.આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્યાં તો પ્રેમ નું અલગ જ મહત્વ છે.
સંત કબીરદાસ નો પ્રસિધ્ધ દોહો,
પોથી પઢી પઢી જગમુઆ, પંડિત ભયા ન કોઈ. ઢાઈ અક્ષર
પ્રેમ કા, પઢે સો પંડિત હોય.
આમાં સંતકબીર દાસ ભગવાનની ભક્તિ ની વાત કરે છે.પણ આપણા સંબંધો માં પણ આનું એટલું જ મહત્વ છે.પ્રેમ શબ્દ નો અર્થ આમતો બહુ ગુઢ છે.
લગભગ દરેક વ્યક્તિ ને જીવનમાં એક વખત પ્રેમ થાય જ છે.કદાચ કોઈક આમાંથી બાકાત હશે! આપણો પ્રેમ મીરા અને રાધાજી જેવો પરલૌકિક નહી પણ આ લોક નો હોય છે.ખરેખર ભગવાન ના ભક્તો નો પ્રેમ તો અલગ જ હોય છે.
આપણો પ્રેમ લૌકિક હોય છે.પણ એમાં પણ નિઃસ્વાર્થ પ્રેમ ની વાત અલગ જ છે.જીવન માં નિસ્વાર્થ પ્રેમ માતા પિતા સિવાય કોઈનો મળે એ વ્યક્તિ ખરેખર ભાગ્યશાળી હોય છે.એના જીવન માં એક અલગ જ મજા હોય છે.
તમને જ્યારે કોઈ સાથે પ્રેમ થાય. ત્યારે તમારી સ્વીકાર ની ભાવના ટોચ પર હોય તો એ પ્રેમ દિલથી કર્યો હોય. એમાં પ્રેમ સિવાય બીજા કશાનું મહત્વ જ ના હોય. પછી એમાં તમારે કાયમી સાથે રહેવાનું થાય. ત્યારે તમારી પરીક્ષા થાય.
કોઈ વ્યક્તિ ની સાથે તમો એક છત નીચે રહો.ત્યારે એની સાચી ખબર પડે.એની આદતો,સ્વભાવ,એની જીવન જીવવાની રીત, બધું તમારી સામે આવે.પછી વાસ્તવિક જીવન માં ત્યારે તમારા પ્રેમ ની પરીક્ષા થાય.આજે એટલે જ કેટલાય પ્રેમી યુગલો ૫ થી ૭ વર્ષ પ્રેમ માં રહ્યા. પછી એટલાજ મહિનામાં છુટ્ટા પડી જાય છે.કારણ રોજિંદા જીવન માં આવી જવાથી વાત આખી બદલાય જાય છે.જવાબદારી વધે પછી વાસ્તવિકતા નો ખ્યાલ આવે છે.
લગ્ન જીવન કંઇ કાયમી કવિતામય નથી રહેતું.એમાં કેટલાય ચઢાવ ઉતાર આવે છે.લગ્ન જીવન માં પ્રેમ એટલે સાથે સાથે વૃધ્ધ થવું.એવું હું વિચારું છું.
પ્રેમ એ જીવનનું સત્ય છે. પ્રેમમાં જીવંત સાતત્ય છે. પ્રેમમાં લય છે. પ્રેમ માં ગતિ છે, ઉષ્મા છે. પ્રેમ માં બધું જ આવી જાય છે.પ્રેમ કાયમ સ્થિર નથી.પણ જો નિઃસ્વાર્થ ભાવે કરેલો પ્રેમ તમારું જીવન જરૂર બદલે છે. એ વ્યક્તિ ક્યારેય એવું નથી વિચારતી કે સાથે રહેવું જરૂરી છે. હા અલગ પડવામાં તકલીફ જરૂર થાય છે.પણ નફરત નથી. વર્ષો પછી મળે ત્યારે પણ એ જ ઉષ્મા રહે છે. કારણ એમાં નિઃસ્વાર્થ ભાવ હોય છે.આવો પ્રેમ બહુ ઓછા લોકો ને મળે છે.એ ખરેખર ભાગ્યશાળી હોય છે.એવું હું માનું છું.
પ્રેમ માં લાગણી ની જગ્યા એ માગણી વધે. ત્યારે એમાં પ્રોબ્લેમ શરૂ થાય છે.આજે તકલીફ એના કારણે જ વધે છે.આપણે એવું નથી કહેતા કે આ લોકો ખોટા છે.પરંતુ માગણી વધે ત્યારે પ્રોબ્લેમ પણ છેને!
પ્રેમ માં રહેલી વ્યક્તિ ને ખાલી એક સ્માઈલ આપોને.તો પણ બધું મળી ગયા બરાબર છે.આ સ્માઈલ દિલથી હોય તો.બાકી આજકાલ સ્માઈલ પણ પ્લાસ્ટિક યા સ્માઈલ થઈ ગયા છે.
પ્રેમ માં રહેલી વ્યક્તિ ખરેખર નિજાનંદ માં મસ્ત રહે.એને આ દુનિયા ની કોઈ પડી જ નથી.આપણે ત્યાં તો પ્રેમ નું એક અલગ મહત્વ એટલે જ છે.જીવન જીવવાની રીત બદલાય જાય છે.કદાચ તેઓ અલૌકિક નહીં.પણ લૌકિક પ્રેમ કર્યો હોય તો પણ એ અલૌકિક પ્રેમ સુધી પહોંચી શકે છે. શરત એક જ કે ભાવ નિઃસ્વાર્થ હોવો જોઈએ. અને યાદ રાખો મિત્રો. નિઃસ્વાર્થ ભાવ થી કરેલો પ્રેમ તમને બધું આપશે.
આજના દિવસે ભગવાન ને પ્રાર્થના કે બધા પ્રેમી ઓ ને એનો પ્રેમ જરૂર થી મળે.
જય સ્વામીનારાયણ
મેન્ટોર & ઓથર.