આજકાલ એક ફેશન થઈ ગઈ છે. કે મારી દીકરીને રસોઈ બનાવતા નથી આવડતું. આવું ઘણી માતાઓના મોઢે ગૌરવ સાથે સાંભળ્યું છે.
તમારું શું માનવું છે ?દીકરા કે દીકરીને રસોઈ બનાવતા આવડવું જોઈએ?
મારી વિચારધારા મુજબ હું એવું માનું છું. કે રસોઈ બનાવતા આવડવું જોઈએ. તમો આર્થિક રીતે ગમે તેટલા સુખી હો. તમારી ત્યાં રસોઈ બનાવવા વાળા બેન આવતા હોય તો પણ તમારા ટેસ્ટની રસોઈ જમવા માટે પણ તમને રસોઈ બનાવતા આવડવું જોઈએ .અને તમારા ફેમિલીના લોકોને પણ ગમતી રસોઈ ખાવા માટે પણ રસોઈ બનાવતા આવડવી જોઈએ. કુક તો બદલતા રહે છે. તો કુક ને પણ આપણા ટેસ્ટની રસોઈ બનાવતા શીખવવા માટે પણ આપણને રસોઈ બનાવતા આવડવું જોઈએ.
એમાં પણ આપણે જ્યારે આપણા સ્ટેટની બહાર જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમ બહુ જ થાય છે. ત્યાંના લોકોને તો પોતાના પોતાના સ્ટેટમાં જેનો ઉપયોગ થતો હોય એ વસ્તુ બનાવતા આવડતી હોય . એ લોકો જે ખાતા એ વસ્તુઓ બનાવતા આવડતી હોય. જેમકે બેંગ્લોરના લોકો રાઈસ નો વધારે ઉપયોગ કરે છે .આપણે ગુજરાતમાં અહીંયા ફુલ ડીશ વધારે ખવાય છે. દાળ ભાત શાક રોટલી .એવું ત્યાં નથી ખવાતું. તો એ લોકોને નહીં ફાવતું હોય તો એ લોકોને ત્યાં કુક આપણે રસોઈ જરૂર શીખવવી પડશે.
અને ક્યારેક તો એવું બને છે કે બીજા રાજ્ય માં જઈએ. તો આપણને ત્યાંના બનાવેલા કુક ની રસોઈ ઘણી વખત ફાવતી જ નથી. અને ઘણી વખત કોઈ એવું વિચારે મારે મારા જાતે જ બધાને બનાવીને જમાડવું છે. મારા એક ફ્રેન્ડ ની દીકરી બેંગ્લોરમાં એક સારી પોસ્ટ ઉપર છે. પરંતુ એનો માઈન્ડ સેટ એવો છે કે મારા બાળકોને મારા હાથનું મારી જાતે બનાવેલું જ ખવડાવવું છે એટલા માટે એમણે બધી જ રસોઈ શીખી લીધી. એ એવું વિચારે છે કે હું જે પ્રેમથી અને ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવુ એવું કોઈ ના બનાવી શકે . એટલા માટે તે બધી રસોઈ જાતે જ બનાવે છે. અને આમ જોવા જઈએ તો એમની વાત પણ સાચી છે. આપણા વડીલો હંમેશા ઘરનું જ ખાવાનો આગ્રહ રાખતા. અને ખાસ કરીને ઘરના લોકો બનાવે એવો આગ્રહ રાખતા. અને એમાંય બ્રાહ્મણ લોકો તો હંમેશા પોતાની જાતે જ રસોઈ બનાવીને જમવાનો આગ્રહ રાખતા.
મારી આ વાત પરથી તમે એવું ના વિચારતા કે હું રસોઈવાળા (કુક) ની વિરોધી છું. એ પણ એ લોકો નું કામ છે .અને ખરેખર જે લોકો નથી બનાવી શકતા એ લોકો માટે તે કુક આશીર્વાદ સમાન છે. એની ઘણાને ત્યાં તો કોક ઘરના મેમ્બર જેવા જ હોય છે. પરંતુ આ જ આપણે વાત કરીએ છીએ રસોઈ બનાવતા જરૂરથી આવડવું જોઈએ.
એક ઉંમર પછી આપણને બહારનું ખાવાનું પણ નથી ફાવતું અને બનાવવામાં તકલીફ પડે ત્યારે કુક ની મદદ લેવી જ પડે છે. પરંતુ પોતાને ભાવતા ટેસ્ટ ની રસોઈ આવડતી હોય તો સારું પડે. આજે તો બાળકો વિદેશમાં પણ જાય છે. એના માટે તેઓ સ્પેશિયલ કુકિંગ ક્લાસ કરે છે. મારું માનવું છે સાથે સાથે બાળકોને થોડું ઘરકામ પણ આવડતું હોવું જોઈએ.
આ યુગમાં પતિ પત્ની બેઉ જોબ કરતા હોય ત્યારે તો બેઉને રસોઈ આવડવી જ જોઈએ. ભલે બધું ન આવડે પણ પ્રાથમિક રસોઈ તો જરૂર આવડવી જોઈએ. જે ઓફિસથી પહેલા આવે તે રસોઈ ની તૈયારી કરે. કારણ રોજ તો બહારનું જમવાનું નહીં ફાવે. પહેલા અને આજે પણ ઘણા શોખથી રસોઈ બનાવતા હોય છે. આપણે બીમાર હોઈએ ત્યારે પણ બહારનું ખાવાનું ના ફાવે. માટે કોઈ વ્યક્તિએ ભૂખ્યાના સૂવું પડે એવી સામાન્ય રસોઈ તો બનાવતા આવડવું જ જોઈએ.
એમાં પણ કોરોના કાળ જેવી મહામારી કે મુશ્કેલી આવી પડે. ત્યારે તમો કુક પણ ના રાખી શકો .અને બધાને ખબર છે. કોઈપણ વ્યક્તિને સારી રીતે રસોઈ બનાવતા આવડતી હોય તો ક્યારેક જરૂર પડે તો તે બેસ્ટ વ્યવસાય પણ બની શકે છે. અને ખાસ લાગણી અને પ્રેમથી બનાવેલી રસોઈ પોતાના ઘરની વ્યક્તિ પ્રેમથી જમે તો. જમાડનાર અને જમનાર બંનેને આનંદ આવે છે. આમ તો સ્ત્રી રસોડાની રાણી કહેવાય. પણ એક સત્ય એ પણ સ્વીકારવું પડે કે મોટી મોટી હોટેલમાં વધારે સેફ પુરુષો જ હોય છે.
પહેલા એવું હતું કે રસોઈ સ્ત્રીઓ જ બનાવે. માટે દીકરીએ શીખવું. પણ આજના યુગમાં બેઉને શીખવવું જરૂરી છે. સમય સાથે બધામાં પરિવર્તન આવે છે .તો આ પરિવર્તન પણ આપણે સ્વીકારવું જ જોઈએ .
જય સ્વામીનારાયણ