્રસિદ્ધિ મેળવતો ગયો અને પોતાના માતા પિતાનું નામ રોશન કરતો ગયો તેમ તેમ નિમિષભાઈ તેની ઉપર ખૂબ ખુશ રહેવા લાગ્યા અને પોતાના દિકરા માટે તેમને પણ પ્રાઉડ ફિલ થવા લાગ્યું....સમીર પોતાના મોમ ડેડ સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે તો ગોઠવાયો પણ તેનું મન જમવામાં લાગ્યું નહીં...બસ તેનું ધ્યાન તો મોબાઈલની પેલી રીંગ રણકી ઉઠે અને પરીનો મીઠો મીઠો અવાજ તેના કાનમાં ગૂંજી ઉઠે  તેમાં જ હતું...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     23/5/26